Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 390
________________ કચ્છના અર્વાચીન જગડુશાહ શેઠ ખેતસી ખીએસી ધુલ્લા “સર”ને ઉચ્ચ ખિતાબ મેળવવા સરકાર-પ્રેરિત સંસ્થાએમાં બે-ત્રણ લાખ રૂપીઆનું દાન જાહેર કરીને ઉમે દવારી નેંધાવવા પડાપડી કરવા કરતાં દુષ્કાળ પીડિત લેકોના આંસુ લુંછવાનું સ્વેચ્છાએ સ્વીકારી લઈને બાર લાખ રૂપીઆ જેવી નાદર રકમ એ કાર્યમાં ધરી દેનાર અને પિતાના સુક થી જગતમાં અહોભાવ જગાડી જનાર એવી વિભૂતિને લેકે “અર્વાચીને જગડુશાહ” તરીકે બિરદાવે એમાં નવાઈ શી? કહેયામાં આવું આદરણીય અને વિશિષ્ટ સ્થાન ધરાવનાર હતા શેઠ ખેતસી ખીંચસી ધુલ્લા. વિ. સં. ૧૯૧૧ માં કચ્છ-સુથરીમાં જન્મ. જ્ઞાતિઃ કચ્છી દશા ઓશવાળ જૈન. ધુલ્લા ગાત્ર. પિતા ખીસી કરમણ, માતા ગંગાબાઈ ધુલ્લા ગોત્ર લેડાયા ગોત્રની પેટા શાખા છે. આ વંશના દિલાવર દિલના પૂર્વજને લેકે “દુલ્લા રાજા” કહેતા એ પરથી ધુલ્લા શેત્ર સ્થપાયું. કેટલાક ધુલ્લાને બદલે દુલ્લા કે દૌલત શબ્દપ્રયોગ પણ યોજે છે. મૂળ તેઓ ઉદે. પુરના સૂર્યવંશી રાણાના વંશજો હેવાનાં પ્રમાણે સાંપડે છે. જૈનાચાર્યના ઉપદેશથી પ્રતિબંધિત થઈને તેમણે જૈન ધર્મ સ્વીકાર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406