________________
૨૯૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
મોક્ષનું તપ
૨૯૫ ખૂબ પવન ફૂંકાયો ને માણસને ઉડાડી મૂકે, તે આપણો નિશ્ચય હોય તો બેસી જઈએ, પણ નિશ્ચય હોય કે નથી ઉડવું, કંઈ જ થવાનું નથી. તો આપણે રહી જઈએ. અને પેલો કહેશે, “હેય ઉડી જવાશે, ઉડી જવાશે, તે ઉડ્યો હડહડાટ, આકાશમાં ઉડે !
પ્રશ્નકર્તા : પેલામાં પવન ઉડાડે, આમાં કોણ ઉડાડી દે ?
દાદાશ્રી : આય એવો પવન જ વાવાનો ને, આકર્ષણનો પ્રવાહ તે ખેંચાઈ જાય. આકર્ષણ એને ગમતું હતું, એટલે આકર્ષણ થયા કરે. પોતાનો ધ્યેય સાકાર કરવો હોય તો ગમતું છોડી દેવું પડે અને ધ્યેય અદબદ હશે ત્યાં સુધી કશું વળે નહીં !
પ્રશ્નકર્તા : એ અનંતકાળની ટેવોને લીધે ને !
દાદાશ્રી : ચંદુભાઈની ટેવો. ત્યારે બીજું શું છે ? આ ટેવો પડી છે, તેની જ આ ભાંજગડ છેને ! ટેવ ના હોય તો કશું વાંધો જ નથી. પણ
જ્યારે હોય ત્યારે ઉપરાણું લે જ, એ પ્રકૃતિને વશ થઈ જાય. ત્યાં આગળ તમે કહેતાં હતાંને, કે મીઠાશ આવે છે. એ તો તપમાં ના પડે, અદીઠ તપમાં ના પડે. ગર્વરસ ચાખે અને મજા કરે અને ઉપરથી અવળું બોલ્યા કરે, અમે શુદ્ધાત્મા જ છીએ. તો અમારે ક્યાં ભાંજગડ છે ? એટલે બધાય મહાત્માઓને આવું અમે કહી છૂટીએ. પછી હવે જે ઊંધું કરે તો તેની જવાબદારી છે !
દાદાતેય અદીઠ તપ ! અમારેય અદીઠ તપ કરવું પડે, અમારે અમારા પ્રમાણમાં કરવું પડે. ઠેઠ સુધી અદીઠ તપ કરવાનું છે, મન ચિડાય, બુદ્ધિ ચિડાય તોય પણ આપણે જોયા જ કરવાનું. એ તે ઘડીએ અમારું તપ થાય.
પ્રશ્નકર્તા : એમ કહે છે આ અદીઠ તપ કરવું જ પડે એવું ખરું? આપણે મન-બુદ્ધિ ને એ બધાને સમજાય સમજાય કરીએ, તો પછી એને જે ચચરાટ થાય, તે બંધ ના થઈ જાય ?
દાદાશ્રી : બંધ તો થાય જ નહીં. એ તમારે તપ મહીં કરવાનું છે,
એ તો તપ થાય જ એની મેળે. હવે ત્યાં એ જો ચંદુભાઈ સામાને વઢે, ત્યારે મનમાં સંતોષ લે કે આપણે એને વત્યા છીએ તે બરોબર છે, તો એને તપ રહ્યું નહીં. એ આપણને કંઈ કહે, પણ આપણે એને વઢ્યા એટલે આપણને તે ઘડીએ તપ ના કરવું પડે. એટલે ત્યાં પેલું વઢવાનું નહીં આપણે, એટલે તપ જ થાયને ! મન અકળાયા જ કરે ને !
પ્રશ્નકર્તા : પણ દાદાના જ્ઞાનથી એ અકળામણ જતી ના રહે ?
દાદાશ્રી : એ જતી રહે, પણ ધીમે ધીમે જતી રહે. એક-બે ફેરો અકળાયું અને પછી ત્રીજે વખતે એ જતું રહેલું હોય, તો પછી બીજી બાબત આવે ત્યારે પાછું બીજામાં અકળાય અને પછી પ્રેક્ટિસ વધુ થાય એટલે જતું રહે. પણ આવું કહેતાં જઈએ તેમ તેમ દહાડો વળે. તપ થયેલું તમને ? કેટલા વખત થયેલું ?
પ્રશ્નકર્તા : હિસાબ વગરનું, ઘણી બધી વાર, બહુ વાર, દાદા.
દાદાશ્રી : ઓહો ! હજી બહુ વાર થયા કરે છે ? જ્યાં સુધી આપણે પૂરા જ્ઞાનમાં ના આવીએ ત્યાં સુધી થયા કરવાનું.
પ્રશ્નકર્તા : તો તપ ના હોય એવી દશામાં કેવું હોય ?
દાદાશ્રી : એ વીતરાગ દશા, સંપૂર્ણ તીર્થકર ભગવાન ! અમને અમુક બાબતમાં તપ હોય, અમારે આવું નાની નાની બાબતમાં, અમને ગાળો ભાંડે કે એવું તેવું થાય તો અમને તપ ના હોય.
પ્રશ્નકર્તા: આપ એવું કહો છોને, અમારે નિરંતર અંતર તપ હોય.
દાદાશ્રી : હોય જ અમારે. અમારે નિરંતર તપ હોય. અમારું તપ કોઈ દુઃખમાંય પરિણામ ના પામે, સ્વાદમાંય પરિણામ ના પામવા દે, કોઈ સુખ પરિણામ ના પામવા દે એવું હોય. અમારું તપ ખૂબ સૂક્ષ્મમાં હોય.
પ્રશ્નકર્તા : પરિણામ ના પામે એટલે શું ? દાદાશ્રી : વસ્તુ અમને અસર ન કરે. આ જગતની બધી વસ્તુઓ