Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 22
________________ દોષદેષ્ટિ - દેષ્ટિદોષ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ મૂલ્ય કાઢી નાખીએ - પકડ છૂટી જશે ૨ ૦૦૦૦૦૦ બધાય દોષોને બે વિભાગમાં જો આપણે વહેંચી દેવા માગીએ છીએ તો આ રહ્યા એ બે વિભાગ. એક વિભાગમાં આવે છે રાગ, જ્યારે બીજા વિભાગમાં આવે છે દ્વેષ. વ્યવહારમાં એ બંને દોષો પર આપણી ઠીક ઠીક પ્રમાણમાં પકડ છે એ જાણવું હોય તો એની પરીક્ષા કઈ ? બે જ પરીક્ષા છે. જો દૃષ્ટિદોષથી આપણું મન મુક્ત થઈ રહ્યાનું આપણે અનુભવી રહ્યા છીએ તો સમજવું કે રાગ આપણા સકંજામાં આવી ગયો છે અને દોષદૃષ્ટિથી જો આપણું મન મુક્ત થઈ રહ્યાનું આપણે અનુભવી રહ્યા છીએ તો સમજવું કે દ્વેષની આપણાં પરની પકડમાં ઠીક ઠીક પ્રમાણમાં કડાકો બોલાઈ રહ્યો છે. ટૂંકમાં, વિકારી નજર એ છે દૃષ્ટિદોષનું પાપ અને ઝેરીલી નજર એ છે કે દોષદૃષ્ટિનું પાપ. આ બંને પ્રકારનાં પાપોથી આત્માને છોડાવી દેવા આપણે એક જ કામ કરવાની જરૂર છે. દૃષ્ટિદોષના પાપમાં દર્શન કરીએ ‘સર્પ'નાં અને દોષષ્ટિના પાપમાં દર્શન કરીએ આગ” નાં ! સફળતા નિશ્ચિત છે. નાની વયમાં જે રમકડાંઓ મેળવવા બાબો આખું ઘર માથે આ લે છે એ જ બાબો જ્યારે કિશોરવયમાં આવી જાય છે ત્યારે એ % રમકડાઓ પર નજર સુદ્ધાં નાખવા તૈયાર થતો નથી. કારણ? 6 - રમકડાંઓનું જે મૂલ્ય બાલ્યવયમાં એના મનમાં હતું, કિશોરવયમાં જ એ મૂલ્ય એના મનમાં રહ્યું જ નથી. આનો તાત્પર્યાર્થ ? આ જ કે મનમાંથી જે પણ ચીજનું મૂલ્ય 0 નીકળી જાય છે, એની પકડ આપોઆપ છૂટી જાય છે. 6 જ કબૂલ, આપણા હાથમાં જીવન સંયમનું છે. વાતાવરણની પવિત્રતા, આલંબનોની ઉત્તમતા, નિમિત્તોની પાવનતા આ બધું છે અય આપણને હાથવગું છે છતાં અનાદિનો કુસંસ્કારોનો વારસો આજે છયુ આપણી સાથે છે એ પણ એક હકીકત છે. ૦ આ વાસ્તવિકતામાં મનને પ્રલોભનોમાં ખેંચાઈ જવાનું બને ૦ © એ સંભાવના પૂરેપૂરી છે. એ સંભાવનાને વાસ્તવિકતાના સ્તર છે પર પ્રગટ થતી જો આપણે અટકાવવા માગીએ છીએ તો એનો 9 એક જ રસ્તો છે. મનને તે-તે વસ્તુઓનાં ‘મૂલ્ય” થી મુક્ત કરી છે દઈએ. આપણે ફાવી જશું. (૪૩)

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51