Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 224
________________ નિર્ભયતા, જ્ઞાનદશામાં ! ૩૭૫ ૩૭૬ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) એ પોઇઝનસ હોય તો “ખ મારું કહેશે. અને એનામાં કંઈ એ ના દેખાય, તો એ કંઈ કર્યા વગર ચાલ્યો જાય છે. પ્રશ્નકર્તા: બીજાને ભડકાવી મારે એ શું કહેવાય ? કેવું ફળ આવે ? દાદાશ્રી : એનાથી આપણે ભડકવાની જરૂર છે નહીં. બીજાને ભડકાવવાની ઇચ્છા જ ના હોય. કોઈ ભય ના પામે એવું જીવન હોવું જોઈએ. એવું જીવન અહીં બનાવો. જોડે શું લઈ જવાનું છે, નકામું ભય પમાડીને ? પ્રશ્નકર્તા : એના હાથમાં નથી કંઈ. દાદાશ્રી : એનેય બાય ઓર્ડર અને પેલો ઓર્ડર કરનાર સાહેબના હાથમાંય કંઈ નથી, બધું આપણા કર્માધીન. પ્રશ્નકર્તા : આમાં તો અંદરનું પરમાણુ ન હલવું જોઈએ. દાદાશ્રી : એક પરમાણુ હાલવું ના જોઈએ. એ જ વાત હોવી જોઈએ. જગત આખું ભડકીને પરસેવો થઈ જાય, વગર ઉનાળે. શિયાળાને દહાડે પરસેવો થાય ! મારી-ઠોકીને કડક કરું છું તે, મારી જોડે બેસી રહેલા બધા. આમથી આમ અથાડું, આમથી આમ અથાડું. ભય રાખવા જેવી ચીજ જ ક્યાં છે ? કોઈ ભય ના પામે, એવું જીવત બતાવો ! કારણ કે મેં તો જગત નિર્દોષ જોયેલું, દોષિત કોઈ છે જ નહીં. એ જોયેલું મેં ! આ જગતમાં કોઈ જીવ દોષિત નથી, એ મારી દ્રષ્ટિમાં રહ્યા જ કરવાનું નિરંતર. જે કંઈ દોષ છે તે મારા જ કર્મનું પરિણામ છે. કોઈ જીવ એવો નથી કે તમારી ચીતરેલી ડિઝાઈનને તોડી નાખે. તમારી ડિઝાઈન જ છે આ બધી. કોઈનીય ડખલ નથી. અડધોઅડધ લૂંટનારા એ રસ્તા ઉપર હોય તોય લાખો રૂપિયાના દાગીના પહેરીને તમે જઈ શકો પણ કોઈ તમારું નામ ના લે એવું આ જગત છે. કોઈ રીતે ભડકવાની જરૂર નથી. જયાં પોતે પોતાનો ભડકાટ કોઈને લાગે નહીં એવું કરી નાખ્યું હોય, તેને આ દુનિયામાં કોઈ રીતે ભડકવાની જરૂર નથી. પોતાનો ભડકાટ લાગવો ના જોઈએ. આ તો ચકલીએ જતાં પહેલાં ઊડી જાય. અલ્યા મૂઆ, એવો કેવો પાક્યો કે ચકલી ઊડી જાય !? પછી એની ચંચળતા - ના ચંચળતા એ જુદી વસ્તુ છે. પણ ચકલાનેય થોડો વિશ્વાસ આવે, જાનવરને પણ વિશ્વાસ આવે. ના આવવો જોઈએ !? અત્યારે લાખ સાપ આવે તો એ જુએ છે શું કે આ કેવો પોઈઝનસ માણસ છે એ જુએ છે, આંખો તરફ. એ પોતે તો પોઇઝનસ છે એવું જાણે જ છે, પણ જો મહાત્માઓને ભય નહીં પણ ભડકાટ ! આપણે હવે શુદ્ધાત્મા પદને પામ્યા છીએ. શેની ખોટ રહી છે હવે ? કશાની ખોટ રહી નથી. પ્રશ્નકર્તા : ખોટ કોઈ દેખાતી નથી. પરંતુ જરા ભય રહે છે. દાદાશ્રી : એ ભય નથી રહેતો દુનિયામાં. આ જ્ઞાન ના આપીએ તેને ભય લાગે. આખું જગત ભયમાં સપડાયેલું છે. અને આપણા મહાત્માઓ આ જ્ઞાન પછી ભયમાં ન હોય, પણ ભડકાટમાં હોય. ભય એ અજ્ઞાનથી છે. ભડકાટ એ દેહનો ગુણ છે. પ્રશ્નકર્તા : ભડકાટ એટલે શું ? દાદાશ્રી : દેહનો ગુણ છે એટલે એક રમકડામાં ચાવી આપી હોય, તે જેવી ચાવી આપી હોય તેવું જ રમકડું ચાલે. એનો મૂળ ગુણ નથી. તેવી રીતે દેહમાં ભડકાટ વણાઈ ગયેલો છે. એટલે આપણે ના કરવું હોય તોય થઈ જાય છે. અહીંયાં કોઈ ભડાકો કરે તો આપણી આંખ બંધ આમ ના થવું હોય તો થઈ જાય, એવું એ ભડકાટ છે. તે જ્ઞાન આપ્યા પછી ભડકાટ રહે અને અજ્ઞાન હોય તો ભય રહે. ભય અજ્ઞાનથી છે. આ જગતને ભય રહે છે, તે અજ્ઞાનનો ભય છે. અજ્ઞાનનો ભય ગયો એટલે ભય રહ્યો નહીં, ભડકાટ રહ્યો.

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253