Book Title: Alochana
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 16
________________ બૃહદ્ આલોચના વિષય-કષાય તજી શુદ્ધ સમકિત પામવાથી મુક્તિ આરંભ વિષયકષાય તજ, શુદ્ધ સમકિત વ્રત ધાર; જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. ૨૩ અર્થ :- શ્રી ગુરુ તરવાના કામીને કહે છે કે હિંસાની પ્રવૃત્તિરૂપ આરંભને તથા પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં થતા રાગભાવને તેમજ ક્રોધ માન માયા લોભરૂપ કષાયભાવોને હવે તજી દઈ, ભગવાને કહેલા જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન કરી, વ્યવહાર સમકિત પામો, પછી આત્મઅનુભવરૂપ શુદ્ધ સમકિતને મેળવો. શુદ્ધ સમકિત પામ્યા પછી શ્રાવક કે મુનિના વ્રતોને અંગીકાર કરો. એમ જે ભવ્યાત્મા જિન એવા વીતરાગ પુરુષોની આજ્ઞાને પ્રમાણભૂત માની આરાઘશે તે નિશ્ચયથી એટલે નક્કી સંસારસમુદ્રથી ખેવો એટલે તુરંત પાર ઊતરશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. મનુષ્યભવની અમૂલ્ય ક્ષણોનો પૂરેપૂરો ઉપયોગ કરવો ક્ષણ નિકમો રહનો નહીં; કરનો આતમ કામ; ભણનો ગુણનો શીખનો, ૨મનો જ્ઞાનારામ. ૨૪ અર્થ :– ભગવાનનો ઉપદેશ છે કે એક ક્ષણ માત્ર પણ નકામું બેસી રહેવું નહીં. કારણ ‘નવરો બેઠો નખ્ખોદ વાળે.’ તો શું કરવું? તો કે આત્માના હિતનું કામ કરવું. મોક્ષમાળા વગેરે ઉત્તમ ગ્રંથોને ભણવા એટલે સ્થિરતાપૂર્વક વાંચવા, ગણવા એટલે તેના ઉપર ચિંતન કરી જીવનમાં ઉતારવા તથા શીખવું એટલે આત્મસિદ્ધિ વગેરે નવીન ગ્રંથોના ભાવને શીખવાનો પ્રયત્ન કરી સદા નિર્દોષ જ્ઞાનાનંદમાં રહેવું; પણ સમય નકામો કદી જવા દેવો નહીં. મનને ભક્તિ, સ્વાધ્યાય વડે ચિંતન, મનનમાં રોકી અવશ્ય આત્મહિત કરવું. l/૨૪ સહજાત્મસ્વરૂપને પામેલા પંચ પરમેષ્ઠી સદા પૂજનીય અરિહા સિદ્ધ સબ સાથુજી, જિનાજ્ઞા થર્મસાર; મંગલિક ઉત્તમ સદા, નિશ્ચય શરણાં ચાર. ૨૫ અર્થ :- જેણે ચારેય ઘાતીયા કર્મોને હણી નાખ્યા એવા અરિહંત ૨૮ બૃહદ્ આલોચના ભગવાન તથા જેણે સર્વ સિદ્ધિને મેળવી લીધી એવા સિદ્ધ ભગવાન એ સર્વજ્ઞ પુરુષો ગણાય છે. તથા આત્મજ્ઞાનને પામેલા એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત એ નિગ્રંથની કોટીમાં આવે છે. એ પાંચે મળીને પંચ પરમેષ્ઠી અથવા પરમગુરુ નામથી પણ ઓળખાય છે. એ પાંચેય પરમગુરુઓ આત્માના શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામેલા પુરુષો છે. નિશ્ચયનયે આપણા આત્માનું પણ એ જ સ્વરૂપ છે. માટે સદ્ગુરુ આજ્ઞાએ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું નિશદિન ધ્યાન ઘરવું એ જ આત્માને ઉત્તમ માંગલિક એટલે કલ્યાણરૂપ છે. ઘર્મ આરાઘના અર્થે રાગદ્વેષ અને અજ્ઞાન જેના જિતાઈ ગયા છે એવા જિન વીતરાગની આજ્ઞા ઉપાસવી એ જ જગતમાં સારભૂત તત્ત્વ ગણવા યોગ્ય છે. તેમજ અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સર્વ સાધુ ભગવાન તથા કેવળી પ્રરૂપિત દયામૂળ ઘર્મ એ જીવને નિશ્ચયથી એટલે નક્કી શરણરૂપ છે, તે જ સદા ઉત્તમ છે. તથા તે જ સદા જીવનું મંગલિક એટલે કલ્યાણ કરનાર છે. એ સિવાય જગતમાં જીવને જન્મ, જરા, મરણથી કે ત્રિવિધ તાપથી બચાવનાર કોઈ પદાર્થ ઉપલબ્ધ નથી. //રપાઈ સહજાત્મસ્વરૂપનું સ્મરણ પ્રતિ સમયે કર્તવ્ય ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ; નરભવ સલો, જો કરે, દાન શીલ તપ ભાવ. ૨૬ અર્થ :- જે પુણ્યશાળી ભવ્યાત્મા ઘડી ઘડી એટલે પ્રત્યેક સમયે અથવા પ્રત્યેક પળે હમેશાં પ્રભુએ આપેલ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું ગુરુઆજ્ઞાએ ચાવ એટલે ઉત્સાહપૂર્વક સ્મરણ કરશે તેમજ ઘનાદિ વડે દાનઘર્મ આચરશે, સાત વ્યસન આદિનો ત્યાગ કરી ઉત્તમ સદાચારરૂપ શીલને પાળશે, તથા ઇચ્છાઓના નિરોઘરૂપ તપને સેવશે તેમજ સન્મુરુષના વચનોને વાંચી ઉત્તમ ભાવોમાં મનને રમાવશે, તેનો આ નરભવ એટલે મનુષ્યજન્મ જરૂર સફળતાને પામશે. //રકા.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42