________________
૫-૧૦ પંક્તિઓ જેટલી નજીવી હકીકત ઉપર આજે સેંકડો વિદ્વાન પિતાની પ્રતિભાને સતત પરિશ્રમ આપતા નજરે પડે છે, ત્યારે મહાપુરાણ કે મહાભારત જેવા હજારે અને લાખ શ્લોકમાં લખાયેલા મહાન ગ્રંથોમાં વર્ણવેલી વ્યક્તિઓ કે વર્ણને તરફ ભાગ્યે જ કેઈ સત્યની દષ્ટિએ જુએ છે! એ જ કારણ છે કે, ચંદ્રગુપ્ત અને સંપ્રતિ જેવા જૈનસમાજ-પ્રસિદ્ધ નૃપતિઓના વિષયમાં જ્યારે અનેકાનેક જૈનગ્રંથમાં વિસ્તૃતરૂપે વર્ણન કરવામાં આવેલું હોવા છતાં અને નિ સંશય રીતે તેમને પરમ જૈન તરીકે જણાવેલા હોવા છતાં તેમનું જૈનત્વ સ્વીકારવા માટે અને સંપ્રતિનું તે અસંદિગ્ધ રીતે અસ્તિત્વ પણ માનવા માટે હજુ વિકસમાજ આનાકાની કરે છે, ત્યારે ખારવેલ જેવા એક સર્વથા અપરિચિત-અજ્ઞાત રાજા માટે કે જેનું નામ સુદ્ધા પણ આખા જૈનસાહિત્યમાં કોઈ પણ સ્થાને મળતું નથી, અને જેના બનાવેલા એવા મહત્ત્વના હાથીગુફા જેવા જનીય ધર્મસ્થાનના અસ્તિત્ત્વની કલ્પના પણ આજ સુધી કેઈ જેનના મનમાં જાગેલી જણાતી નથી, તેને એક પરમ જૈન (શ્રીયુત કે. હ. ધ્રુવના વચનમાં કહું તે “હડહડતે જૈન”) નૃપતિ કે “જેન વિજેતા” તરીકે સિદ્ધ કરવામાં કે કબૂલ કરવામાં આધુનિક ઈતિહાસ માન કે આનંદ માને છે !” પ્રયાસે :
ઉત્કીર્ણિત લેખેની ખૂબ જ ઉપયોગિતા હોઈ સાચી અને ભરતના બૌદ્ધ સ્તૂપમાં મળી આવતા માત્ર બે-ત્રણ શબ્દવાળા લેખેને પ્રસિદ્ધિમાં લાવવા માટે પુરાતત્ત્વવેત્તાએાએ અથાગ શ્રમ લીધે છે અને અંગ્રેજ સરકારે તે કાર્ય માટે લાખ રૂપીઆ ખરચ્યા છે. આ દિશામાં પાશ્ચાત્ય વિદ્વાનોએ પહેલ કરી છે અને પ્રશસ્ય ફાળો નેંધાવ્યો છે. ડો. બુહલર, એ. મેરિનેટ, હેત્રી કાઉસેન્સ, જે. કિન્સ્ટ, જેમ્સ બજેસ, એચ. યુડર્સ, એચ. એચ. વિલ્સન, હુડ્ઝ, કીëર્ન, ટેડ, સ્ટેન, કનિંગહામ, કીટ્ટો, અલગ, મેકેન્ઝી, પ્રીન્સેપ, લેક ઈત્યાદિ વિદ્વાનોના નામ આ કાર્ય માટે વિશેષ ઉલ્લેખનીય છે. તેમને પગલે પગલે ભારતીય વિદ્વાનોએ પણ આ દિશામાં ઘણું ઘણું કર્યું છે, જેમાં સર્વશ્રી કાથવટે, એસ. આર. ભાંડારકર, ડી. આર. ભાંડારકર, ગૌરીશંકર ઓઝા, ભગવાનલાલ ઈન્દ્રજી, બનારસીદાસ, પૂરણચંદ નાહર, લાલચંદ્ર ગાંધી, દલપતરામ ખખ્ખર, નાથુરામ પ્રેમી, ચીમનલાલ દલાલ, નંદલાલ લેઢા તેમજ વિજયધર્મસૂરિજી, કાંતિવિજયજી, જયંતવિજયજી, બુદ્ધિસાગરજી, રાજેન્દ્રસૂરિજી, જિનવિજયજી, વિનયસાગરજી તથા વિશાલવિજયજી મહારાજ ઇત્યાદિના નામે મુખ્ય છે. આમ આ દિશામાં ઘણું સધાયું છે અને હજી ઘણુયે સાધવાનું બાકી છે. મને પણ આવા લેખો નેધવાની લગની લાગેલી એટલે જ્યાં જવાને સુઅવસર પ્રાપ્ત થતા ત્યાં આવા લેખે નેધતે. • પૂજ્ય નેમસાગરસૂરિજી મહારાજ સાહેબની પ્રેરણાથી મુલુંડના અચલગચ્છીય સમાજે
અંચલગચ્છ-દિગદર્શન ” પ્રકાશિત કરવાની યોજના ઘડી અને લેખનકાર્ય મને સોંપ્યું. * મુનિ જિનવિજયજી- "પ્રાચીન જૈન લેખ સંગ્રહ" પ્રથમ ભાગ, ઉપદઘાત પૃ. ૩.