Book Title: Anand Ja Anand Che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 11
________________ Qalere holder de boterodotell શું આવશ્યક ક્રિયાઓ આનંદનું કારણ ખરી ? $ કારણ-કાર્યનાં દર્શન એક સાથે... આટલાં વરસોના સંયમ પર્યાય પછી, આટલાં વરસોના શાસ્ત્રાધ્યયન પછી, આટલાં વરસોના વાચનાશ્રવણ પછી આપણને એમ લાગતું હોય કે આપણે ‘જ્ઞાની' બની ગયા છીએ તો એની કસોટી માટેનું આ એક સૂત્ર આપણે સતત આંખ સામે 6 રાખવાની જરૂર છે. જો કારણના ગર્ભમાં આપણે કાર્યનાં દર્શન કરી શકતા હોઈએ અને કાર્યની ઉપસ્થિતિ વખતે એની પાછળ રહેલ કારણને આપણે નિહાળી શકતા હોઈએ તો માનવું કે “જ્ઞાની’ બની ગયા હોવાનો આપણો ખ્યાલ એ થામણા નથી પણ તથ્ય છે, સત્ય છે. જવાબ આપો. સંયમજીવનના વિશુદ્ધ પાલનમાં આપણને સદ્ગતિ અને પરમગતિનાં દર્શન થઈ રહ્યા છે ખરા ? નિઃશૂક ( હૃદયે સંયમજીવનમાં સેવાતા દોષોમાં આપણને દુર્ગતિનાં અને 5 દીર્ઘ સંસાર પરિભ્રમણનાં દર્શન થઈ રહ્યા છે ખરા ? - જો આ પ્રશ્નનો પ્રત્યુત્તર અંતઃકરણમાંથી સંતોષજનક ન « મળતો હોય તો સમજી રાખવું કે શાસ્ત્રાધ્યયન દ્વારા આપણે કદાચ ‘વિદ્વાન’ બની ગયા છીએ પરંતુ ‘જ્ઞાનીપણું' તો આપણાથી 6 હજી ઘણું દૂર છે. પ્રતિલેખન અને પ્રતિક્રમણ, વિહાર અને લોચ, સ્વાધ્યાય અને વૈયાવચ્ચ, પાલન સમિતિનું અને ગુપ્તિનું આ બધું ય આપણા સંયમજીવનમાં ફરજિયાત છે. ફરજિયાત છે અર્થાતુ? આવશ્યક છે, અવશ્ય કરણીય છે. પ્રશ્ન એટલો જ છે કે આ તમામ આવશ્યકોનું સેવન આપણા માટે આનંદનું કારણ બની રહ્યું છે કે નહીં ? પ્રતિલેખન વખતે જીવરક્ષા થઈ રહી હોવાનો આનંદ તો પ્રતિક્રમણ વખતે પાપ-પ્રમાદસેવનથી પાછા ફરવાનું બની રહ્યું હોવાનો આનંદ. વિહાર વખતે આજ્ઞાપાલનનો આનંદ તો લોચ વખતે કર્મનિર્જરા થઈ રહ્યાનો આનંદ. સ્વાધ્યાય વખતે સંકલ્પ-વિકલ્પોમાંથી મુક્તિ મળી રહ્યાનો આનંદ તો વૈયાવચ્ચ વખતે સંયમીઓની ભક્તિનો લાભ મળી રહ્યાનો આનંદ. સમિતિ અને ગુપ્તિના પાલનમાં પ્રવચન માતાઓને અભયદાન આપી રહ્યાનો આનંદ. યાદ રાખજો, આવશ્યકમાં થતો આનંદનો અનુભવ આત્મામાં સુસંસ્કારોનું એવું આધાન કરીને રહેશે કે એ સુસંસ્કારો છે આત્મા માટે ભવાંતરમાં સુરક્ષાચક બનીને જ રહેશે. de oratore laterale rol Modello del co/zBc S୧୨୧୨୧୨2୨୧୨୧୨୧

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51