Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 391
________________ કચછના અર્વાચીન જગડુશાહ એમના પરદાદા શાહ મેરના દેવાણંદ. નરપાર, નાથા આદિ સાત પુત્ર હતા. નરપાલના વંશજો નરપાણ શાખાથી ઓળખાયા. તેમના પુત્ર કરમણ અને તેમના ખઅસી. ખેતીવાડી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. આર્થિક સ્થિતિ સાધારણ, પરંતુ ઉદારતા તે એમની જ. આગતાસ્વાગતામાં એમને કઈ પહોંચે નહિ. સુથરી શ્રી શ્રુતકલાલ પાર્શ્વનાથ પ્રભુનું પ્રસિદ્ધ તીર્થ હાઈને સાધુ-સાધ્વી તથા સંઘોની અવર-જવર ત્યાં અધિક રહેતી. અબડાસાની વિખ્યાત પંચતીર્થીનું તે પ્રમુખ કેન્દ્ર હાઈને ત્યાં યાત્રિકો પણ સારી સંખ્યામાં આવતા રહે. એ બધાને સત્કારવા સુથરી તૈયાર જ હોય. એમાં ધુલ્લા કુટુંબનો ફાળો પણ ઘણું મેટો. બધા હસતે મુખે ત્યાંથી વિદાય લે. ખીઅરીશાને કુલ નવ પુત્ર અને એક પુત્રો થયાં. પ્રથમ ચારે પુત્રે અ૯પજીવી થવાથી તેમનું મન સંસારમાંથી હટી ગયેલું. દીક્ષા લઇ લેવાનો તેમને વિચાર આવેલે, પરંતુ ગામના તિલાટે તેમને ગ્ય આશ્વાસન આપીને ધીરજ ધરવા સમજાવેલા. એ પછી તે તેમને પાંચ પાંડવ જેવા આ પ્રમાણે પુત્રો થયાઃ ડેસા, લધા, ખેતસી, સેજપાર અને હેમરાજ; તથા એક પુત્રી પણ અવતરી. વડીલ પુત્ર ડોસાભાઈએ કચ્છમાં રહેવાનું પસંદ કર્યું. તેઓ અપુત્ર હોવાથી તેમણે પોતાના દોહિત્ર માણેકજીને ખોળે લીધેલે. બાકીના ચાર પુત્રોએ મુંબઈ તરફ દષ્ટિ ફેરવી. એમના વંશજો હાલમાં વિદ્યમાન છે. ખેતસી શેઠ તેર વર્ષની નાની ઉંમરે પિતાના ફેઈ સાથે મુંબઈ આવ્યા અને શાકગલીમાં પુરુષોત્તમ મહેતાજીની પાઠશાળામાં લખવા-વાંચવા જેટલું શિક્ષણ લીધું. ત્યાર બાદ શેઠ માધવજી ધરમસીની રૂની પેઢીમાં નોકરીની શરૂShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406