Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
View full book text
________________
સ્વતંત્રતા : અહંકારની નહીં પણ અહંકારથી
૦૦૦૦૦૦૦
પદ
સંસાર માર્ગ' ની આમ તો અનેક રીતે ઓળખાણ આપી શકાય છે પણ એક અલગ રીતે એની ઓળખાણ આપવી હોય તો કહી શકાય કે અહંકારને જ્યાં સ્વતંત્રતા મળે છે એ છે સંસારમાર્ગ. વિપુલ સંપત્તિનું અર્જન કરીને તમે એ માર્ગ પર તમારો અહં પુષ્ટ કરી શકો છો તો રૂપવતી સ્ત્રીના પતિ બનીને પણ તમારા અહંને તમે છુટ્ટો દોર આપી શકો છો.
પણ સબૂર !
“મોક્ષ માર્ગની આખી વાત જ ન્યારી છે. એ માર્ગ પર અહંકારની સ્વતંત્રતા નથી પરંતુ અહંકારથી સ્વતંત્રતા છે. તપશ્ચર્યા તમે ભલે ને માસખમણની કરી છે કે ગાથા ભલે ને તમે એક કલાકમાં ૫૦કરી આપી છે. પ્રવચનશક્તિ તમારી ભલે ને પૂરબહારમાં ખીલી છે કે લેખનશક્તિ તમારી ભલે ને સહુને ચમત્કત કરી રહી છે. તમારે એ તમામનો યશ દેવગુરુની કૃપાને જ આપવાનો રહે છે. ટૂંકમાં, ‘હું' કેન્દ્રસ્થાને એ છે સંસારમાર્ગ. ‘દેવ-ગુરુ' કેન્દ્રસ્થાને એ છે. મોક્ષમાર્ગ !
૧૦૦૦૦૦૦૦૦૦૦ 6
સ્મૃતિ નહીં, વિસ્મૃતિ ! આ પરીક્ષાખંડ ચાહે સ્કૂલનો છે કે કૉલેજનો છે, એમાં દાખલ : * થતા પ્રત્યેક પરીક્ષાર્થીને સ્પષ્ટ ખ્યાલ હોય છે કે અહીં સ્મૃતિ સતેજ આ હશે તો જ આપણે ‘પાસ’ થઈ શકવાના છીએ બાકી એમાં જો આ
આપણે કાચા હશું કે પરીક્ષા આપતા કાચા પડશું તો ચોક્કસ આપણો | ‘વરઘોડો' ઊતરી જવાનો છે. આ વાસ્તવિકતાને આંખ સામે હ કે રાખીને જ દરેક પરીક્ષાર્થી પરીક્ષાખંડમાં દાખલ થાય છે ત્યાં સુધી હ પોતાની સ્મૃતિને સતેજ કરતો રહે છે
પણ સબૂર !
અધ્યાત્મ જગતનો જે પરીક્ષાખંડ છે એમાં દાખલ થતા ડ તે પ્રત્યેક સાધકે યાદ રાખવાનું છે કે અહીં સતેજ સ્મૃતિ તમને પાસ , 8 નહીં થવા દે પરંતુ વિસ્મૃતિ તમારી પાસે જેટલી જબરદસ્ત હશે તે જ એટલી જ તમારી આગળ વધવાની સંભાવના વધતી જશે. આ
‘વિસ્મૃતિ' નહીં તો તમને દુર્ગાનનો શિકાર બનવા દે કે હા કે નહીં તો તમને દુર્ગાનથી ગ્રસ્ત થવા દે. નહીં તો તમારા અંતરમાં જ વેરની ગાંઠ પડવા દે કે નહીં તો તમને ભૂતકાળની ગલતમૃતિઓમાં છે
અટવાવા દે. સાવધાન ! સ્મૃતિના નહીં, વિસ્મૃતિના સ્વામી છે © બનીને જ રહો. ૪૦૦૦૬ ૦૦૦૦૦e
-

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51