Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ બૃહદ્ આલોચના અગિયાર ગણઘરમાંના મુખ્ય ગણઘર હતા. //૪ શ્રી આત્મજ્ઞાની ગુરુની સ્તુતિ શ્રી ગુરુદેવ પ્રસાદસેં, હોત મનોરથ સિદ્ધ; ઘન વરસત વેલી તરુ, ફૂલ ફલનકી વૃદ્ધ. ૫ અર્થ - હવે પરંપરામાં થતા આત્મજ્ઞાની સદ્ગુરુદેવની સ્તુતિ કરે બૃહદ્ આલોચના ૧૭ અર્થ:- વર્તમાન વીતરાગઘર્મશાસનના નાયક શ્રી મહાવીર સ્વામી છે. તે છેલ્લા ચોવીસમા તીર્થંકર છે. તેમનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલશે. તેમાં લગભગ ૨૫૦૦ વર્ષ પૂરા થયા અને બાકીના સાડા અઢાર હજાર વર્ષ સુધી પંચમકાળની પૂર્ણતા સુધી તેમનું શાસન હજા વિદ્યમાન રહેશે. એવા શાસનનાયક ભગવાન મહાવીર સ્વામી જે આપણા દેવતત્ત્વ છે, તેમની સંપૂર્ણદશાને પામવા માટે સદા તેમની વીતરાગ મુદ્રાના દર્શન કરીએ તથા તેમના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરીએ. જેથી શુભકર્મનો બંધ થઈ અલિય એટલે અનિષ્ટ એવા સર્વ વિઘ્નો દૂર થશે તથા આત્માના પરમાનંદની જીવને પ્રાપ્તિ થાય એવો અવસર પણ આવી મળશે. રૂા. પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪ અર્થ - જેના અંગૂઠામાં અમૃત વસે છે, જે લબ્ધિઓનો ભંડાર છે અર્થાત્ જેને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ છે એવા શ્રી ગુરુ ગૌતમસ્વામીની સ્મૃતિ કરીએ કે જે તાપસો વગેરેને વાંછિત ફળના દાતાર સિદ્ધ થયા છે. તે આ પ્રમાણે દ્રષ્ટાંત : અષ્ટાપદ પર્વત ઉપર ૧૫૦૦ તાપસ શક્તિ પ્રમાણે ઉપવાસાદિ તપ કરીને તપશ્ચર્યા કરતા હતા. ત્યાં શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત ઉપર રહેલ જિનબિંબોના દર્શન કરવા માટે પધાર્યા. તેઓ લબ્ધિના બળે સૂર્યના કિરણનું અવલંબન લઈ એકદમ ઉપર ચઢી ગયા. તે જોઈ તાપસોએ તેમને પોતાના ગુરુ કરવાનો નિશ્ચય કર્યો. ગૌતમસ્વામી નીચે પઘાર્યા ત્યારે તેમની પાસે સર્વેએ જૈન દીક્ષા ગ્રહણ કરી. તેમને પારણું કરાવવા માટે શ્રીગુરુ ગૌતમ-સ્વામી ગામમાંથી પાત્રમાં ખીર વહોરી લાવ્યા. તે ખીરના પાત્રમાં પોતાનો અંગૂઠો રાખી પંદરસો તાપસીને પારણું કરાવી દીધું. તેમની પાસે અક્ષીણ મહાન ઋદ્ધિ હતી, જેના પ્રભાવે ભોજન સામગ્રી જોઈએ તેટલી વધી ગઈ. આવી અનેક ઋદ્ધિઓના ઘારક ગુરુ શ્રી ગૌતમસ્વામી હતા. તેઓ ભગવાન મહાવીરના પ્રથમ ગણઘર તથા પોતાના ઇષ્ટ સદ્ગુરુ ભગવંતના પ્રસાદથી એટલે તેમની કૃપાથી મનના ઇચ્છિત પદાર્થની સિદ્ધિ થાય છે. જેમ ઘન એટલે વાદળાં વરસવાથી પાનની વેલ, વૃક્ષ, ફુલ કે ફળની વૃદ્ધિ થાય છે તેમ સદ્ગુરુ ભગવંતની કૃપાથી સર્વ પ્રકારની સિદ્ધિ સાંપડે છે. કહેવાનો આશય એમ જણાય છે કે જે ભવ્યાત્મા સદ્ગુરુ ભગવંતની આજ્ઞા ઉપાસી, પોતાની વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, અને સાચા અંતર ત્યાગની ભૂમિકાને વઘારશે તેના ઉપર સદ્ગુરુ ભગવંત જરૂર કૃપા કરશે, અર્થાત્ મોક્ષના લક્ષે જે જીવ સાચી આરાધના કરશે તેને દેવલોક આદિની કોઈપણ ભૌતિક રિદ્ધિ પ્રાપ્ત થવી સાવ સહેલ થશે. પણ માત્ર સાંસારિક કામનાઓથી જે સદ્ગુરુ ભગવંતની આરાધના કરશે, તેને પુણ્ય હશે તો કદાચ આ લોક પરલોકના તુચ્છ ઇન્દ્રિય સુખો એકવાર મળી જશે પણ તેમાં જીવ મોહ પામી ફરીથી ચારગતિરૂપ સંસારમાં જ રઝળશે, પણ પંચમ ગતિરૂપ મોક્ષને તે પામી શકશે નહીં. માટે સદૈવ નિષ્કામ ભક્તિ જ કર્તવ્ય છે. પણ પંચ પરમેષ્ઠી આરાઘનાનું ફળ મુક્તિ પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન; કર્મ અરિ ભાજે સબી, હોવે પરમ કલ્યાન. ૬ અર્થ - શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવા પંચ પરમેષ્ઠી ભગવંતની ખરેખરી પહિચાન એટલે ઓળખ કરીને તેમની ભરપૂર ભાવથી ભક્તિ કર્તવ્ય છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા જે સર્વજ્ઞ પુરુષો છે તેની તથા આત્મજ્ઞાનને પામેલા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42