Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 233
________________ નિશ્ચય - વ્યવહાર ૩૯૩ શુભ, અશુભ અને અશુદ્ધ વ્યવહાર ! પ્રશ્નકર્તા : અશુભ વ્યવહાર એ શું ? શુભની સામે અશુભ ? દાદાશ્રી : અશુભ વ્યવહાર તો આ બધાં ચાલે છેને ! ગજવાં કાપી જાય છે, આ માર મારે, ગાળો ભાંડે છે. અશુભ વ્યવહારથી તો કંટાળો જ આવે. એ કંટાળો આવે, તે શુભ જતું રહ્યું. તે વકીલ તેથી રાખવા પડે. પ્રશ્નકર્તા : અશુદ્ધ વ્યવહારની અંદર શુભ અને અશુભ બે વ્યવહાર આવી જાય ? દાદાશ્રી : ના, અશુદ્ધ વ્યવહાર તો હોય જ નહીં. બહુ જૂજ માણસને હોય. યુઝલેસ, સાતમી નર્ક જવા જેવા માણસો. આ તો શુભ અને અશુભ. અશુભેય સારો. અશુભ વ્યવહાર એટલે પાપી અને શુભ વ્યવહાર એ પુણ્યશાળી. પણ એ પાપી થઈને પાછો પુણ્યશાળી થાય કોઈક દહાડો. પણ અશુદ્ધ વ્યવહારવાળાનું તો ઠેકાણું જ ના પડે. શુદ્ધ સિવાયનો બધો વ્યવહાર અહંકારી... પ્રશ્નકર્તા : દાદા, એટલે જે પેલો ‘વ્યવહાર મૂળ વ્યવહાર” જે કીધો છે અને ‘પરમાર્થ મૂળ વ્યવહાર' જે કીધો છે, એ રીતે વ્યવહાર મૂળ વ્યવહાર’ એટલે શુભ-અશુભ વ્યવહાર ? દાદાશ્રી : હા, વ્યવહાર મૂળ વ્યવહાર એ તો શુભાશુભ વ્યવહાર કહેવાય અને આ પરમાર્થનો વ્યવહાર હોયને ત્યાં પાછો અહંકાર હોય, પોઈઝનસ હોય. ક્રમિક માર્ગમાં પરમાર્થ વ્યવહાર હોય, તે પણ પોઈઝનસ હોય. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયોને કે નિશ્ચય પ્રાપ્ત થયા વગરનો વ્યવહાર એ અહંકારી વ્યવહાર એવું થયું ? દાદાશ્રી : અહંકારી જ કહેવાયને ! ત્યારે બીજું શું કહેવાય ? આ શુભાશુભ વ્યવહાર એટલે અહંકારી વ્યવહાર. ૩૯૪ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : તો સવ્યવહારમાં અહંકાર હોય ? દાદાશ્રી : હા, સદ્વ્યવહારમાં અહંકાર હોય. અને અહંકાર ના હોય તો સહજ ભાવે હોય. પ્રશ્નકર્તા : સર્વિચાર ને સવ્યવહારમાં અહંકાર ના હોય તે વધારે સારું ને ? દાદાશ્રી : અહંકાર ના હોય તો તો એના જેવું ઉત્તમ કોઈ નહીંને ! અહંકાર જ પોઈઝનસ છે. પ્રશ્નકર્તા: એ સદ્વ્યવહારમાં અહંકાર છે ત્યાં સુધી એ કચાશ તો ખરીને ? દાદાશ્રી : કચાશ એટલે કેવી કચાશ ? આ કાચા બટાકાનું શાક ખઈએ એવી કચાશ ! પ્રશ્નકર્તા : દાદા, સવ્યવહારમાં અહંકાર તો હોય જ ને ? જ્ઞાન નથી થયું ત્યાં સુધી. દાદાશ્રી : હા, એ તો હોય જ. આપણને અહંકાર વગર સહજભાવે એ વ્યવહાર હોય ને આપણો જે નિકાલી વ્યવહાર છેને, તે સહજભાવે છે. કષાયો વિએ પછી શુદ્ધ વ્યવહાર ! પ્રશ્નકર્તા : આ શુભ વ્યવહાર ને આ અશુભ વ્યવહાર. એ પણ વ્યવહાર શબ્દ જ મૂક્યો છેને ત્યાં ? દાદાશ્રી : એ વ્યવહાર છે જ ક્યાં ? એ વ્યવહાર કહેવાય નહીં. એ તો કહે એટલું જ છે, નામ જ પાડી દીધું છે. બાકી શુભાશુભ વ્યવહાર એટલે અહંકારી વ્યવહાર. પ્રશ્નકર્તા: હવે ક્રમિક માર્ગમાં આ બધું કરતાં કરતાં કેટલાંય જન્મ વહ્યા જાય. જ્યારે અહીંયા તમે શું કરો છો ? પહેલાં છૂટું પાડી દીધું પછી

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253