Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 6
________________ કર્મસત્તાનું ગણિત : વેપારનું નહીં પર ખેતરનું માલની પડતર કિંમત ૧૦૦ રૂપિયાની હોય પણ ઘરાકને એ માલ ૧૫૦ રૂપિયામાં વેચવામાં આવે એ ગણિત વેપારનું હોય છે જ્યારે ખેતરમાં અનાજના પ૦૦ દાણા વાવવામાં આવે અને બદલામાં એ ખેતર તમને ૫,૦૦,૦૦૦ દાણા આપે એ ગશ્રિત ખેતીનું હોય છે. સંયમજીવનનું સ્વામિત્વ છે ને આપણી પાસે ? કર્મોનો સફાયો કરી નાખવાનું એક માત્ર લક્ષ્ય છે ને આપણી આંખ સામે ? જો હા, તો એક વાસ્તવિકતા આપણે સતત આંખ સામે રાખવાની છે કે કર્મસત્તાનું ગણિત એ વેપારનું ગણિત નથી પરંતુ ખેતરનું ગણિત છે. જે પણ પ્રકારનું શુભ કે અશુભકર્મ તમે બાંધશો એ ૧૦૦ ની સામે ૧૫૦ ના હિસાબે તમને નહીં ફળે પણ ૫૦૦ ની સામે ૫,૦૦,૦૦૦ ના હિસાબે તમને ફળશે. ખૂબ સમજીને તમે કર્મ બાંધજો. જો પ્રમાદનું સેવન કરતા રહ્યા, અતિચારોની ઉપેક્ષા કરતા રહ્યા તો એનાથી બંધાતાં કર્મો ઉદયમાં આવશે ત્યારે જે હાહાકાર સર્જશે એની કલ્પના કરવી ય મુશ્કેલ છે. ‘મૂલડો થોડો ને ભાઈ, વ્યાજડો ઘણો રે' આનંદઘનજી મહારાજની આ પંક્તિ આપણે સતત સ્મૃતિપથમાં રાખશે ખરા ? ૧૧ no૦૦૦૦૦ સમજણ : હાથમાં રહેલ દીપક જેવી દીપક ! સાંકળે બંધાયેલો હોય છે એ ય પ્રકાશ આપે છે અને હાથમાં હોય છે એ ય પ્રકાશ આપે છે પરંતુ એ બંનેની ક્ષમતામાં આસમાન-જમીનનો ફેર છે. સાંકળે બંધાયેલ દીપકનો પ્રકાશ એ સ્થાને જ ફેલાતો રહે છે. જ્યારે હાથમાં રહેતો દીપક જ્યાં પણ જઈએ છીએ ત્યાં પ્રકાશ આપતો રહે છે. જવાબ આપો. હેય-ઉપાદેયની જે પણ સમજણ આપણને પ્રાપ્ત થઈ છે એનું પોત કેવું છે ? સાંકળે બંધાયેલ દીપક જેવું કે પછી હાથમાં રહેલ દીપક જેવું ? સાચે જ પ્રલોભન સામે આવીને · ઊભું રહી જતું હોય ત્યારે પ્રાપ્ત સમજણના સહારે આપણે જો · પ્રલોભન સામે ન ઝૂકી જતા હોઈએ તો સમજવું કે આપણી સમજણ હાથમાં રહેલ દીપક જેવી છે. યાદ રાખજો. કર્મોનો સફાયો કરવા કે કુસંસ્કારોનું જોર ' ઘટાડવા હાથમાં રહેલ દીપક જેવી સમજણ જ આપણને કામ લાગવાની છે. એક જ કામ કરો. દીપકને સાંકળેથી છોડીને હાથમાં રાખી લો. ફાવી જશો. soorocon

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51