Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ મારે મને દુઃખ નથી જ આપવું ‘મને કોઈએ દુઃખ ન જ આપવું જોઈએ’ આ ગણતરી સાથે જીવાતું જેમ એક જીવન છે તેમ “મારે મને દુઃખ ન જ આપવું જોઈએ’ એ ગણતરી સાથે જીવાતું પણ એક જીવન છે. પ્રથમ પ્રકારના જીવનમાં પાપકર્મના ઉદય સામે લાલ આંખ હોય છે જ્યારે બીજા પ્રકારના જીવનમાં પાપકર્મના બંધ સામે લાલ આંખ હોય છે. ગંભીરતાથી આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. કયા લક્ષ સાથે આપણું જીવન ચાલી રહ્યું છે ? ‘દુઃખો આવે જ નહીં’ એવાં જ આયોજનો આ જીવનમાં ચાલી રહ્યા છે ? કે પછી “પાપસેવન-પ્રમાદસેવન થાય જ નહીં' એ જાગૃતિ સાથે આ જીવન જીવાઈ રહ્યું છે ? યાદ રાખજો. હું જો મારા જ ભાવિને દુઃખદ બનાવી દે એવી વૃત્તિ-પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છું તો હું પોતે જ મારો દુશ્મન છું અને જો હું મારા ભાવિને ઉજ્જનળ બનાવી દે એવી જ વૃત્તિપ્રવૃત્તિઓમાં વ્યસ્ત છું તો હું પોતે જ મારો મિત્ર છું. જીવન હાથમાં સંયમનું હોય અને આપણે આપણાં દુશ્મન જ બનતા રહીએ એ તો શું ચાલે ? ૭ a........................✪✪✪✪✪✪OD ‘પર'ને હટાવીએ સૃષ્ટિમાંથી નહીં, દૃષ્ટિમાંથી દુર્ગંધ આવતી હોય તો આપણે ઉકરડાને હટાવી દઈએ. પૂર આવતું હોય તો ત્યાંથી આપણે હટી જઈએ. ઘરમાં કચરો પડ્યો હોય તો માણસ કચરાને દૂર કરી દે. ઑફિસમાં આગ લાગી હોય તો માણસ ઑફિસથી પોતાની જાતને દૂર હટાવી લે. પણ સબૂર ! કોક સહવર્તી મુનિવરના અપમાનજનક શબ્દો સાંભળવાથી મન દુર્બાનગ્રસ્ત બની જાય છે ત્યાં શું કરવું ? ગોચરીમાં પ્રતિકૂળ દ્રવ્યો આવી જતાં મન ઉદ્વિગ્ન બની જાય છે ત્યાં શું કરવું ? વિજાતીયનું રૂપ સ્મૃતિપથમાં આવીને મનને વિકારગ્રસ્ત બનાવી દે છે ત્યાં શું કરવું ? ગુરુદેવના વિચિત્ર અભિગમ બદલ ગુરુદેવ પ્રત્યે મન દુર્ભાવગ્રસ્ત બની જાય છે ત્યાં શું કરવું ? એક જ વિકલ્પ છે. સૃષ્ટિમાંથી ‘પર’ ને હટાવી દેવાના પ્રયાસો ન કરતાં દૃષ્ટિમાંથી જ ‘પર’ને હટાવી દેવા પ્રયત્નશીલ બની જવું. એકમાં સફળતા સંદિગ્ધ છે જ્યારે બીજામાં સફળતા, અસંદિગ્ધ છે. સૃષ્ટિ તેવી સૃષ્ટિ તો ઘણીવાર બનાવી. આ જીવનમાં દૃષ્ટિને જ નિર્મળ બનાવી દઈએ, સૃષ્ટિ હેરાન નહીં કરી શકે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51