Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 32
________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ચમકારો શ્રદ્ધા જ કરે છે પ્રથમભવ શરૂ ? આગ “આગ” જ છે એ જાણવાનો સરળ રસ્તો કયો ? આ જ. એ આગમાં તમે સોનું નાખો અને એ સોનાને આગ શુદ્ધ કરી દે તો માનવું કે એ આગ અસલી આગ જ છે. પ્રભુના માર્ગ પ્રત્યેની આપણી શ્રદ્ધા એ સાચી શ્રદ્ધા જ છે, સમ્યફ શ્રદ્ધા જ છે એ જાણવાનો સરળ રસ્તો કયો ? આ જ . એ શ્રદ્ધાના સહારે આપણું આત્મદ્રવ્ય જો શુદ્ધ થતું જતું હોય તો માનવું કે આપણી શ્રદ્ધા એ સાચી શ્રદ્ધા જ છે, સમ્યક શ્રદ્ધા જ છે. યાદ રાખજો. અનાદિના અનંત ભૂતકાળમાં આ સમ્યક્ શ્રદ્ધાને એક પણ વખત આપણે સ્પર્શી શક્યા નથી. એના પરથી જ ખ્યાલ આવશે કે સમ્યક શ્રદ્ધાની આ સ્પર્શના કેટકેટલી દુર્લભતમ હશે ! ૦૦૦૦૦૦૦૦૦ અનંત ગુણોના માલિક પરમાત્મા જેવું સર્વોત્તમ પાત્ર આ 3 જગતમાં બીજું ક્યું હોઈ શકે? સંસારના જાલિમ કીચડમાંથી બહાર આ કાઢીને આપણને સંયમજીવનનું દાન કરવાનો અનંત ઉપકાર જે હ ગુરુદેવશ્રીએ આપણા પર કર્યો છે એ ગુરુદેવશ્રી જેવું ઉપકારી છે પરિબળ આપણાં જીવનમાં બીજું કર્યું હોઈ શકે ? ૦ પ્રશ્ન એ છે કે આવા પરમ શ્રદ્ધેય પાત્ર આપણને જો ઉપલબ્ધ ૦ 6 થયા છે તો એ પછીય આપણું ઠેકાણું કેમ પડ્યું નથી ? આપણા ૦ ૦ ચહેરા પર જોઈએ તેવી ચમકે કેમ આવી નથી ? જવાબ આ પ્રશ્નનો આ જ છે. શ્રદ્ધેય જોરદાર છે પણ શ્રદ્ધેય પ્રત્યેની આપણી શ્રદ્ધા માયકાંગલી છે, નબળી છે, બોદી છે. અને ૨ ૭ અધ્યાત્મ જગતની વાસ્તવિકતા એ છે કે અહીં બધા જ છે ૨ ચમત્કારો શ્રદ્ધા જ કરે છે. તૃષાતુરને તૃપ્તિનો અનુભવ પાણી નથી ૦ @ કરાવતું પરંતુ પ્યાસ જ કરાવે છે ને? બસ, એ જ ન્યાયે અધ્યાત્મ છે ૦ જગતના ચમત્કારો શ્રદ્ધેયને એટલા નથી બંધાયેલા જેટલા શ્રદ્ધાને ૦ 9 બંધાયેલા છે. તપાસીએ આપણાં અંતઃકરણને, ત્યાં શ્રદ્ધાની જે હાજરી ખરી ? આપણને ચિંતા એ છે કે આપણો ચરમ ભવ ક્યારે આવશે? સાચું કહું તો ચિંતા આપણે આ કરવાની છે કે મારા પ્રથમ ભવની શરૂઆત ક્યારથી થશે ? ખ્યાલ તો છે ને તમને કે શાસ્ત્રકારોએ સમ્યક દર્શનની સ્પર્શના જે ભવથી થાય એ ભવને જ આત્માનો પ્રથમ ભવ કહ્યો છે ! G)

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51