Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

Previous | Next

Page 350
________________ શેઠ નરસી નાથા દશા ઓસવાળ જૈન જ્ઞાતિના ઈતિહાસમાં આવી કુનેહબાજ વ્યક્તિ અન્ય કઈ જણાતી નથી. નરસી શેઠને જ્ઞાતિશિરેમણિનું સર્વોચ્ચ બિરુદ અપાવવામાં ભારમલ શેઠ અને તેમનાં બહેન કુંવરબાઈનો પુરુષાર્થ અજોડ હતું. આ ભાઈ–બહેનની જેડલીએ જ્ઞાતિને તેનું અસ્મિત્વ અપાવ્યું એમ કહીએ તે ચાલે. કુંવરબાઈની પ્રેરણાથી અને ભારમલ શેઠની કુનેહથી નરસી શેઠ પ્રત્યેક ક્ષેત્રે સફળ રહ્યા. ભારમલ શેઠનો બેલ એ સમસ્ત જ્ઞાતિનો બેલ. પરંતુ તેઓ નરસી શેઠ વતીથી પ્રત્યેક કાર્યો કરતા હોઈને એમનાં કાર્યો શેઠનાં કાર્યો તરીકે ખયાં. એ સૌના સામુહિક પ્રયાસમાં નરસી શેઠની પુણ્યાઈ કેન્દ્રસ્થાને હતી. કેટલાકના મતે નરસી શેઠ ભેળા અને ભદ્રિક સ્વભાવના હતા. દેશી ઢબને પહેરવેશ પહેરતા અને વાતવાતમાં ગાળ પણ દઈ દેતા. પરંતુ એમની પુણ્યાઈનું તેજ અલૌકિક હતું. કુંવરબાઈની કુક્ષિથી નરસી શેઠને મૂલજી અને હીરજી એમ બે પુત્રરત્નો સાંપડ્યા. મૂલજી નાની ઉંમરે મુંબાદેવીના તળાવમાં અકસ્માતે ડૂબીને મૃત્યુ પામેલે આ અણધાર્યો બનાવ શેઠના કૌટુંબિક જીવનમાં શેકને ઊંડે અનુભવ કરાવી ગયે. મૂલજીના નામથી તેમણે સૌ પ્રથમ મૂલજી નરસીની પેઢી સ્થાપી અને રૂને વ્યાપાર શરૂ કરેલે. દ્વિતીય પુત્ર હીરજીનો જન્મ વિ. સં. ૧૮૭ર ના અષાડ સુદ ૨ ના પવિત્ર દિવસે થયેલો કચ્છી સંવત અનુસાર એ દિવસથી નૂતન વર્ષના પ્રારંભ થાય છે. એના જન્મથી નરસી શેઠની સંપત્તિ અનેકગણી થતી થઈ આવો ભાગ્યશાળી પુત્ર પ્રાપ્ત થતાં એમના જીવનમાં આનંદની મધુર લહેર વ્યાપી. એ વખતે શેઠની ઉંમર ૩૨ વર્ષની હતી. હીરજીન લગ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406