Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 401
________________ ૧૨ ] કુચ્છના અર્વાચીન જગડુશાહ સ્થાપેલ છાત્રાલયમાં તેમણે તથા સર વશનજીએ અડધા અડધા લાખ અર્પતાં તેમનાં બેઉનાં નામ એ સસ્થા સાથે જોડવામાં આવ્યાં. વિ. સ. ૧૯૬૯ માં પાલિતાણામાં રેલ હેાનારત સર્જાતાં રૂા. ૧૫૦૦૦) રાહુતાથે પણ તેમણે આપેલા. આ ઉપરાંત મુંબઈમાં એમની જ્ઞાતિના વિદ્યાર્થીગૃહમાં રૂા. ૧૦૦૦૦) તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં એક લાખની સખાવત કરી. પ્રાફેસર બેયઝ ઈન્સ્ટીટયૂટને એમણે પાંચ હજાર રૂપીયા આપ્યા. જામનગરમાં આણુ દુખાવાના અનાથાશ્રમને પણ ખેતસી શેઠે સંગીન સહાય પહેોંચાડી; તેના ટ્રસ્ટી નિમાઇને ગરીબોનાં દુ:ખ નિવારવા તેમણે ઘણા પુરુષા કરેલા. મુંબઈમાં નવપદજીના ઉજમણા પ્રસંગે નવ દિવસ આયબિલ તેમ જ અઢાર ટૂંક જ્ઞાતિ જમણોમાં રૂા. ૮૦,૦૦૦) ખરચ્યા. આ રીતે અનેકવિધ ક્ષેત્રમાં તેમણે લક્ષ્મીના ધેાધ વહાવીને જીવન કૃતાર્થ કર્યું. એમની બધી સખાવતાને આંકડો રૂપી પચીશ લાખ જેટલા થાય છે. ઈ. સ. ૧૯૧૬ માં કલકત્તામાં ભરાયેલા જૈન શ્વેતાંબર કાન્ફરન્સના અગિયારમા અધિવેશનના પ્રમુખ થવાનુ સન્માન ખેતસી શડને મળેલું. તેઓ પહેલા કચ્છી પ્રમુખ હતા. તેના મંત્રી તરીકે હીરજી શેડ ચુંટાયેલા. આ પ્રસંગે સ્પેશિયલ ટ્રેઇન કાઢીને તેઓ કલકત્તા ગયેલા. ત્યાં એમના ખાદશાહી સત્કાર થયેલા. ખુલ્લા અધિવેશનમાં તેમણે અનેક સખાવતા જાહેર કરેલી. એમના પ્રવચનને કલકત્તાના દૈનિક પત્રાએ ખૂબ વખાણેલું. વેપારી કુનેહ અને ઉદાર સખાવતાને કારણે સરકાર તરફથી તેમને જે. પી. જસ્ટીસ એફ પીસના ઈલકાબ પણ એનાયત થયેલે. એમના પુત્ર હીરજી શેઠ પણ ભારે પ્રતાપી પુરુષ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406