________________
જૈન તત્ત્વજ્ઞાન ૦ ૯ છે. આ જ જીવનશોધનની સંક્ષિપ્ત જૈન મીમાંસા અનેક જૈન ગ્રંથોમાં અનેક રીતે સંક્ષિપ્ત કે વિસ્તારથી, તેમ જુદી જુદી પરિભાષાઓમાં વર્ણવેલી મળે છે, અને આ જ જીવન મીમાંસા અક્ષરશઃ વૈદિક તેમજ બૌદ્ધ દર્શનોમાં પણ પદે પદે નજરે પડે છે.
કાંઈક વિશેષ સરખામણી
ઉપર તત્ત્વજ્ઞાનની મૌલિક જૈન વિચારસરણી અને આધ્યાત્મિક વિકાસક્રમની જૈન વિચારસરણીનો બહુ જ ટૂંકમાં નિર્દેશ કર્યો છે. આ ચાલુ વ્યાખ્યાનમાં તેના બહુ વિસ્તારને સ્થાન નથી; છતાં એ જ વિચારને વધારે સ્પષ્ટ કરવા અહીં ભારતીય બીજાં દર્શનોના વિચારો સાથે કાંઈક સરખામણી કરવી યોગ્ય છે.
(F) જૈન દર્શન જગતને માયાવાદીની પેઠે માત્ર આભાસ કે માત્ર કાલ્પનિક નથી માનતું, પણ એ જગતને સત્ માને છે. તેમ છતાં જૈન દર્શન સંમત સત્તત્ત્વ એ ચાર્વાકની પેઠે કેવળ જડ અર્થાત્ સહજ ચૈતન્યરહિત નથી. એ જ રીતે જૈન દર્શન સંમત સત્તત્ત્વ એ શાંકર વેદાન્ત પ્રમાણે કેવળ ચૈતન્યમાત્ર પણ નથી, પરંતુ જેમ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધ દર્શન સત્તત્ત્વને તદ્દન સ્વતંત્ર તેમજ પરસ્પર ભિન્ન એવા જડ તેમજ ચેતન બે ભાગોમાં વહેંચી નાખે છે, તેમ જૈન દર્શન પણ સત્તત્ત્વની અનાદિસિદ્ધિ જડ તથા ચેતન એવી બે પ્રકૃતિ સ્વીકારે છે, જે દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં મૂળમાં તદ્દન સ્વતંત્ર છે. જેમ ન્યાય, વૈશેષિક અને યોગદર્શન આદિ એમ સ્વીકારે છે કે આ જગતનું વિશિષ્ટ કાર્યસ્વરૂપ ભલે જડ અને ચેતન બે પદાર્થો ઉ૫૨થી ઘડાતું હોય, છતાં એ કાર્યની પાછળ કોઈ અનાદિસિદ્ધિ સમર્થ ચેતનશક્તિનો હાથ છે, એ ઈશ્વરીય હાથ સિવાય આવું અદ્ભુત કાર્ય સંભવી શકે નહીં, તેમ જૈન દર્શન નથી માનતું. એ પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસક અને બૌદ્ધ આદિની પેઠે માને છે કે જડ અને ચેતન એ બે સત્-પ્રવાહો આપોઆપ, કોઈ ત્રીજી વિશિષ્ટ શક્તિના હાથ સિવાય જ, ચાલ્યા કરે છે, અને તેથી આ જગતની ઉત્પત્તિ કે વ્યવસ્થા માટે ઈશ્વર જેવી સ્વતંત્ર અનાદિસિદ્ધિ વ્યક્તિ સ્વીકારવાની એ ના પાડે છે. જોકે જૈન દર્શન ન્યાય, વૈશેષિક, બૌદ્ધ આદિની પેઠે જડ સત્તત્ત્વને અનાદિસિદ્ધિ અનંત વ્યક્તિરૂપ સ્વીકારે છે અને સાંખ્યની પેઠે એક વ્યક્તિરૂપ નથી સ્વીકારતું, છતાં તે સાંખ્યના પ્રકૃતિગામી સહજ પરિણામવાદને અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org