Book Title: Aptavani 12 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 228
________________ ૩૮૪ આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) નિશ્ચય - વ્યવહાર ૩૮૩ બધાં નોટડાઉન ના કરે, નહીં ? તમે નોટડાઉન કર્યું એવું કોઈનું કંઈ ? પ્રશ્નકર્તા : ના. નોટડાઉન ના થાય. દાદાશ્રી : એનું શું કારણ છે ? કેમ ઉચિત વ્યવહાર છે એ ? ત્યારે રાગ-દ્વેષ રહિત છે, રાગ-દ્વેષ નથી. રાગ-દ્વેષ રહિત વ્યવહાર, પછી મારમાર હથોડા મારતા હોય પણ એ ઉચિત વ્યવહાર કહેવાય. એમાં તિરસ્કાર જરાય નથી આવતો. એવું બને ખરું ? પ્રશ્નકર્તા : એટલે દાદા, અમારે મહાત્માઓ માટે તો આ જ વસ્તુને કે આપ અમને આત્મા આપ્યો. હવે અમારો વ્યવહાર શુદ્ધ થવો જોઈએને ? દાદાશ્રી : થઈ ગયો છેને ! પણ ઉચિતથી માંડીને શુદ્ધ વ્યવહાર સુધી થઈ ગયો છે. પ્રશ્નકર્તા: હવે એ વ્યવહારને શુદ્ધ વ્યવહાર રાખવાનો એવું કંઈ હવે આ આપણો ઉચિત વ્યવહાર છે પણ લોકોને કેમ સમજાય ? આપણો વ્યવહાર મોક્ષ માટે ઉચિત વ્યવહાર છે, પણ લોકોને અનુચિત લાગે. હવે શુદ્ધ વ્યવહાર એટલે શું? આ ભઈ મારું અપમાન કરે છે, એ એમનો વ્યવહાર અશુદ્ધ છે. પણ મારે એમને શુદ્ધાત્મા ભાવે જોઈ અને એમની જોડે શુદ્ધ વ્યવહાર રાખવાનો. મારો વ્યવહાર ના બગડવા દેવો. કારણ કે એ જે ગાળ ભાંડતો હોય, એ જે કંઈ આ આવું અપમાન કરે છે એ પોતે નથી કરતો આ, આ મારા કર્મના ઉદયો એની મારફત નીકળે છે. માટે હી ઈઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ. એ તમે સમજી ગયાને ! હવે એ શુદ્ધાત્મામાં હોય યા ના પણ હોય, પણ એને શુદ્ધાત્મા તરીકે આપણે જોવો જોઈએ અને નિર્દોષ જોવો જોઈએ, એનું નામ શુદ્ધ વ્યવહાર. દોષિતને ય નિર્દોષ જોતાં આવડ્યું. બધું જગત જેને દોષિત કહે છે તેને આપણે નિર્દોષ જોઈએ એ એવી રીતે, પોતે શુદ્ધ છે ને સામો શુદ્ધ જ છે, એવી દ્રષ્ટિ જેની છે એ શુદ્ધ વ્યવહાર ! આ પાંચ આજ્ઞા પાળેને એ બિલકુલ શુદ્ધ વ્યવહાર. પાંચ આજ્ઞા એટલા માટે જ છે. આ ઉચિત વ્યવહાર છેને, તે શુદ્ધતાને પકડે એટલા માટે છે. અને આ પાંચ આજ્ઞા નથી પળાતી એ ઉચિત વ્યવહારમાં જાય છે. પ્રશ્નકર્તા : આપણે ત્યાં એ પ્રમાણે જ ચાલે છેને ! પણ ઉચિતની જે ભૂમિકા કીધી તમે, પણ એમાં તમે શુદ્ધની વાત કરી તે ? દાદાશ્રી: આ પછી અમારો વ્યવહાર શુદ્ધની નજીકનો હોય બિલકુલ. એને શુદ્ધ કહે તો ચાલે. પણ શુદ્ધની નજીકનો હોય, સહજાસહજ. પ્રશ્નકર્તા : ત્યારે પરફેક્ટ શુદ્ધ કેવો હોય ? પહેલાં એ કહો. દાદાશ્રી : કિંચિત્માત્ર શબ્દથી પણ કોઈને નુકસાન ના થાય, મનથી નુકસાન નહીં, મનથી નુકસાન તો તમેય નથી કરતા પણ શબ્દથી અને દેહથી નુકસાન ન કરે એ બિલકુલ શુદ્ધ વ્યવહાર. પ્રશ્નકર્તા ? ત્યારે તમે જે કહો છો, તમારો લગભગ શુદ્ધ, તો એ અને સંપૂર્ણ શુદ્ધ, બેનો તફાવત શું ? દાદાશ્રી : હા. શુદ્ધ વ્યવહાર તો એ શુદ્ધ વ્યવહાર જ રહ્યો. પણ એ શુદ્ધ દેખાય નહીં ત્યાં સુધી એ ઉચિતથી માંડીને શુદ્ધ સુધીનો એનો ભેદ છે. છે તો શુદ્ધ જ, પણ ઉચિત શુદ્ધથી માંડીને શુદ્ધ શુદ્ધ સુધીનો ભેદ છે. એવું છેને, આપણો આ શુદ્ધ વ્યવહાર જ કહેવાય. પણ શુદ્ધ વ્યવહાર દેખાવમાં નથી આવતો ત્યાં સુધી ઉચિત વ્યવહાર કહેવાય. અને દેખાતો થાય ત્યારે શુદ્ધ કહેવાય. ઉચિત વ્યવહાર બહાર લોકોને હોય નહીં. બહાર તો જે એ ચીડાવાનું હોય તો ચીડાય ને રડવાનું હોય તો રડે અને હસવાનું હોય તો હસેય ખરો. એટલે આપણો વ્યવહાર ઉચિત વ્યવહારથી બિગિનિંગ થાય છે અને અંતે શુદ્ધ વ્યવહાર સુધી પહોંચે ! શુદ્ધ નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર. હવે જેટલો વ્યવહાર શુદ્ધ થયો એટલો શુદ્ધ નિશ્ચય તમારી પાસે પ્રગટ થઈ ગયો. સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર થશે એટલે શુદ્ધ નિશ્ચય, સંપૂર્ણ. એટલે પૂર્ણાહુતિ !

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253