Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 4
________________ બૃહદ્ આલોચના દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને મેં ઓળખ્યા નહીં પ્રભુ! દયા, શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી; વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. જા. અર્થ :- હે પ્રભુ! દયા, શાંતિ, ક્ષમા આદિ ઉત્તમ ગુણો જે આત્માના સ્વભાવ છે તેને તો મેં છોડી દીઘા; અને તેથી વિપરીત હિંસા, અશાંતિ, ક્રોધ, માન, માયા, લોભાદિક દોષોમાં જ હું પ્રવર્તી રહ્યો છું. તેથી આત્માની પવિત્રતાને તો હું ઓળખી પણ શક્યો નહીં. આ ઉત્તમ ગુણોને લૌકિક અર્થમાં જાણ્યા છે, પણ ભગવાને કોને દયા શાંતિ વગેરે કહ્યાં તેની ઓળખાણ હજુ હું પામ્યો નથી. ભગવાને તો નીચે પ્રમાણે આ ગુણોનું સ્વરૂપ સમજાવ્યું છે : દયા : દયાના ઘણા ભેદ છે. પણ તેમાં સ્વદયા મુખ્ય છે. સ્વદયા એટલે અનાદિકાળથી મારો આત્મા રાગદ્વેષના ભાવોવડે કર્મબંઘ કરીને દુઃખી થઈ રહ્યો છે, તેને હવે કેમ કરી છોડાવવો એવી વિચારણા તે સ્વદયા છે. દયાને ઘર્મનું મૂળ ભગવંતે કહેલ છે. “જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી.” જે કંઈ ઘર્મક્રિયા કરવી, તે આત્માર્થે કરવી. આત્માની દયા ખાઈને જન્મમરણથી તેને છોડાવવા પ્રયત્ન કરવો તે ખરી દયા છે, શાંતિ : બોલવું નહીં અને શાંત રહેવું તેને કોઈ શાંતિ કહે છે. પણ પોતાના આત્માને ઓળખી તેમાં રહેવું તે જ ખરી શાંતિ છે, શાંતિ એટલે બઘા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે. આત્માનું લ્યાણ થવું એ જ શાંતિ છે. ક્ષમા : ક્ષમા એ આત્માનો ગુણ છે. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.' ક્રોધ કષાયને હણવાનો ઉપાય ક્ષમા છે. ક્રોધ આત્માને બાળનાર છે, જ્યારે ક્ષમા સદેવ સુખરૂપ છે. ક્રોઘ, માન, માયા, લોભાદિ એ વિભાવ છે અને તેના પ્રતિપક્ષી ગુણો ક્ષમા, વિનય, સરળતા તથા સંતોષાદિ આત્માના સ્વભાવ હોવા છતાં તેને છોડી દેવાથી હું સંસારમાં દુઃખ પામી રહ્યો છું. પવિત્રતા : જગતમાં સૌથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા હોવા છતાં તે આત્માની શુદ્ધતાને હું ઓળખી શક્યો નહીં. તેની ઓળખાણ બૃહદ્ આલોચના તોડીને મેં કષાયની સાથે મિત્રતા જોડી છે. કર્મને લઈને મારો આત્મા અશુદ્ધ થઈ રહ્યો છે. જેટલી કર્મની નિર્જરા થાય તેટલી આત્માની શુદ્ધતા એટલે પવિત્રતા પ્રગટ થઈ ગણાય. ખરેખરી કર્મની નિર્જરા તો સમ્યગ્દર્શન પછી થાય છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.’ આત્માની સંપૂર્ણ શુદ્ધતા એ જ મોક્ષદશા છે. મોક્ષમાં બિરાજેલ આત્મા સદા સંપૂર્ણ પવિત્ર છે. આવો પરમ પવિત્ર આત્માનો સ્વભાવ હોવા છતાં તેની ઓળ-ખાણ હું અનાદિકાળથી કરી શક્યો નહીં, એ જ હે પ્રભુ! મારી ગાઢ અજ્ઞાનતાની નિશાની છે. જા. પોતાની આત્મઋદ્ધિને ભૂલવાથી અનંત દુઃખ પામ્યો હું ભૂલ્યો, આથડ્યો, અને રખડ્યો ભારી; આ સંસારે વિભુ, વિટંબના થઈ મારી. આપા અર્થ :- હું ભૂલ્યો. શું ભૂલ્યો? તો કે મારા આત્માના ગુણોને ઓળખ્યા નહીં ત્યાં સુધી હું મારી આત્મઋદ્ધિને જ ભૂલી ગયો. તેથી સંસારમાં સુખ માની ચાર ગતિમાં, અજ્ઞાનને લીધે હું બહુ આથડી રહ્યો છું; અર્થાત્ જન્મમરણ કરી ભયંકર રીતે તેમાં દુઃખ પામી રહ્યો છું. ઇન્દ્રિય સુખની લાલસાના કારણે હું ઘણું રખડ્યો, છતાં તે વિષયોથી હજુ તૃપ્તિ પામતો નથી. એમ તૃષ્ણાને કારણે દુઃખી થતો એવો હું હે વિભુ એટલે હે પ્રભુ! આ અનંત અગાઘ સંસારમાં બહુ વિટંબામાં પડ્યો છું. વિટંબના એટલે સંસારની ત્રિવિઘતાપરૂપ ઉપાથિની મુશ્કેલીમાં અથવા સંતાપમાં આવી પડ્યો છું. સંસાર અનંત દુઃખરૂપ ભાસે ત્યારે ત્યાંથી પ્રીતિ ખસે અને સત્યરુષ પ્રત્યે પ્રેમ જોડાય એમ છે. સમકિત થયું નથી ત્યાં સુધી અનંત સંસારની જીવ ઉત્પત્તિ કરી રહ્યો છે. પણ સત્પરુષના બોઘે સંસાર નું સ્વરૂપ સમજાય અને જીવ જાગે તો સત્યરુષાર્થ કરીને આ સંસારના અનંતકાળના દુઃખોથી તે સર્વકાળને માટે છૂટી શકે એમ છે. //પા. મારા જેવા પાપીનો પણ આપના બોઘથી ઉદ્ધાર હું પાપી મદોન્મત્ત, મલિન કર્મના રજથી; વિણ તત્વ મોક્ષ મેળવાય નહીં, પ્રભુ! મુજથી. કા.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42