Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ શુભમાં આગળ વધીએ મુક્તિ ન મળે ત્યાં સુધીના દરેક ભવમાં મોક્ષને અનુકૂળ સામગ્રીઓની તો આપણને જરૂર પડવાની જ છે અને એ સામગ્રીઓ આપણને કર્મસત્તા તરફથી જ મળવાની છે. પ્રશ્ન એ છે કે આ જીવનમાં આપણે એવું તો શું કરતા રહીએ કે જેના પ્રતાપે કર્મસત્તા આપણને મોક્ષાનુકૂળ સામગ્રીઓ આપવા મજબૂર બનીને જ રહે ? જવાબ આ પ્રશ્નનો આ છે. શુભમાં આપણે આગળ વધતા જ રહીએ તો કર્મસત્તા દરેક ભવમાં આપણાં વધામણાં કરતી જ રહે. શુભમાં આગળ વધવું એટલે ? શુભયોગના સેવનમાં આગળ વધવું. શુભ ધ્યાનમાં આગળ વધવું. શુભ પરિણતિમાં આગળ વધવું. શુભની પ્રશંસામાં આગળ વધવું. શુભના પક્ષપાતમાં આગળ વધવું. દિલની દીવાલ પર આ શબ્દો કોતરી રાખજો કે શુભની ઉપેક્ષા કરનાર આત્મા કર્મસત્તા દ્વારા ઉપેક્ષણીય બનતો જ રહે છે જ્યારે અશુભ માટે અસંમત થનાર આત્મા ધર્મસત્તા દ્વારા સત્કાર પામતો જ રહે છે. ૮૩ a........................✪✪✪✪✪✪OD દોષ સામે ગુણ મનની અનેક પ્રકારની કુટિલતાઓમાંની એક કુટિલતા એ છે કે એ નકારાત્મક વૃત્તિઓથી છુટકારો મેળવવાની વાતો કરતું રહે છે પરંતુ વિધેયાત્મક વૃત્તિઓની હૃદયમાં પ્રતિષ્ઠા કરી દેવા, માટે એ ઉલ્લસિત થતું જ નથી. પૂછો એને. ક્રોધથી છુટકારો મેળવવો છે ? જવાબ એનો હશે ‘હા’ પણ પૂછો એને, હૃદયને પ્રેમસભર બનાવતા રહેવું છે ? . જવાબમાં એ બની જશે મૌન. પૂછો એને. વાસનાના ત્રાસથી છૂટવું છે ? જવાબ એનો હશે ‘હા’ પણ પૂછો એને. ઉપાસનાના ક્ષેત્રે દોટ લગાવવી છે ? . જવાબમાં બની જશે એ મૌન. શું કહું ? દોષ સાથે મૈત્રી જમાવી દો, તમને એ દુર્ગતિમાં ધકેલી દે. દોષ સામે દુશ્મનાવટ કેળવી લો, તમને એ થકવી નાખે. * દોષ સામે તમે ગુણને લાવી દો. દોષ રવાના થવા લાગે. ગણિત સ્પષ્ટ છે. નકારાત્મક વૃત્તિઓ સામે જંગ છેડવાને ‘બદલે વિધેયાત્મક વૃત્તિઓ પ્રત્યે હૃદયને આકર્ષિત કરી દો. નકારાત્મક વૃત્તિઓની સ્મશાનયાત્રા નીકળી જ સમજો. ................

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51