________________
૭૬
બૃહદ્ આલોચના સ્ત્રીકથા અને ભોજનકથા કરતાં જૂઠું બોલ્યો, કર્કશ એટલે ન ગમે એવા કડવા બોલ બોલ્યો, કઠોર એટલે મનમાં ઠેસ પહોંચે એવી વાણી બોલ્યો અને માર્મિક ભાષા એટલે કોઈના મર્મને એટલે ગુપ્ત રહસ્યને ઉઘાડું પાડનાર, એવી ભાષા બોલ્યો ઇત્યાદિ અનેક પ્રકારે હું જૂઠું બોલ્યો, બોલાવ્યું કે બોલતાં પ્રત્યે અનુમોદન કર્યું તે સર્વ પાપને મન-વચનકાયાથી ખમાવું છું. તે દિવસ મારો ખરેખર સાર્થક થશે કે જે દિવસે હું સંપૂર્ણપણે મૃષાવાદનો ત્યાગ કરીશ, તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ત્રીજું પાપ અદત્તાદાન :
અણદીથી વસ્તુ ચોરી કરીને લીઘી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, પરસ્ત્રી, પરથન હરણ કર્યા તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની, તથા અલ્પ ચોરી તે ઘર સંબંથી નાના પ્રકારના કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદી, મન-વચનકાયાએ કરી; તથા ઘર્મ સંબંઘી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે.
ભાવાર્થ - અદત્તાદાન એટલે કોઈએ આપેલી નહીં એવી વસ્તુને લેવી તે ચોરી છે. કોઈએ આપણે ત્યાં થાપણ તરીકે કંઈ મૂક્યું હોય તે માગવા આવે ત્યારે ના પાડી દેવી, પરસ્ત્રી અથવા પારકાનું ઘન હરી લેવું તે લૌકિક વિરુદ્ધની મોટી ચોરી છે. અને નાની ચોરી તે ઘર સંબંધી અનેક કાર્ય કરતાં, વગર પૂછયે વસ્તુ લઈ લેવી એવી વસ્તુ ઉપયોગપૂર્વક એટલે જાણીને કે ઉપયોગ રહિતપણે અર્થાત્ અજાણમાં મન વચન કાયાથી કરી, કરાવી, અનુમોદી હોય તે સર્વ મારા દુષ્કૃત્યો નિષ્ફળ થાઓ એવી મારી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
તેમજ ઘર્મ સંબંધી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા લીધા વગર કર્યા તે મને ધિક્કાર હો ધિક્કાર હો, વારંવાર તે દુષ્કૃત્યોની આપ સમક્ષ ક્ષમા ચાહું છું. તે દિવસ મારો
બૃહદ્ આલોચના ઘન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે દિવસ મારો કલ્યાણમય થશે. ચોથું પાપ અબ્રહ્મ :
મૈથુન સેવવામાં, મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહીં; નવ વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું: બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું, તે મન વચન કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું નવાવાડ સહિત બ્રહાચર્ય-શીલરત્ન આરાઘીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
ભાવાર્થ - અબ્રહ્મ એટલે બ્રહ્મચર્યનું પાલન નહીં. મૈથુનનું સેવન એ અબ્રહ્મ છે. એવા મૈથુન સેવનમાં મનવચનકાયાના યોગ પ્રવર્તાવ્યા. નવવાડ સહિત બ્રહ્મચર્ય પાલનની પ્રભુની આજ્ઞા છે પણ તે પાળ્યું નહીં. અથવા નવાવાડ સહિત પાલન કરવા પ્રયત્ન કર્યો પણ તેમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી. પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનારની પ્રવૃત્તિને સારી માની. એમ મનવચનકાયાના ત્રણે યોગથી પ્રવૃત્તિ કરી; તેથી મને વારંવાર ધિક્કાર હો. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું નવવાડપૂર્વક બ્રહ્મચર્ય શીલરત્નની આરાધના કરીશ અને સંપૂર્ણપણે મનવચનકાયાથી થતાં કામવિકારોથી નિવૃત્તિ પામીશ તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
“વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાનને ધ્યાન;
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન.” -શ્રીમદ્ રાજચંદ્ર “યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિબ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૨૬૨), પાંચમું પરિગ્રહ પાપસ્થાનક :
સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, મણિ, પથ્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ છે, તેની મમતા, મૂછ, પોતાપણું કર્યું ક્ષેત્ર ઘર આદિ