Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ નિંદા : સાંભળવી ખરાબ ? કે કરવી ? પાઠીએ દુરુપયોગ ચાહે કાનનો હોય કે જીભનો હોય, બંને ય ખરાબ છે. આત્મા માટે બંને ય ખતરનાક છે. નિંદા જો આપણે સાંભળીએ છીએ તો એ ય ખરાબ છે અને નિંદા જો આપણે કરીએ છીએ તો એ ય ખરાબ છે. પરંતુ એ બંનેમાં વધુ ખરાબ કોણ ? એ જાણવું હોય તો એની કસોટી આ છે કે જે દોષનું સેવન આપણી પાસેથી ભવાંતરમાં ત્રસપણું ઝૂંટવી લે એ દોષસેવન સૌથી વધુ ભયંકર ! નિંદાશ્રવણ એ કાનનો દુરુપયોગ જરૂર છે. એનાથી બંધાતું કર્મ આત્માને ભવાંતરમાં કર્મેન્દ્રિયથી વંચિત કરી દે એ શક્યતા પણ પૂરેપૂરી છે પરંતુ નિંદાકથન તો એથી અનેકગણું ભયંકર એટલા માટે છે કે નિંદાકથન એ જીભનો દુરુપયોગ છે અને એનાથી બંધાતું કર્મ આત્માને જિહેન્દ્રિયથી વંચિત કરી દે છે. કન્દ્રિયથી વંચિત રહી જવા છતાં આત્મા ત્રપણું પામી શકે છે પરંતુ જિલ્ટેન્દ્રિયથી વંચિત આત્મા તો ત્રસપણું ગુમાવી જ બેસે છે. અલબત્ત, નિંદાશ્રવણથી અને નિંદાકથનથી, બંનેય દોષોથી આત્માને દૂર જ રાખજો. કાન અને જીભ, એકેયથી વંચિત રહેવું આપણને પરવડે તેવું નથી. ૨૦૦. ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ દોષોને જોતા રહીએ. મનની એક ગજબનાક ચાલબાજીને આપણે સતત આંખX સામે રાખવાની જરૂર છે. એ ભૂતકાળમાં સેવાઈ ગયેલા દોષોને ૭ જોવા તૈયાર થઈ જાય છે પરંતુ વર્તમાનમાં સેવાઈ રહેલા દોષોને 6 જોવા એ લગભગ તૈયાર હોતું નથી. છે પરિણામ આનું એ આવે છે કે ભૂતકાળના દોષસેવન બદલ બે મન એક બાજુ પશ્ચાત્તાપ કરતું રહે છે જ્યારે બીજી બાજુ વર્તમાનમાં ૧૦ જ સેવાતા દોષો પ્રત્યે એ ઉપક્ષા જ કરતું રહે છે. આ સ્થિતિમાં જીવનને ? આ દોષમુક્ત બનાવી દેવામાં સફળતા મળે જ શી રીતે ? તે કલ્પના કરો એ વેપારીની કે જેને ધંધામાં થયેલું નુકસાન છે યાદ છે પરંતુ ધંધામાં થઈ રહેલ નુકસાન સમજમાં જ નથી આવતું. 6 એ વેપારીનો ધંધો ઊઠી જાય કે બીજું કાંઈ થાય ? @ સાચા અર્થમાં જીવનને દોષરહિત બનાવવું છે ? ભૂતકાળના છે દોષસેવન બદલ પશ્ચાત્તાપ જરૂર કરો. ભવિષ્યકાળને દોષમુક્ત ૦ રાખવા પચ્ચકખાણ જરૂર કરો પરંતુ વર્તમાનમાં સેવાઈ રહેલ દોષોને જે નીરખતા રહેવાની કળા તો આત્મસાત્ કરીને જ રહો. ૪૦૦૦૨ ૦૦૦૦૦૦૦

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51