________________
.
પ્રસ્તુત ગ્રંથના આલેખન માટે હું પ્રાચીન હસ્તલિખિત ગ્રંથા, ગ્રંથ પુષ્પિકા અને પ્રશસ્તિઓ તથા આવા લેખા તપાસતા હતા અને ઉપયાગી નાંધા કરતા હતા. તે દરમિયાન મારી પાસે પણ નાના એવા સગ્રહ તૈયાર થઇ ગયા હતા. તેમાં ઉપરોક્ત વિદ્વાનાના લેખા ઉમેરાતા સંગ્રહ વચ્ચેા એટલે તેમને ગ્રંથસ્થ કરવાના વિચાર ઉદ્ભવ્યેા. પૂ॰ નેમસાગરસૂરિજી મ॰ સા॰ ને તથા મુરબ્બી શ્રી ખીમજી ઘેલાભાઈ ખાના, જેએ ઉક્ત ગ્રંથની યાજનાના ઘડવૈયા છે, તેમને જણાવ્યેા. તેમને આ વિચાર ગમી જતાં ગામેગામના સદ્યાને પત્રા લખી આવા લેખા મંગાવ્યા. હું પણ આ કાર્ય માટે ઘણાં સ્થળા કર્યો અને લેખા નાંધ્યા. આમ આ સંગ્રહ વૃદ્ધિ ંગત થતા ગયા. અચલગચ્છ માટે આવા મહામૂલા ગ્રંથનું પ્રકાશન એ ગચ્છની મહાન સૌંસ્થા શ્રી અનંતનાથજી ટ્રસ્ટ દ્વારા થાય એવા મે. આગ્રહ રાખતાં પૂ॰ નેમસાગરસૂરિજી મહારાજ સાહેબે તે વિચારને અનુમેદન આપ્યું અને શ્રી મુલુંડ અચલગચ્છ જૈન સમાજવતી શ્રી ખીમજીભાઇએ ટ્રસ્ટ એને પત્ર લખીને આ સગ્રહના પ્રકાશન માટે વિનતિ કરી. આવા ઉપયાગી ગ્રંથનું પ્રકાશનકાર્ય હાથ ધરવા શ્રી અનંતનાથજી ટ્રસ્ટે જરાયે આનાકાની કર્યા વિના સહ” સ્વીકાર્યું" અને આમ ઇતિહાસવેત્તા અને સંશાધકો સમક્ષ આ ગ્રંથ રજૂ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું.
અંચલગચ્છીય લેખ:
આ સંગ્રહમાં અચલગચ્છના પૂર્વાચાર્યોના ઉલ્લેખ કરતાં, અચલગચ્છના શ્રેષ્ઠીવર્યાને સ્પર્શતા કે અચલગચ્છના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડનારા લેખાના જ સમાવેશ કર્યો હાઇને તે બધા એ ગચ્છના ઇતિહાસ માટે પાયારૂપ અને અત્યંત પ્રમાણભૂત છે. આ ગચ્છના પટ્ટા, એમના કાળક્રમ, એમના વિહારપ્રદેશ, એમના શિષ્યસમુદાય, એમના શ્રાવક-શ્રાવિકાઓ, એમણે કરેલા કાર્યો, પ્રતિષ્ઠાએ કે તી સધા સંબંધક તથા તેમણે કરાવેલી અમારિ ઘાષણાએ, તેમણે પ્રતિબેાધેલા નૃપતિએ ઈત્યાદિ અનેક હકીકતા આ સંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. માત્ર પટ્ટા વિશે જ નહીં, અંચલગચ્છની શાખાએ અને શાખાચાર્યાં વિષે પણ આ સંગ્રહ અનેક અગત્યની માહિતીએ પૂરી પાડે છે. આ બધી હકીકતાને હું “ અચલગચ્છ-દિગ્દર્શન ” માં આવરી લેવાના છું એટલે એ સંબંધક વિસ્તૃત ચર્ચા ન કરતાં ઘેાડાક અગત્યના મુદ્દાઓ તારવી લઉં છું.
(૧) આ ગચ્છ વિધિપક્ષ, અચલ કે અંચલના નામથી ઓળખાતા રહ્યો છે. અચલગચ્છ નામ લેખામાં વિશેષ આવતું હોઈને માનવા કારણ મળે છે કે આ ગચ્છ અચલગચ્છના નામથી સવિશેષ પ્રચલિત હેાય. આ શબ્દ ઉપરથી આંચલિક શબ્દપ્રયાગ પણ ક્યાંક ક્યાંક ચેાજાયેલા જણાય છે. વિધિપક્ષગચ્છનું નામ તે કાઇક જ લેખમાં છે. એ શબ્દ ઉપરથી મારવાડ, મેવાડ કે રાજસ્થાન તરફ અપભ્ર ંશરૂપે “ વીજામત ” નામ અસ્તિત્ત્વ ધરાવતું હાવાના પ્રમાણેા આ સંગ્રહના લેખાંક ૪૩૮, ૪૪૦, પૂરા પાડે છે.
,,
* શ્રી જયંતવિજયજી, શ્રી અખ઼ુદ પ્રાચીન જૈન લેખ સંદેહ, ” આખુ ભા. ૨, પૃ. ૪૪.