________________
‘ન્હોય મારું’
હવે શેનાં આધારે જગત ઊભું રહ્યું છે ? ત્યારે કહે, મનમાં જે પર્યાયો છે, મનની અવસ્થાઓ, તેમાં આત્મા(વ્યવહાર આત્મા) તન્મયાકાર થાય છે, તેથી ઊભો રહ્યો છે. નથી બુદ્ધિ પજવતી, નથી કોઈ પજવતું. એટલે મનનાં પર્યાયોને તોડ તોડ કરવાં જોઈએ. ‘આ મારા ન્હોય, મારા ન્હોય', ત્યાં જ બેઠાં બેઠાં હલાય હલાય જ કરવું જોઈએ. એ તોડ તોડ કરે કે છૂટો થઈ ગયો. અનાદિનો અભ્યાસ છે ને, છૂટો થવા દેતો નથી. તે એને મીઠાશ વર્તે છે, એ શુદ્ધાત્માને નથી વર્તતી. અહંકારને વર્તે છે, એટલે એ તોડ તોડ કરવું પડે. બેને છૂટું જોવું પડે. ‘મારું ન્હોય’ કહ્યું તોય છૂટું પાડ્યું કહેવાય પછી જોવાય.
૨૫૫
અડચણમાં ય અખૂટ આનંદ !
અને મનમાં ડિપ્રેશન આવે તો એનામય નહીં થઈ જવાનું, ત્યાં સામા થવાનું. કોઈ પણ કામમાં જ્યારે ડિપ્રેશન થાય ત્યારે આત્માનો અનુભવ થાય, જો આપણું આ જ્ઞાન લીધેલું હોય તેને ! એ ડિપ્રેશનમાં ય સતત આનંદ રહેતો હોયને તે જગ્યા આપણી. એવી શોધખોળ કરી
શકે એવું આ જ્ઞાન છે. કોઈ વખતે બહારની અડચણ આવી તોય મહીં આનંદ રહેતો હોય તે જગ્યા આપણી, એમ જગ્યા ખોળી કાઢે કે આ જગ્યા આપણી ને આ જગ્યા આપણી હોય, બળી. નહીં તો ગમે તેવું કર્મ હોય તો કહી દેવાનું ‘આ મારું ન્હોય’ કે છૂટયું. કારણ કે આ તમારું ને આ બીજાનું. એમ જુદું પાડી આપ્યું છે ને !
પ્રશ્નકર્તા : મારું સ્વરૂપ નથી એવું બોલાય ? દાદાશ્રી : સ્વરૂપ ના બોલો તો ચાલે.
પ્રશ્નકર્તા : આ ફેરે અનુભવ સારો થયો પણ ! દાદાશ્રી : સારો થયો, નહીં ? અનુભવ વધતો હોય તો કામનું ! ત્યાં સ્થિર થાય આત્માનુભવ !
પ્રશ્નકર્તા : બહારના અથવા અંદરના પ્રસંગમાં કોઈ પણ ઉદય હોય ત્યારે આપણે જાણીએ, આ મારો સ્વભાવ નથી ત્યારે અનુભવ સ્થિર થાયને ?
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : હા, થાય ને ! મારો સ્વભાવ નથી, ત્યારથી જ અનુભવ સ્થિર થયો. એ જાગૃતિ રહી, તે ઘડીએ અનુભવ સ્થિર જ થાય. મારો સ્વભાવ ન્હોય, આ એટલું જે સમજે છે ને, તે પોતાનાં સ્વભાવમાં સ્થિર થાય છે. મારા-તારાનો ભેદ પડ્યો, મારું કયું ને તારું કર્યું, નિશ્ચયથી મારું આ અને આ વ્યવહારથી મારું, તે તારામાં ગયું. વ્યવહારથી આખું એ આપણામાં ગણાય નહીં. આપણી દ્રષ્ટિએ વ્યવહારમાં બોલવા માટે બોલવું પડે. પણ આપણી દ્રષ્ટિએ તો એ પરાયુ-પરભાર્યું કહેવાય.
સંયોગ માત્ર પુદ્ગલતો !
૨૫૬
હવે એ જે બોલ્યો એ આપણે કોની ટપાલ છે એ તપાસ કરવી, કે આ ટપાલ પુદ્ગલની છે ? પુદ્ગલની બધી સંયોગી ટપાલ હોય. અને કોઈ પણ સંયોગ એ ટપાલ આત્માની ના હોય, એટલે કોઈ પણ સંયોગ આવ્યો તે પુદ્ગલનો. હવે પેલો ઊંધું બોલ્યો એ પણ સંયોગ થયોને ? એ પુદ્ગલનું એટલે ‘મારું ન્હોય' એમ કહી દેવું કે છૂટું. કારણ કે અનાદિની ટેવ, અભ્યાસ છેને પડેલો, તે છૂટે નહીં. એટલા માટે થોડો વખત બે-ત્રણ મહિના ‘મારું ન્હોય’ એમ કહીએ એટલે પછી રાગે પડી જાય. પહેલું ‘મારું ન્હોય’ એમ કહેવું જોઈએ. કારણ કે શુદ્ધાત્મા થયા પછી આપણી કોઈ વસ્તુ છે નહીં. એક ફક્ત આ જે પ્રકૃતિ ચંદુભાઈની છે એ આપણી પહેલાંની ગુનેગારીનું ફળ છે આ. એ હવે એને સમભાવે નિકાલ કરીને એટલે ચોખ્ખા કરીને જવા દેવા જેવું છે. એટલે કૃપાળુદેવે કહ્યું છે કે, અજ્ઞાને કરીને બાંધેલાં શાને કરીને ગાળ. શુદ્ધાત્માના હિસાબથી જ આ બધા ગાળી નાખવાના એટલું જ, બીજું બધું કામ પૂરું થઈ ગયું છે હવે.
હવે ફક્ત જે સંયોગ ભેગો થાય એ ‘મારો હોય’ એમ કહી દીધું, એ સંયોગ બાહ્યભાવને લઈને ભેગાં થયેલાં છે. સંસાર ભાવને લઈને એ છે, સંયોગ ભેગા થાય એટલે ‘મારો ન્હોય’ એમ કહી દેવું એટલે છૂટ્યો. જે જેની ટપાલ હોય, તે તેને આપવી. વગર કામની આપણે ટપાલ લઈએ તો પછી પેલાં ચિઢાય કે મારી ટપાલ બધી ફોડી નાખી છે. અમે તો કહીએ કે ‘લો, અંબાલાલભાઈ, આ તમારી ટપાલ આવી.’ આ તો વિજ્ઞાન છે. આમાં એક જરાય, કિંચિત્માત્ર પેટમાં પાણી હાલે નહીં એવું મેં જ્ઞાન