Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 397
________________ ૮ ] કચ્છના અર્વાચીન જગડુશાહ તજતા માનવ–આત્માઓને તે તે અવશ્ય ગમશે જ. અને તેમને ગમે એજ મારા હૃદયની પરમ ભાવના છે. વર્તમાન કાળના વિદ્વાનો મને માન આપે કે નહિ તેની મને દરકાર નથી. પણ દુષ્કાળમાં ઘાસ અને પાણી વગર જે ગાય, બળદો અને પશુ-પક્ષિઓ લાખોની સંખ્યામાં મરણ શરણ થાય છે તેઓને ઘાસ અને પાણી આપતી વખતે તેઓના હૃદયમાં જે શાંતિ વળે અને તેઓ જે એમ જ કહે કે “અમારાં જીવતર ઉપર જ દેશની આબાદી અને ઉન્નતિને આધાર છે” તે મારે વર્તમાન પત્રોના શર્ટિફિકેટની જરૂર નથી.” આવી સ્પષ્ટ વાણું ઉચ્ચારનાર આજે કઈ જોવા મળે ખરે? એ વખતે દશા ઓશવાળ જ્ઞાતિ કોર્ટ-કચેરીઓ પાછળ બરબાદ થઈ ગઈ હતી. જ્ઞાતિ ઉપર છઉતેર હજારનું દેવું થયેલું. માત્ર એક કરાડ કેસમાં જ વીશ હજારનો ખર્ચ થયેલ! ખેતસી શેઠે પિતાની જ્ઞાતિને કરજ મુક્ત કરવાની ફરજ સમજીને બધી રકમ ભરપાઈ કરી આપી. જે એમ ન થયું હોત તો મુંબઈની મહાજનવાડી હાથમાંથી ચાલી જવાની અણી ઉપર હતી! ખેતસી શેઠની આ ઉદારતા બદલ જ્ઞાતિએ તા. ૧૯-૧૨-૧૯૧૭ ના દિને સર પુરશેત્તમદાસ ઠાકરદાસની અધ્યક્ષતામાં એમને માનપત્ર પ્રદાન કર્યું. આ પ્રસંગે યુરોપિયનો, પારસીઓ આદિ અન્ય કોમના લોકોએ પણ હાજરી આપેલી. માનપત્રની ખુશાલીમાં ખેતસી શેઠે રૂા. ૧૦૧૦૦૧) નિરાશ્રિત કુંડમાં, તથા રૂા ૨૫૦૦૦) અન્ય સંસ્થાઓને ભેટ આપ્યા. એમના બંધુ હેમરાજ શેઠે રૂ૨૧૦૦૦) નિરાશ્રિત ફંડમાં તથા રૂા. ૬૦૦૦) નલિયા બાલાશ્રમને ભેટ આપ્યા. એમના ભત્રીજા વશનજી તથા શિવજી સેજપાળે રૂા. ૫૦૦૦) નિરાશ્રિત ફંડમાં રૂા. ૧૦૦૦) બાળાશ્રમ તથા છાત્રાલયને ભેટ આપ્યા. આ પ્રસંગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406