Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 382
________________ શેઠ વેલજી માલું દિન વધતી ચાલી. ખાનદેશ, બિરાર, મુગલાઈ, કુમારે પ્રદેશોમાં એમની અનેક શાખાપેઢીઓ કામ કરતી થઈ. મુંબઈની મુખ્ય પેઢીમાં ત્રીસેક મહેતાજીઓ કામ કરે. ઘરના ગાડી–ઘેડા થયાં, માળા બંધાવ્યા. વિક્રમ સંવત ૧૯૧૮માં વેલજી શેઠની સંપત્તિ પણ કરેડની અંકાઈ! એ જમાનામાં આટલી સંપત્તિ ધરાવનાર પાંચેક ધનાઢ્ય મુંબઈમાં માંડ હશે. મુંબઈના સુવિખ્યાત શાહ સોદાગર શેઠ મોતિશાહની સંપત્તિ એમના વિલમાં દસેક લાખની જ અંકાઈ છે. આ પરથી મુંબઈની વ્યાપારી આલમમાં વેલજી શેઠની આંટ-પ્રતિષ્ઠા કેટલી ઊંચી હશે એને ખ્યાલ મળી શકશે. મુંબઈના નામાંકિત શહેરીઓમાં હવે એમની ગણના થવા લાગી. | ગમે એવી મોટી વ્યક્તિના જીવનમાં તડકી–છાંયડી તે જોવા મળે જ. અમેરિકન સિવિલ વારે વેલજી શેઠની વ્યાપાર કારકિર્દીમાં છાંયડી પાથરી. આ વિગ્રહને કારણે અમેરિકાનું રૂ બ્રિટનમાં જતું અટકયું. પરિણામે લંડન, લીવરપુલ, માન્ચેસ્ટર વગેરે શહેરની કાપડની મિલેમાં કાચા માલની ગંભીર અછત ઊભી થઈ એની માંગ પૂરી કરવા ભારતમાંથી રૂની ધૂમ નિકાશ શરૂ થઈ. વિ. સં. ૧૯૧૭ માં રૂના ભાવ રૂા. ૧૦૦) લગભગ હતા તે વધીને વિ. સં. ૧૯૨૦ માં રૂા. ૮૨૦) થયા. આ રીતે ભાવ આસમાને જતાં લેકેએ પિતાનાં એશિકાં, ગાદલાં, ગોદળાંનું રૂ પણ વેચી નાખ્યું ! મુંબઈમાં નાણાંની રેલમછેલ થઈ. રૂપીઆ ક્યાં નાખવા એને નિર્ણય થઈ શકે એમ નહે. બેન્ક, ફિનાન્સિયલ કોરપોરેશને વગેરે અળશિયાની જેમ ફૂટી નિકળી. અમેરિકન વિગ્રહ લંબાશે એ ગણતરીએ વેપારીઓ રૂ ખરીદતા ગયા. ભાવ ઊંચા ગયા તોયે ખરીદી ચાલુ રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406