Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ માછલી બનીને તરવું છે કે નદી બનીને ભળવું છે? સમુદ્રમાં માછલી બનીને તરવું એ એક અલગ વાત છે અને સમુદ્રમાં નદી બનીને ભળી જવું એ બિલકુલ અલગ વાત છે. કબૂલ, માછલી પાણી વિના જીવી જ નથી શકતી. છતાં ય એ પોતે પાણી તો નથી જ બની શકતી ને? જ્યારે નદી? એ સાગરમાં ભળ્યા વિના રહી નથી શકતી એ તો છે જ પરંતુ સાગરમાં ભળી જઈને એ સ્વયં સાગર બની જાય છે. આપણે એક સાથે બંને કામો કરવાનાં છે. નંબર એક ; આપણે બની જવાનું છે માછલી જેવા. ગુરુદેવ વિના આપણે જીવી જ ન શકીએ. એમના વિનાના આપણે આપણા વિનાના થઈ જઈએ. આ ભૂમિકામાં આવી ગયા પછી નંબર બે : આપણે બની જવાનું છે નદી જેવા. અહંકારને એ હદે આપણે વિલીન કરી દઈએ કે તેઓ જ રહે, આપણે સર્વથા ગેરહાજર થઈ જઈએ. એમનું સ્વરૂપ જ આપણું સ્વરૂપ બની જાય ! ગણધર ગૌતમસ્વામીને આંખ સામે રાખજો. માછલી બનીને મહાવીરના સાગરમાં વહેતા રહ્યા. અંતે નદી બનીને એખુદ મહાવીર બની ગયા. ૨ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ દમન માન્ય, દંભ અમાન્ય | ‘ગોચરીમાં મિષ્ટાન્ન આવે તો સારું' મનની ઇચ્છા આ છે : પરંતુ ગુરુદેવે મિષ્ટાન્ન લાવવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી એ : ઇચ્છાને દબાવવી પડે છે. મકાનમાં વંદનાર્થે આવેલ વિજાતીયપાત્ર * સામે જોઈ લેવા માટે આંખો તો તૈયાર છે પરંતુ સહવર્તી મુનિઓની નજરમાંથી ઊતરી ન જવાય એ ખ્યાલે મનને દબાવતા રહેવું પડે છે. બપોરના સૂઈ જવાનું મન તો ઘણું ય થાય છે પરંતુ સ્વાધ્યાયની 6 એવી જવાબદારી ગુરુદેવે શિર પર નાખી દીધી છે કે મનને દબાવી દીધા વિના ચાલતું જ નથી. ડ પ્રશ્ર વારંવાર મનમાં એ ઊઠે છે કે આ વૃત્તિનો સમાવેશ - દમનમાં થતો હશે ? કે પછી દંભમાં થતો હશે ? શું આ દમન 6 આત્મા માટે લાભદાયી બન્યું રહેશે ખરું? શું આ દંભ આત્મા માટે : X હિતકારી બન્યો રહેશે ખરો? જવાબ એક જ છે. દમનને અપનાવી લેજો. દંભથી દૂર છે રહેજો. ‘છા છે કયો * ઉત્તરાધ્યયનની આ પંક્તિને તો ર યાદ રાખજો જ પણ દુર્યનમસેવનન' આ પંક્તિનેય આંખ 6 ૮ સામે રાખજો. દમન પતનથી બચાવી લેશે. દંભ પતનની ગર્તામાં છે છે ફેંકી દેશે. s®૦૦૦૦૦૦૦૦૦૦૦૦

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51