Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 46
________________ આકર્ષણ શેનું ? પુણ્યનું કે ગુણનું ? ગૃહસ્થની એક જ ઇચ્છા હોય છે. કાં તો હું પુણ્યવાન બનું અને કાં તો હું પુણ્યવાનની સાથે રહું. કારણ ? આ જ કે એને સ્વજીવનની સલામતીની ચિંતા સતાવતી હોય છે. અને એને બરાબર ખ્યાલ હોય છે કે સલામતી કેવળ અને કેવળ પુણ્યને જ બંધાયેલી છે. પણ સબૂર ! આપણે તો સંયમી છીએ. આપણને સલામતીની ચિંતા એટલી ન હોય જેટલી સદ્ગતિની હોય, સમાધિની હોય અને સાધનાની હોય. અને એટલે આપણી ઇચ્છા એક જ હોવી ઘટે. કાં તો હું પોતે ગુણવાન બનું અને કાં તો હું ગુણવાનના સાંનિધ્યમાં રહું. કારણ ? શું સદ્ગતિ કે શું સમાધિ ? શું સાધના કે શું સમતા, એ બધું ય સદ્ગુણોને જ બંધાયેલું છે. ગંભીરતાપૂર્વક આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. હૃદયમાં આકર્ષણ જો પુણ્યનું જ છે તો સમજી રાખવું કે સદ્ગતિ વગેરે આપણા માટે દુર્લભ જ બની રહેવાનાં છે. શરીર પર વસ્ત્રો સંયમીનાં અને અંતરમાં આકર્ષણ પુણ્યનું? આ વિસંવાદને આપણે દૂર કરવો જ રહ્યો. a૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે દોષથી રક્ષણ કરે એ જ ગુણ પોલીસ એને જ કહેવાય કે જે ગુંડા સામે આપણું રક્ષણ કરે. છત્રી એને જ કહેવાય કે જે વરસાદથી પલળતા આપણને બચાવે. આ મકાન એને જ કહેવાય કે જે ધોમધખતા તાપથી આપણને બચાવે. 6 બસ, આ જ ન્યાય લાગુ પડે છે ગુણની બાબતમાં. ગુણ ૪ જ એને જ કહેવાય કે જે દોષથી આપણું રક્ષણ કરે, જે દોષને આપણી છે ૦ નજીક ફરકવા જ ન દે. સમર્પણ ગુણને આપણે સાચે જ જો ૦ 6 આત્મસાત્ કરી લીધો છે તો ત્યાં સ્વછંદતાની વૃત્તિને ઊઠવાનું છે ૦ મન પણ નહીં થાય. નિર્વિકારીપણાના ગુણને આપણે જો સિદ્ધ ૦ & કરી લીધો છે તો ત્યાં વિકારનું નાનું પણ સાપોલિયું આંટા લગાવી છે નહીં શકે. 9 અલબત્ત, આપણી પાસે આજે જે ગુણો છે એ બધા ય છે જે યોપશમભાવના છે એટલે એની હાજરીમાં દોષો પોતાનું જોર * અજમાવવા એકવાર તૈયાર થઈ પણ જાય એ સંભવિત છે. પણ એ દોષોને આપણે જો દબાવતા જ રહીએ તો એક દિવસ જરૂર કે એવો આવીને ઊભો રહે કે જ્યાં ગુણની હાજરીમાં દોષ ફરકે જ છે નહીં.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51