________________
નિર્ભયતા, જ્ઞાનદશામાં !
૩૭૩
૩૭૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
એને જ્ઞાન કરીને ફેરવી નાખો એટલે નીકળી જાય. આત્માને ભય શો ? આત્મા એ કંઈ ચોરી જવાની વસ્તુ ના હોય. એને કોઈ ગોળીબાર કરી શકે નહીં. એને કોઈ કશું કરી શકે નહીં. એને ભય ક્યાં રહ્યો ? ત્યારે કહે, “લૂંટાઈ જવાનો ભય તો પણ આ ચંદુભાઈને છે, ગજવું જેનું છે તેને, એના માલિક તમે થયા છો. એમ ને ? અને એ જાણે કે ચિંતા-ઉપાધિ કરીએ તો પછી ના લૂંટે, નહીં ? તારા માથે ઉપાધિ જોઈને વહેલો લૂંટશે, મૂઆ. મારી મારીને દમ કાઢી નાખશે !
અને મને તો ફોજદારેય એવું કહેતા'તા, કોટડીમાં ઘાલી દઈશ. ત્યારે મેં કહ્યું લઈ જાવને, મારે ઘેર તો એકલો હતો તે બારણું વાસવું પડે. આ સિપાઈઓ રોજ વાસી આપશે, ખરેખર પણ અંદરેય એવું. એ તો ચમક્યો. આવું બે-ત્રણ વખત શબ્દ બોલ્યોને, તો એ ચમક્યો અને પછી એણે બીજા ફોજદારને કહ્યું કે કોઈ મોટા પ્રધાનનો સગો છે . આવું બોલતું હશે કોઈ ? કોઈ રાજા ય દુનિયામાં ના બોલ્યો હોય. વડાપ્રધાનનેય આંબી જાય ! આ ફેક્ટ વસ્તુ કહું છું. ભય તો ક્યાં ગયો, પણ ચા પાઈ કન્ટ્રાક્ટર જાણીને. દસેક મળશે એવી આશા રાખતો'તો. એ તો ગયા ખાતે જ ને ! અરે મૂઆ, અમારી પાસે આશા રાખી ? સતી પર આશા રાખે. સતી ને સતો બે, એની પર તમે દાનત બગાડી ? જ્યાં ભગવાનનેય છેટું ઊભું રહેવું પડે. ભગવાનનેય મર્યાદા સાચવવી પડે, બહુ છેટું ઊભું રહેવું પડે !!
સ્થિરતે ત હલાવી શકે કોઈ ! આપણે સ્થિર હોઈએને, તો દુનિયામાં કોઈ શક્તિ આપણું નામ દે એવી નથી. આપણે સહેજ હાલ્યા તો બીજી બધી શક્તિ ખઈ ગઈ. આપણે હાલવાની જરૂર નથી. અહીં ભય લાગે તોય દાદા માથે છે ને, મને કંઈ થાય નહીં એમ કરીને રહો. આપણે હાલવાનું નહીં, તો કોઈ શક્તિ નામ નહીં લે. શક્તિ શું જુએ છે કે હાલ્યો ?! હાલ્યો એ જોઈ લે. સહેજે હાલવાની જરૂર નહીં ! આપણે હાલીએ તો ચંદુભાઈનું આવી બને. આપણે હાલીએ જ નહીં તો ?
પ્રશ્નકર્તા : તો કશું ના આવે.
દાદાશ્રી : હાલવાના સંજોગો તો હોય જ, એનું નામ સંસાર. સંસાર શેનું નામ કહેવાય કે નિરંતર હાલવાના સંજોગો જ હોય. હલાવ હલાવ હલાવ કરે, પણ હાલનારને હલવા દેવું, આપણે ના હાલવું. સ્થિરતા રહેને એવી ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : કોઈ ભય લાગતો નથીને ? આ બધાને ભય લાગતો નથી, તો એ અજાયબી છેને ! કારણ કે સ્થિરતા હોય એટલે પછી ભય ના લાગે.
પ્રશ્નકર્તા : એવા બે-ચાર જણ પોલીસવાળા ઓળખાણમાં રાખવા જોઈએ કે મહાત્માઓને આવી આવીને ટેસ્ટ કરી જાય.
દાદાશ્રી : આપણા અમુક મહાત્માઓનો ટેસ્ટ થઈ જાય. એ બધા તૈયાર થઈ ગયા. કોઈ ચીજથી ડરે નહીં. કારણ કે રાત-દહાડો તૈયાર કરેલા, ગોદા મારી મારીને !
પ્રશ્નકર્તા : એ તો ટેસ્ટિંગનો સામાન પણ મળતો રહેજે !
દાદાશ્રી : હા. એટલે મને ખાતરી થઈ ગઈ કે આ લોકો તૈયાર, રેડી ! ગમે તે કરોને ! ફાંસીની સજા માટે તૈયાર થાય એવા તૈયાર થયા છે.
‘ચંદુભાઈ છે કે ?” કરીને હાથકડી લઈને આવે તો ? પ્રશ્નકર્તા ઃ તો ‘લઈ જા' કહું.
દાદાશ્રી : એમ? યાદ ના આવે કે આ લોકો શું મને કહેશે, એ બધું. અમે ફોજદારને કહ્યું હતું કે “સારું થયું દોરડું લઈને આવવું હતુંને, વાંધો નહીં. ઊલટાં લોકો કહેશે, અંબાલાલભાઈ આવા છે. તે લોકોને આનંદ થાય બિચારાને !” એટલે ફોજદાર તો ગભરાઈ જ ગયો. એટલે બધી પરિસ્થિતિ માટે તૈયાર થાવ. ગમે તે પરિસ્થિતિ આવે. કારણ કે વ્યવસ્થિત છેને ! વ્યવસ્થિતની બહાર નથીને કશું ? હવે સમભાવે નિકાલ તો કરવો પડેને ? તો શું જવાબ આપીએ એ લઈને આવ્યો હોય તો ? એ જાતે લઈને આવ્યો છે ?! ના, એનેય બાય ઓર્ડર ! કો'કનો ઓર્ડર છે.