Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ આપણું અનંત સામર્થ્ય જગતના જીવોને તારી દેવાનું પરમાત્માનું સામર્થ્ય કેટલું ? અનંત ! આત્મા ચાહે વિષયદુષ્ટ છે કે કષાયદુષ્ટ છે, કામાંધ છે કે લોભાંધ છે, ખૂની છે કે વ્યભિચારી છે, પ્રભુને અભિમુખ એ બન્યો નથી અને પ્રભુએ એને તાર્યો નથી.. પ્રશ્ન તો એ થાય છે કે પ્રભુના એ અનંત સામર્થ્યનો અનુભવ આપણને કેમ થયો નથી ? કેમ થતો નથી ? ક્રોધી ચંડકૌશિક તરી જાય, ચોર રોહીણિયો તરી જાય, અભિમાની ગૌતમ તરી જાય તો આપણે કેમ ન તરીએ ? આપણે કેમ ન તર્યા ? જવાબ એનો આ છે કે તારી દેવાનું પ્રભુનું સામર્થ્ય જો અનંત છે તો જાતને છેતરતા રહેવાનું આપણું સામર્થ્ય પણ અનંત છે ! આચરણ જુદું તો અંતઃકરણ સાવ જુદું ! પ્રવૃત્તિની દિશા અલગ તો વૃત્તિની દિશા સાવ અલગ ! અનુભૂતિ અલગ તો અભિવ્યક્તિ સાવ જ અલગ ! ઇન્દ્રિયો દોડે અલગ દિશામાં તો મનની દોટ સાવ વિપરીત દિશામાં ! આ દંભી જીવનશૈલીએ જ તારી દેવાના પ્રભુના અનંત સામર્થ્યને પણ હરાવી દીધું છે. કરુણતા જ છે ને? ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦ © શાસ્ત્રવાંચન : ગતિવર્ધક : જળદર્શને તૃષાતુરને તૃપ્તિનો અનુભવ નથી થતો પણ3 પ્યાસની તીવ્રતાનો અનુભવ થાય છે. સ્ત્રીદર્શને વાસનાલંપટને? તૃપ્તિનો અનુભવ નથી થતો પણ વાસનાની તીવ્રતાનો અનુભવ જ થાય છે. સંપત્તિદર્શને લોભાંધ શાંતિ નથી અનુભવતો પણ લોભની આ ૯ તીવ્રતા અનુભવે છે. = બસ, એ જ ન્યાય શાસ્ત્રવચને આપણને તૃપ્તિનો અનુભવ નહીં પણ સ્વરૂપરમણતાની પ્યાસની તીવ્રતાનો અનુભવ થવો * જો ઈએ . વાંચી છે ને ‘શાનસાર ' ની આ 'પક્તિ ? % 4માવત્રામરકુંવારવારમાં જ્ઞાનપષ્યતેતમને સ્વભાવ તરફ છે આ આકર્ષિત કરે એનું જ નામ જ્ઞાન, સ્વરૂપ-૨મણતાના અનુભવ 6 વિના તમને બેચેન બનાવતું રહે એનું જ નામ જ્ઞાન. ક તપાસતા રહેવા જેવું છે અંતઃકરણને. શાસ્ત્રઅભ્યાસથી જ સંતુષ્ટિ અનુભવાય છે કે અતૃપ્તિ ? પ્રસન્નતા અનુભવાય છે કે કે બેચેની ? ‘પાણી મળી ગયા'નો અનુભવ થાય છે કે ‘તરસ વધી જ જ ગયા'નો અનુભવ થાય છે ? યાદ રાખજો, બગીચાનું પાટિયું છે કે બગીચા તરફ દોડવા મજબૂર કરે જ છે. શાસ્ત્રના શબ્દો મુક્તિ છે છ તરફ ગતિ વધારવા આપણને મજબૂર કરવા જ જોઈએ. ૪૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51