Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 392
________________ શેઠ ખેતસી ખાસી ધુલા આત કરીને રૂના વ્યવસાયની કારકિર્દીનો મંગલ પ્રારંભ કર્યો. જીવનના અંત પર્યત રૂના વ્યવસાયમાં જ તેઓ રહ્યા એ નોંધપાત્ર બાબત છે. રૂના ધંધાને પર્યાપ્ત અનુભવ પ્રાપ્ત થતાં તેમણે સાહસબળે ખેતસી મુરજીના નામથી રૂની સ્વતંત્ર પેઢી સ્થાપી. પરંતુ તો જતાં પિટી સંકેલાઈ ગઈ. તેમના બને ભાગીદરે વતનમાં ચાલ્યા ગયા, પરંતુ ખેતસી શેઠ એમ હિમ્મત હારી જાય એવી માટીના નહોતા. પિતાના હિસ્સાની નુકશાની ભરપાઈ કરીને તેમણે લેણદારોને સંતોષ્યા આ વ્યવસાયમાં એમને ફાવટ આવી જવાથી તેમણે નાના ભાઈ સાથે સેજપાર ખેતસીના નામથી ઈદેર મુકામે રૂના આડતની સ્વતંત્ર પેઢી શરૂ કરી. શેઠ રામનારાયણ એન્ડ સન્સવાળા શેઠ હરનંદરાયની મિત્રાચારીને કારણે આ નવોદિત પેઢીને એમને અમૂલ્ય સહકાર મળતો રહ્યો. પરિણામે તેની આંટ અને આબરૂ વધતી રહી. ખેતસી શેઠનું પ્રથમ લગ્ન વિ. સં. ૧૯૩૨ માં વેજબાઈ સાથે અને દ્વિતીય વિ. સં. ૧૯૩૭ માં વાંકુના શેઠ હીરજી જેઠાનાં બહેન વીરબાઈ સાથે થયું. વીરબાઈ શેઠાણું ઘણાં ધર્મિષ્ટ અને પૂણ્યવાન સન્નારી હતાંતેમના ઉત્તમ સહવાસથી ખેતસી શેડ પિતાને ભાગ્યશાળી સમજતા. “તેમનાથી મારું ગૃહ સ્વર્ગતુલ્ય સુખપ્રદ દેખાય છે” એમ તેઓ ગૌરવપૂર્વક કહેતા. - વીરબાઈની કુક્ષિથી વિ. સં. ૧૯૪૪ માં અશ્વિન પૂર્ણિમાને દિવસે પુત્ર-રત્ન હીરજીને જન્મ થયે ગાનુયેગ તે દિવસે ચંદ્રગ્રહણ હતું. ગ્રહણથી મુક્ત થયેલે પૂર્ણ ચંદ્ર જેમ અવની પટને પિતાનાં શિતળ કર-કિરણથી આશ્લવિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406