Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ પુચોદયને પચાવીએ, પાપોદયને ખપાવીએ ધર્મલાભ” આ શબ્દ કાને પડતાં જ શ્રાવકો અને શ્રાવિકાઓ આપણને ગોચરી વહોરાવવા તૈયાર થઈ જાય. શરીર પર ધવલ વસ્ત્રો જોતાવેંત અહોભાવથી કેઈકનાં મસ્તક ઝૂકી જાય. માત્ર મામૂલી પ્રેરણાથી શ્રાવકો લાખો-કરોડો રૂપિયા સન્માર્ગે વાપરવા તૈયાર થઈ જાય. આ આપણો પુણ્યોદય ! ૨૦/૨૦ ઘરોમાં જવા છતાં પર્યાપ્ત ગોચરી ન મળે, ક્યારેક સાવ પ્રાકૃત માણસ આપણું અપમાન કરી બેસે. કોક સ્થળમાં રહેવા માટેની વસતિ સાવ બેકાર મળે. કવચિત્ વગર અપરાધે સહવર્તી તરફથી કે ગુરુદેવ તરફથી કઠોર અને કર્કશ વચનો સાંભળવા મળે. આ આપણો પાપોદય ! સંયમજીવનને આપણે પરમગતિનું કારણ બનાવી દેવા માગીએ છીએ તો પુણ્યોદયને પચાવવાની અને પાપોદયને ખપાવવાની, આ બંને પ્રકારની કળાને આપણે આત્મસાત્ કરી લેવી જ જોઈએ. ટૂંકમાં, પુણ્યોદયને જો આપણે પુણ્યબંધનું કારણ બનાવી શકીએ છીએ અને પાપોદયને આપણે જો અશુભ કર્મબંધથી બચાવી શકીએ છીએ તો આપણી પરમગતિ નિકટ આવી રહ્યાની બાબતમાં કોઈ જ શંકા નથી. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ‘રતિ’નો વિષય બદલી નાખીએ સંયમજીવનના સ્વામી બની જવામાં સફળ બની ગયેલા આપણે જો સંયમજીવનને સાર્થક કરી દેવામાં સફળ બની જવા X માગીએ છીએ તો એનો એક જ વિકલ્પ છે, આપણે સન્મતિના : Eસ્વામી સતત બન્યા જ રહીએ. ‘સન્મતિ' ના સ્વામી બન્યા રહેવું એટલે? ‘રતિ'ના વિષયને બદલી નાખવામાં સફળ બન્યા રહેવું. હ મિષ્ટાન્નની રતિને તપશ્ચર્યામાં લઈ જવી. વિકથામાં આ અનુભવાતી રતિને સ્વાધ્યાયમાં લઈ જવી. સુખશીલતાની રતિને વૈયાવચ્ચમાં રૂપાંતરિત કરી દેવી. સ્વચ્છેદવૃત્તિની ૨તિને - સમર્પણભાવમાં ગોઠવી દેવી. બહિર્મુખતામાં અનુભવાતી રતિને 6 અંતર્મુખતાનું સરનામું આપી દેવામાં સફળ બની જવું. લગ્ન કરીને પિયરથી સાસરે આવતી કન્યા ‘રતિ'ના વિષયને જ બદલવા સિવાય બીજું કરે છે શું ? સંસારીમાંથી સંયમી બનેલા 6 કે આપણે ય રતિના વિષયોને બદલી નાખવા સિવાય બીજું કશું જ છે કરવા જેવું નથી. કારણ ? રતિનો બદલાતો વિષય આપણને 6 કે સન્મતિ બક્ષશે અને સન્મતિના ગર્ભમાં જ સદ્ગતિ અને પરમગતિ છે ૦ પનાની રહેશે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51