Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 40
________________ જરૂરિયાતોને ઘટાડીએ ૦૦૦૦૦૦૦ બોજ વિનાનો ખભો, ચઢાણને સરળ બનાવી દે છે. ચરબીના થર વિનાનું શરીર, તંદુરસ્તીને અકબંધ રાખી દે છે, ભાર વિનાનું પેટ, શરીરને હળવું ફૂલ રાખી દે છે. સંયમજીવનમાં સાધના માર્ગે સડસડાટ આગળ વધતા રહેવું છે ને ? એક કામ કરીએ આપણે. આવશ્યકતાઓને અર્થાત્ જરૂરિયાતોને જેટલા જેટલા પ્રમાણમાં ઘટાડી શકાય તેટલા તેટલા પ્રમાણમાં ઘટાડતા રહીએ.. ગોચરીમાં ચાર દ્રવ્યથી ચાલતું હોય તો પાંચમું દ્રવ્ય ન વાપરીએ. એક જ પેનથી ચાલતું હોય તો બીજી પેનના સંગ્રહથી બચતા રહીએ. વાતચીત ટુંકે પતી શકતી હોય તો શબ્દોનો બિનજરૂરી વેડફાટ ન જ કરીએ. પત્ર એકાદ લખવાથી ચાલી જતું હોય તો પત્ર વ્યવહારનું પરિગ્રહ પરિમાણ કરી લઈએ. ટૂંકમાં, લધુતમ આવશ્યકતાનો માર્ગ સ્વીકારી લઈને સાધના ક્ષેત્રે મહત્તમ પ્રગતિ કરતા રહીએ. ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ રસ, સ્વરક્ષામાં ! * મનને તમે જ્યારે પણ તપાસશો, તમને એની એક ખાસિયત અચૂક દેખાશે. એ સતત સ્વરક્ષા માટે જ પ્રયત્નશીલ બન્યું હશે. આ છે એ કોકની આજ્ઞા માનતું પણ હશે ત્યાં ય એનો ભાવ સમર્પણનો હ જ નહીં હોય, સ્વરક્ષાનો જ હશે. છે અને સાચું કહું? ‘સ્વરક્ષા' ના મનના આ વલણે જ આપણને 6 ૪ સંયમજીવનમાં સમર્પણજન્ય આનંદનો અનુભવ પણ થવા દીધો છે નથી અને સમર્પણજન્ય સદ્ગુણોનો ઉઘાડ પણ થવા દીધો નથી. છે જામી જવું છે સંયમજીવનમાં ? એક કામ ખાસ કરીએ. ૪ ” એવી એક પણ દલીલ ન કરીએ, એવી એક પણ પ્રવૃત્તિ ન કરીએ, © એવો કોઈ પણ દંભ ન સેવીએ કે જે મનની સુરક્ષા કરનારો ૦ © બની રહે. ૦ ભૂલશો નહીં. હું મનનું બીજું જ નામ અહંકાર છે. અને અહંકારને સ્વરક્ષામાં છે જ રસ છે. જ્યારે હૃદયનું જ બીજું નામ સમર્પણ છે અને સમર્પણને જ જ આશ્રય શોધવામાં રસ છે. આપણો નંબર શેમાં ? સ્વરક્ષામાં ? કે આશ્રય શોધવામાં ? ૪૦૦૦૦૦૦૦૦૦૦૦

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51