Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 234
________________ નિશ્ચય - વ્યવહાર ૩૯૫ ૩૯૬ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) હોઉં તોય આમ પગ નીચે રાખ્યો હોયને તો લોકો વિધિ કરવા બેસી જાય. એમ નહીં કે આ હલશે તો શું થશે ? અરે, જમતી વખતે વિધિ નથી છોડતાંને ? છતાંય શુદ્ધ વ્યવહાર છે. અમે જાણીએને કે આ કષાયરહિત પરિણામ છે. એને મન બગડ્યા વગર કહ્યું હોય, કે હમણે વિધિ નહીં કરવાની, જતાં રહો, તોય કશું નહીં. હવે કષાય ક્યાં ઊભા થાય ? જ્યાં કાયદા હોય ત્યાં કષાય થાય. એય જમતી વખતે જવાનું નહીં, ત્યાં ગડબડ કરશો નહીં.” મન મહીં અવળું ફરે, પછી કષાય બચાવ ખોળે. એટલે અહીં તો કષાય જ નહીંને ! જ્યારે આવવું હોય ત્યારે પાછાં આવે. અને વખતે મહીં ભૂલ થઈ હોયને, તે તરત પાછો પ્રતિક્રમણ કરતો જ હોય. પ્રતિક્રમણ કરે કે નહીં તરત ? અને એની મેળે જ થઈ જાય પ્રતિક્રમણ. વિધ વિધ દાખલાઓ વિધ વિધ વ્યવહારતા ! કહે કે હવે તારો શુદ્ધ વ્યવહાર રાખજે, શુભ વ્યવહાર રાખજે, સવ્યવહાર રાખજે..... દાદાશ્રી : એ બધું આમાં તમને આવડી જશે હવે. શુભ વ્યવહાર અને વ્યવહાર સહજભાવે ઉત્પન્ન થશે અને શુદ્ધ વ્યવહાર પોતાના પુરુષાર્થથી થશે. શુદ્ધ વ્યવહાર ક્યારે ગણાય કે જ્યારે આજ્ઞાપૂર્વક જીવન થાય છે અને કષાયો જયારે અસર કરતાં નથી, કષાયો જ્યાં આગળ શાંત થઈ ગયા છે, ત્યાં આગળ શુદ્ધ વ્યવહાર જાણવો. નિશ્ચય શુદ્ધ છે. વ્યવહાર શુદ્ધિ શેને કહેવી ? કપાયરહિત વ્યવહાર એ વ્યવહારશુદ્ધિ છે. પછી જાડો હોય કે પાતળો હોય કે ઝીણો હોય, કાળો હોય કે ગોરો હોય એ એમને જોવાની જરૂર નથી પણ કષાયરહિત છે કે ? ત્યારે કહે, હા, ત્યારે એ શુદ્ધ વ્યવહાર છે. ભાદરણ જવાનું હતું, તે મોટર અહીં આગળ ઊભી રહી. તે પાંચછ કલાક મોડી થઈ, તો ય કોઈના પેટમાં પાણી હાલ્યું નથી. હા, તે પેલા ભાઈને કહેતા'તા કે અમે તો સંસ્થાવાળા તો કલાક-અડધો કલાક મોડું થાય તો વઢવઢા કરીએ, આ તો એક માણસને કિંચિત્માત્ર પેટમાં પાણી નથી હાલ્ય, પાંચ-પાંચ કલાક લેટ થયું તોય ! આ છે તે શુદ્ધ વ્યવહાર કહેવાય. અહીં કોઈ આવ્યો હોય અને આચાર જરા અવળો હોય, તે બીજાને ખસેડી નાખીને વિધિ કરી લે. પણ એમાંય કષાય નથી. તે આચાર અવળો-સવળો હોય. અહીં ખસેડી નાખવું એ ખોટું ના કહેવાય ? અમે બધું સમજીએ, અહીં બેઠાં બેઠાં બધું જ જાણીએ કે કોણ શું કરે છે, પણ અમે જાણીએ કે ભલેને તારો આચાર વાંકો છે પણ મહીં કષાય નથીને ? અવળો આચાર એ પ્રકૃતિ છે, પ્રકૃતિ ગુણ છે. ગોથું મારતી વખતે ના નામ લઈએ તો ય ગોથું માર્યા વગર રહે નહીં, એટલે અહીંથી આમ બે જણને ખસેડી નાખીને બધાં વિધિ કરવા બેસી જાય. અમારે તો કેટલાંય પ્રસંગ થવાનાં ને ! અરે, હું તો દાઢી કરતો પ્રશ્નકર્તા : આ અદ્ધ વ્યવહાર, અશુભ વ્યવહાર, શુભ વ્યવહાર, શુદ્ધ વ્યવહાર, એના એક એક સહેજ નાના નાના દાખલા આપો. દાદાશ્રી : અશુદ્ધ વ્યવહાર એટલે શું ? તે આખો દહાડો હિંસાઓ જ કર્યા કરે. માણસ થઈ અને આખો દહાડો હિંસામાં જ વર્તે. છેલ્લી ગ્રેડનો નાલાયકીનો વ્યવહાર. નાલાયકીની પણ છેલ્લી ગ્રેડ. એટલે કોઈ માણસ, માણસને મારી નાખીને એનું માંસ ખઈ જાય ત્યારે આપણે કહેવું પડે, આનો વ્યવહાર જ અશુદ્ધ છે. કોઈ જીવને, હરણાંને મારે તો પોતાના શોખની ખાતર જ મારે એ અશુદ્ધ વ્યવહાર છે. પણ એ બધું લાગુ કોને થાય છે ? જે બહુ વિચારવાન નથી, વગર કામના મૂર્ખાઈ કરે છે, ફૂલિશનેસ કરે છે, ત્યાં આગળ બધો આ અશુદ્ધ વ્યવહાર થાય છે. હવે હરણું જો પોતાના છોકરાઓને ખવડાવવા માટે મારે તો અશુભ વ્યવહાર કહેવાય. હિંસા કરતી વખતે ભાનમાં હોય એને કે આ હું ખોટું કરી રહ્યો છું.

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253