Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 305
________________ ૧૨ ] ચારવાળા જિનાલયના નિર્માતા જલયાત્રાદિ મહોત્સવ બાદ કલ્યાણસાગરસૂત્નિા ઉપદેશથી જિનબિંબની અંજનશલાકા થઈ શિખરબદ્ધ પ્રાસાદમાં શ્રી સંભવનાથ પ્રભુના બિંબની સ્થાપના કરવામાં આવી. અંચલગચ્છની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે પપ૧ જિનબિંબની રાજસી શાહે પ્રતિષ્ઠા કરાવેલી તેમના પિતા તેજસી શાહે પહેલાં બંધાવેલા જિનમંદિરની આસપાસ ચારે બાજુ તેમણે બંધાવેલી દેવકુલિકાઓમાં વિ. સં. ૧૬૭૫ ના વૈશાખ દિ ૮ ને દિવસે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જિનબિંબની પ્રતિષ્ઠા થઇ. આ કાર્યમાં રાજસી શાહે ત્રણ લાખ મુદ્રિકાએ ખરચી. પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તેમણે સ્વામીવાત્સલ્ય કરવા પૂર્વક પિતાની ઓસવાળ જ્ઞાતિના માણસોને સાકર ભરેલી પિત્તળની થાળીઓની પ્રભાવના કરી. મેઘમુનિ કૃત રાસમાં રાજસી શાહે ચૌમુખ જિનપ્રાસાદ પાછળથી બંધાવ્યું તે વિશે પણ વર્ણન છે. તેમાં જણાવાયું છે કે વિ. સં. ૧૬૮૨ માં રાજસી શાહે મૂલનાયક ચૈત્યની પાસે ચૌમુખ વિહાર બનાવ્યું. ગજજર રૂપસી તેના સૂત્રધાર હતા. તેઓ વાસ્તુવિદ્યાના વિશારદ હતા. તેમણે ચૌમુખ પ્રાસાદની રચના ઉત્કૃષ્ટ કરી. આ શિખરબદ્ધ પ્રાસાદના તરણે, ગવાક્ષે, ચોરી ઈત્યાદિની કેરણી અત્યંત સૂક્ષ્મ અને પ્રેક્ષણીય હતી. નાટ્ય પૂતળીએ કળામાં ઊર્વશીને પણ મહાત કરી દેતી હતી. જગતીમાં આમલસાર પંક્તિ, પગથિયાં, દ્વારે, દિકપાલ, ઘુમ્મટ વગેરેથી ચાર મજલાવાળે પ્રાસાદ સુશોભિત હતે. ચારે દિશાઓમાં ચાર પ્રાસાદ કૈલાશ શિખરે જેવા લાગતા હતા. પાસે એક વિશાળ ઉપાશ્રય પણ બંધાવ્યું. હર્ષસાગર કૃત રાસમાં રાજસી શાહનાં અન્ય કાર્યોનું વર્ણન આ પ્રમાણે છેઃ ભલશારણિ ગામમાં ફૂલઝર નદી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406