Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 12
________________ માર્ગ મળે, રુચિ તો આપણે જ જગાડવી પડે. મમ્મી બાબાને વધુમાં વધુ ભોજન આપી શકે પણ બે કામ તો બાબાએ પોતે જ કરવા પડે. ભૂખ બાબાએ પોતે જ લગાડવી પડે અને ભોજન બાબાએ પોતે જ પચાવવું પડે. પ્રભુ આપણને વધુમાં વધુ મોક્ષમાર્ગ જ આપી શકે પરંતુ એ માર્ગ પરની રુચિ તો આપણે જ જગાડવી પડે અને એ માર્ગ પર આવતાં કષ્ટોને તો આપણે પોતે જ ઘોળીને પી જવા પડે. અનંતકાળના સંસાર પરિભ્રમણમાં આપણે ક્યાં થાપ ખાઈ ગયા છીએ? પ્રભુએ સ્થાપેલો માર્ગ જ આપણને અનંતવાર મળ્યો છે એટલું જ નહીં, સાક્ષાત પ્રભુ પોતે આપણને અનંતવાર મળ્યા છે પણ આપણે એ પાવન યોગને સફળ ન બનાવી શક્યા. કારણ? ન આપણને માર્ગ પર રુચિ પ્રગટી કે ન માર્ગ પરનાં કષ્ટોને આપણે અપનાવી શક્યા. યાદ રાખજો. ‘મા ’ એ પ્રભુનું વિશેષણ જરૂર છે પણ નોરથયા' એ પ્રભુનું વિશેષણ નથી જ. એ આપણે પોતે જ મેળવવાનો છે. રુચિ દ્વારા અને કષ્ટો સ્વીકારવા દ્વારા ! ૧૦૦૦૦૦૦૦૦૦૦ ૨ આપણે આસ્તિક તો છીએ - આજ્ઞાંકિત ? ૨ આપણને કોઈ ‘નાસ્તિક’ કહી જાય તો આપણે સમસમી 3 * ઊઠીએ, આપણે કદાચ આવેશમાં આવી જઈને એને બોલતો બંધ X પણ કરી દઈએ. કારણ? આપણી જાતને આપણે ‘આસ્તિક' G - માનીએ છીએ અને વાત સાચી પણ છે ને? - નાસ્તિક હોત જો આપણે તો સંયમજીવન આપણે અંગીકાર દ્વ કે તરત જ શું કામ ? આ જીવનનાં કષ્ટો વેઠી લેવા આપણે તૈયાર & થાત જ શું કામ ? જીવનભર માટે ગુર્વાજ્ઞાના કઠોર બંધનને અપનાવી લેવા મનને આપણે સંમત કરત જ શું કામ? ના. આપણે જ : આસ્તિક જ છીએ. એ આસ્તિક્તાએ જ આપણને સંયમજીવન છે અંગીકાર કરી લેવા સંમત કર્યા છે. પણ સંબૂર ! આસ્તિકતા આપણને સંયમજીવન સુધી લઈ આવી એ તો - જ બરાબર છે પરંતુ પ્રાપ્ત આ સંયમજીવનને સફળ બનાવવાની કે જવાબદારી તો આજ્ઞાંકિતતાની છે. આપણે નાસ્તિક નથી એ તો જ બહુ આનંદની વાત છે પણ જો આપણે આજ્ઞાંકિત નથી તો એ તો જ છે ભારે કરુણતા છે. આવો, આસ્તિક છીએ જ તો એને સત્યાપિત જ © કરવા આપણે આજ્ઞાંકિત બનીને જ રહીએ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51