Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 13
________________ જાણકારી નહીં પણ જાગૃતિ તમે સમસ્ત વિજ્ઞાનજગત પર નજર નાખી જુઓ. સર્વત્ર તમને ‘જાણકારી’ની બોલબાલા દેખાશે. એક એક ચીજ પર તમે શંકા કરતા જાઓ. એનાં સમાધાનો મેળવતા જાઓ. તમારી જાણકારી વધીને જ રહેશે. બની શકે કે આ વધતી જતી જાણકારી એક દિવસ તમને સફળ વૈજ્ઞાનિક બનાવીને જ રહે. પણ, અધ્યાત્મ જગતને રસ ‘જાણકારી’ માં એટલો નથી, જેટલો ‘જાગૃતિ’માં છે. અહીં જાણકારીને ગૌરવ તો જ મળે છે જો એ જાણકારી જાગૃતિમાં રૂપાંતરિત થતી હોય તો ! ‘યતના જ આત્માને અશુભકર્મબંધથી બચાવતી રહે છે’ આ જાણકારી તો તમે મેળવી લીધી પણ એ જાણકારીને તમે પ્રત્યેક બોલવા, ચાલવાના પ્રસંગે, ઊઠવા-બેસવાના પ્રસંગે, વાપરવાના-વિહારના પ્રસંગે જો જાગ્રત રહીને અમલી બનાવી રહ્યા છો તો જ એ જાણકારી તમારા આત્મા માટે લાભકારી, હિતકારી અને કલ્યાણકારી બની રહેવાની છે. એક જ કામ કરીએ. ‘જાણકારી’ મેળવવા વધુ પડતા પ્રયત્નશીલ બનવાને બદલે ‘જાગૃતિ’ વધારવા વધુ પ્રયત્નશીલ બનતા રહીએ. ફાવી જશે. ૨૫ Cotaceleted coltootheck મનની આજ્ઞા કે મનને આજ્ઞા ? D સર્પ ! આ શબ્દ કાને પડતાંની સાથે જ આપણા શરીરમાં કંપારી પેદા થઈ જાય. આપણે જ્યાં એની હાજરી હોય ત્યાંથી ભાગી છૂટીએ. એનું મૃત શરીર પડ્યું હોય તો ય ત્યાં જવાની હિંમત ન કરીએ. પણ સબૂર ! મદારી આ જ સર્પના માધ્યમે પોતાની આજીવિકા ઊભી કરતો રહે. ન એને એ મારી નાખે કે ન એને એ માલિક બનવા દે. સાચે જ આ સંયમજીવનને આપણે જો સાર્થક કરી દેવા માગીએ છીએ તો મન સાથે આપણે આવો જ - મદારીનો જેવો સર્પ સાથેનો વ્યવહાર હોય છે તેવો જ - વ્યવહાર કરતા રહેવા જેવું છે. મનની આજ્ઞાને માનતા રહીને એને આપણે માલિક પણ બનવા દેવાનું નથી તો મનને હરક્ષેત્રમાં કચડતા-દબાવતા રહીને એને ખતમ પણ કરી નાખવાનું નથી. એક જ કામ કરવાનું છે. સર્પ [મન] ને જીવતો રાખીને મદારી [આત્મા] એને પોતાની આજ્ઞામાં રાખી દે. બેડો પાર છે. ટૂંકમા, મનની આજ્ઞામાં આત્મા, એટલે સંયમજીવન નિષ્ફળ. આત્માની આજ્ઞામાં મન એટલે સંયમજીવન સફળ ! ૧ વાprov

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51