Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 404
________________ શેઠ ખેતસી ખીંચસી ધુલ્લા | [ ૧૫ ખેતસી શેઠે તેમના સગત પુત્ર હીરજી શેઠની સ્મૃતિમાં ઉક્ત સખાવત કરી હાઈને આ સંસ્થાના પેટ્રન તરીકે પહેલું નામ હીરજી શેઠનું અને બીજું કઠારી શેઠનું આવે છે. જિનાલય તથા વિદ્યાર્થીભવનનું બાંધકામ હજી ચાલતું હતું એ દરમિયાન શેઠશ્રી પુનઃ માંદગીમાં પટકાઈ પડ્યા. પુનઃ ઠાકોર સાહેબના આગ્રહથી લીંબડી પધાર્યા. આજે વિદ્યાર્થી ભવનની સામે જે સરકારી અતિથિગૃહ છે તેમાં તેમને ઉતારો રહે. દરરોજ સાંજે ઠાકોર સાહેબ ત્યાં આવે અને મંડળી જામે. પછી સાથે જ તેઓ ફરવા જાય. આખુ શહેર તેમને કચ્છી શેઠ તરીકે ઓળખે અને તેમને ઘણું માન આપે. પરંતુ એમની વિનમ્રતા આંખે વળગે એવી. ખુદ લીંબડીનરેશ એમને પડ્યો બોલ ઝીલે, ત્યાં સામાન્ય શહેરોની વાત ક્યાં? છતાં શેઠશ્રી તે હાથ જોડીને જ પોતાની વિનમ્રતા દર્શાવે. ઉક્ત સંસ્થામાં આવે એટલે પહેલાં જ પૂછે કે “શેની જરૂર છે?” એક વખત ત્યાંના ગૃહપતિએ કહ્યું કે “શેઠ સાહેબ, એકાદ તિજોરી હોય તે જખમ ઓછું લાગે.” તરત જ શેઠે મજબૂત તિજોરી મંગાવી આપવાને હુકમ કર્યો. આજે પણ એજ તિજોરી વપરાય છે. ટૂંકમાં ધનથી તો અમીર હતા જ પરંતુ દિલના પણ અમીર, જેને કચ્છીમાં ધુલ્લા રાજા કહે છે એવા જવંશે પણ ધુલ્લા ! ધર્મ પ્રવૃત્તિમાં પુત્રનો શોક છેડે વિસરાયે, પરંતુ હદયમાંથી એને ઘા રૂઝાય નહિ. અંતે શોકમગ્ન દશામાં એમણે પોતાનો પાર્થિવ દેહ વિ. સં. ૧૯૭૮ ને ફાગણ વદ ૯ને બુધવારે (તા ૨૨-૩-૧૯૨૨) લીંબડીમાં પાડ્યો. એ વખતે એમની ઉંમર સડસઠ વર્ષની હતી. એમના મૃત્યુથી બધે શોક-છાયા વ્યાપી વિરબાઈ શેઠાણીએ શોક નિવારણ પ્રસંગે સમસ્ત જ્ઞાતિને આમંત્રણ આપીને મુંબઈથી પૂનાને સંઘ કાઢ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406