________________
“ોય મારું
૨૬૧
૨૬૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : બહાર ગમે એટલું જોઈએ પણ આપણને અંદર અસર ન થાય, એનું નામ નિર્લેપતા. કારણ કે આપણે શુદ્ધાત્મા, શુદ્ધાત્માને અસર ના હોય કોઈ પણ પ્રકારની. કારણ કે એ ઇફેક્ટિવ નથી. પણ આમ ઇફેક્ટ થઈ જાય છે ને, ત્યાં આગળ તમારી જાગૃતિ જરા કાચી પડી જાય છે. ત્યાં આગળ તમારે એમ કરવું જોઈએ કે ‘ચંદુભાઈ, તમે શા સારુ માથે લો છો કે તમારે શું લેવાદેવા આમાં.' બસ, એટલું જ કહી દેવું જોઈએ. એટલે છૂટું પડે. એટલી “જાગૃતિ” આપણે રાખવી જોઈએ. અગર તો બીજું કશું ના ફાવે તો “મારું સ્વરૂપ હોય’ એમ કહીને છૂટી જવાનું.
પ્રશ્નકર્તા : દાદા, એવું તો જ્ઞાન હાજર રહે છે પાછું. આ હું આમાં ક્યાં પડ્યો, આ રિલેટિવ છે.
દાદાશ્રી : તોય પણ થઈ જાય છે. થયું એટલે રિલેટિવ કહ્યા કરતાં મારું સ્વરૂપ હોય’ કહીને બધું છૂટું. આપણે શું કહ્યું છે કે આ તારું સ્વરૂપ ને આ ન્હોય. તે હવે તમે આ ‘મારું ન્હોય’ કહેશો એટલે છૂટું. પછી તો એને ચોંટાય જ નહીં.
પ્રશ્નકર્તા : જેટલી વસ્તુઓમાં તન્મયતા એટલું કાચાપણું જ ને ?
દાદાશ્રી : હા, એ જ તો ! એટલે હવે તન્મયતા એ બીજું કોઈ કારણ નહીં. ફક્ત જાગૃતિ મંદ થઈ જાય છે. જાગૃતિ મંદ કેમ ? ત્યારે કહે, પહેલાંના અભ્યાસને લઈને. એટલે આપણે જરાક વધારે પડતું આમાં જાગૃતિ રાખીએ કે તરત બેસી જાય, છુટું થઈ જાય. હું તો ગમે એવી તબિયત ખરાબ હોય તો લોક કહેશે કે આજ તો દાદા, તમારી તબિયત વીક છે. તો અમે કહીએ, મને કશું થયું નથી. શું થવાનું છે આ ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : કેટલાં ગામ ફરું છું પણ કશું થતું નથી. શું થવાનું છે? આપણે કહીએ કે મને થયું એટલે ચોંટ્યું !
બળ્યું ઘર, વેચ્યા પછી ! આપણે નક્કી થયું કે ભઈ, પેલો આ વેપાર જોય આપણો. ત્યારથી
આપણે આપણા વેપારમાં જ છે તે આપણું કામ ચોક્કસ હોય. પેલો જે ના હોય આપણો વેપાર, ત્યાં આપણું ચોક્કસ ના હોય. પછી ત્યાં રકમ આપી આવીએ એવું ના બને. પહેલાં આપી દીધી હોય તે જોઈ લેવાય. પણ હવે નવેસરથી ના અપાય. એટલે આપણે કહ્યું કે ભઈ, આપણો આ વેપાર હોય. ત્યારથી જ મન ફરી જાયને ?
હમણે એક માણસને મકાન બળી જાય તો કેટલું બધું દુઃખ થાય એને ? પણ આજે વેચ્યું ને પછી આજે રૂપિયા લઈ લીધા અને દસ્તાવેજ કર્યો અને પછી કાલે બળી જાય તો ?
પ્રશ્નકર્તા : તો કંઈ ન થાય, દાદા.
દાદાશ્રી : એવું? એનું એ જ મકાન. નક્કી કર્યું હોય આપણે કે આપણે આ હવે વેચી ખાધું છે અને પૈસા હાથમાં આવી ગયા. પછી ભલેને પૈસા બીજાને આપ્યા ને ના આપ્યા પેલાએ. પણ આપણું વેચાઈ ગયું, કહેશે. એટલે પછી એમાં ચિત્ત ના હોય. પછી રડે નહીં. ઉલ્યું પોતાની જાતને ખુશ માને કે ઓહોહો ! હું તો બહુ અક્કલવાળો. જોને વેચાઈ ગયા પછી નથી રડતોને ? વેચાઈ ગયા પછી પૈસા હાથમાં ના આવ્યા હોય તો મનમાં એમ થાય કે સાલું, કંઈ લોચો પડશે તો ? વેચાઈ ગયું, દસ્તાવેજ બધા થઈ ગયા, પણ પૈસા આપ્યા નહીં. ત્યારે પેલો આડો થાયને, ના આપે ત્યારે ? એ પાછું શંકા પેસી જાય. પૈસા હાથમાં આવી ગયા પછી બૂમ ના પાડે. આ તમારે તો મૂડી હઉ મેં હાથમાં આપી દીધી. બધું હાથમાં આપી દીધું છે. તમે કહ્યું હતું કે હવે કંઈ રહ્યું નથી. ત્યાર પછી તો મેં તમને છૂટા કર્યા.
આ આપણું ને આ પરભાયું, આપણે જે માનતા હતા એ ભૂલ હતી. એ ભૂલ ભાંગી ગઈ એટલે ત્યાં આગળ એની મહીં બધું એ ના હોય આપણું. એના હિસાબ પૂરતો જ, જેટલું એનું બાકી હોય ને એટલું આપીને બંધ કરી દઈએ. બીજી કંઈ ભાંજગડ વધારાની ના કરીએ.
પ્રશ્નકર્તા : એટલે આ રિલેટિવ વેપાર અને આ રિયલનો વેપાર એ બેઉના વચ્ચે સામ્યતા જેવું છેને ?