Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 241
________________ નિશ્ચય - વ્યવહાર ૪૦૯ ૪૧૦ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) તે બેઉ રખડી મર્યા. હિન્દુસ્તાનમાં બન્નેવ રખડી મર્યા છે. આત્માની વાતો કરે પણ ભટક ભટક કરવાનું, અનંત અવતાર સુધી છૂટે નહીં. જ્યાં વ્યવહાર ને નિશ્ચય સમાનતાપૂર્વક છે, પદ્ધતસર છે ત્યાં જ મોક્ષ. વ્યવહારનો પણ નિશ્ચય થઈ જાય તો ભૂલ થઈ જાય, રખડી મરવાનો ધંધો. એ જો નિશ્ચયનો જ નિશ્ચય થઈ ગયો તો કલ્યાણ થશે. વ્યવહારનો નિશ્ચય કરવા જતાં કંઈક રખડી મરેલાં. પ્રશ્નકર્તા : કારણ કે એ વ્યવહાર એના હાથમાં જ નથી, એ તો પરસત્તા છે. દાદાશ્રી : હા, પરસત્તા છે. કર્મો આપણને સ્વસત્તા મનાવડાવે. જે ક્યારેય પોતાની સત્તામાં નથી આવ્યો એને. તેને તો સ્વચ્છેદ કહ્યો ! પ્રશ્નકર્તા : નિશ્ચયનો નિશ્ચય એટલે શું. દાદા ? દાદાશ્રી : નિશ્ચય એટલે આ જે ખરી તારવણી છે. અને વ્યવહાર એટલે ઉપલક અને નિશ્ચય એ આત્મા. શુદ્ધ વસ્તુ નિશ્ચય કહેવાય, તત્ત્વ વસ્તુ નિશ્ચય કહેવાય અને અવસ્થાઓ વ્યવહાર કહેવાય. જે અવિનાશી હોય, તેને નિશ્ચય કહેવાય. એનો જ જો નિશ્ચય બેસી ગયો એટલે કામ થઈ ગયું અને આખું જગત બધું વ્યવહારનો જ નિશ્ચય બેઠો છે, તેની રઝળપાટ છે. હવે આત્મા થઈ ગયો, કહેશે. પુદ્ગલને જ આત્મા માને. કોઈ ક્રિયાજડ થઈ રહ્યા. ક્રિયાજડ એ કોને કહ્યા ? ત્યારે કહે, ક્રિયાને જ આત્મા માન્યો. દેહાધ્યાસને જ આત્મા માને એ રઝળપાટ. હવે દેહાધ્યાસ છટે તો નિશ્ચય હાથમાં આવે. એનો નિશ્ચય બેસી ગયો કે થઈ રહ્યું. તમારે નિશ્ચય તો કેવો બેઠો, પાછો ડગે નહીં એવો ! એક પક્ષમાં નહીં પડવું જોઈએ. આ શરીરમાં બન્ને રહ્યા છે, વ્યવહાર અને નિશ્ચય. એક જગ્યામાં બન્ને રહ્યા છે. પુદ્ગલ વ્યવહાર છે, ચેતન નિશ્ચય છે. કોઈનેય કશું વધતું-ઓછું છે જ નહીં. આ પુદ્ગલ શેય ને દ્રશ્ય છે અને ચેતન જ્ઞાતા ને દ્રષ્ટા છે. બીજું કશું ફેર નહીં. આ બેની સમજ નહીં હોવાથી ભ્રાંતિ ઊભી થઈ છે. ત્યારે કહે, મુગલ પોતે જ જાણનારો થઈ ગયો, એણે જાણ્યું, “આ હું જ જોઉં છું.” અલ્યા ભઈ, તો કરે છે કોણ ? ત્યારે કહે, ‘કર્યું ય મેં'. કરવું અને જાણવું બે ભેગું થવું, એનું નામ બન્ને ધારા એક થવી. સ્વપરિણામ અને પરપરિણામ બે ધારા ભેગી ચાલી, એનું નામ બ્રાંતિ. બન્ને ધારા નિજ નિજરૂપે રહે, એનું નામ જ્ઞાન. બન્ને ધારા પોતપોતાના સ્વભાવમાં જ રહે. જોનારી ધારા જોયા કરે, તે જોવાનું અને દ્રશ્ય દ્રશ્યભાવને છોડે નહીં ! સ્વભાવિક એટલે નિશ્ચય તે વિભાવિક એ વ્યવહાર ! વ્યવહાર શું છે, એટલું જ જો સમજે તોય મોક્ષ થઈ જાય ! આ વ્યવહાર બધો રિલેટિવ છે અને ઓલ ધીસ રિલેટિસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ અને રિયલ ઈઝ ધી પરમેનન્ટ, આત્મા એકલો જ આ જગતમાં નથી. બીજી બધી વસ્તુઓ પણ જગતમાં જ છે. જેટલી રિયલ છે એ બધી પરમેનન્ટ છે અને જેટલી રિલેટિવ છે એ બધી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. એટલે આ રિલેટિવ એ બધો વ્યવહાર છે અને વ્યવહાર બધો નાશવંત છે. એ નાશવંત પોતાપણાનો આરોપ કરવો એ રોંગ બિલિફ છે. ‘હું ચંદુભાઈ છું, આ બઈનો હું ધણી છું' એમ તમે નિશ્ચયથી માનો છો એ રોંગ બિલિફો છે ! પ્રશ્નકર્તા : નિશ્ચય એટલે શું ? દાદાશ્રી : નિશ્ચય એટલે શું કે જે સ્વભાવિક ચેન્જબલ. દરેક વસ્તુ ચેન્જ થયા જ કરે છે. એટલે એના પર્યાય બદલાયા કરે પણ સ્વભાવિક બદલાયા કરતાં હોય એ નિશ્ચય અને વિભાવિક બદલાયા કરતા હોય એ વ્યવહાર. આ પુદ્ગલની વિભાવિક દશા છે. એટલે એ વ્યવહારમાં આવ્યું અને આત્માનું સ્વભાવિક છે, એ નિશ્ચય કહેવાય. એટલે સ્વભાવિક એના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આવે, ત્યારે એ નિશ્ચય કહેવાય. પુદ્ગલ વ્યવહાર તે ચેતત નિશ્ચય જે નિશ્ચયમાં વિસ્તાર કરવા ગયા, તે વ્યવહાર કાચો પડી ગયો. તેનો મોક્ષ નહીં થાય. જે વ્યવહારનો વિસ્તાર કરવા ગયા, તે નિશ્ચય કાચો પડ્યો. તેનો મોક્ષ નહીં થાય. વ્યવહાર અને નિશ્ચય બન્નેમાં જે ઉદાસીન છે, તેનો મોક્ષ થશે.

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253