Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 25
________________ ? 99999999 રુચિને બદલાવી દઈએ ઉપયોગ બદલાઈ જશે ગાડીને જુદી દિશામાં વાળવાનો સુગમ રસ્તો છે, સ્ટીઅરિંગને એ દિશામાં વાળી દેવું અને ત્રાસદાયક રસ્તો છે, ગાડીમાંથી નીચે ઊતરીને પૈડાંને એ દિશામાં વાળવા પ્રયત્નશીલ બનવું. હાથ વસ્ત્રોના પ્રતિલેખનમાં વ્યસ્ત છે. આંખો પણ વસ્ત્રોને જોઈ રહી છે પણ મનનો ઉપયોગ કોક અલગ જગાએ જ છે.. કાયા પ્રતિક્રમણમાં ગોઠવાયેલી છે. જીભ પ્રતિક્રમણનાં સૂત્રો બોલવામાં રોકાયેલી છે પણ મનનો ઉપયોગ એ સૂત્રોમાં નથી. ક્યાંક અલગ જગાએ જ છે. બે વિકલ્પ છે. મનને બહારથી ખેંચીને તે-તે ક્રિયામાં લઈ આવીએ. બીજો વિકલ્પ છે, રુચિને જ બદલાવી દઈએ. | સરળ ઉપાય એક જ છે. રુચિને જ પલટાવી દઈએ, રુચિને જ બદલાવી દઈએ. કારણ કે રુચિને બદલાવ્યા વિના ઉપયોગને બદલાવવાના પ્રયાસો, એ ગાડીનાં પૈડાંને ફેરવવા જેવા ત્રાસદાયક બની રહે છે. શું કહ્યું? રુચિ હોય છે તો રોટલો ય જલેબી જેવો લાગે છે. રુચિ જ નથી હોતી તો બરફી ય બેસ્વાદ લાગે છે ! Cyggage/z/zcJcdcdccs) Globe loro che che laboratooted સમજણને સ્થિર કરીએ જ પાપકર્મોના ઉદયે જીવનમાં પ્રતિકૂળતાઓ જરૂર આવે છે કે છે પરંતુ જરૂર નથી કે એ પ્રતિકૂળતાઓ આપણાં દુ:ખનું કારણ બનીને ? છે જ રહે, આપણા સંક્લેશનું કે ઉદ્વેગનું કારણ બનીને જ રહે. ના. ' ? જો આપણી પાસે આત્મસ્વરૂપની સમજણ છે, રૂપી કર્મ અને અરૂપી , આત્મા એ બે વચ્ચેના ભેદનો જો આપણને સ્પષ્ટ બોધ છે તો - શું જરૂર નથી કે એ પ્રતિકૂળતાઓ આપણને દુઃખી કરીને જ રહે. * 3 અરે, એવું પણ બની શકે કે એ પ્રતિકૂળતાઓને પામીને જ આપણું હું છે આત્મદ્રવ્ય વધુ ને વધુ શુદ્ધ બનતું જાય. છે વાસ્તવિક્તા જ્યારે આ જ છે ત્યારે આપણે એક જ કામ છે < કરવા જેવું છે. પાપકર્મના ઉદયને અટકાવવા પ્રયત્નશીલ બનવાને , હું બદલે આપણે આત્મસ્વરૂપની સમજણને વધુ ને વધુ સ્થિર કરવા ? 3 તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવા જેવું છે. વાંચી છે ને આ પંક્તિ? ‘કેવળી નીરખીત સૂક્ષ્મ [કમી અરુપી આત્મા] તે જેહને ચિત્ત વસિયો; જિન ઉત્તમ પદ પદ્મની સેવા કરવામાં ઘણું રસિયો.' આવો, પ્રતિકૂળતાને પ્રતિકૂળતા જ રહેવા દઈએ. દુઃખનું # ઉદ્વેગનું કે સંક્લેશનું કારણ ન જ બનવા દઈએ. Qclas/\_/\_/co/zJ_GJ0Jos/css/css/css/\cio hL S୧୨୧୨୨୧୬୧୬୧୬୧୬

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51