Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 402
________________ શેઠ ખેતસી અસી ધુલ્લા [ ૧૩ સેન્ટ ઝેવિયર્સ કૅલેજમાં તેમણે પ્રિવિયર્સ સુધીનો અભ્યાસ કરેલે. પાશ્ચાત્ય કેળવણીથી રંગાયા તેમ જ એવા જ વાતાવરણમાં ઉછર્યા હોવા છતાં એમનામાં જ્ઞાતિ તેમ જ ધર્મ પ્રત્યેની દાઝ ઓર જ હતી. કેળવણીને લાભ ગરીબે પણ મેળવી શકે તે માટે તેમણે અનેકને મદદ આપી હતી. વિદ્વાનેને તેઓ પષતા. તેમના બે વખત લગ્ન થયાં. અને બન્ને લગ્નેને પરિણામે તેમને પ્રથમ પુત્રી ચંદનબાઈ તથા દ્વિતીય પુત્ર હિરાચંદ (જન્મ તા. ૭-૧-૧૯૨૦) અનુક્રમે પ્રાપ્ત થયાં. દેશ-વિદેશના તેમણે પ્રવાસે ખેડેલા અને અનેક મિત્રે મેળવેલા. તેમનો જાપાનનો પ્રવાસ વેપારની દષ્ટિએ ફળદાયી નિવડેલે. રાજવી કુટુંબ સાથે પણ તેમને ઘરેબે હતો. ખાસ કરીને પાલણપુરના નવાબ તાલેમહમદખાન, વડોદરાના કુંવર જયસિંહરાવ ગાયકવાડ, પોરબંદર–નરેશ નટવરસિંહ, લીંબડીના યુવરાજ દિગ્વિજયસિંહ વગેરે સાથે એમને કુટુંબ જે સંબંધ રહેલે. પુનામાં Š ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટની લાયબ્રેરી માટે મકાન બંધાવી આપીને રૂા. ૫૦૦૦૦)ની સખાવત કરેલી. એમના નામની તકતી પણ ત્યાં મુકવામાં આવી છે. તેઓ અચ્છા ઘોડેશ્વાર હતા, તેમ જ ક્રિકેટના પણ એવા જ શોખીન હતા. હિન્દુ જીમખાનાના પેટ્રન તરીકે પણ રહેલા. એ ઉપરાંત ફ઼િમેશન ઔરીએન્ટલ કલબ, રીયલ એશિયાટીક સોસાયટી, મુંબઈ વગેરેના સભ્ય હતા. એમની જ્ઞાતિના વિદ્યાથીગૃહના ટ્રસ્ટી હતા. આરે દુધ કેન્દ્રથી પ્રસિદ્ધ આરેગાંવના તેઓ ખાતેદાર હતા. ત્યાં જ્ઞાતિબંધુઓને વસાવવાની એમની યોજના હતી. તે કાર્યાન્વિત થાય એ દરમિયાન તેમણે યુરોપની મહત્ત્વાકાંક્ષી સફર ખેડી. ઘણું આશા અને ઉમંગથી તેમણે પ્રયાણ કરેલું પરંતુ આ સફર પ્રાણઘાતક પુરવાર થઈ. પેરીસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406