Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 358
________________ જ્ઞાતિ-મુકુટમણિ શેઠ કેશવજી નાયક મુંજા ભા મેં જેડા કે ન થીએ?”—એવી પિરસ ચડાવે એવી ઉદાત્ત ભાવના સેવનાર કચ્છના ધન-કુબેર તરીકે પંકાયેલા શેઠ કેશવજી નાયકની જીવનગાથા સૌને હેરત પમાડે એવી રોમાંચક છે. સાધારણ સ્થિતિમાંથી આપબળે આગળ વધીને શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિના તેઓ મુકુટમણિ” બને અને જ્ઞાતિશિરોમણિ શેઠ નરશી નાથાની હરોળનું સર્વોચ્ચ સ્થાન મેળવે એ શું ઓછા આશ્ચર્યની વાત છે ? વિ. સં. ૧૮૫૭ માં કચ્છના લાખણીઆ ગામમાં જન્મ. પિતા ગાંધી–મહેતા ગેત્રીય, દંડ શાખીય નાયક મણશી. માતા હીરબાઈ. વ્યવસાયે કૃષિકાર. લાખણીઆથી આ કુટુંબ કોઠારામાં આવીને વસ્યું. ચરિત્રનાયકની ઉંમર પાંચેક વર્ષની થઈ ત્યાં પિતાનું અવસાન થયું એટલે એમના લાલન-પાલનની જવાબદારી માતા પર આવી પડી, જે તેમણે મૂલ–મજૂરી કરીને બજાવી. બાળકનું મોસાળ પણ કઠારામાં હતું એટલે બાળકને ઓછું ન લાગે એ વ્યવહાર તેના પ્રત્યે બધેથી થતે. તે પહેલેથી જ ઘણે પ્રભાવશાળી હતે, ટેકીલે પણ એ જ. ચપળતામાં એક્કો! એ અરસામાં કચ્છથી મુંબઈમાં વસવાટના પ્રવાહને પ્રારંભ થઈ ચુક્યો હતો. કચ્છી ભાટિયાઓ અને વણિકોએ મુંબઈમાં સારી સફળતા પ્રાપ્ત કરેલી, એટલે ત્યાં જવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406