________________
‘ન્હોય મારું’
આપ્યું છે. પણ આ અમારા શબ્દો જો પકડી લ્યો તો પછી કશો વાંધો નહીં. પણ પહેલાંની આદત ખરીને ! પહેલાં એ ફોરેનને હોમ માનેલું એ ટેવ હજુ જતી નથી. હજુ ફોરેનમાં પેસી જવાય છે. પણ એ જાગૃતિ રાખવાની એટલી કે કોઈ પણ સંયોગ આવ્યો, એ આત્માનો ન્હોય. આત્મા અસંયોગી છે અને સંયોગ બહારના છે, તે ફિલ્મ છે એ જોયા કરવાની આપણે. અને સંયોગ જોડે ચંદુલાલ બાઝે તેનોય વાંધો નથી. એમ આપણેય જોયા કરવાનું. ચંદુલાલ કોઈ જોડે બાઝતા હોય તોય જોયા કરવાનું. પછી એ પેલા ગયા પછી આપણે કહેવું, ‘ચંદુભાઈ, આવું ના કરવું બહુ. જરા ઓછું રાખો.’ પેલો હોય ત્યારે કહીએ તે ખોટું દેખાય. એ કહેશે, આ બે જણ કોણ છે વળી પાછા ? પોતે પોતાની જાતને વઢે છે.’
૨૫૭
‘મારું ન્હોય’ શબ્દોતી સાયન્ટિફિક અસરો !
પ્રશ્નકર્તા : બધું કરવા છતાં પણ જ્યારે સામું દબાણ આવે છે, ત્યારે દબાણની અસર શરીર ઉપર અને આમ અંદરના અંતઃકરણ ઉપર દેખાય તો તેવા વખતે શું કરવું ?
દાદાશ્રી : કોઈ પણ ટાઈમે કશુંક પણ આવ્યું હોય, ગમે એવું ગૂંચવાયેલું હોયને, કલાક ગૂંચાયેલો હોય પણ કહો કે ‘મારું ન્હોય’ કે છૂટું. કારણ કે આ તમારું ને આ મારું એવું ભાગ પાડેલા છે, આપણે વહેંચણી કરી છે. તે ઘડીએ એને કહેલું જ છે કે ભઈ, આ મારું ન્હોય, આ મારું ને આ તમારું.
પ્રશ્નકર્તા : જે સંજોગો આવ્યા એ સંજોગોને અનુસરીને પ્રકૃતિ એ તો ઊંચીનીચી થયા જ કરવાની, એના ઉપર ‘મારું ન્હોય’ કહ્યું તોય કશું કંટ્રોલ તો ના થાયને ?
દાદાશ્રી : પણ ‘મારું ન્હોય’ કહીએ એટલે છૂટું થઈ જાય. આ જ્ઞાન આપેલું છે એમને. જ્ઞાન ના આપેલું હોય તેને નહીં.
પ્રશ્નકર્તા ઃ એનો અર્થ આ ‘મારું ન્હોય’ કહ્યું, એની સાથે આપણે આમ જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં જ હોય એવી રીતે આપણે રસ્તો કરીએ છીએ.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : ના. એ અંદરથી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય કે ના રહેવાય એ જુદી વસ્તુ છે, પણ ‘મારું ન્હોય' કહીએ એટલે એ છૂટું થઈ જાય છે. એ શબ્દોમાં બહુ સાયન્ટિફિક અસર જ થઈ જાય તરત.
દુઃખ દે તે ‘ન્હોય મારું' !
૨૫૮
આપણું નહીં તેને આપણું માનીએ ત્યાંથી ભૂલ થાય છે. આપણું વિજ્ઞાન શું કહે છે કે આ લાઈન ઓફ ડિમાર્કેશન પડી. પછી આ છોડવો આપણો નહીં. એને આપણો માનીએ તો દુ:ખ થાય. આ છોડવો કેમ સૂકાયો ? અલ્યા ભઈ, પણ હોય આપણો. આ તો બીજાનો છે.
પ્રશ્નકર્તા : હવે ખ્યાલ આવ્યો કે એને છોડી જ દેવું કે આપણું છે નહીં પછી શું ? એ તો માલિકી લઈને બેઠા હતા.
દાદાશ્રી : આપણે માલિકી છોડી દેવાની. વગર કામનું આ બોજો.... પ્રશ્નકર્તા : દાદા, આપે જ્ઞાન અમને આપ્યું તે વખતે તો અમે સમર્પણ કરી દીધેલું છે, પણ છાનાછપનાં અમે લઈ જઈએ પાછાં.
દાદાશ્રી : કારણ કે અવળો અભ્યાસ છે. દાક્તરે કહ્યું હોય કે જમણા હાથે જમશો નહીં. જરા અહીંયાં થયું છે એ દુખાવો વધી જશે. તોય પાછું જમતી વખતેય મહીં જમણો હાથ પેસી જાય. એટલે લાઈન ઓફ ડિમાર્કેશન નાખેલીને, એ ‘આપણું ન્હોય’. અને એટલું ખ્યાલમાં રાખવું કે જે કંઈ દુઃખ આપે, કંઈ અવળી અસર કરે એ ‘આપણું ન્હોય’. અને આપણું એ અવળી અસર કરે નહીં. બસ, આ બે વાત સમજી લો. સહેલી છે ને, બસ !
દુઃખે તેને જાણ ઓરમાયું !
ઓરમાયું જેમ આપણે જાણીએ ત્યારથી આપણું મન જુદું પડી જાય. આપણે મામા સગા જાણતા હોયને ત્યાં સુધી મામાને ત્યાં ઘાલમેલ ઘાલમેલ કર્યા કરીએ. પણ મા એક ફેરો કહે કે મૂઆ આ મામા તો ઓરમાણ છે. સગા નથી તારા. ત્યારથી મન જુદું પડી જાય. ના પડી જાય ? આ બધું ઓરમાયું છે.