Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 395
________________ કચ્છના અર્વાચીન જગડુશાહ શેઠ હરનંદરાય રામનારાયણ, સર ઈબ્રાહીમ, સર સાસુન સાહેબ જેવા મુંબઈના તે વખતના આગેવાન ઉદ્યોગપતિએ અને વ્યાપારીઓ ખેતસી શેઠના અંગત મિત્ર હતા. કચ્છમાં સૌ પ્રથમ “સર”ની પદવી પામેલા સર વસનજી ત્રીકમજી એમના વેવાઈ થાય. એમના પુત્ર મેઘજી વેરે ખેતસી શેઠના લઘુ બંધુ હેમરાજ શેઠની પુત્રી લક્ષ્મીનાં લગ્ન થયેલાં. એ ઉપરાંત અનેક રાજા-મહારાજાઓ સાથે એમને નિકટનો સંબંધ હતા. ખેતસી શેઠે લાખ રૂપીઆ કમાઈ જાણ્યા અને લાખે ખરચી જાણ્યા લેકસંગ્રહની એમની ઉદાત્ત ભાવના એમના સુકૃત્યમાં આબેહૂબ પ્રતિબિંબિત થાય છે. સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં એમણે દાનનો જે અવિરત પ્રવાહ વહેવડાવ્યું છે તેની નોંધ એમની જ્ઞાતિના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય એવી ગરિષ્ટ છે. કચ્છી સપૂતોની નામાવલિમાં પણ ખેતસી શેઠનું નામ ઉચ્ચ સ્થાન ધરાવે છે. જૈન સંઘની યાદગાર તવારીખમાં એમનાં કાર્યોની વિસ્તૃત સૂચિ સદૈવ જળવાઈ રહેવાની. એમનાં પ્રેરક કાર્યોની આછી રૂપરેખા અહીં નોંધીએ. વિ. સં. ૧૯૫૬ માં કછ તથા હાલારમાં કારમી દુકાળ પડેલે, જેને લોકો “છપ્પનિયા કાળ” તરીકે ઓળખાવે છે. આ દુકાળના મેઢામાં અસંખ્ય મનુષ્ય અને પશુ-પક્ષિઓ ધકેલાઈ ગયાં. મોટા ભાગનું પશુધન નાશ પામતું જોઈને બધે અરેરાટી ફેલાઈ ગઈ. મનુષ્યની દુર્દશા જોઈ શકાતી નહતી. સખિ ગૃહસ્થો આવા સમયે પાછી પાની કરે ખરા? આ કપરા સંજોગોમાં ખેતસી શેઠે પંદર જેટલી પાંજરાપિળોને છૂટે હાથે મદદ કરી. તેઓ પોતાના બંધુ હેમરાજ શેઠ સાથે જાતે કચ્છ આવીને દુષ્કાળ–પીડિતેને અનાજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406