Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ કર્મસત્તાની ઉદારતા ! સેનાધિપતિ પોતાની સામે લડી રહેલ દુશ્મન સૈનિકના હાથમાં સામે ચડીને પોતાને ખતમ કરી નાખવાની તાકાત ધરાવતી ધારદાર તલવાર આપી દે પછી એ સૈનિક સેનાધિપતિને મોતને ઘાટ ઉતારી દેવામાં પળનો ય વિલંબ કરે ખરો ? જો ના. તો જવાબ આપો. આપણને માનવભવ આપ્યો કોણે ? કર્મસત્તાએ. ચારે ય ગતિમાં કર્મસત્તાનો સફાયો બોલાવી દેવાની તાકાત ધરાવતો કોઈ ભવ હોય તો એ ભવ ક્યો? માનવભવ. ટૂંકમાં, આપણને માનવભવ આપીને કર્મસત્તાએ આપણી સમક્ષ પડકાર ફેંક્યો છે કે ‘તાકાત હોય તારામાં અને સબુદ્ધિ હોય તારી પાસે તો મારા દ્વારા ભેટમાં મળેલ માનવભવનો તું એવો ઉપયોગ કરી દેખાડ કે મારું તારા પરનું અનાદિકાળનું એકછત્રી સામ્રાજ્ય ખતમ થઈને જ રહે.” શું કહું ? માનવભવ કર્મસત્તાએ આપ્યો. મોક્ષમાર્ગ પરમાત્માએ આપ્યો. સંયમજીવન ગુરુદેવે આપ્યું. હવે તો આપણે કર્મસત્તાના સામ્રાજ્યને નામશેષ કરીને જ રહેશું ને ? ૮૭ aooooooÛ✪✪✪✪✪✪OOD બુદ્ધિ, ગુરુના શરણે 0000 ગાડી સરસ. ગાડીની બ્રેક બરાબર. સ્ટીઅરિંગ વ્હીલ બરાબર. કાચ બરાબર. દરવાજો બરાબર. વાઈપર બરાબર. , ગેયર બરાબર. ક્લચ બરાબર. હૉર્ન બરાબર. સીટ બરાબર. દર્પણ બરાબર પણ સ્ટીઅરિંગ વ્હીલ પર બેઠેલ ડ્રાઇવર નશામાં ! પરિણામ ? સારું બધું ય બેકાર ! સંયમજીવન સરસ. ગુરુદેવ પ્રેમાળ, સહવર્તીઓ સ્નેહાળ. અનુષ્ઠાનો મંગળકારી. નિમિત્તો પાવન. સક્રિયાઓ હિતકારી પણ આપણી ખુદની બુદ્ધિ જ જો વિકૃત તો ? યાદ રાખજો. બગડેલા પેટે જેમ સાલમપાક પણ શરીર માટે નુકસાનકારક જ બની રહે છે તેમ બગડેલી બુદ્ધિએ ઉત્તમ એવી સામગ્રીઓ અને ઉત્તમ એવું જીવન પણ આત્મા માટે નુકસાનકારી જ બનીને રહે છે. બુદ્ધિની વિકૃતિના શિકાર બનતાં જો બચી જવું છે તો એક જ વિકલ્પ છે. બુદ્ધિને ગુરુચરણમાં મૂકી દઈએ. કચરો અગ્નિના શરણે જઈને જો આગસ્વરૂપ બની જાય છે તો ગુરુને સમર્પિત બની જતી બુદ્ધિ નિર્મળ થઈને જ રહે છે.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51