________________
રિયલ-રિલેટિવની ભેદરેખા !
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
હતા, તે હવે ‘હું શુદ્ધાત્મા’ બોલો છો. એટલે એમ કરતાં કરતાં પેલું પાછું ફયું. ‘હું ચંદુભાઈ” બોલતા હતા તો ચંદુભાઈની અસર થતી હતી અને અત્યારે ‘હું શુદ્ધાત્મા’ બોલે તો શુદ્ધાત્માની અસર થશે. પછી અભેદ થઈ જશે. બે એક થઈ જશે. છૂટું પડ્યું હતું આ પોતે, તે એક થઈ જશે.
ચિત્ત જે અશુદ્ધ થઈ ગયું હતું. હવે એ પાછું ફર્યું, એટલે ચિત્ત શુદ્ધ થઈ જાય એટલે એક જ થઈ જાય. પછી સુખ એવું વર્તે. એટલે કો'કને મહીં કાચું પડતું હોય તો ‘હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું' બોલવું. આપણે છીએ એ બોલવામાં વાંધો શો ?
જાગ્યા પછી જ બોલાય ! પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું' બોલવાથી શુદ્ધાત્મા થઈ જવાય ?
દાદાશ્રી : એમ નહીં થઈ જવાનું. એમ તો આ કેટલાક લોકો બોલે છે ને કે હું શુદ્ધાત્મા છું' પણ કશું વળે નહીં. આ ઊંઘતો માણસ બોલે કે હું તમને રૂપિયા આપું છું, તો એ સાચું મનાય ?
પ્રશ્નકર્તા : ના મનાય.
દાદાશ્રી : જાગતો હોય તો બોલે તો કામનું. એવું હું તમને જાગતા કરીને ‘શુદ્ધાત્મા છું' બોલાવડાવું છું, એમ ને એમ નથી બોલાવતો અને એક કલાકમાં તો આખો મોક્ષ દઉં છું ! મોક્ષ એટલે કોઈ દહાડો ચિંતા ના થાય એવો મોક્ષ આપેલો છે. છતાં આ કારણમોક્ષ છે. પેલો છેલ્લો મોક્ષ બાકી રહ્યો.
ત હોય મહાત્માતે મિકેતિક્લ ! પ્રશ્નકર્તા: ‘શુદ્ધાત્મા છું બોલ બોલ કરવાથી મિકેનિક્લ ના થઈ જાય ?
દાદાશ્રી : આપણા મહાત્માઓને મિકેનિકલ ના થાય પણ બહાર બીજાને થઈ જાય. બીજા પોતે મિકેનિકલ છે, તેથી તે મિકેનિકલ જ થાય.
પ્રશ્નકર્તા ઃ કોઈ અજ્ઞાનતામાં મિકેનિક્લપણે ‘હું શુદ્ધાત્મા છું' બોલે તો ?
દાદાશ્રી : એમાં કશું વળે નહીં અને જ્ઞાન આપેલો માણસ મિકેનિકલ બોલતો નથી અને મિકેનિકલ જેવું લાગે ખરું પણ મિકેનિકલ બોલતો નથી. અને આ જ્ઞાન ના આપેલું હોય તો ‘હું શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ આખી રાત ગાય તોય કશું ના વળે.
પ્રશ્નકર્તા : એ સીધું બોલે તોય મિકેનિકલ થાય ?
દાદાશ્રી : હંઅ. તે આ સીધું બોલે તોય મિકેનિકલ. કારણ કે તું જે છું, હજુ તારી એ માન્યતા તૂટી નથી. અને તું કહું કે ‘હું નગીનદાસ છું', પાછો એમેય બોલું છું.
શું એ સૂક્ષ્મ અહંકાર નથી ? પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એવું આપણે બોલીએ છીએ, તો એ પણ એક સૂક્ષ્મ અહંકાર રહ્યોને ?
દાદાશ્રી : ના, ના. અહંકાર ક્યારે કહેવાય કે પોતે છે એ નથી જાણતા. જ્યાં નથી ત્યાં આરોપ કરે ત્યારે અહંકાર કહેવાય. તમે શુદ્ધાત્મા છો, તેમાં ‘હું શુદ્ધાત્મા’ બોલવામાં અહંકાર છે જ નહીં. પણ ‘હું શુદ્ધાત્મા’ હોવા છતાં તમે ‘હું ચંદુલાલ છું’ બોલ્યા એટલે ત્યાં આગળ તમે આરોપ કર્યો આ ખોટો. પોતાનું સ્વરૂપ જાણતા નથી અને ચંદુભાઈ લોકોએ નામ પાડ્યું ને તમે ચંદુભાઈ માની લીધું. પછી આ બાઈનો ધણી થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં, બધી જાળો વળગી પછી એ અહંકાર. જ્યાં પોતે નથી ત્યાં આરોપ કરવો, એનું નામ અહંકાર. આ તો પોતાના સ્વરૂપમાં બોલીએ તેને અહંકાર નથી કહેવાતો.
એ ખ્યાલમાં રાખવાનું ! પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું’ એ નવરા પડ્યા હોય તો બોલીએ અને જાપ કરીએ તો ચાલે કે કેમ ?
દાદાશ્રી : એ જાપની વસ્તુ ન્હોય, એ જાપ કરનારો કોણ આમાં ? એટલે એ જાપની વસ્તુ હોય, ખ્યાલમાં રાખવાનું. ‘હું શુદ્ધાત્મા છું” એ ખ્યાલમાં રહેવું જોઈએ.