Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી. બૃહદ્ આલોચના
(અર્થ સહિત)
ગ્રંથ પ્રકાશનમાં ભાગ લેનાર દાતાઓની યાદી
લોભ છોડવા માટે દાન કરવું છે. લોભ એ પાપનો બાપ છે. લોભથી જન્મમરણ કરવા પડે છે, માટે અન્ય કોઈના હિતનો વિચાર કરતાં પોતાની લોભ-પ્રકૃતિ કેમ મંદ પડે તેનો વિશેષ વિચાર કરી યથાશક્તિ દાન કરવાનું ભગવાને કહ્યું છે. સંતોષ જેવું સુખ કોઈ ક્રિયાથી પ્રાપ્ત થતું નથી.”
–બધામૃત ભા+૩ (પૃ. ૬૩૦) ૧૧,૧૧૧/- શ્રી ભાવનાબેન પારસભાઈ જૈન અગાસ આશ્રમ ૧૦,૦૦૧/- શ્રી મુમુક્ષુબેન તરફથી
અગાસ આશ્રમ ૧૦,૦૦૧/- શ્રી જમનાબેન મગનભાઈ પટેલ અગાસ આશ્રમ ૧૦,૦૦૧/- શ્રી મફતભાઈ દીનુભાઈ પટેલ બોરસદ ૧૦,૦૦૦/- શ્રી પુષ્પાબેન નાનુભાઈ પટેલ પરિવાર અગાસ આશ્રમ ૧૦,૦૦૦/- શ્રી સૂરજબેન શાંતિલાલજી હુંડિયા બેંગ્લોર ૧૦,૦૦૦/- - શ્રી શાંતાબેન ઠાકોરભાઈ પટેલ બારડોલી ૫,૦૦૧- શ્રી અશોકકુમારજી હસ્તીમલજી સિકંદરાબાદ ૫,૦૦૧/- શ્રી દિવાળીબેન લખરાજજી
આહોર ૫,૦૦૧/- શ્રી ઉષાબેન હેમંતભાઈ શાહ
મુંબઈ ૫,૦૦૧/- શ્રી રૂપાબેન નિમેશભાઈ પરીખ મુંબઈ
જ
વિવેચક પારસભાઈ જૈન
પ્રાપ્તિસ્થાન
પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર
૬ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રીમદ્ રાજચંદ્ર માર્ગ
રાજ કોમ્પલેક્ષ, પાંચમા માળે, આર.બી.મહેતા રોડ,
નં.૭ આરકોટ, ઘાટકોપર (ઈસ્ટ) શ્રી નિવાસાચાર સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૭૭ - બેંગ્લોર-પ૬૦૦૫૩
શ્રીમદ્ રાજચંદ્ર
જ્ઞાનમંદિર આકાશવાણી રોડ, રાજકોટ (ગુજરાત) પીનકોડ ૩૬૦ ૦૦૧
, ,
પ્રકીરીકે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બેંગ્લોર
દ્વિતીયાવૃત્તિ, પ્રત ૨૫૦૦, ઇસ્વી સન્ ૨૦૧૧
વેચાણ કિંમત રૂા. ૫/
0 0ની
ooooxજવામાન ખાન
હવામાનખાન માનવામાં અ
ને
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
પ.પુ.પ્રભુશ્રીજી
પ.પૂ.બ્રકાચારીજી
પરમકૃપાળુદેવ
પ્રથમવૃત્તિનું નિવેદન આ ‘બૃહદ્ આલોચના' પ્રતિ ચૌદસના દિવસે અગાસ આશ્રમના સભામંડપમાં સ્વાધ્યાયરૂપે બોલવામાં આવે છે. આ આલોચનાના પદોના અર્થ સભામંડપમાં થયા ત્યારે લોકોની ભાવના હતી કે આ અર્થો છપાય તો ઘણાને ઉપયોગી થાય. પણ આમાં આવતાં અનેક અતિચારોના ભેદો વગેરે શોધવાનું કાર્ય બાકી હોવાથી અપૂર્ણ હતું. તે શ્રી ભાવનાબેને શોધી આપી પૂર્ણ કર્યું.
આ કાર્યની પૂર્ણતામાં જે જે ગ્રંથોનો આઘાર, અતિચારો વગેરે શોધવામાં લીધેલ, તે ગ્રંથોના નામો તે તે ફકરાઓ નીચે આપેલ છે.
ગાથાઓના અર્થ સંપૂર્ણ સમજાય તો ભાવમાં વિશેષ વૃદ્ધિ થાય. તથા અતિચારોના ભેદ વગેરે જણાય તો મુમુક્ષુ તે તે પાપોથી બચવા પ્રયત્ન કરે અને થયેલા દોષોની પરમકૃપાળુદેવ સમક્ષ ભાવપૂર્વક આલોચના કરી, માફી માંગી તે તે પાપોથી નિવૃત્ત થાય અને નવીન કર્મબંઘ કરતો અટકે. એવા શુભ આશયથી આ નાનો ગ્રંથ પ્રગટ કરવાનો વિચાર કરેલ છે. જે સર્વને સહાયરૂપ થાઓ એ જ શુભેચ્છા.
- આત્માર્થ ઇચ્છક, પારસભાઈ જૈન
પૃષ્ઠ
અનુક્રમણિકા વિષય
લેખક ક્ષમાપના પાઠનું પદ્ય ................ એક મુમુક્ષુ ................૧ બૃહદ્ આલોચના ...............શ્રી લાલાજી રણજીતસિંહજી...૧૨ આલોચનાના પદો – ૧. આત્માર્થે કરીએ ખામના ... શ્રી રત્નરાજ સ્વામીજી.....૧૫૨ ૨. જગભૂષણ જિનવરા........ શ્રી રત્નરાજ સ્વામીજી....૧૫૭ ૩. મિચ્છામિ દુક્કડં ...........
.......૧૬૨
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ક્ષમાપનાપાઠનું પદ્ય
( વિવેચન સાથે ) ( પૂજ્યશ્રી બ્રહ્મચારીજીકૃત ક્ષમાપના પાઠના વિવેચનના આધારે )
સ્વરૂપને ભૂલવાથી ભવસાગરમાં થતું ભ્રમણ હે નાથ ! ભૂલી હું ભવસાગરમાં ભટક્યો;
નહિ અથમ કામ કરતાં, હું કદી પણ અટક્યો. /૧૫ અર્થ - હે નાથ! હે પ્રભુ! હું મારા આત્મસ્વરૂપને ભૂલીને ભવસાગર એટલે ચારગતિરૂપ સંસારસમુદ્રમાં અટક્યા વણ ભટક્યા કરું છું. તેનું મૂળ કારણ શું છે? તે પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું” એ છે. પરવસ્તુમાં મિથ્યા મારાપણું માની આ જીવ કમથી બંધાઈને સંસારમાં જન્મમરણ કર્યા કરે છે, વળી અઘમ કામ એટલે જે આત્માને અધોગતિમાં લઈ જાય એવાં કામ તે વિષય, કષાય, વિકથા અને હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ છે. તે પાપોને સેવતા હું આજ દિવસ સુધી અટક્યો નથી. /૧
તમારા કહેલા અમૂલ્ય વચનને લક્ષમાં લીઘા નહીં
તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીઘાં;
નહિ તત્ત્વ વિચારથી, કહ્યાં તમારાં કીઘાં. રા અર્થ :- વળી હે ભગવંત! તમારા અમૂલ્ય વચનોને કે જેનું મૂલ્ય કોઈ રીતે પણ થઈ શકે એમ નથી એવા ઉત્તમ વચનામૃતોને મેં લક્ષમાં લીધાં નહીં. લક્ષમાં એટલે ધ્યાનમાં લીધા નહીં. ઉપયોગપૂર્વક ધ્યાનમાં લઈ તે પ્રમાણે વર્તવાનો પુરુષાર્થ કર્યો નહીં. સપુરુષના એક વચનને લઈ મંડે તો પણ જીવનો મોક્ષ થઈ જાય એવા અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ ભગવાનના વચનામૃત છે.
બૃહદ્ આલોચના આપે ઉપદેશેલ જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ, નિર્જરા એ સાત તત્ત્વો કે નવ પદાર્થો કે છ દ્રવ્ય અથવા છ પદને મેં ઊંડા ઊતરી વિચાર્યા નહીં. ‘તત્ત્વ' એ સિદ્ધાંત બોઘ છે. એને સમજવા માટે પ્રથમ વૈરાગ્ય ઉપશમરૂપ ઉપદેશબોઘની જરૂર છે. પણ તે ઉપદેશબોથ મારામાં પરિણમેલો નહીં હોવાથી તત્ત્વને યથાર્થ સમજી તમારા કહ્યા પ્રમાણે હજુ સુધી હું વર્તી શક્યો નથી. રા.
આત્મસ્વભાવમાં રહેવું એ સર્વોત્તમ શીલ સેવ્યું નહિ ઉત્તમ, શીલ પ્રણીત તમારું;
તજી યાદી આપની, મેં જ બગાડ્યું મારું. રૂા. અર્થ :- હે પ્રભુ! આપે પ્રણીત કરેલ ઉત્તમશીલને મેં સેવ્યું નહીં. સમ્યક્દર્શન સહિત આત્મસ્વભાવમાં રહેવું તે નિશ્ચયથી ઉત્તમ શીલ છે. અથવા મુખ્યત્વે બ્રહ્મચર્ય પાળવું તે બાહ્ય શીલ છે. વ્યવહારથી મુનિના થર્મો અને ગૃહસ્થના ઘર્મો પાળવા તે બાહ્યશીલ અથવા ચારિત્ર છે. અને ભાવથી આત્મામાં રમણતા કરવી તે નિશ્ચયથી શીલ છે. પણ તેની મેં સેવના કરી નહીં, અર્થાત્ તે ઘર્મો પ્રમાણે મેં મારું વર્તન સુથાર્યું નહીં.
બીજી ગાથામાં કહ્યું તેમ પ્રથમ સપુરુષોની વાતને ધ્યાનમાં લે તો શ્રદ્ધા દ્રઢ થાય, પછી તેને ઊંડા ઊતરી વિચારે તો તત્ત્વજ્ઞાન થાય. પછી તે પ્રમાણે આચરણ કરે ત્યારે ચારિત્રદશા આવે છે. આમ શરૂઆતના આ પદોમાં આપે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રની આવશ્યકતા જણાવી. પણ હે નાથ! મારામાં તે છે નહીં, તો મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થશે? તેનો મને ખેદ થાય છે.
આપ સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વામી છો. મૂળસ્વરૂપે જોતાં તે જ મારું સ્વરૂપ છે. પણ તેની યાદને તજી દઈ ઘરકુટુંબ દેહ આદિમાં જ હું પણું અને મારાપણું કરી મેં જ મારા આત્માનું બગાડ્યું છે. બીજો કોઈ મારું બગાડનાર નથી. પોતે જ પોતાનો વૈરી અને પોતે જ પોતાનો મિત્ર છે. પોતાને સ્વર્ગે કે નરકે લઈ જનાર પણ પોતે જ છે. પણ તે તરફ મેં ધ્યાન આપ્યું નહીં. રૂા.
Page #4
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને મેં ઓળખ્યા નહીં
પ્રભુ! દયા, શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી;
વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. જા. અર્થ :- હે પ્રભુ! દયા, શાંતિ, ક્ષમા આદિ ઉત્તમ ગુણો જે આત્માના સ્વભાવ છે તેને તો મેં છોડી દીઘા; અને તેથી વિપરીત હિંસા, અશાંતિ, ક્રોધ, માન, માયા, લોભાદિક દોષોમાં જ હું પ્રવર્તી રહ્યો છું. તેથી આત્માની પવિત્રતાને તો હું ઓળખી પણ શક્યો નહીં.
આ ઉત્તમ ગુણોને લૌકિક અર્થમાં જાણ્યા છે, પણ ભગવાને કોને દયા શાંતિ વગેરે કહ્યાં તેની ઓળખાણ હજુ હું પામ્યો નથી. ભગવાને તો નીચે પ્રમાણે આ ગુણોનું સ્વરૂપ સમજાવ્યું છે :
દયા : દયાના ઘણા ભેદ છે. પણ તેમાં સ્વદયા મુખ્ય છે. સ્વદયા એટલે અનાદિકાળથી મારો આત્મા રાગદ્વેષના ભાવોવડે કર્મબંઘ કરીને દુઃખી થઈ રહ્યો છે, તેને હવે કેમ કરી છોડાવવો એવી વિચારણા તે
સ્વદયા છે. દયાને ઘર્મનું મૂળ ભગવંતે કહેલ છે. “જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી.” જે કંઈ ઘર્મક્રિયા કરવી, તે આત્માર્થે કરવી. આત્માની દયા ખાઈને જન્મમરણથી તેને છોડાવવા પ્રયત્ન કરવો તે ખરી દયા છે,
શાંતિ : બોલવું નહીં અને શાંત રહેવું તેને કોઈ શાંતિ કહે છે. પણ પોતાના આત્માને ઓળખી તેમાં રહેવું તે જ ખરી શાંતિ છે, શાંતિ એટલે બઘા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે. આત્માનું લ્યાણ થવું એ જ શાંતિ છે.
ક્ષમા : ક્ષમા એ આત્માનો ગુણ છે. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.' ક્રોધ કષાયને હણવાનો ઉપાય ક્ષમા છે. ક્રોધ આત્માને બાળનાર છે, જ્યારે ક્ષમા સદેવ સુખરૂપ છે.
ક્રોઘ, માન, માયા, લોભાદિ એ વિભાવ છે અને તેના પ્રતિપક્ષી ગુણો ક્ષમા, વિનય, સરળતા તથા સંતોષાદિ આત્માના સ્વભાવ હોવા છતાં તેને છોડી દેવાથી હું સંસારમાં દુઃખ પામી રહ્યો છું.
પવિત્રતા : જગતમાં સૌથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા હોવા છતાં તે આત્માની શુદ્ધતાને હું ઓળખી શક્યો નહીં. તેની ઓળખાણ
બૃહદ્ આલોચના તોડીને મેં કષાયની સાથે મિત્રતા જોડી છે. કર્મને લઈને મારો આત્મા અશુદ્ધ થઈ રહ્યો છે. જેટલી કર્મની નિર્જરા થાય તેટલી આત્માની શુદ્ધતા એટલે પવિત્રતા પ્રગટ થઈ ગણાય. ખરેખરી કર્મની નિર્જરા તો સમ્યગ્દર્શન પછી થાય છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.’ આત્માની સંપૂર્ણ શુદ્ધતા એ જ મોક્ષદશા છે. મોક્ષમાં બિરાજેલ આત્મા સદા સંપૂર્ણ પવિત્ર છે. આવો પરમ પવિત્ર આત્માનો સ્વભાવ હોવા છતાં તેની ઓળ-ખાણ હું અનાદિકાળથી કરી શક્યો નહીં, એ જ હે પ્રભુ! મારી ગાઢ અજ્ઞાનતાની નિશાની છે. જા. પોતાની આત્મઋદ્ધિને ભૂલવાથી અનંત દુઃખ પામ્યો
હું ભૂલ્યો, આથડ્યો, અને રખડ્યો ભારી;
આ સંસારે વિભુ, વિટંબના થઈ મારી. આપા અર્થ :- હું ભૂલ્યો. શું ભૂલ્યો? તો કે મારા આત્માના ગુણોને ઓળખ્યા નહીં ત્યાં સુધી હું મારી આત્મઋદ્ધિને જ ભૂલી ગયો. તેથી સંસારમાં સુખ માની ચાર ગતિમાં, અજ્ઞાનને લીધે હું બહુ આથડી રહ્યો છું; અર્થાત્ જન્મમરણ કરી ભયંકર રીતે તેમાં દુઃખ પામી રહ્યો છું. ઇન્દ્રિય સુખની લાલસાના કારણે હું ઘણું રખડ્યો, છતાં તે વિષયોથી હજુ તૃપ્તિ પામતો નથી. એમ તૃષ્ણાને કારણે દુઃખી થતો એવો હું હે વિભુ એટલે હે પ્રભુ! આ અનંત અગાઘ સંસારમાં બહુ વિટંબામાં પડ્યો છું. વિટંબના એટલે સંસારની ત્રિવિઘતાપરૂપ ઉપાથિની મુશ્કેલીમાં અથવા સંતાપમાં આવી પડ્યો છું. સંસાર અનંત દુઃખરૂપ ભાસે ત્યારે ત્યાંથી પ્રીતિ ખસે અને સત્યરુષ પ્રત્યે પ્રેમ જોડાય એમ છે. સમકિત થયું નથી ત્યાં સુધી અનંત સંસારની જીવ ઉત્પત્તિ કરી રહ્યો છે. પણ સત્પરુષના બોઘે સંસાર નું સ્વરૂપ સમજાય અને જીવ જાગે તો સત્યરુષાર્થ કરીને આ સંસારના અનંતકાળના દુઃખોથી તે સર્વકાળને માટે છૂટી શકે એમ છે. //પા.
મારા જેવા પાપીનો પણ આપના બોઘથી ઉદ્ધાર હું પાપી મદોન્મત્ત, મલિન કર્મના રજથી; વિણ તત્વ મોક્ષ મેળવાય નહીં, પ્રભુ! મુજથી. કા.
Page #5
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
પ્
અર્થ :— પાપી : હું પાપી છું. જીવમાં મિથ્યાત્વ છે ત્યાં સુધી તેનું વર્તન બધું પાપમય છે. બધા પાપનું મૂળ મિથ્યાત્વ છે. માટે જેને છૂટવું હોય તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવાનો લક્ષ રાખવો જોઈએ. મિથ્યાત્વ જાય ત્યારથી ધર્મની શરૂઆત થાય છે.
મદોન્મત્ત : આઠ પ્રકારના મદ છે. ઘન, રૂપ, બળ, વિદ્યા, કુળ, જાતિ, ઐશ્વર્ય અને તપ એ આઠ પ્રકારના મદ વડે જીવ ઉન્મત્ત એટલે ગાંડો થયેલો છે. તેમાં તે તણાઈ જાય છે. નજીવી વસ્તુ મળે તો પણ તેનો જીવને અહંકાર થઈ આવે છે. માનાદિ જીવના મોટા શત્રુ છે, “માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.’’ હું જાણું છું એમ થાય તે અનંતાનુબંધી માન છે. તે જાય તો જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યક્દર્શન થાય ત્યારે ખરી રીતે એને એમ થાય કે હું કંઈ જ જાણતો નથી.
મલિન કર્મ રજ : જ્યાં સુધી કર્મરૂપી રજ એટલે ઘૂળ આત્મા ઉપર ચોટેલ છે ત્યાં સુધી આત્મા મલિન છે. કર્મના નિમિત્તે જીવના ભાવ પણ મલિન થાય છે. તે આત્માને અપવિત્ર કરે છે. જેમ રત્ન ઉપર ઘૂળ પડી હોય તો રત્નની ચમક દેખાય નહીં તેમ. આપના બોધેલા ત્રણ તત્ત્વ તે સદ્દેવ, સદ્ગુરુ અને સદ્ઘર્મ છે. તે કર્મરજથી રહિત છે. માટે તેમનું અવલંબન લીધા વિના હે પ્રભુ! મારા એકલાથી મોક્ષ મેળવી શકાય એમ નથી. કેમકે હું તો મોક્ષમાર્ગનો સાવ અજાણ છું. ॥૬॥
વિષયોની આસક્તિને કારણે જીવ મૂઢ અને નિરાશ્રિત
હે પરમાત્મા! હું પ્રપંચમાંહી પડ્યો છું;
હું મૂઢ, નિરાશ્રિત, મહા ખુવાર બન્યો છું. IIII
અર્થ :– હે પરમાત્મા! હું તો સદા પ્રપંચમાં પડ્યો છું. પ્ર+પંચ એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું એ બધો પ્રપંચ છે. જોવા, સાંભળવા, બોલવા, સૂંઘવા, સ્પર્શવા આદિમાં હું ખોટી થઈ રહ્યો છું. ઇન્દ્રિયોના સંયમ વગર પરમાત્મા તરફ વળણ થાય એમ નથી, છતાં હજી હું તો ઇન્દ્રિયોનો જય કરી શકતો નથી અને તેના કારણે જગતનો બધો પ્રપંચ મને કરવો પડે છે.
બૃહદ્ આલોચના તેથી હું મૂઢ છું. જે ત્યાગવાનું છે તેને તો હિતકારી માનું છું, એવો મારો અવિવેક છે. વિવેકની ન્યૂનતા એ જ જીવની મૂઢતા છે. અજ્ઞાન દશામાં પણ વિષયોથી છૂટવાની જિજ્ઞાસા હોય તો મૂઢતા ન કહેવાય. પણ એવી વિવેકશક્તિ હજી મને પ્રગટી નથી ત્યાં સુધી હું મૂઢ જ છું.
૬
તથા હું નિરાશ્રિત છું, અર્થાત્ મેં હજુ સુધી ખરા અંતઃકરણથી જ્ઞાનીપુરુષનું શરણ સ્વીકાર્યું નથી ત્યાં સુધી હું આશ્રય વગરનો અનાથ છું. સદ્ગુરુનો આશ્રય સાચા ભાવથી સ્વીકારી તેની આજ્ઞા ઉપાસું તો હું તેમનો આશ્રિત ગણાઉં. પણ હજી સુધી જોઈએ તેવા ભાવથી હું ખરો સત્પુરુષનો આશ્રિત બન્યો નથી. માટે હું નિરાશ્રિત છું. ખરેખર વિચારે તો આપણને કોઈનો આશ્રય નથી. કંઈ દુઃખ આવે ત્યારે કોઈ લઈ શકતું નથી.
તેથી હું મહા ખુવાર એટલે પાયમાલ થઈ ગયો છું અર્થાત્ આત્માના બધા ગુણોને ખોઈ નાખી હું પાયમાલ એટલે સંપૂર્ણ બરબાદ થઈ ગયો છું. તેના ફળસ્વરૂપ આ સંસારનાં મોહમાં પડી હું અતિ દુઃખમય ત્રિવિધતાપની સ્થિતિમાં કાળ નિર્ગમન કરું છું. ।।૭।।
ભક્તિના અભાવે વિવેકનો પણ અભાવ
બની અંઘ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભક્તિ;
નથી નિશ્ચય મુજમાં, નાથ ! વિવેકની શક્તિ. IIા
અર્થ :– અનાદિકાળથી અમિત એટલે અમાપ અજ્ઞાનથી આંધળો બની જઈ હું આપની ભક્તિને ભૂલી ગયો છું. માટે હે નાથ ! મારામાં નિશ્ચય એટલે નક્કી હિતાહિતનું ભાન કરવારૂપ વિવેકશક્તિ રહી નથી. કેમકે ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે અને તેથી વિવેક આવે છે. જેમ આંધળા માણસને કઈ દિશામાં જવું તેનું તેને ભાન નથી તેમ અજ્ઞાનથી અંધ એવા મને આ સંસારથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી. II૮।।
મુજને અનાથ જાણી મારો ઉદ્ધાર કરો
ઓ રાગરહિત પ્રભુ ! મુજને જાણી અનાથ; આ દીન દાસનો, ગ્રહો હેતથી હાથ. ।।૯।
Page #6
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
અર્થ :- હે રાગરહિત નિરાગી પરમાત્મા! હવે મને અનાથ જાણીને આ દીનદાસનો પ્રેમપૂર્વક હાથ ઝાલો, જેથી મારો ઉદ્ધાર થાય. આખું જગત રાગદ્વેષમાં પડ્યું છે. તેમાં આપ પરમાત્મા જ નીરાગી છો, માટે મારી રક્ષા કરો. ૯
સદેવગુરુઘર્મનું શરણ સત્ય છે હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું;
તુમ ઘર્મ સાથ તુમ મુનિનું શરણ સ્વીકારું. ૧on અર્થ :- આ સંસારના જન્મ મરણના દુઃખોથી છૂટવા માટે હું આપ પરમાત્મારૂપ દેવનું, તથા આપના ઉપદેશેલ દયામૂળ થર્મનું, તેમજ તે ઘર્મને પોતે આચરી બીજાને પણ સમજાવનારા એવા મુનિનું અથવા સદ્ ગુરુભગવંતનું હું શરણ સ્વીકારું છું. ./૧૦ના
મારા અપરાધને માફ કરી પાપથી મુક્ત કરો
હું માનું છું પ્રભુ! મુજ અપરાઘની માફી;
કરી દીઓ પાપથી મુક્ત, કહ્યું પછી કાંહી. ll૧૧ અર્થ - હે પ્રભુ! મારા આત્મસ્વરૂપની મારે આરાધના કરવી જોઈએ પણ તે મેં કરી નથી, માટે હું અપરાથી છું. તે અપરાધની માફી માગું છું. હવે મારા પૂર્વના પાપોથી મુક્ત કરી મને નિર્દોષ બનાવો, પછી હું આપને કાંઈ વિશેષ કહીશ નહીં. ||૧૧.
મને સમકિતની પ્રાપ્તિ થાઓ એ અભિલાષા અવિનાશી, પૂરણ કરજો;
મુજ દોષ દયાનિથિ, દેવ દિલે નવિ ઘરજો. ૧રા અર્થ – હે અવિનાશી પ્રભુ! મારા આત્માની આરાધના થાય, મને સમક્તિની પ્રાપ્તિ થાય એ મારી અભિલાષા છે, તે આપ પૂરી કરજો. તથા મારા દોષો, હે દયાના ભંડાર એવા સદેવ! આપ હૃદયમાં લાવશો નહીં. /૧૨ાા
હું હવે પાપનો પશ્ચાત્તાપ કરું છું હું પાપનો પશ્ચાત્તાપ હવે કરું છું; વળી સૂક્ષ્મ વિચારથી, સદા ઊંડો ઊતરું છું. ૧૩મા
બૃહદ્ આલોચના અર્થ:- બઘા કર્મ પાપરૂપ છે. તેમાં પણ આત્માના ગુણોને ઘાતે તે તો મુખ્ય પાપ છે. તે ઘાતીયા કર્મ જાય તો પરમાત્મા થવાય. માટે હવે હું તે પાપોને નિવારવા પશ્ચાત્તાપ કરું છું. કેમકે પશ્ચાત્તાપ છે તે કરેલા પાપોને નિવારવાનો સાચો ઉપાય છે.
પાપ કરીને રાજી થાય, તેનું અભિમાન કરે તો જીવ તીવ્ર કર્મ બાંધે. જેમકે શ્રેણિક રાજાએ બાણ માર્યું તે હરણીને વીંધીને ઝાડમાં પેસી ગયું; તેનું અભિમાન કરવાથી તેમણે નરકનું આયુષ્ય બાંધ્યું. તેમજ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્રોઘના વિચારો કરવાથી સાતમી નરકે જવાય એવા પાપનાં દળિયાં બાંધ્યાં; પરંતુ પાછો પશ્ચાત્તાપ કરવાથી તેઓ છૂટી ગયા. વીસ દોહરા, ક્ષમાપના વગેરે બોલવાનો હેતુ એવો પશ્ચાત્તાપ જગાડવાનો છે.
ઘણા ભવ નિષ્ફળ ગયા પણ હવે આ ભવમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ પશ્ચાત્તાપ જાગે તો ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય. ભૂલ થઈ હોય તેની માફી માગે તો પોતાને હિત થાય અને બીજાને પણ તેની લઘુતા કે માન મૂકીને કરેલા વિનયની અસર થાય છે. પશ્ચાત્તાપથી જાગૃત થાય તો પોતાના આત્મહિત માટે શું કરવું જોઈએ તેનો તે ઊંડો વિચાર કરી શકે છે.
વળી વસ્તુસ્વરૂપને સમજવા, જે ઊંડા વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે. આવા સૂક્ષ્મ વિચારો કરવા માટે સત્પષના બોધના આઘારે હું સદા ઊંડો ઊતરું છું અર્થાત્ જગતને ભૂલી જઈ મનને આત્મવિચારમાં લઈ જવા માટે પ્રયાસ કરું છું. ./૧૩.
આપની આત્મસ્મૃતિથી મારો ઉદ્ધાર તુમ તત્ત્વ ચમત્કૃતિ, નજરે તૂર્ત તરે છે;
એ મુજ સ્વરૂપનો, વિકાસ નાથ કરે છે. ૧૪ અર્થ – વૈરાગ્ય ઉપશમ વડે ઊંડા ઊતરતાં તમારા શુદ્ધઆત્મરૂપ તત્ત્વમાં અને મારા મૂળ આત્મસ્વરૂપમાં કોઈ ભેદ જણાતો નથી. માત્ર કર્મોને લઈને તે ભેદ જણાય છે. એવી આત્માની ચમત્કૃતિ નજરે તુર્ત તરી આવે છે. તથા મારા આત્મસ્વરૂપનો વિકાસ કેમ કરવા અથવા તેની પ્રાપ્તિ કેમ કરવી તેના ઉપાય પણ આપના બોઘેલ તત્વપ્રકાશમાં મળી આવે છે. /૧૪ો.
Page #7
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના આપનું સ્વરૂપ નીરાગી હોવાથી સચિદાનંદસ્વરૂપ
છો આપ નીરાગી, અનંત ને અવિકારી;
વળી સ્વરૂપ સત્ ચિદાનંદ ગણું સુખકારી. II૧પ અર્થ:- હે ભગવંત! આપ તો નીરાગી છો. આપનું નીરાગી સ્વરૂપ વિચારતાં અમારા રાગદ્વેષ દૂર થાય છે. આપ અનંત છો અર્થાત્ આપને પ્રગટેલ શુદ્ધ આત્મસ્વરૂપનો હવે કોઈ કાળે અંત આવનાર નથી. તથા આપ રાગદ્વેષથી ઉત્પન્ન થતાં વિકારથી રહિત હોવાથી સદા અવિકારી છો.
સતું એટલે આત્મા. ચિદ્ એટલે જ્ઞાન. આપનું સ્વરૂપ સત્ ચિત્ આનંદ સ્વરૂપ એટલે તે આત્માને જાણવાથી ઉત્પન્ન થતાં આનંદ સ્વરૂપ છે. તેથી આપ સદા આત્મિક સુખને અનુભવનારા છો. f/૧૫
સહજાનંદી અનંતદર્શી અને અનંતજ્ઞાની છો
છો સહજાનંદી અનંતદર્શી જ્ઞાની;
મૈલોક્ય પ્રકાશક, નાથ! શું આપું નિશાની? ૧દા અર્થ - આપ સદા સહજાનંદી એટલે સહજ આત્મસ્વરૂપથી ઉત્પન્ન થતા નિરાકુળ સુખના ભોક્તા છો. જ્યારે સંસારી જીવ તો રાગ, વિકાર કે વિષયાદિના આનંદને કારણે સદા ત્રિવિઘતાપરૂપ દુઃખનો ભોક્તા થાય છે.
હે પ્રભુ! આપને કેવળદર્શન હોવાથી અનંતદર્શી છો. તેથી સકળ વિશ્વનું આપને સહેજે દર્શન થાય છે તથા કેવળજ્ઞાન હોવાથી આપ અનંતજ્ઞાની છો. જેથી આપને સકળ વિશ્વનું એક સાથે જ્ઞાન ઉપલબ્ધ છે.
સર્વ કર્મના આવરણ દૂર થવાથી આપ ત્રણેય લોકના સકળ પદાર્થને પ્રકાશવા સમર્થ છો, તેથી આપ ગૈલોક્ય પ્રકાશક છો. એવા આપના અનંત સ્વરૂપને જણાવવા હું પામર શું નિશાની એટલે ઉપમા આપીને બતાવી શકું? કંઈ જ નહીં. ‘ઉપમા આપવાની તમા રાખવી તે વ્યર્થ છે. I/૧૬ાા.
મારા હિતને અર્થે સર્વેને ક્ષમાવું છું મુજ હિત અર્થે દઉં, સાક્ષી માત્ર તમારી; હું ક્ષમા ચાહું, મતિ સદા આપજો સારી. ૧૭.
બૃહદ્ આલોચના અર્થ - સર્વ કર્મ બંધનથી મુક્ત થઈ મારા આત્માનું હિત થાય તેના માટે ખરા ભાવથી આપને અંતરમાં સાક્ષી રાખી હું બીજાને ક્ષમા આપું છું. તથા બીજા પ્રત્યે ક્ષમા યાચના કરું છું. ભવિષ્યમાં ફરી આવા દોષો થવા ન પામે તેના માટે મને સદા સારી મતિ આપજો. એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. I/૧૭ના
નિઃશંકિતપણું સમકિતનો પહેલો ગુણ તુમ પ્રણીત તત્ત્વમાં, શંકાશીલ ન થાઉં;
જે આપ બતાવો, માર્ગ ત્યાં જ હું જાઉં. ||૧૮ અર્થ :- આપે પ્રણીત કરેલા તત્ત્વમાં હું શંકાશીલ ન થાઉં એવી મારી આકાંક્ષા છે. કેમકે નિઃશંકતા એ સમકિતનો પહેલો ગુણ છે. એક પળ માત્ર શંકા થાય તો બધું બગાડી નાખે, ગાઢ કર્મ બાંધી લે. શંકા સંતાપકારી છે. શંકા રહિત સમકિતીને રાતદિવસ પુરુષાર્થ જાગે છે તથા આત્મામાં તેની વૃત્તિ લાગી રહે છે.
જે આપ બતાવો તે જ મોક્ષમાર્ગમાં હું સદા ગમન કરું. ‘પુષ્પમાળા'માં ભક્તિકર્તવ્ય અને ઘર્મકર્તવ્ય એમ બે ભેદ ઘર્મના બતાવ્યા છે. સત્પષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ, સ્વાધ્યાય વગેરે કરવો તે ભક્તિ છે. અને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, આત્માના પરિણામ સ્થિર થાય તે ઘર્મ છે. શરૂઆતમાં ભક્તિ એ મુખ્ય છે; પછી તેનું પરિણામ ઘર્મ આવે છે. ૧૮
માત્ર આત્માર્થની જ મારી આકાંક્ષા રહો મુજ આકાંક્ષા ને, વૃત્તિ એવી નિત્ય થાજો;
લઈ શકું જેથી હું, મહદ્ મુક્તિનો લાવો. ૧૯ અર્થ - મારી આકાંક્ષા અને વૃત્તિ હમેશાં એવી રહેજો કે જ્યારે મારે દેહને અંગે બીજા કાર્યમાં પ્રવર્તવું પડે અથવા રાત્રે નિદ્રા લઉ ત્યારે પણ ભાવના તો મારી એક આત્માર્થ કરવાની જ રહે. એવી આપ પ્રભુ પ્રત્યે મારી વાચના છે. જેથી હું મહદ્ એટલે સર્વથી મહાન એવા મોક્ષસુખને માણવાનો લહાવો લઈ શકું. ૧૯iા.
Page #8
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૧૧
સર્વ જાણે તે સર્વજ્ઞ
હે સર્વજ્ઞ પ્રભુ! શું વિશેષ કહું હું તમને;
નથી લેશ અજાણ્યું, આપથી નિશ્ચય મુજને. ।।૨ા
અર્થ :— હે સર્વજ્ઞ ભગવાન! હું આપને વિશેષ શું કહું? કેમકે આપ તો સર્વજ્ઞ હોવાથી સર્વ જાણો છો. આપનાથી લેશમાત્ર પણ કંઈ અજાણ્યું નથી. મારા સત્તામાં પડેલા કર્મને પણ આપ તો જાણો છો. ।।૨ા પશ્ચાત્તાપથી, બાંઘેલા કર્મનું ઝરણ
હું કેવલ પશ્ચાત્તાપથી દિલ દહું છું;
મુજ કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું. I॥૨૧॥
અર્થ :– હું કેવળ એટલે માત્ર પશ્ચાત્તાપથી મારા દિલને દહું છું, અર્થાત્ પશ્ચાત્તાપરૂપ ભાવઅગ્નિવડે બાંધેલા કર્મોને બાળું છું. તથા આપ પ્રભુની કૃપાથી મારા કર્મજન્ય પાપો ક્ષય થાય અને નવા ન બંધાય, તેના માટે સમતા, ક્ષમા, ઘીરજ મારામાં બની રહે એવી મારી અભિલાષા છે.
॥૨૧॥
‘વિભાવ પરિણામથી થાકવું' તે યથાર્થ શાંતિ
ૐૐ શાંતિ શાંતિ, કરો કૃપાળુ શાંતિ;
ગુરુ રાજચંદ્ર જિન વચન, હરો મમ ભ્રાંતિ. ॥૨॥
અર્થ :– હે પરમકૃપાળુદેવ! ૐના પ્રતીતરૂપે આપના દ્વારા મળેલ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રના ધ્યાન વડે મારા આત્માનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ.
સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે જ ખરી શાંતિ છે. તેથી જીવનું અવશ્ય કલ્યાણ થાય છે.
ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના જિન એટલે રાગદ્વેષને જિતનાર એવા વચનો મારી આત્મસ્રાંતિને હરનાર થાઓ, હરનાર થાઓ; એ જ મારી અભિલાષા છે. ૨૨ા
૧૨
બૃહદ્ આલોચના
શ્રી લાલાજી રણજીતસિંહ કૃત શ્રી બૃહદ્ આલોચના
બૃહદ્ એટલે મોટી અર્થાત્ વિસ્તારપૂર્વક કરવામાં આવેલી આલોચના.
આલોચના એટલે ભૂતકાળમાં થઈ ગયેલા દોષોને આલોચવા અર્થાત્ તેને સ્મૃતિમાં લાવી ગુરુ આગળ તે તે દોષોને કહેવા અને તેની નિંદા કરવી, પશ્ચાત્તાપ કરવો કે જેથી ભવિષ્યમાં ફરી તેવા દોષો થવા ન પામે. એમ કરવાથી આત્મા કર્મભારથી હલકો થાય છે તથા નવીન પાપકર્મ કરતો અટકે છે. જેથી કાલાંતરે આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકાને પામે છે.
ગુરુ આગળ દોષો પ્રગટ કરવાથી તે નાશ પામે છે તથા ગુરુ આગળ દોષો છૂપાવવાથી, રૂપી રાજાની જેમ ભવભ્રમણ વધી જાય છે.
દોષો સદ્ગુરુ સમક્ષ જ પ્રગટ કરી શકાય. તે સિવાય કોઈના આગળ કહેવાય નહીં. માટે આપણે પરમકૃપાળુદેવના ચિત્રપટ કે મૂર્તિ સમક્ષ ખરા અંતઃકરણથી દોષો પ્રગટ કરી પશ્ચાત્તાપ કરવો અને ફરી તેવા દોષ થવા દેવા નહીં તો જ માફી મળી શકે. આલોચનાદિ પદ સંગ્રહમાં કહ્યું છે કે—
“ભૂતકાલકી ક્ષમા સફલ જબ હોય ભવિષ્યકી પ્રતિગના’
ઉપર પ્રમાણે ગુરુ આગળ થયેલા દોષોને આલોચી આત્માને નિર્મળ કરવો. હવે આલોચના કરતાં પહેલાં આઠ ગાથાઓ વડે પંચ પરમેષ્ઠિ ભગવંતની સ્તુતિ મંગલાચરણરૂપે કરે છે.
સિદ્ધ ભગવંતની સ્તુતિ (દોહા)
સિદ્ધ શ્રી પરમાતમા, અરિગંજન અરિહંત; ઇષ્ટદેવ વંદું સદા, ભય ભંજન ભગવંત. ૧
અર્થ :– જેણે આઠેય કર્મનો સંપૂર્ણ નાશ કરવાથી પોતાનું શુદ્ધ
સહજાત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટ કર્યું એવા શ્રી સિદ્ધ પરમાત્મા તથા ચાર
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૩
૧૪
બૃહદ્ આલોચના છે. જેમના ગર્ભ, જન્મ, દીક્ષા, તપ અને નિર્વાણ એ પાંચ કલ્યાણકો વખતે નર્કના જીવોને પણ ક્ષણિક શાંતિનો અનુભવ થાય છે, જેથી તરાય એવા ઘર્મના જે પ્રવર્તક હોવાથી તીર્થકર કહેવાય છે, જે ઉપદેશરૂપ અમૃતને વરસાવી પદાર્થોના રહસ્યને ખોલે છે, જેની પાંત્રીસ ગુણયુક્ત વાણી હોય છે. જન્મથી જ જે ત્રણ જ્ઞાન યુક્ત છે, જેને મહાગોપ, મહામાહણ, નિર્ધામક અને સાર્થવાહ જેવી ઉપમાઓ છાજે છે એવા મારા ઇષ્ટદેવ અરિહંત ભગવાનને મારા સદા નમસ્કાર હો. ||૧||
પંચપરમેષ્ઠી ભગવંતની સ્તુતિ અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય;
સાધુ સકલકે ચરનકું, વંદું શિષ નમાય. ૨ અર્થ - હવે આ ગાથા વડે પંચ પરમેષ્ઠી ભગવંતને નમસ્કાર કરે
બૃહદ્ આલોચના ઘાતીયા કર્મરૂપ શત્રુઓના ગંજન એટલે જુલમને જેણે નાશ કર્યો એવા શ્રી અરિહંત ભગવંત જે મારા ઇષ્ટદેવ પરમાત્મા છે, તેને હું સદા ભાવપૂર્વક પ્રણામ કરું છું. કેમકે તે ભગવંતના સ્વરૂપની સ્મૃતિ પણ મારા જન્મ જરા મરણના ભયને ભાંગનાર છે તથા શાશ્વત મોક્ષસુખને આપનાર છે.
સિદ્ધ પરમાત્માના આઠેય કર્મ નાશ પામવાથી નીચે પ્રમાણે તેમને આઠ ગુણની પ્રાપ્તિ થાય છે.
સિદ્ધના ૮ ગુણ :- (૧) અનંતજ્ઞાન, (૨) અનંતદર્શન, (૩) અવ્યાબાઘ સુખ, (૪) અનંત ચારિત્ર, (૫) અક્ષય સ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુત્વ, (૮) અનંતવીર્ય એ સિદ્ધના આઠ ગુણ છે. તે અનુક્રમે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ ક્ષય થવાથી પ્રગટેલા છે. -મોક્ષમાળા વિવેચન (પૃ.૮૫)
સિદ્ધ ભગવંત ત્રિવિઘતાપની ઉપાથિને સર્વકાળને માટે નાશ કરી સદા શુદ્ધ આત્મસ્વરૂપમાં જ રમણતા કરનારા છે. જેઓ રૂપાતીત સ્વભાવવાળા છે, જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છે, પીડારહિત છે, ફરીથી સંસારની સંતતિને જે પામનાર નથી તથા અનંતસુખના ભોક્તા છે. તે અનંતસુખને બતાવવા માટે અહીં કોઈ ઉપમા મળી શકે એમ નથી એવા સિદ્ધ ભગવંતને મારા સદા પ્રણામ હો. અરિહંત ભગવાનને પુણ્ય પ્રતાપે બાર ગુણની પ્રાપ્તિ નીચે પ્રમાણે થાય છે.
- અરિહંતના ૧૨ ગુણ :- (૧) અશોકવૃક્ષ, (૨) સુરપુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય-ધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) છત્ર એ આઠ પ્રાતિહાર્ય અને (૧) અપાય-અપગમ-અતિશય, (૨) જ્ઞાનઅતિશય, (૩) પૂજા-અતિશય, (૪) વચન-અતિશય એ ચાર અતિશય મળી અરિહંતના બાર ગુણ થાય છે. - મોક્ષમાળા વિવેચન (પૃ.૮૪).
અરિહંત પ્રભુ, તીર્થકર નામકર્મના ઉદયથી ભવ્યજનોના કલ્યાણ અર્થે દેશના આપે છે. જેઓ સદા આઠ પ્રાતિહાર્યથી યુક્ત હોય છે, જેમને ઇન્દ્રો તથા ચક્રવર્તીઓ વગેરે પણ સદા પૂજે છે. ચાર ઘાતીયા કર્મથી જે રહિત
ઉપકારની દ્રષ્ટિએ મુખ્ય કરી અહીં અરિહંત ભગવંતને પહેલા નમસ્કાર કર્યા છે. પછી સિદ્ધ ભગવંતને નમસ્કાર કર્યા છે. નવકારમંત્રમાં પણ આ જ ક્રમ રાખવામાં આવ્યો છે; કારણકે મોક્ષમાર્ગને બતાવનાર અરિહંત ભગવંત છે. જ્યારે સિદ્ધ ભગવંત તો અશરીરી હોવાથી નિરાકાર છે અને મોક્ષમાં બિરાજમાન છે.
અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાનનું સદા સ્મરણ કરું છું.
તથા આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સર્વ સાધુ ભગવંતના ચરણકમળમાં સદા શીશ નમાવી વંદન કરું છું.
આચાર્ય ભગવંતના મુખ્ય છત્રીશ ગુણ નીચે પ્રમાણે છે :
આચાર્યના ૩૬ ગુણ – “પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ, બ્રહ્મચર્યની નવ ગુમિ, ચાર કષાયથી મુક્ત, “પાંચ મહાવ્રત, "જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય એ પંચાચાર પાલન, ત્રણ ગુમિ અને પાંચ સમિતિ એમ એકંદર છત્રીશ ગુણ આચાર્યના છે. -મોક્ષમાળા વિવેચન (પૃ.૮૫)
આચાર્ય ભગવંત ભવ્ય પ્રાણીઓને સૂત્ર અનુસાર સત્યમાર્ગનો ઉપદેશ આપે છે. ચતુર્વિધ સંઘના જે આઘારભૂત છે. જેઓ આત્માના
Page #10
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૧૫
જ્ઞાનાનંદને ભોગવે છે તથા પૌલિક ભાવોથી જે સદા વિરક્ત છે, જે વર્તમાન યુગમાં પ્રધાન પુરુષ છે, જે હમેશાં અપ્રમાદી છે, ‘નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે. અપ્રમાદીને કોઈ રીતે ભય નથી.' જેઓ વિકથા કરતા નથી. જિનેશ્વર ભગવાનરૂપ સૂર્ય અને કેવળી ભગવંતરૂપ ચંદ્ર અસ્ત પામવાથી જગતમાં જે દીપકરૂપે થઈ પ્રકાશ આપે છે. ત્રણે ભુવનના પદાર્થોને પ્રગટ કરવામાં કુશળ છે. એવા આચાર્ય ભગવંત જગતમાં સદા જયવંત વર્તો. ઉપાધ્યાય ભગવંતના મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે :
જે
ઉપાધ્યાયના ૨૫ ગુણ :—અગિયાર અંગ, બાર ઉપાંગ, 'ચરણ સિત્તેરી અને 'કરણસિત્તેરી એ બધા મળી પચ્ચીશ ગુણ ઉપાઘ્યાયના થાય છે. મોક્ષમાળા વિવેચન (પૃ.૮૫)
ચરણસિત્તેરી—પાંચ મહાવ્રત, દસ યતિધર્મ, સત્તર પ્રકારે સંયમ(૫ મહાવ્રત, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૪ કષાયનો નિગ્રહ.) દસ વૈયાવૃત્ય, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ એટલે નવવાડ, ત્રણ રત્નત્રય, બાર પ્રકારના તપ, ચારેય કષાય ઉપર વિજય આ પ્રમાણે બધા મળી સિત્તેર પ્રકાર થાય છે.
કરણસિત્તેરી–ઉપર કહેલા ચરણ એટલે ચારિત્રને પુષ્ટિ કરવાવાળા ગુણોને કરણ કહે છે. તે ઉત્તર ગુણો છે. તે આ પ્રમાણેઃ— ચાર પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિઓ, બાર ભાવના, બાર ડિમા, પાંચ ઇન્દ્રિય નિરોધ, પચ્ચીસ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ અને ચાર અભિગ્રહ. આ
પ્રમાણે બધા મળી કરણના સિત્તેર પ્રકાર થાય છે. -જૈન તત્ત્વપ્રકાશમાંથી
ઉપાધ્યાય ભગવંત જે આચાર્ય નથી પણ આચાર્ય ભગવંતના
સાધુઓને સહાયક છે. જે બાર અંગ– (૧) આચારાંગ સૂત્ર, (૨) સૂત્રકૃતાંગ સૂત્ર, (૩) સ્થાનાંગ સૂત્ર, (૪) સમવાયાંગ સૂત્ર, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર), (૬) જ્ઞાતૃધર્મકથાંગ સૂત્ર, (૭) ઉપાસક દશાંગ સૂત્ર, (૮) અંતકૃતદશાંગ સૂત્ર, (૯) અનુત્તરોપપાદકદશાંગ સૂત્ર, (૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર, (૧૧) વિપાક સૂત્ર તથા (૧૨)મું દૃષ્ટિવાદ અંગ વિચ્છેદ ગયેલ છે. તથા જે બાર ઉપાંગ—(૧) ઔપપાતિકોપાંગ સૂત્ર, (૨) રાજપ્રશ્નોપાંગ સૂત્ર, (૩) જીવાભીગમોપાંગ સૂત્ર, (૪) પ્રજ્ઞાપનોપાંગ સૂત્ર, (૫) જમ્બુદ્વીપપ્રજ્ઞતિ
૧૬
બૃહદ્ આલોચના સૂત્ર, (૬) ચંદ્રપ્રતિ સૂત્ર, (૭) સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર, (૮) કલ્પિકા સૂત્ર, (૯) કલ્પવડિસિકા સૂત્ર, (૧૦) પુષ્પિકા સૂત્ર, (૧૧) પુષ્પચૂલિકા સૂત્ર, (૧૨) વહ્નિદશા સૂત્રના અર્થ નિર્ભિમાનપણે આપવામાં જે સાવધાન છે. પરવાદીરૂપ હાથીઓને હરાવવામાં જે સિંહ જેવા છે. આગમની વાચના દેવામાં જે શક્તિમાન છે. જે સૂત્રના અર્થને વિસ્તારવામાં રસિક છે. રાજકુંવર જેમ રાજ્યની ચિંતા ધરાવે છે તેમ તે સાધુગણની ચિંતા રાખનારા છે. જે આચાર્ય પદવીને યોગ્ય છે, એવા ઉપાધ્યાય ભગવંતને મારા સદા નમસ્કાર હો.
સાધુ ભગવંતના મુખ્ય ગુણ સત્તાવીશ છે તે નીચે પ્રમાણે :—
સાધુના ૨૭ ગુણ :– પાંચ મહાવ્રત, 'રાત્રિભોજન ત્યાગ, પપાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, છકાયજીવની રક્ષા, લોભ ત્યાગ, 'ક્ષમા ઘારણ, 'ચિત્તની નિર્મળતા, 'વિશુદ્ધ વસ્ત્રપડિલેહણ, સંયમયોગમાં પ્રવૃત્તિ (તેમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ઘારણ કરે અને નિદ્રા-વિકથા-અવિવેકનો ત્યાગ કરે), અકુશલ મન-વચન-કાયાનો ત્યાગ, શીતાદિ પરિષહ સહન કરવા, મરણાદિ ઉપસર્ગ સહન કરવા; એમ એકંદર સત્તાવીશ ગુણ સાધુના છે. (મોક્ષમાળા વિવેચન પૃ.૮૫)
સાધુ મુનિવરો જે શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરે છે. અને આચાર્ય, ઉપાધ્યાય તથા બીજા સાધુપુરુષોની પણ સેવા કરે છે. સર્વ વિષયના ઝેરનું જેણે નિવારણ કરેલ છે. જે નિષ્કામ છે તથા સંગરહિત છે. જે શરીર ઉપરના મમત્વથી રહિત છે. જે ધ્યાન અને સ્વાધ્યાયમાં કાળ ગાળે છે. બાર પ્રકારના તપથી યુક્ત છે. જે ભમરાની માફક અનેક ઘરથી થોડું થોડું વહોરે છે. જે પાંચ ઇન્દ્રિયોને હમેશાં વશ રાખે છે. છ કાય જીવોની રક્ષા કરે છે. જે બ્રહ્મચર્યની નવવાડોનું પાલન કરે છે, એવા મુનિને મારા હિતની ખાતર સદા પ્રણામ કરું છું. ।।૨।।
શાસનનાયક શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ શાસન નાયક સમરિયે, ભગવંત વીર જિનંદ; અલિય વિઘન દૂરે હરે, આપે પરમાનંદ. ૩
Page #11
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના અગિયાર ગણઘરમાંના મુખ્ય ગણઘર હતા. //૪
શ્રી આત્મજ્ઞાની ગુરુની સ્તુતિ શ્રી ગુરુદેવ પ્રસાદસેં, હોત મનોરથ સિદ્ધ;
ઘન વરસત વેલી તરુ, ફૂલ ફલનકી વૃદ્ધ. ૫ અર્થ - હવે પરંપરામાં થતા આત્મજ્ઞાની સદ્ગુરુદેવની સ્તુતિ કરે
બૃહદ્ આલોચના
૧૭ અર્થ:- વર્તમાન વીતરાગઘર્મશાસનના નાયક શ્રી મહાવીર સ્વામી છે. તે છેલ્લા ચોવીસમા તીર્થંકર છે. તેમનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી ચાલશે. તેમાં લગભગ ૨૫૦૦ વર્ષ પૂરા થયા અને બાકીના સાડા અઢાર હજાર વર્ષ સુધી પંચમકાળની પૂર્ણતા સુધી તેમનું શાસન હજા વિદ્યમાન રહેશે. એવા શાસનનાયક ભગવાન મહાવીર સ્વામી જે આપણા દેવતત્ત્વ છે, તેમની સંપૂર્ણદશાને પામવા માટે સદા તેમની વીતરાગ મુદ્રાના દર્શન કરીએ તથા તેમના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરીએ. જેથી શુભકર્મનો બંધ થઈ અલિય એટલે અનિષ્ટ એવા સર્વ વિઘ્નો દૂર થશે તથા આત્માના પરમાનંદની જીવને પ્રાપ્તિ થાય એવો અવસર પણ આવી મળશે. રૂા.
પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર;
શ્રીગુરુ ગૌતમ સમરિયે, વાંછિત ફલ દાતાર. ૪ અર્થ - જેના અંગૂઠામાં અમૃત વસે છે, જે લબ્ધિઓનો ભંડાર છે અર્થાત્ જેને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ છે એવા શ્રી ગુરુ ગૌતમસ્વામીની સ્મૃતિ કરીએ કે જે તાપસો વગેરેને વાંછિત ફળના દાતાર સિદ્ધ થયા છે. તે આ પ્રમાણે
દ્રષ્ટાંત : અષ્ટાપદ પર્વત ઉપર ૧૫૦૦ તાપસ શક્તિ પ્રમાણે ઉપવાસાદિ તપ કરીને તપશ્ચર્યા કરતા હતા. ત્યાં શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત ઉપર રહેલ જિનબિંબોના દર્શન કરવા માટે પધાર્યા. તેઓ લબ્ધિના બળે સૂર્યના કિરણનું અવલંબન લઈ એકદમ ઉપર ચઢી ગયા. તે જોઈ તાપસોએ તેમને પોતાના ગુરુ કરવાનો નિશ્ચય કર્યો. ગૌતમસ્વામી નીચે પઘાર્યા ત્યારે તેમની પાસે સર્વેએ જૈન દીક્ષા ગ્રહણ કરી. તેમને પારણું કરાવવા માટે શ્રીગુરુ ગૌતમ-સ્વામી ગામમાંથી પાત્રમાં ખીર વહોરી લાવ્યા. તે ખીરના પાત્રમાં પોતાનો અંગૂઠો રાખી પંદરસો તાપસીને પારણું કરાવી દીધું. તેમની પાસે અક્ષીણ મહાન ઋદ્ધિ હતી, જેના પ્રભાવે ભોજન સામગ્રી જોઈએ તેટલી વધી ગઈ. આવી અનેક ઋદ્ધિઓના ઘારક ગુરુ શ્રી ગૌતમસ્વામી હતા. તેઓ ભગવાન મહાવીરના પ્રથમ ગણઘર તથા
પોતાના ઇષ્ટ સદ્ગુરુ ભગવંતના પ્રસાદથી એટલે તેમની કૃપાથી મનના ઇચ્છિત પદાર્થની સિદ્ધિ થાય છે. જેમ ઘન એટલે વાદળાં વરસવાથી પાનની વેલ, વૃક્ષ, ફુલ કે ફળની વૃદ્ધિ થાય છે તેમ સદ્ગુરુ ભગવંતની કૃપાથી સર્વ પ્રકારની સિદ્ધિ સાંપડે છે.
કહેવાનો આશય એમ જણાય છે કે જે ભવ્યાત્મા સદ્ગુરુ ભગવંતની આજ્ઞા ઉપાસી, પોતાની વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, અને સાચા અંતર ત્યાગની ભૂમિકાને વઘારશે તેના ઉપર સદ્ગુરુ ભગવંત જરૂર કૃપા કરશે, અર્થાત્ મોક્ષના લક્ષે જે જીવ સાચી આરાધના કરશે તેને દેવલોક આદિની કોઈપણ ભૌતિક રિદ્ધિ પ્રાપ્ત થવી સાવ સહેલ થશે. પણ માત્ર સાંસારિક કામનાઓથી જે સદ્ગુરુ ભગવંતની આરાધના કરશે, તેને પુણ્ય હશે તો કદાચ આ લોક પરલોકના તુચ્છ ઇન્દ્રિય સુખો એકવાર મળી જશે પણ તેમાં જીવ મોહ પામી ફરીથી ચારગતિરૂપ સંસારમાં જ રઝળશે, પણ પંચમ ગતિરૂપ મોક્ષને તે પામી શકશે નહીં. માટે સદૈવ નિષ્કામ ભક્તિ જ કર્તવ્ય છે. પણ
પંચ પરમેષ્ઠી આરાઘનાનું ફળ મુક્તિ પંચ પરમેષ્ઠી દેવકો, ભજનપૂર પહિચાન;
કર્મ અરિ ભાજે સબી, હોવે પરમ કલ્યાન. ૬ અર્થ - શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવા પંચ પરમેષ્ઠી ભગવંતની ખરેખરી પહિચાન એટલે ઓળખ કરીને તેમની ભરપૂર ભાવથી ભક્તિ કર્તવ્ય છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા જે સર્વજ્ઞ પુરુષો છે તેની તથા આત્મજ્ઞાનને પામેલા
Page #12
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૧૯ એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતની જ આ પંચ પરમેષ્ઠી પદમાં ગણતરી કરાય છે. આત્મજ્ઞાનથી રહિત પુરુષોની આ પદમાં ગણતરી નથી. શ્રીમદ્જીએ આત્મસિદ્ધિમાં કહ્યું છે :
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય;
બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.” -શ્રીમદ્ રાજચંદ્ર આવા સાચા સપુરુષોની નવકાર મંત્રમાં ગણતરી કરવામાં આવેલ છે. તેમના શુદ્ધ સ્વરૂપની ગુરુ આજ્ઞાએ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રરૂપે સદા ભજના કરવામાં આવે તો કર્મરૂપી શત્રુઓ સર્વ ભાગી જાય અને આત્માનું પરમ કલ્યાણ થઈ જાય એમ છે. કા.
પ્રભુના ચરણકમળમાં મારું મન સદા લીન રહો
શ્રી જિનયુગ પદકમલમેં, મુજ મન ભમર વસાય;
કબ ઊગે વો દિનકરુ, શ્રીમુખ દરિસન પાય. ૭ અર્થ :- જેણે રાગ દ્વેષ અજ્ઞાનને જીતી લીધા છે એવા વીતરાગ જિન પુરુષોના ચરણકમળમાં ભમરા જેવું આ મારું મન સદા વાસ કરીને રહો. તથા મારા ભાગ્યોદયરૂપ સૂર્યનો ઉદય ક્યારે થશે કે જ્યારે હું શ્રીમુખે પ્રત્યક્ષ ભગવાનના દર્શનને પામીશ. //શા
પ્રભુને પ્રણામ કરી સ્વદોષનું હવે વર્ણન કરું પ્રણમી પદપંકજ ભણી, અરિગંજન અરિહંત;
કથન કરૌં અબ જીવકો, કિંચિત્ મુજ વિરતંત. ૮ અર્થ :- અરિગંજન એટલે કર્મરૂપી શત્રુઓના જુલમને નાશ કરનાર એવા શ્રી અરિહંત પ્રભુના ચરણકમળમાં પ્રણામ કરીને હવે મારા જીવ દ્વારા થયેલ પાપોનું કિંચિત્ વિરતંત એટલે વૃત્તાંત, પાપના ભારથી હલકા થવા માટે પશ્ચાત્તાપપૂર્વક આપની સમક્ષ વર્ણવું છું. ૮. સંસારમાં અનંતકાળથી ભટકવાનું કારણ વિષયકષાય
આરંભ વિષય કષાયવશ, ભમિયો કાળ અનંત; લક્ષચોરાશી યોનિમેં, અબ તારો ભગવંત. ૯
બૃહદ્ આલોચના અર્થ :- હે ભગવંત! અનંતકાળથી પાંચ ઇન્દ્રિયના વિષયભોગોને વશ થઈ મેં અનેક પ્રકારના આરંભ એટલે હિંસાના કામો કર્યા. ભોગાદિ પદાર્થ મેળવવા માટે લોભાદિ કષાયભાવો કર્યો. તથા તેમાં વિઘ્નકર્તા પ્રત્યે ક્રોધાદિ કષાયભાવોને પણ સેવ્યા. તેના ફળસ્વરૂપ ચોરાશી લાખ જીવયોનિમાં હું અનંત દુ:ખ પામ્યો. માટે હે નાથ ! દયા કરીને હવે મને આ ભયંકર સંસાર સમુદ્રમાં ડૂબતાને તારો, પાર ઉતારો. કેમકે આપના સિવાય આ જગતમાં બીજો કોઈ મને તારનાર નિષ્કારણ તારક પુરુષ નથી. દેવગુરુ ઘર્મની આશાતના એ અનંત સંસારવૃદ્ધિનું કારણ
દેવ ગુરુ ઘર્મ સૂત્રમેં, નવ તત્ત્વાદિક જોય;
અધિકા ઓછા જે કહ્યા, મિથ્યા દુષ્કૃત મોય. ૧0 અર્થ:- સાચા દેવ કોણ? તો કે જે કામ ક્રોધાદિ અઢાર દૂષણોથી રહિત હોય છે. સાચા ગુરુ કોણ? તો કે જેની મિથ્યાત્વની ગ્રંથી એટલે ગાંઠ ગળી ગઈ છે તે સાચા નિગ્રંથ ગુરુ. સાચો ઘર્મ કયો? તો કે વ્યવહારથી દયામૂળ “અહિંસા પરમો ઘર્મ’ છે, તથા નિશ્ચયથી જોઈએ તો વસ્તુનો સ્વભાવ એ જ પોતાનો ઘર્મ છે. એ સતુદેવગુરુઘર્મનું વર્ણન જે શાસ્ત્રમાં કર્યું હોય અથવા સૂત્રરૂપે જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા તથા પાપ અને પુણ્યનું વર્ણન જેમાં કર્યું હોય; અથવા જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અથર્મો-સ્તિકાય, આકાશાસ્તિકાય કે કાળ દ્રવ્યનું વર્ણન જેમાં કર્યું હોય, અથવા પ્રથમ પદ આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ છ પદનું જેમાં વર્ણન કર્યું હોય તે શાસ્ત્રોની તથા એવા કોઈ પણ ભગવાનના ઉપદેશેલ વચનોની મારાથી કંઈપણ અજ્ઞાનવશ ઓછી વત્તી પ્રરૂપણા થઈ હોય તો તેની હું ખરા અંતઃકરણથી માફી ચાહું છું. આપની કૃપાએ તે દુષ્કૃત્યો એટલે ખોટા કરેલા કામો મિથ્યા થાઓ, એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે, કેમકે ‘તત્ત્વાર્થ શ્રદ્ધનમ્ સન્થર્શનમ્' -મોક્ષશાસ્ત્ર
ઉપરોક્ત તત્વોની શ્રદ્ધા કરવી એ વ્યવહાર સમકિત છે; જે નિશ્ચય સમકિતનું કારણ છે, અને એ તત્ત્વોની ઓછી વત્તી પ્રરૂપણા કરવી એ
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૧
બૃહદ્ આલોચના અનંતાનુબંધી કષાયનું કારણ છે કે જેથી જીવને અનંત સંસારની વૃદ્ધિ થાય છે. એ વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે :
“જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંઘ થાય તે કષાય પરિણામને જિનપ્રવચનમાં ‘અનંતાનુબંઘી’ સંજ્ઞા કહી છે”.
શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૬૧૩) “સતુદેવ, સદ્ગુરુ અને સથર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, તથા વિમુખભાવ થાય, એ આદિ પ્રવૃત્તિથી, તેમજ અસદેવ, અસગુરુ તથા અસતુથર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તતાં “અનંતાનુબંધી કષાય” સંભવે છે.”
(પત્રાંક ૬૧૩) ૧૦ના સૌથી મોટું પાપ મિથ્યાત્વ મિથ્યા મોહ અજ્ઞાનકો, ભરિયો રોગ અથાગ;
વૈદ્યરાજ ગુરુ શરણથી, ઔષઘ જ્ઞાન વિરાગ. ૧૧ અર્થ:- સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. તેને અજ્ઞાન કહો, દર્શનમોહ કહો કે વિપરીત માન્યતા કહો, એક જ છે, દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ વિપરીત માન્યતા અથવા અજ્ઞાનનો મિથ્યા મોહરૂપી રોગ, તે અનાદિકાળથી મારામાં અથાગ એટલે અપાર ભરેલો છે. તે અંગૃહિત મિથ્યાત્વના રોગને હજુ સુધી હું કાઢી શક્યો નથી.
તે રોગના સાચા સુજાણ વૈદ્યરાજ શ્રી સદગુરુ ભગવંત છે. તે શ્રી ગુરુના શરણમાં જવાથી જ આ રોગને મૂળથી નષ્ટ કરી શકાય એમ છે. આ રોગનું વાસ્તવિક ઔષઘ સદ્ગુરુ દ્વારા આપેલ સાચું જ્ઞાન અર્થાત્ બોથ છે અને તે બોઘવડે જીવનમાં સાચો વિરાગ અર્થાત્ વૈરાગ્યભાવ પ્રગટે છે.
એ જ્ઞાન વૈરાગ્યવડે મિથ્યાત્વરૂપી મહામોહને જે પ્રથમ દૂર કરશે તે જીવ આગળ વધીને રાગદ્વેષરૂપ ચારિત્રમોહનો પણ નાશ કરી કેવળજ્ઞાન પ્રગટાવશે. એ જ મુક્તિનો સાચો ઉપાય છે. ll૧૧ાા
બૃહદ્ આલોચના કરેલા પાપોનો ગાઢ પશ્ચાત્તાપ જે મેં જીવ વિરાળિયા, સેવ્યાં પાપ અઢાર;
પ્રભુ તમારી સાખર્ચો, વારંવાર ધિક્કાર. ૧૨ અર્થ - અનંતકાળથી મેં જે જે જીવોની વિરાધના કરી છે અર્થાત્ જેમને મેં દુઃખી કર્યા છે તથા અઢાર વાપસ્થાનક એવા પ્રાણાતિપાત એટલે જીવોની હિંસા, મૃષાવાદ, અદત્તાદાન એટલે ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ એટલે કલેશ, અભ્યાખ્યાન એટલે અછતાં આળ દીઘાં, પૈશુન્ય એટલે પરની ચુગલીચાડી કરી, રતિઅરતિ એટલે ગમવા અણગમવાપણું કર્યું, પરંપરિવાદ એટલે બીજાના અવગુણ અવર્ણવાદ ગાયા, માયામૃષાવાદ એટલે માયાકપટથી જૂઠું બોલ્યો, મિથ્યાદર્શનશલ્ય એટલે વીતરાગમાર્ગમાં શંકા, કાંક્ષા આદિ વિપરીત પ્રરૂપણા કરી. એવા પાપ જે મેં સેવ્યા છે, તે સર્વને હે પ્રભુ! આપની સાક્ષીએ ખરા મનથી હું ધિક્કારું છું, તેનો તિરસ્કાર કરું છું. જેથી ફરીવાર એ પાપો મારાથી થવા ન પામે. એ માટે આ બૃહદ્ આલોચનાનો પાઠ પણ આપની સમક્ષ ભાવ શુદ્ધિ માટે આજે ઉચ્ચારું છું. /૧૨ા
મારા જેવો કોઈ અઘમ નથી બુરા બુરા સબકો કહે, બુરા ન દિસે કોઈ;
જો ઘટ શોથે આપનો, મોસું બુરા ન કોઈ. ૧૩ અર્થ :- આ જીવ દુર્યોધન જેવી દ્રષ્ટિના કારણે સર્વને ખરાબ કહે છે; પણ યુધિષ્ઠિર ઘર્મરાજા જેવી દ્રષ્ટિ કરે તો આ જગતમાં કોઈની બુરાઈ નજરે ન પડે. જગતવાસી જીવોમાં ગુણદોષ બન્ને વિદ્યમાન છે, પણ જેવી જીવની દ્રષ્ટિ હોય તેવી તેને સૃષ્ટિ જણાય છે. બઘામાં ગુણ જાએ તો પોતે ગુણનો ભંડાર બને છે અને નિખાલસતાથી પોતાના દોષ જાએ તો એને ખ્યાલ આવે કે મારા જેવો જગતમાં કોઈ દોષી નથી. ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.’
“અઘમાઘમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું?” ૧૩
Page #14
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
હું તો અનંત દોષનું ભાન છું કહેવામાં આવે નહીં, અવગુણ ભર્યા અનંત;
લિખવામાં ક્યું કર લિખું, જાણો શ્રી ભગવંત. ૧૪ અર્થ - હે પ્રભુ! મારામાં અનંત દોષો ભરેલા છે. તે મારાથી વાણી દ્વારા કહી શકાય એમ નથી. ભગવાનમાં અનંત ગુણો છે. તે જ મારામાં દોષરૂપ થયેલા છે. વાણી દ્વારા પણ જે દોષો વર્ણવી ન શકાય તે લખવામાં કેવી રીતે આવી શકે. છતાં હે ભગવાન! આપ તે મારા સર્વ દોષોને કેવળજ્ઞાનવડે જાણો જ છો. ૧૪ રાગદ્વેષ અજ્ઞાન નાશ પામો એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના
કરુણાનિથિ કૃપા કરી, કર્મ કઠિન મુઝ છેદ;
મિથ્યા મોહ અજ્ઞાનકો, કરજો ગ્રંથિ ભેદ. ૧૫ અર્થ:- હે કરુણાનિધિ એટલે દયાના ભંડાર એવા પ્રભુ! આપ મારા પર કૃપા કરી કઠોર એવા દ્રવ્યકર્મ, ભાવકર્મને છેદવા માટે, મને સમ્યક્ષુદ્ધિ આપો. તે સર્વ કર્મનું મૂળ કારણ એવી મિથ્યાત્વ મોહરૂપ અજ્ઞાનની ગ્રંથિ છે. પ્રથમ તેને છેદવા માટે અને આત્મજ્ઞાન પ્રગટાવવા અર્થે મારા મિથ્યાત્વમોહનીય કર્મનો અને અનંતાનુબંધી ક્રોથ માન માયા લોભરૂપે ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય એવો પુરુષાર્થ જગાડો. કેમકે
“રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાન વગર સર્વ કર્મનો ક્ષય કરી શકાય નહીં માટે સૌથી પ્રથમ જીવને પ્રયોજનભૂત કાર્ય એ જ છે. I/૧૫
પતિત પાવન નાથજી મારો કરો ઉદ્ધાર પતિત ઉદ્ધારન નાથજી, અપનો બિરુદ વિચાર;
ભૂલચૂક સબ માહરી, ખમીએ વારંવાર, ૧૬ અર્થ:- આ જગતમાં કર્મવશાત્ અનાદિકાળથી પતિત થયેલા મારા જેવા પામર જીવોનો ઉદ્ધાર કરવાને સમર્થ એવા હે મારા નાથજી! આપનું
૨૪
બૃહદ્ આલોચના તરણતારણ એવું બિરુદ છે. તો તે બિરુદનો વિચાર કરીને પણ અમને તારો. અમારા દ્વારા થયેલી સર્વ ભૂલચૂકને અમે વારંવાર ખમાવીએ છીએ, વારંવાર આપની સમક્ષ તેની માફી માગીએ છીએ. II૧૬ાા
શ્રદ્ધા, શીલ, સંતોષ ગુણોની માગણી માફ કરો સબ માહરા, આજ તલકના દોષ;
દીનદયાળુ દો મુજે, શ્રદ્ધા શીલ સંતોષ. ૧૭ અર્થ - આજ દિન સુધી જે કંઈપણ મારાથી જાણ્યે અજાણ્યે દોષો સેવાયા હોય, તે સર્વને હે ભગવંત! આપ માફ કરો અને દીન ઉપર દયા કરનાર એવા દીનદયાળુ પ્રભુ! મને હવે સાચી શ્રદ્ધા, શીલ એટલે સદાચારરૂપ સંખ્યક્રચારિત્ર અને આત્મામાં જ પરમ સંતોષભાવ આપો.
આપના બોથ વડે મને સાચી શ્રદ્ધા પ્રગટે અને તે જીવનમાં ઊતરી મારું આચરણ સમ્યક્ બને એમ ઇચ્છું છું. તેના ફળસ્વરૂપે હું આત્માના સુખમાં જ પરમ સંતોષભાવ પામી સર્વ કાળને માટે વિભાવ પરિણામથી છૂટી જાઉં, અને શાશ્વતું મુક્તિધામને પામું એ જ મારી આપ પ્રભુ પ્રત્યે સાચા હૃદયની પ્રાર્થના છે. ૧૭
આત્મનિંદા કરી આત્મશુદ્ધિ કરવાની ભાવના
આતમનિંદા શુદ્ધ ભની, ગુનવંત વંદન ભાવ;
રાગદ્વેષ પતલા કરી, સબસેં ખીમત ખીમાવ. ૧૮ અર્થ :- મારા આત્માએ જે પૂર્વે દોષો કર્યા છે તેને સ્મરણમાં લઈ, તેની નિંદા કરી હે પ્રભુ! આપ સમક્ષ તે સર્વ દોષોને શુદ્ધ રીતે ભણી અર્થાત્ બધું સ્પષ્ટ કહી દઉં છું. તથા ગુણવંત પુરુષોને ભાવથી વંદન કરી, અનાદિના શત્રુ એવા રાગદ્વેષના ભાવોને પાતળા કરી અર્થાત્ ઘટાડીને સર્વને ખીમત એટલે ક્ષમી અને ખીમાવ અર્થાત્ ક્ષમાવું છું; જેથી મારા આત્માની શુદ્ધિ થાય. ll૧૮ાા ગુરુદેવની કૃપાએ પૂર્વ પાપથી છૂટું અને નવા ન બાંઘુ
છૂટું પિછલાં પાપસે, નવાં ન બાંધુ કોઈ; શ્રી ગુરુદેવ પ્રસાદસેં, સફલ મનોરથ હોઈ. ૧૯
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૫
બૃહદ્ આલોચના
અર્થ - પૂર્વે કરેલાં પાપોની નિંદા કરી, પશ્ચાત્તાપ કરીને અથવા જે જે પાપોના ફળ શાતા અશાતારૂપે ઉદયમાં આવે તેને સમતાભાવે ભોગવી લઈ તેથી છૂટી જાઉં; પણ તે તે કર્મના ઉદય નિમિત્તે ફરી રાગદ્વેષ કરી નવા કર્મ બાંધું નહીં. એવી હે શ્રી ગુરુદેવ! મને શક્તિ આપો. આપના એવા પ્રસાદથી અર્થાત્ કૃપાથી મારા ઉપરોક્ત મનોરથ એટલે મનના ભાવો જરૂર સફળ થશે, એવી મને પૂર્ણ ખાત્રી છે. ૧૯
પરિગ્રહની મમતા તજી સમાધિમરણ સાથું પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર;
અંત સમય આલોચના, કેરું સંથારો સાર. ૨0 અર્થ :- ‘પરિ’ એટલે ચારે બાજુથી “ગ્રહ’ એટલે પકડી લીધો છે જેણે મને એવા પરિગ્રહ પ્રત્યેની આસક્તિ, મૂર્છા કે મમતાભાવનો હવે ત્યાગ કરી, અહિંસા, સત્ય, અચોર્ય, બ્રહ્મચર્ય તથા પરિગ્રહ ત્યાગરૂપ પંચ મહાવ્રતને ઘારણ કરું, તથા મરણના અંત સમયે સર્વ પાપોની આલોચના કરીને સંથારો કરું. સંથારો એટલે સર્વ ઘનકુટુંબાદિ સગાં સંબંધી પ્રત્યેનો મોહમમત્વભાવ ત્યાગી, દેહાધ્યાસ છોડી ક્રમે ક્રમે આહારનો પણ ત્યાગ કરી આ નશ્વર દેહનો સમાધિભાવ સહિત શાંતભાવથી ત્યાગ કરું. અંત સમયે રોગાદિના કારણે શરીર ટકે એમ લાગતું ન હોય તથા જ્ઞાની પુરુષનો યોગ હોય તો તેને પૂછી આજ્ઞા લઈને જ આ સંથારો અર્થાત્ સંલ્લેખનામરણ કર્તવ્ય છે. ઉપરોક્ત ત્રણ મનોરથ મનુષ્યજીવનના સારરૂપ છે. /૨૦માં
તીન મનોરથ ધ્યાવે તે શિવસુખ પાવે તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન્ન;
શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ઘન. ૨૧ અર્થ - ઉપરની ગાથામાં (૧) પરિગ્રહ પ્રત્યેની મમતાનો ત્યાગ. (૨) પંચ-મહાવ્રતનું ઘારણ તથા (૩) જીવનના અંત સમયે પાપોની આલોચના કરી સંથારા સાથે સમાધિપૂર્વક દેહત્યાગ કરવો, એ ત્રણ મનોરથ કહ્યા; તેને જે ભવ્યાત્મા સાચા મનથી નિત એટલે હમેશાં ધ્યાવે
૨૬
બૃહદ્ આલોચના અર્થાત્ ચિંતવન કરે, વિચારે તથા પોતાની શક્તિ અનુસાર અવશ્ય મોહ ઘટાડી વ્રતોનું પાલન કરવાનો અભ્યાસ કરે, તે જીવ અંત સમયે સમાધિમરણ સાથી કાળાંતરે મોક્ષસુખને પામે છે. આવા ભવ્યાત્માનું જીવન ઘન્ય ગણવા યોગ્ય છે. ૨૧ સાચા દેવ, ગુરુ, ઘર્મ અને શાસ્ત્રનું સ્વરૂપ સમજવું
અરિહા દેવ, નિગ્રંથ ગુરુ, સંવર નિર્જર ઘર્મ;
આગમ શ્રી કેવલી કથિત, એહિ જેન મત મર્મ. ૨૨ અર્થ :- હવે જૈનમત પ્રમાણે પ્રથમ રહસ્ય નીચે પ્રમાણે જાણવા યોગ્ય છે:
અરિ એટલે શત્રુ, આત્માના ગુણોને ઘાતે એવા સર્વ ઘાતીયા કર્મોને જેણે હણી નાખ્યા છે એવા અઢાર દૂષણ રહિત વીતરાગ દેવને જ સાચા દેવ માનવા યોગ્ય છે. જે અરિહંતના નામે ઓળખાય છે.
તથા રાગદ્વેષ અજ્ઞાનરૂપ મોહની ગ્રંથી એટલે ગાંઠ જેની ગળી જઈ આત્મજ્ઞાનને પામ્યા છે એવા નિગ્રંથ ગુરુ જ સાચા ગુરુ ગણવા યોગ્ય છે.
તેમજ જે ઘર્મના પાલનવડે ઉદય આવેલા કર્મોને સમભાવે ભોગવી નવા કર્મબંધને રોકવારૂપ સંવર થાય તથા ઉદયમાં આવેલા કર્મો અકામ નિર્જરારૂપે ફળ આપી ખરી જાય તેને નિર્જરા તત્ત્વ કહેવામાં આવે છે. તેમાં સકામ નિર્જરા તે નવીન કર્મબંધનનો હેતુ થતી નથી. તે જ્ઞાન ધ્યાનવડે સઘાય છે. તે જ સાચી નિર્જરા છે અને તે જ મુક્તિનો સાચો ઉપાય છે. - હવે સાચા શાસ્ત્રો કોને કહેવા? તો કે જેણે કેવળજ્ઞાનવડે જગતનું સર્વ સ્વરૂપ જોઈને યથાતથ્ય નિરૂપણ કર્યું એવા કેવળી તીર્થકર ભગવંત દ્વારા ઉપદિષ્ટ બોવ જ ખરા આગમ શાસ્ત્રો છે, ભગવંત તીર્થકરોએ જે ઉપદેશ આપ્યો તેને ગણઘર પુરુષોએ ઝીલી લઈ તેની દ્વાદશાંગીરૂપે રચના કરી. તે જ આગમ નામે જગતમાં પ્રસિદ્ધ છે.
ઉપરોક્ત પ્રમાણે દેવ, ગુરુ, ઘર્મ અને શાસ્ત્રનું સ્વરૂપ સમજવું એ જ જૈન ઘર્મનો મર્મ છે અર્થાત્ સર્વ દુઃખથી મુક્ત થવા રૂપ મોક્ષ પ્રાપ્ત કરવાનું એ જ રહસ્ય છે. ૨૨ાા
Page #16
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
વિષય-કષાય તજી શુદ્ધ સમકિત પામવાથી મુક્તિ
આરંભ વિષયકષાય તજ, શુદ્ધ સમકિત વ્રત ધાર;
જિન આજ્ઞા પરમાન કર, નિશ્ચય ખેવો પાર. ૨૩ અર્થ :- શ્રી ગુરુ તરવાના કામીને કહે છે કે હિંસાની પ્રવૃત્તિરૂપ આરંભને તથા પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં થતા રાગભાવને તેમજ ક્રોધ માન માયા લોભરૂપ કષાયભાવોને હવે તજી દઈ, ભગવાને કહેલા જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન કરી, વ્યવહાર સમકિત પામો, પછી આત્મઅનુભવરૂપ શુદ્ધ સમકિતને મેળવો. શુદ્ધ સમકિત પામ્યા પછી શ્રાવક કે મુનિના વ્રતોને અંગીકાર કરો. એમ જે ભવ્યાત્મા જિન એવા વીતરાગ પુરુષોની આજ્ઞાને પ્રમાણભૂત માની આરાઘશે તે નિશ્ચયથી એટલે નક્કી સંસારસમુદ્રથી ખેવો એટલે તુરંત પાર ઊતરશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી.
મનુષ્યભવની અમૂલ્ય ક્ષણોનો પૂરેપૂરો ઉપયોગ કરવો
ક્ષણ નિકમો રહનો નહીં; કરનો આતમ કામ;
ભણનો ગુણનો શીખનો, ૨મનો જ્ઞાનારામ. ૨૪ અર્થ :– ભગવાનનો ઉપદેશ છે કે એક ક્ષણ માત્ર પણ નકામું બેસી રહેવું નહીં. કારણ ‘નવરો બેઠો નખ્ખોદ વાળે.’ તો શું કરવું? તો કે આત્માના હિતનું કામ કરવું. મોક્ષમાળા વગેરે ઉત્તમ ગ્રંથોને ભણવા એટલે સ્થિરતાપૂર્વક વાંચવા, ગણવા એટલે તેના ઉપર ચિંતન કરી જીવનમાં ઉતારવા તથા શીખવું એટલે આત્મસિદ્ધિ વગેરે નવીન ગ્રંથોના ભાવને શીખવાનો પ્રયત્ન કરી સદા નિર્દોષ જ્ઞાનાનંદમાં રહેવું; પણ સમય નકામો કદી જવા દેવો નહીં. મનને ભક્તિ, સ્વાધ્યાય વડે ચિંતન, મનનમાં રોકી અવશ્ય આત્મહિત કરવું. l/૨૪ સહજાત્મસ્વરૂપને પામેલા પંચ પરમેષ્ઠી સદા પૂજનીય
અરિહા સિદ્ધ સબ સાથુજી, જિનાજ્ઞા થર્મસાર;
મંગલિક ઉત્તમ સદા, નિશ્ચય શરણાં ચાર. ૨૫ અર્થ :- જેણે ચારેય ઘાતીયા કર્મોને હણી નાખ્યા એવા અરિહંત
૨૮
બૃહદ્ આલોચના ભગવાન તથા જેણે સર્વ સિદ્ધિને મેળવી લીધી એવા સિદ્ધ ભગવાન એ સર્વજ્ઞ પુરુષો ગણાય છે. તથા આત્મજ્ઞાનને પામેલા એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત એ નિગ્રંથની કોટીમાં આવે છે. એ પાંચે મળીને પંચ પરમેષ્ઠી અથવા પરમગુરુ નામથી પણ ઓળખાય છે. એ પાંચેય પરમગુરુઓ આત્માના શુદ્ધ સહજાત્મસ્વરૂપને પામેલા પુરુષો છે. નિશ્ચયનયે આપણા આત્માનું પણ એ જ સ્વરૂપ છે. માટે સદ્ગુરુ આજ્ઞાએ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું નિશદિન ધ્યાન ઘરવું એ જ આત્માને ઉત્તમ માંગલિક એટલે કલ્યાણરૂપ છે. ઘર્મ આરાઘના અર્થે રાગદ્વેષ અને અજ્ઞાન જેના જિતાઈ ગયા છે એવા જિન વીતરાગની આજ્ઞા ઉપાસવી એ જ જગતમાં સારભૂત તત્ત્વ ગણવા યોગ્ય છે.
તેમજ અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સર્વ સાધુ ભગવાન તથા કેવળી પ્રરૂપિત દયામૂળ ઘર્મ એ જીવને નિશ્ચયથી એટલે નક્કી શરણરૂપ છે, તે જ સદા ઉત્તમ છે. તથા તે જ સદા જીવનું મંગલિક એટલે કલ્યાણ કરનાર છે. એ સિવાય જગતમાં જીવને જન્મ, જરા, મરણથી કે ત્રિવિધ તાપથી બચાવનાર કોઈ પદાર્થ ઉપલબ્ધ નથી. //રપાઈ
સહજાત્મસ્વરૂપનું સ્મરણ પ્રતિ સમયે કર્તવ્ય ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ;
નરભવ સલો, જો કરે, દાન શીલ તપ ભાવ. ૨૬ અર્થ :- જે પુણ્યશાળી ભવ્યાત્મા ઘડી ઘડી એટલે પ્રત્યેક સમયે અથવા પ્રત્યેક પળે હમેશાં પ્રભુએ આપેલ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું ગુરુઆજ્ઞાએ ચાવ એટલે ઉત્સાહપૂર્વક સ્મરણ કરશે તેમજ ઘનાદિ વડે દાનઘર્મ આચરશે, સાત વ્યસન આદિનો ત્યાગ કરી ઉત્તમ સદાચારરૂપ શીલને પાળશે, તથા ઇચ્છાઓના નિરોઘરૂપ તપને સેવશે તેમજ સન્મુરુષના વચનોને વાંચી ઉત્તમ ભાવોમાં મનને રમાવશે, તેનો આ નરભવ એટલે મનુષ્યજન્મ જરૂર સફળતાને પામશે. //રકા.
Page #17
--------------------------------------------------------------------------
________________
30
બૃહદ્ આલોચના
(દોહા) કર્મમેલને કાઢી પોતાનું સિદ્ધસ્વરૂપે પ્રગટ કરવું
સિદ્ધો જેસો જીવ છે, જીવ સોઈ સિદ્ધ હોય;
કર્મ મેલકા અંતરા, બૂઝે વિરલા કોય. ૧ અર્થ :- મૂળસ્વરૂપે જોતાં સર્વ જીવોનું સ્વરૂપ આઠેય કર્મ મળથી રહિત સિદ્ધ ભગવાન જેવું જ છે. પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જણાવ્યું છે કે –
“સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય;
સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.” શ્રીમદ્ રાજચંદ્ર પણ તે સ્વરૂપને સદ્ગુરુ દ્વારા જે સમજે તેજ પોતાની સિદ્ધ અવસ્થાને પામે છે. તે સિદ્ધ અવસ્થા પ્રગટ નહીં થવા દેવામાં કર્મરૂપી મેલનું અંતર છે. તે આઠ કર્મરૂપી મેલના અંતરને તોડનાર કોઈ શૂરવીર વીરલા પુરુષ છે કે જે પોતાના સર્વકર્મને હણી નાખી અનંત આત્મરિદ્ધિને પામે છે. [૧]
કર્મ જડરૂપ આત્મા ચૈતન્યસ્વરૂપ “કર્મ પુદ્ગલ રૂપ છે, જીવરૂપ હૈ જ્ઞાન;
દો મિલકર બહુ રૂપ છે, વિછડ્યાં પદ નિરવાન.” ૨ અર્થ :- કર્મ પુદ્ગલ સ્વરૂપે છે અર્થાત્ કાર્મણવર્ગણાઓવડે કર્મ બનેલ હોવાથી તે જડ સ્વરૂપ છે. તથા જીવનું સ્વરૂપ જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો અસાઘારણ ગુણ છે. જ્ઞાનવડે જ આત્મા ઓળખાય છે. જ્ઞાનચેતના, દર્શન-ચેતના વડે જ આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જડ સ્વરૂપ નથી. આત્મા સાથે કર્મ પરમાણુઓનો સંયોગ થયેલો હોવાથી જીવને અનેક રૂપ ચાર ગતિમાં ઘારણ કરવા પડે છે.
સમ્યક પુરુષાર્થ વડે આત્મા કર્મોથી વિછડ્યો અર્થાતુ છૂટો થયો કે તે પોતાના નિર્વાણ એટલે મોક્ષપદને પામે છે. રા.
બૃહદ્ આલોચના જ્ઞાન, વૈરાગ્યના બળે જીવ અને કરમને જુદા કરો “જીવ કરમ ભિન્ન ભિન્ન કરો, મનુષ જનમકું પાય;
આત્મજ્ઞાન વૈરાગ્યમેં, ઘીરજ ધ્યાન જગાય.” ૩ અર્થ :- હવે દશ દ્રષ્ટાંતે દુર્લભ અથવા દેવને પણ દુર્લભ એવા મનુષ્યભવને પામી પોતાના આત્માને દુઃખદાયી એવી કાર્મણવર્ગણાઓથી જુદો પાડો કે જેથી આત્મા પોતાના અખંડ આનંદને અનુભવી શકે.
તેનો ઉપાય માત્ર આત્મજ્ઞાન છે. તે આત્મજ્ઞાન સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ લાવવાથી તથા ઘીરજ રાખી એકાગ્રતાપૂર્વક આત્મચિંતન કરવાથી પ્રાપ્ત થાય છે.
“जीव जुदा पुद्गल जुदा, यही तत्त्व का सार;
अन्य सभी व्याख्यान भी, याहीका विस्तार." ||3|| દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જીવદ્રવ્યની ઓળખાણ કરો
દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન;
કાળ થકી રહે સર્વદા, ભાવે દર્શન જ્ઞાન. ૪ અર્થ:- જગતમાં રહેલ પ્રત્યેક વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ હોય છે. તેથી તેનું જગતમાં અસ્તિત્વ મનાય છે. તેમ જીવદ્રવ્યને નિશ્ચયનયની અપેક્ષાથી જોતાં તે એક સ્વતંત્ર દ્રવ્ય છે; અર્થાતુ બીજા જીવ કે અજીવ કોઈ દ્રવ્ય સાથે તે એકમેક થયેલ નથી.
ક્ષેત્ર અપેક્ષાએ જોતાં આત્માનું ક્ષેત્ર પોતાના જ અસંખ્યાતુ પ્રદેશ છે. જે વર્તમાનમાં શરીરાકારે રહેલ છે. તે સિવાય આત્માનું બીજો કોઈ ક્ષેત્ર નથી. તે પ્રદેશો સંકોચ વિકાસ પામી શકે છે. હાથીના શરીરમાં વિસ્તાર પામીને અને કીડી વગેરેના શરીરમાં સંકોચાઈને તે પ્રદેશો રહેલા છે.
હવે કાળની અપેક્ષાએ જોતાં જીવનું અસ્તિત્વ સર્વકાળમાં છે. કેમકે જીવદ્રવ્ય અનુત્પન્ન હોવાથી અવિનાશી છે તેથી કોઈ કાળમાં તે જીવનો નાશ નથી તે સદા અજર અમર છે.
હવે ભાવ એટલે ગુણની અપેક્ષાએ જોતાં, આત્મામાં અનંતગુણ છે. તેમાં મુખ્ય જ્ઞાનગુણ છે. જ્ઞાનગુણ તે દર્શનગુણથી યુક્ત છે. દર્શનગુણમાં
Page #18
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૩૧
પ્રથમ પદાર્થનું દર્શન માત્ર થાય છે. પછી જ્ઞાન ગુણવડે તે પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે. તેને જ્ઞાનચેતના અને દર્શનચેતના પણ કહે છે. આત્માનો મુખ્ય જ્ઞાનગુણ છે. એમ કહેતાં તેમાં દર્શનગુણ સમાયેલો છે, કેમકે દર્શન વિના જ્ઞાન હોતું નથી. એમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવવડે આત્મદ્રવ્યની ઓળખાણ કરીને આત્માની શ્રદ્ધા કરો. તે પોતે જ છે. માટે તેને જાણી, શ્રદ્ધી, અનુભવીને સંસારના જન્મ, જરા, મરણથી સર્વકાળને માટે આત્માને મુક્ત કરો.
એ વિષે ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં હાથનોંધ પૃ.૭૯૪ ઉપર જણાવ્યું છે કે ઃ
છું.
આત્મસાધન
“દ્રવ્ય– હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.
ક્ષેત્ર– અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું.
કાળ— અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાય પરિણામી સમયાત્મક
ભાવ— શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.” ॥૪॥
દેહ દેવલમાં રહેળ આત્મારૂપ ભગવાનને ઓળખો
ગર્ભિત પુદ્ગલપિંડમેં, અલખ અમૂરતિ દેવ; ફિરે સહજ ભવચક્રમેં, યહ અનાદિકી ટેવ. ૫
અર્થ :– પુદ્ગલ પરમાણુઓના બનેલા આ પિંડ એટલે શરીરમાં આ જીવ ગર્ભિતપણે અર્થાત્ સહેજે ખ્યાલમાં ન આવે તેમ રહેલ છે. કેમકે તે અમૂર્તિક અર્થાત્ અરૂપી દ્રવ્ય છે. ચર્મચક્ષુવડે તે દૃષ્ટિગોચર થાય તેમ નથી. તેથી તેને અલખ એટલે સહેજે લક્ષમાં ન આવે તેમ કહ્યો. તેમજ દેવ એટલે નિશ્ચયનયે જોતાં તે જ આત્મા ભગવાન સ્વરૂપ છે. પણ કર્મને આધીન તે નવા દેહ ધારણ કરી, ફરી પરપદાર્થમાં રાગદ્વેષના ભાવો કરીને આ ચતુર્ગતિરૂપ સંસારચક્રમાં ફર્યા કરે છે. એવી આ ટેવ અનાદિકાળથી પડી ગયેલી હોવાથી ભવભ્રમણ તેને સહજ થઈ ગયું છે. પા
૩ર
બૃહદ્ આલોચના
મમતાભાવથી કર્મ સાથે બંઘાએલ આત્મા ફૂલ અત્તર, ઘી દૂધમેં, તિલમેં તૈલ છિપાય; યું ચેતન જડ કરમ સંગ, બંઘ્યો મમતા પાય. ૬
અર્થ :– જેમ ફૂલમાં અત્તર, દૂધમાં ઘી તથા તલમાં તેલ છૂપાયેલ છે તેમ ચૈતન્ય લક્ષણે યુક્ત એવો આત્મા જડ એવા કર્મની સાથે એક ક્ષેત્રાવગાહ સંબંધે બંધાયેલ છે. તેનું કારણ જીવનો ૫૨૫દાર્થ પ્રત્યેનો અહંભાવ, મમત્વભાવ છે.
“મમતાથી વંધાય છે, નિર્મમ નીવ મુ ાય;
યા તે ગા પ્રયત્નસ, નિર્મમ વરો ઉપાય.’' -ઇટોપદેશ
સત્પુરુષના બોઘના આધારે આત્મભાવનો પુરુષાર્થ કરીને અહંભાવ મમત્વભાવ ઘટાડી પોતાની સાથે બંધાયેલ કાર્યણવર્ગણાઓને જીવ ખેરવી શકે છે. IIII
પરને પોતાનું માનવાથી પ્રતિદિન કર્મમાં વૃદ્ધિ જો જો પુદ્ગલકી દશા, તે નિજ માને હંસ;
યા હી ભરમ વિભાવનેં, બઢે કરમકો વંશ. ૭
અર્થ :— આ સંસારમાં જે કંઈ પણ દૃષ્ટિગોચર થાય છે તે સર્વ પુદ્ ગલ પરમાણુની દશા છે, અર્થાત્ તેના પર્યાય છે. તે સર્વ પુદ્ગલ પરમાણુઓના જ સ્કંધ છે. દેહ પણ પુદ્ગલ પરમાણુઓનો બનેલ છે. તે દેહને આ હંસ એટલે જીવ પોતાનો માને છે. એ જ તેનો ભ્રમ છે. તેને વિભાવ કહેવામાં આવે છે. એમ જીવ પોતાના સ્વભાવને ભૂલી જઈ દેહ કુટુંબાદિમાં અહંભાવ મમત્વભાવ કરવાથી કર્મનો વંશ અર્થાત્ કર્મની પરંપરા દિન પ્રતિદિન વધારતો જાય છે; પણ તેનું તેને ભાન નથી. II||
અનંત શક્તિમાન એવો આત્મા, મોહને આધીન
રતન બંથ્યો ગઠડી વિષે, સૂર્ય છિપ્યો ઘનમાંહિ; સિંહ પિંજરામેં દિયો, જોર ચલે કછુ નાંહિ. ૮ અર્થ :– પ્રકાશમાન રત્ન હોવા છતાં જો તે ગઠડી એટલે કપડાની
Page #19
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૩૩ ગાંસડીમાં બંધાયેલ હોય તો તે પ્રકાશ બહાર આવી શકતો નથી. જાજ્વલ્યમાન સૂર્ય હોવા છતાં ઘોર વાદળોની ઘટાઓમાં છૂપાઈ જવાથી સંપૂર્ણ પ્રકાશ આપી શકતો નથી. તેમજ પ્રચંડ શક્તિનો ઘારી સિંહ પાંજરામાં પૂરાયેલો હોય તો તેનું કંઈ જોર ચાલી શકતું નથી; તેમ પોતાનો આત્મા અનંતજ્ઞાન, દર્શન, સુખવીર્યનો સ્વામી હોવા છતાં મોહને આધીન થઈ જવાથી તેનું પણ કાંઈ જોર ચાલતું નથી, અને નવા કર્મ બાંધી ચારગતિરૂપ સંસારમાં જ રઝળ્યા કરે છે. IIટા
કર્મવશાત્ અજ્ઞાની જીવનું ચિત્તભ્રમ જેવું વર્તન
ન્યું બંદર મદિરા પિયા, વિછુ ડંકિત ગાત;
ભૂત લગ્યો કૌતુક કરે, કમકા ઉત્પાત. ૯ અર્થ :- વાંદરો જાતે ચંચળ હોય છે અને વળી તેને દારૂ પાવામાં આવે તો વિશેષ ચંચળ થાય છે. તથા વીંછી ડંખ મારવાથી માણસના ગાત એટલે ગાત્ર ઢીલા પડી જાય છે, તેમજ કોઈને ભૂત વળગ્યો હોય તો તે વિશેષ કૌતુક કરવા લાગે છે.
તેમ કર્મવશાતુ અજ્ઞાની જીવ અનેક પ્રકારના મોહમાં પડી, ચિત્તભ્રમ થયેલાની જેમ વર્યા કરે છે અને નહીં કરવાયોગ્ય એવું વર્તન કરી અનંત સંસાર વઘારે છે. Iો.
કર્મમળ નાશ પામવાથી જીવ સિદ્ધસ્વરૂપ કર્મ સંગ જીવ મૂઢ છે, પાવે નાના રૂપ;
કર્મ રૂપ મલકે ટલે, ચેતન સિદ્ધ સરૂપ. ૧૦ અર્થ :- અનાદિકાળથી કર્મના સંગે જીવ મૂઢ બનેલ છે. કર્મના ઉદયમાં રાગદ્વેષ કરી ચારે ગતિઓમાં અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. પણ સદ્ગુરુના બોઘે વસ્તુના સ્વરૂપને જાણી સમ્યગ્દર્શન પ્રગટાવીને
જ્યારે અનંતાનુબંધી કષાય સાથે મિથ્યાત્વરૂપી કર્મમળને જીવ ટાળે છે ત્યારે આગળ વઘી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આત્માના સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપને તે પામી જાય છે. ll૧ળા
બૃહદ્ આલોચના તપ સંયમવડે આત્માની જ્ઞાનજ્યોતિમાં વૃદ્ધિ શુદ્ધ ચેતન ઉજ્જવલ દરવ, રહ્યો કર્મમલ છાય;
તપ સંયમસેં ઘોવતાં, જ્ઞાનજ્યોતિ બઢ જાય. ૧૧ અર્થ :- નિશ્ચયનયથી જોતાં પોતાનો આત્મા સ્ફટિકરત્નની જેમ શુદ્ધ ચૈતન્યમય ઉજ્વલ દ્રવ્ય છે. પણ અનાદિકાળથી તે કર્મરૂપી મળથી ઢંકાયેલો છે. તે કર્મમળને, ઇચ્છાઓના નિરોઘ કરવારૂપ તપથી કે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ વડે ઘોવાથી આત્માની જ્ઞાનમય જ્યોતિ વૃદ્ધિ પામે છે. |૧૧|| સમ્યજ્ઞાનદર્શનચારિત્ર અને તપ વડે કર્મોની બળવાન નિર્જરા
જ્ઞાન થકી જાને સકલ, દર્શન શ્રદ્ધા રૂ૫;
ચારિત્રથી આવત કે, તપસ્યા ક્ષપન સરૂપ. ૧૨ અર્થ :- જ્ઞાન એટલે જાણવું. જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. તેના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન. જ્ઞાનની નિર્મળતા થતાં ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જગતના સર્વ પદાથોને જીવ જાણી શકે છે.
દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધા પણ આત્માનો ગુણ છે. તે સર્વ જીવોમાં હોય છે. પણ તે શ્રદ્ધા મિથ્યાદર્શનરૂપે પરિણમેલી છે. સદગુરુના બોઘે તેને સભ્યશ્રદ્ધાનરૂપે પરિણાવી આત્માનું હિત કરી શકાય છે.
ચારિત્ર એટલે સમ્યવર્તન. તે બે પ્રકારે છે. વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર. શ્રાવકના બાર વ્રતો કે મુનિના પાંચ મહાવ્રતો તથા પાંચ સમિતિ અને ત્રણ ગુતિ વગેરેનું પાલન કરવું તે વ્યવહાર ચારિત્ર છે. તથા આત્મામાં રમણતા કરવી તે નિશ્ચય ચારિત્ર છે. સમ્યક્ષ્યારિત્રના પાલનવડે આવતાં કર્મો રોકી શકાય છે. તે સંવર કહેવાય છે.
તથા તપસ્યા તે આત્માની પાસે રહેવા માટે ક્ષપન એટલે કર્મોની નિર્જરા સ્વરૂપ છે. તે તપઃ–ઉપવાસ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ એટલે ખાવાપીવામાં જતી વૃત્તિને રોકવી, રસપરિત્યાગ એટલે ઘી, દૂધ આદિ રસનો ત્યાગ, કાયક્લેશ એટલે સહનશીલતા વધારવા કાયાને કષ્ટ
Page #20
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના આપવું, અને સંલીનતા એટલે અંગઉપાંગની કુચેષ્ટાને રોકવી તે તપના છ બાહ્ય ભેદ છે. તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય એટલે સેવા કરવી, સ્વાધ્યાય, ધ્યાન એટલે આર્ત, રૌદ્ર ધ્યાન છોડી ઘર્મધ્યાન કે શુકલ ધ્યાનમાં રહેવું, અને કાયોત્સર્ગ એટલે કાયાની મમતાનો ત્યાગ કરવો એ છ અત્યંતર તપના ભેદ છે. એ તપ કર્મોની નિર્જરા કરવા માટે છે. ઇચ્છાઓનો વિરોધ કરવાથી એ તપ સમ્યક ગણાય છે.
ઉપર પ્રમાણે સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાઘના કરીને જીવ સર્વ કમોને બાળી મોક્ષ પદ પ્રાપ્ત કરી શકે છે. (૧૨ા.
કર્મમળથી રહિત આત્મજ્યોતિ કેવળજ્ઞાન પામે
કર્મરૂપ મલકે શુ, ચેતન ચાંદી રૂપ;
નિર્મળ જ્યોતિ પ્રગટ ભયા, કેવળજ્ઞાન અનૂપ. ૧૩ અર્થ - કર્મરૂપી મેલ આત્મા ઉપરથી દૂર થયે શુદ્ધ એવું ચૈતન્ય દ્રવ્ય જે ચાંદી જેવું સ્વચ્છ છે તે પ્રગટ થાય છે. આત્માની નિર્મળ જ્યોતિ સમ્યકદર્શનરૂપે પ્રગટી, આગળ વધીને તે અનુપમ કેવળજ્ઞાનને પામે છે. I૧૩ના
યથાર્થ ઉપાય મળવાથી આત્મશદ્ધિ અવશ્ય થાય
મૂસી પાવક સોહગી, ફુકાં તનો ઉપાય;
રામચરણ ચારુ મિલ્યા, મેલ કનકકો જાય. ૧૪ અર્થ :- મૂસી એટલે સોનું ગાળવાની કુલડી, પાવક એટલે અગ્નિ તથા સોહગી એટલે ટંકણખાર તથા અગ્નિને ફૂંકવાની ઘમણ એ ચાર ઉપાય જો મળી જાય તો શ્રી રામચરણ કવિ કહે છે કે કનક એટલે સોનામાં રહેલો મેલ જરૂર નાશ કરી શકાય છે.
તેમ આત્મામાં રહેલ અનાદિની મલિનતાને દૂર કરવા માટે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચારેય ઉપાય યથાયોગ્ય છે. એ ઉપાયો આદરીને આત્માને સો ટચના સોના જેવો શુદ્ધ કરવા યોગ્ય છે કે જેથી મલિનતાનો અંશ પણ રહે નહીં. તેથી આત્મા ઉપર ઊઠીને મોક્ષસ્થાનને પામી સર્વકાળને માટે સુખમાં વિરાજમાન થાય. ૧૪ો.
બૃહદ્ આલોચના કર્મરૂપ વાદળા દૂર થયે આત્માની જ્ઞાનજ્યોત પ્રગટે
કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ;
જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મલ જ્યોતિ અમંદ. ૧૫ અર્થ :- કર્મરૂપી વાદળા જો ખસી જાય તો ચંદ્રમા જેવો આત્મા પ્રગટ થાય. તથા આત્માની જ્ઞાનગુણરૂપ ચાંદની જે મૂળસ્વરૂપે સદા નિર્મળ તથા અમંદ એટલે સદા જ્યોતિ સ્વરૂપ છે, તે સર્વકાળને માટે પ્રકાશિત થાય.
આત્મા નિશ્ચયનયે જોતાં અનંતજ્ઞાન અને અનંતદર્શનાદિ ગુણોનો સ્વામી છે. તે ગુણો કર્મરૂપી વાદળાઓને લઈને ઢંકાયેલ છે. તે વાદળા દૂર થયે આત્માની કેવળજ્ઞાનરૂપ નિર્મળ જ્યોતિ ત્રણેય લોકને પ્રકાશવા સમર્થ છે. તેથી આ કર્મરૂપી વાદળાને દૂર કરવા માટે પ્રથમ આત્મજ્ઞાન પ્રગટાવવાનો જ્ઞાની પુરુષોનો આપણને ઉપદેશ છે. I/૧૫ના
સર્વ દુઃખનું કે સંસારનું મૂળ રાગદ્વેષ રાગદ્વેષ દો બીજમેં, કર્મબંઘકી વ્યાઘ;
આત્મજ્ઞાન વૈરાગ્યસે, પાવે મુક્તિ સમાથ. ૧૬ અર્થ :- સર્વ કમનું મૂળ રાગદ્વેષ છે. પરપદાર્થો પ્રત્યે રાગદ્વેષ કરવારૂપ બીજથી જ બધા કર્મબંઘની વ્યાધિ ઊભી થાય છે. તે કર્મરૂપી રોગને નાશ કરવાનો ઉપાય આત્મજ્ઞાન અને વૈરાગ્ય છે. આ બે કારણોને મેળવવાથી જીવ આત્મસમાધિરૂપ મુક્તિને પામી સર્વકાળને માટે અનંતસુખને પામે છે.
રાગદ્વેષ એ ભાવકર્મ છે. તેથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો બંધ થાય છે. તે દ્રવ્યકર્મનું ફળ નો કર્મરૂપે શરીરાદિ ઘારણ કરવા પડે છે. તેથી સર્વકર્મનું મૂળ એવા રાગદ્વેષનો જ અભાવ કરવા ભગવંતનો આપણને ઉપદેશ છે.
તે રાગદ્વેષનો અભાવ ભૌતિક પદાર્થ પ્રત્યે વૈરાગ્યભાવ આવવાથી તથા આત્મા સંબંધીનું જ્ઞાન મેળવવાથી સંભવે છે. જીવને આત્મજ્ઞાન પ્રાપ્ત થયે જ્ઞાન ધ્યાનમાં પ્રવૃત્તિ, આગળ વઘીને મુક્તિને મેળવી લે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
“જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ.”
૩૭
શ્રીમદ્ રાજચંદ્ર ||૧૬|| અમૂલ્ય અવસર જાય છે, શીઘ્ર આત્મહિત કરી લો અવસર વીત્યો જાત હૈ, અપને વશ કુછ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દીપક દીપકજ્યોત. ૧૭
અર્થ :— ઘણા ભવના પુણ્યના સંચયવડે આવો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે. સદ્ગુરુનો યોગ તથા આત્માર્થને અનુકૂળ સામગ્રી પણ પ્રાપ્ત થઈ છે. છતાં અવસર હાથમાંથી વહ્યો ન જાય ત્યાં સુધીમાં મારા આત્માનું હિત સદ્ગુરુની આજ્ઞાએ વર્તીને કરી લઉં. કેમકે પુણ્ય હોય ત્યાં સુધી નવું પુણ્ય ઉપાર્જન કરી શકાય છે. જેમકે દીપકની જ્યોતમાં બીજા દીવાની દીવેટ અડાડવાથી તેની પણ જ્યોત પ્રગટાવી શકાય છે તેમ. ‘ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો છતાં સિદ્ધિ થઈ નહીં.’
-શ્રીમદ્ રાજચંદ્ર (પુષ્પમાળા–૪) હવે એવું થવા ન પામે તેના માટે જ્ઞાનીપુરુષો આપણને આમ ચેતાવે છે. ।।૧૭।
સભ્યજ્ઞાન વૃદ્ધિથી સર્વ દુઃખનો સંપૂર્ણ નાશ કલ્પવૃક્ષ, ચિંતામણિ, ઇન ભવમેં સુખકાર; જ્ઞાનવૃદ્ધિ ઇનસે અથિક, ભવદુઃખ ભંજનહાર. ૧૮
અર્થ :– દેવલોકમાં કે ભોગભૂમિમાં એવા કલ્પવૃક્ષો હોય છે કે જે તેવા પુણ્યવંતને ભૌતિક ઇચ્છિત પદાર્થોની પૂર્તિ કરે છે. તેમ ચિંતામણિરત્ન પણ એક એવો પદાર્થ છે કે જેના આગળ વિધિપૂર્વક ચિંતવન કરવાથી તે પણ ઇચ્છિત પદાર્થોને આપે છે. પણ તે પદાર્થોનો ઉપભોગ તે ભવ પૂરતો જ છે. એક આ ભવમાં જ તે ઇન્દ્રિયસુખના આપનાર થાય છે. તે ઇન્દ્રિયસુખ પણ પર પદાર્થને આધીન હોવાથી કે પોતાની શરીરની સ્વસ્થતાને આધીન હોવાથી પરાધીન, ક્ષણિક, વિષમ તથા રાગદ્વેષના કરાવનાર હોઈ અંતે દુઃખનું જ કારણ થઈ પડે છે, તેથી
૩૮
બૃહદ્ આલોચના તે ઇચ્છવા યોગ્ય નથી. જ્યારે વૈરાગ્ય ઉપશમ વડે આત્મજ્ઞાન વૃદ્ધિ પામી અંતે કેવળજ્ઞાન પ્રગટાવે છે ત્યારે આત્મા સર્વકાળને માટે અનંત અવ્યાબાધ સુખનો ભોક્તા થાય છે. તથા સર્વે સંસારના દુઃખોનો અંત આણી સિદ્ધ ભગવાન બને છે. માટે તે જ ઇચ્છવા યોગ્ય છે. ।।૧૮।। કેવળી ભગવંતે જોયું તેમ જ થશે, માટે આર્તધ્યાનને મૂક રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન;
યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પ૨થમ ધ્યાન. ૧૯ અર્થ : કેવળી ભગવંતો, કેવળજ્ઞાનવડે જગતમાં રહેલ સર્વ પદાર્થોનું ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં કેવું પરિણમન થઈ રહ્યું છે તે સર્વ જોઈ રહ્યાં છે. તેમાં રાઈના દાણા માત્ર પણ ઘટવધ થવાની નથી. એવો નિશ્ચયભાવ હૃદયમાં આણીને હે ભવ્યો! તમે ધ્યાનનો પ્રથમ ભેદ આર્તધ્યાન છે તેનો ત્યાગ કરો.
આર્તધ્યાન એટલે દુઃખીત પરિણામ, ક્લેશિત પરિણામ. આ ધ્યાન પ્રાયેઃ તિર્યંચગતિ કે અશાતાવેદનીયનું કારણ થાય છે.
આ આર્તધ્યાનના કુલ ચાર ભેદ છે. (૧) ઇષ્ટ વિયોગ એટલે ગમતી વસ્તુઓનો વિયોગ થઈ જવો. સ્ત્રી, પુત્ર, ધનાદિનો વિયોગ થઈ જવો વગેરે. (૨) અનિષ્ટ સંયોગ એટલે જે ગમે નહીં એવી વસ્તુઓનો મેળાપ થવો. (૩) વેદના આર્તધ્યાન એટલે શરીરમાં વેદના આવ્યે દુઃખિત પરિણામ થવા તે અને (૪) નિદાન આર્તધ્યાન એટલે ભવિષ્યમાં ભોગોની વસ્તુ મેળવવાની તીવ્ર ઇચ્છા. જેમકે ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવની પદવી મેળવવાની ઇચ્છા. એ ચારેય પ્રકારના આર્તધ્યાન ત્યાગવા યોગ્ય છે. કારણ કે–
“નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષઘ ન પીજિએ, જેથી ચિંતા જાય.''
એમ માની પૂર્વે બાંધેલા કર્મના ઉદય સમયે હર્ષશોકમાં કે રાગદ્વેષમાં નહીં પડતા સમભાવનો અભ્યાસ કરવાનો જ્ઞાનીપુરુષોનો ઉપદેશ છે કે જેથી જીવ આ ભવમાં શાંતિ પામે અને પરભવમાં પણ ઉચ્ચગતિને સાથે.
||૧૯||
Page #22
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
રૌદ્રધ્યાનને મૂકી ધર્મધ્યાન અને શુક્લધ્યાનને ધ્યાવો દૂજા કુછ ભી ન ચિંતીએ, કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ૨૦ અર્થ :– ધ્યાનનો બીજો પ્રકાર તે રૌદ્રધ્યાન છે. પાપ કરીને રાજી થવું તે રૌદ્રધ્યાન છે. તે પાપરૂપ છે. તે બિલકુલ ચિંતન કરવા યોગ્ય નથી. તેનાથી ઘણા દોષો ઉત્પન્ન થઈ જીવને ભારે કર્મનો બંધ થાય છે. આ રૌદ્રધ્યાન મોટાભાગે જીવને નરકગતિમાં લઈ જાય છે. તેના ચાર ભેદ છે. મોક્ષમાળા વિવેચનના આધારે નીચે પ્રમાણે છેઃ—
(૧) હિંસાનંદી, (૨) મૃષાનંદી (૩) ચૌર્યાનંદી અને (૪) પરિગ્રહાનંદી, અર્થાત્ હિંસા કરીને, જૂઠ બોલીને, ચોરી કરીને કે પરિગ્રહ ભેગો કરીને રાજી થવું તે. આના ત્રણ ભેદ સમજાય છે પણ પરિગ્રહ ભેગો કરીને રાજી થવું તે રૌદ્રધ્યાન છે, એ વાત જીવથી સહેજે મનાતી નથી. પરિગ્રહ મેળવીને આનંદ માને તે જીવ નરકે જાય એમ મહાપુરુષોનો બોઘ છે. માટે બીજું રૌદ્રધ્યાન તે સર્વથા ત્યાજ્ય છે.
૩૯
ત્રીજું ધર્મધ્યાન અને ચોથું શુક્લ ધ્યાન છે. તે બેય શ્રેષ્ઠ ધ્યાન હોવાથી, તેમાં મનને રાખી પરમ સંતોષભાવે જીવન જીવવા યોગ્ય છે.
ભગવંતની આજ્ઞા સદૈવ આર્ટ, રૌદ્રધ્યાન છોડી ધર્મધ્યાનમાં રહેવાની છે. શુદ્ધના લક્ષે શુભભાવરૂપ પરિણામ તે ધર્મધ્યાન છે. એથી ઉત્તમ ગતિ અને પરિણામે જીવનો મોક્ષ થાય છે. એ ધર્મધ્યાનના મુખ્ય ચાર ભેદ છે. (૧) આજ્ઞાવિચય ધર્મધ્યાન–ભગવાનની જે આજ્ઞા હોય તેનો વિચય એટલે વિચાર કરવો તે. (૨) અપાયવિચય ધર્મધ્યાનઅપાય એટલે દુઃખ. રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિભાવોથી જીવને જે દુઃખ થાય છે તેનો વિચાર કરવો તે. (૩) વિપાકવિચય ધર્મથ્યાન—વિપાક એટલે ફળ. શુભ અશુભ કર્મના ફળનો વિચાર કરવો તે. (૪) સંસ્થાનવિચય ધર્મધ્યાન—સંસ્થાન એટલે રચના. ત્રણલોકની રચના સંબંધીનો વિચાર કરવો તે.
હવે ઘર્મધ્યાનનો વિસ્તાર કરીએ તો તેના કુલ્લે ૧૬ ભેદ થાય છે.
બૃહદ્ આલોચના તેમાં ધર્મધ્યાનનાં ચાર લક્ષણ આ પ્રમાણે છે. (૧) આજ્ઞારુચિ (૨) નિસર્ગ રુચિ (૩) સૂત્રરુચિ (૪) ઉપદેશરુચિ.
(૧) આજ્ઞારુચિ—ભગવાનની આજ્ઞા ઉપાસવાની રુચિ ઉત્પન્ન થવી તે. (૨) નિસર્ગરુચિ - એટલે જાતિસ્મરણજ્ઞાન આદિ વડે કરીને ચારિત્રધર્મ ધરવાની સ્વાભાવિક રુચિ ઊપજવી તે.
૪૦
(૩) સૂત્રરુચિ - એટલે ભગવંત ઉપદિષ્ટ શાસ્ત્રોનું શ્રવણ, મનન કરવાની ભાવથી રુચિ જાગવી તે. અને
(૪) ઉપદેશરુચિ - એટલે સર્વકર્મ ખપાવવા માટે તીર્થંકર કે જ્ઞાનીપુરુષનો ઉપદેશ સાંભળવાની રુચિ ઉત્પન્ન થવી તે.
હવે ધર્મધ્યાનના ચાર આલંબન કહેવાય છે. (૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તના અને (૪) ધર્મકથા
(૧) વાચના - એટલે ગુરુ કે સત્પુરુષ પાસે નવું શીખવા માટે વિનયપૂર્વક પાઠ લઈએ તે વાચનાલંબન.
(૨) પૃચ્છના - એટલે શંકા નિવારવા માટે વિનયસહિત પ્રશ્ન પૂછવો તે. (૩) પરાવર્તના - એટલે શીખેલું ભૂલી ન જવાય તે માટે તેનો વારંવાર સ્વાધ્યાય કરવો તે પરાવર્તનાલંબન.
(૪) ધર્મકથા - એટલે વીતરાગ ભગવંતે કહેલ તત્ત્વની શ્રદ્ધા કરીને સભામર્થ્ય તે તત્ત્વનો ભાવ જણાવવો તે ધર્મકથાલંબન.
હવે ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે તે નીચે પ્રમાણે :
(૧) એકત્વાનુપ્રેક્ષા (૨) અનિત્યાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા અને (૪) સંસારાનુપ્રેક્ષા.
(૧) એકત્વાનુપ્રેક્ષા - મારો આત્મા એકલો છે. હું એકલો આવ્યો, એકલો જઈશ, મારા કર્મ હું એકલો જ ભોગવીશ આદિ ચિંતવવું તે.
(૨) અનિત્યાનુપ્રેક્ષા - શરીર, કુટુંબ, લક્ષ્મી આદિ સર્વ નાશ પામવાના છે; પણ મારો આત્મા અવિનાશી છે એમ વિચારવું તે.
(૩) અશરણાનુપ્રેક્ષા - મરણ સમયે કોઈ બચાવી શકનાર નથી. માત્ર એક ધર્મ જ જીવને ચાર ગતિના દુઃખથી બચાવનાર છે એમ ચિંતવવું તે.
Page #23
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૪૧
(૪) સંસારાનુપ્રેક્ષા - આ ચારગતિરૂપ સંસારમાં મારા જીવે અનંત દુઃખ ભોગવ્યા છે. હવે આ સંસારરૂપ બંધનથી છૂટવાના ઉપાયનું ચિંતવન કરવું તે.
એ વિષેનો વિશેષ વિચાર મોક્ષમાળા શિક્ષાપાઠ ૭૪-૭૫માંથી જાણી લેવા યોગ્ય છે.
ચોથું ઘ્યાન તે શુક્લધ્યાન છે. તે આત્માના શુદ્ધ પરિણામરૂપ છે. તે અતિ નિર્મળ ધ્યાન છે. આ ઘ્યાનમાં ચૈતન્ય આત્મા પોતાના અનુભવમાં લીન હોય છે. તેના પણ ચાર ભેદ છે.
(૧) પૃથવિતર્કવીચાર - આ પ્રથમ શુક્લધ્યાનનો ભેદ આઠમે, નવમે, દશમે તથા અગ્યારમે ગુણસ્થાનકે સ્થિત છદ્મસ્થોને હોય છે.
(૨) એકત્વવિતર્કઅવીચાર - આ ધ્યાનનો સદ્ભાવ બારમા ગુણસ્થાનકના અંતમાં હોય છે. ત્યારપછી કેવળજ્ઞાન પ્રગટે છે.
(૩) સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ - નામનો શુક્લધ્યાનનો ભેદ તેરમા ગુણ-સ્થાનકમાં કેવળી ભગવંતને અંતર્મુહૂર્ત માત્ર આયુષ્ય બાકી રહે ત્યારે હોય છે. તે અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગ, વચનયોગ અને મનોયોગને સૂક્ષ્મ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મકાયયોગમાં સ્થિર થઈને વચનયોગ અને મનો
યોગનો પણ નિરોધ કરે છે.
(૪) વ્યુપરતક્રિયાનિવર્તી - આ શુક્લ ઘ્યાનનો ચોથો ભેદ સિદ્ધદશા પ્રાપ્ત કરવાના એક સમય પહેલાં કેવળી ભગવાનને ચૌદમા અયોગી ગુણસ્થાનકના અંત સમયમાં હોય છે.
ઉપર જણાવેલ ધર્મધ્યાનમાં સદા મનની વૃત્તિ રોકીને શુક્લધ્યાન પ્રાપ્તિની ભાવના ભાવી આત્માને સંતોષવો, પણ આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં આત્માનો ઉપયોગ જાય નહીં એવો ભગવંતનો સદા આપણને ઉપદેશ છે. નારા
જ્ઞાનીપુરુષની દશા
ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાંહિ;
વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ. ૨૧
બૃહદ્ આલોચના અર્થ :– કર્મ સિદ્ધાંતના જાણનાર એવા જ્ઞાનીપુરુષો ભૂતકાળમાં થઈ ગયેલા સુખદુઃખના પ્રસંગોને કદી સ્મૃતિમાં લાવતા નથી તથા ભવિષ્યમાં કોઈ પદાર્થ મેળવવાની ઇચ્છા રાખતા નથી. કેમકે ઇચ્છા માત્ર દુઃખ છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે—
“હે જીવ ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.”
૪૨
જ્ઞાનીપુરુષોને વર્તમાનમાં ઉદયાનુસાર જે જે પ્રસંગો પ્રાપ્ત થાય તેમાં સમભાવે વર્તે છે. ‘વિચરે ઉદય પ્રયોગ’ તે જગતમાં સાચા જ્ઞાનીપુરુષો કહેવાય છે. ।।૨૧।
જ્ઞાનીપુરુષ અંતરથી સદૈવ ન્યારા
અહો ! સમવૃષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યું) થાવ ખિલાવે બાળ. ૨૨
અર્થ :— અહો! શબ્દ આશ્ચર્ય વ્યક્ત કરે છે કે ઓહો સભ્યદૃષ્ટિ જ્ઞાનીપુરુષ પૂર્વકર્માનુસાર ઉદયાધીન પોતાના કહેવાતા કુટુંબનું પ્રતિપાલન એટલે સારી રીતે પાલનપોષણ કરતા દેખાતા છતાં પણ અંતરથી ન્યારા રહે છે. તેમને કુટુંબ પ્રત્યે આસક્તિ નથી, મોહ મમત્વભાવ નથી. જેમ ધાવમાતા, બાળકને ધવડાવે, રમાડે, મોટો કરે છતાં અંતરથી તે મારો પુત્ર છે એવો ભાવ તેને હોતો નથી. તેમ જ્ઞાનીપુરુષ પણ જ્ઞાનદશા હોવાથી કુટુંબમાં રહેતા છતાં અંતરથી સદૈવ જલ-કમલવત્ અલિપ્તભાવે રહે છે. ।।૨૨।
જ્ઞાની-પુરુષને સુખ દુઃખ સમાન
સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાની કે ઘટ માંહિ,
ગિરિ સર દીસે મુકરમેં ભાર ભીંજવો નાંહિ. ૨૩ પરમકૃપાળુદેવે આજ ભાવની ગાથા લખી છે –
“જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય;
જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રોય.”શ્રીમદ્ રાજચંદ્ર અર્થ :— પૂર્વે બાંધેલા શુભાશુભ કર્માનુસાર જ્ઞાનીપુરુષના ઘટ
Page #24
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૪૩
એટલે હૃદયમાં સુખ દુઃખનો અનુભવ થાય છે, પણ તે અજ્ઞાનીની જેમ સુખ દુઃખના પ્રસંગમાં હર્ષ શોક કરતા નથી; સમતાભાવે વેદે છે. જ્ઞાની પોતાના જ બાંધેલા કર્મોના ફળ જાણી ધૈર્યપૂર્વક વેદે છે જ્યારે અજ્ઞાની દુઃખના પ્રસંગોને આર્તધ્યાનપૂર્વક રડતા ભોગવે છે, જેથી જ્ઞાની પ્રતિ સમયે કર્મોથી મુક્ત થાય છે અને અજ્ઞાની નવા કર્મોથી બંધાય છે.
આ વાતને દૃષ્ટાંત આપી સમજાવે છે. જેમ ગીરી એટલે પહાડ અને સર એટલે તળાવ, મુકર એટલે અરીસામાં પહાડ અને તળાવ દેખાતા છતાં પણ, પહાડથી કંઈ અરીસો ભારે થતો નથી કે તળાવ અરીસામાં પ્રતિબિંબિત થવાથી તે અરીસો કંઈ ભીજાંઈ જતો નથી. તેમ જ્ઞાનીપુરુષો સુખના અનુકૂળ પ્રસંગે કે દુઃખના પ્રતિકૂળ પ્રસંગે સુખદુઃખની કલ્પના કરતા નથી પણ કર્મફળના ઉદયમાં જ્ઞાતાદૃષ્ટા રૂપે રહે છે. ।।૨૩। મમતાથી બંઘ, સમતાથી મુક્તિ
જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય;
મમતા સમતા ભાવસેં, કર્મ બંધ-ક્ષય હોય. ૨૪
અર્થ :– આખા જગતમાં જે જે પદાર્થો દૃષ્ટિગોચર થાય છે તે બધા જ પુદ્ગલ દ્રવ્યના બનેલા છે. પુદ્ગલ રૂપી દ્રવ્ય છે. તે સ્કંધરૂપે આપણને દેખાય છે. તેમાંથી જે જે પુદ્ગલ પદાર્થોનો સ્પર્શ આપણા પૂર્વ કર્માનુસાર · થવાનો હશે તે થયા વિના રહેશે નહીં, એ નિશ્ચિત વાત છે. પણ જો તે પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે મમતાભાવ હશે તો નવીન કર્મનો બંધ થશે; અને તે પદાર્થોના નિમિત્તે રાગદ્વેષ નહીં કરતા સમભાવે વર્તન કરીશું તો પૂર્વકર્મો ક્ષય થઈ જશે અને નવીન કર્મનો બંધ થશે નહીં. ।।૨૪।।
જેવા કર્મો બાંધ્યા તેવા ભોગવે
બાંઘ્યા સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ;
લ નિરજરા હોત હૈ, યહ સમાઘિ ચિત્ત ચાવ. ૨૫
અર્થ :– અજ્ઞાન અવસ્થામાં પૂર્વે શુભાશુભ ભાવવડે જે જે કર્મો જીવે બાંધ્યા તેના પુણ્યપાપરૂપ ફળ તેને ભોગવવા પડે છે. ભગવાન મહાવીરને પણ કર્મોએ છોડ્યા નથી. તે ઉદયમાં આવેલા કર્મોને ભગવાન
૪૪
બૃહદ્ આલોચના મહાવીરની જેમ સમતાભાવે ભોગવે તો નવા કર્મો બંધાતા નથી અને પૂર્વકર્મની બળવાન નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા જેમ જેમ થાય છે તેમ તેમ આત્મા પોતાની સ્વસ્થતા ભણી વળતો જાય છે. એને ભગવાન સમાધિ કહે છે.
“આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘સમાધિ’ કહે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર
એવી આત્મસમાધિરૂપ શાશ્વત સુખશાંતિને મેળવવા માટે સાચી ચાવ એટલે ઇચ્છા તારા ચિત્તમાં એટલે અંતરમાં રાખ. જેથી કાળાંતરે જીવનો મોક્ષ થાય. રા
કર્મો ન બાંધે તો ભોગવવા પડે નહીં બાંધ્યા બિન ભુગતે નહીં, બિન ભુગત્યાં ન છુટાય; આપ હી કરતા ભોગતા, આપ હી દૂર કરાય, ૨૬ અર્થ :– અજ્ઞાન અવસ્થામાં જીવે રાગદ્વેષના ભાવો કરી કર્મ બાંધ્યા જ ન હોય તો તેને ભોગવવા પડે નહીં. પણ બાંઘ્યા છે તો તેના ફળ સુખદુઃખરૂપ ભોગવ્યા વિના તે કર્મોથી છૂટાય નહીં. તે વાત યથાર્થ છે. એ વિષે પરમકૃપાળુદેવ પત્રાંક ૯૨૭માં જણાવે છે કે—
“યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનવૃષ્ટિ જીવો ખેદથી વેદે તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વથી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે.”
જીવ પોતે જ રાગદ્વેષાદિ ભાવોવડે કર્મનો કર્તા બને છે. પોતે કર્મોને
Page #25
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૪૫ કરે છે માટે તેના ફળનો ભોક્તા થાય છે. વળી પોતે જ સુખદુઃખાદિને સમતાભાવે ભોગવી સર્વ કર્મોને દૂર કરી શાશ્વત એવા મોક્ષપદને પણ મેળવી લે છે. આ૨કા.
સુખ દુઃખનું કારણ પુયપાપા પથ કુપથ ઘટવઘ કરી, રોગ હાનિ વૃદ્ધિ થાય;
પુણ્ય પાપ કિરિયા કરી, સુખ દુઃખ જગમેં પાય. ૨૭ અર્થ - પથ્ય આહાર એટલે રોગને ઘટાડનાર એવો આહાર. કુપથ્ય એટલે જે રોગની વૃદ્ધિ કરે એવો આહાર. પથ્ય આહારના સેવનથી રોગની હાનિ થાય છે અને કુપથ્ય આહારના સેવનથી રોગની વૃદ્ધિ થાય છે. તેમ પુણ્યના સાઘન એવા દાન, શીલ, તપ, ભાવ, ભક્તિ, સ્વાધ્યાય આદિ ક્રિયા કરવાથી સહેજે જગતમાં ભૌતિક સામગ્રીને મેળવી જીવ સુખ પામે છે. અને પાપના સાઘન એવા હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ તથા પરિગ્રહ આદિમાં મમત્વભાવ કરવાથી જીવ દુઃખને પામે છે. આત્માર્થના લક્ષે પુણ્યના કારણોમાં પ્રવૃત્તિ વધારવાથી જીવ કાળાંતરે મોક્ષને પામે છે. અને સંસારના લક્ષે પાપની પ્રવૃત્તિ વઘારવાથી જીવ શારીરિક અને માનસિક દુઃખ પામી અનંત સંસારમાં ભટક્યા કરે છે. આ સર્વ દુઃખથી છૂટવાનો ઉપાય એક માત્ર સમ્યકજ્ઞાન છે. રા.
સુખ આપે સુખ અને દુઃખ આપે દુઃખ મળે સુખ દીઘે સુખ હોત હૈ, દુઃખ દીઘાં દુઃખ હોય;
આપ હણે નહિ અવરકું, (તો) અપને હણે ન કોય. ૨૮ અર્થ :- કોઈપણ પ્રાણીને સુખ આપવાથી પુણ્યકર્મનો બંધ થાય છે. તે પુણ્યના ઉદયમાં પોતે પણ સુખના સાઘનોને પામે છે. તેથી વિપરીત કોઈને મન વચન કાયાવડે દુઃખ આપવાથી જીવ પાપનો બંધ કરે છે. અને તે અશુભ ભાવોના ફળમાં પોતે પણ સંસારમાં અનેક પ્રકારે દુઃખના કારણોને પામે છે. આંબો વાવવાથી કેરી મળે પણ બાવળીઓ વાવવાથી તો કાંટા જ મળે છે.
પોતે બીજાને મનથી, વચનથી કે કાયાથી હણે નહીં, હણાવે નહીં કે
૪૬
બૃહદ્ આલોચના અનુમોદે નહીં તો તેથી પુણ્યબંઘની પ્રાપ્તિ થાય છે. તેના ફળમાં પોતે સદા સુખી રહે છે. ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ “અહિંસા પરમોધર્મ છે. ભગવાન “માહણો મા હણો’ શબ્દના કરનાર છે. પરમકૃપાળુદેવે પણ કહ્યું કે-“જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી.” “ભાનું ભાષણમાં ભગવાન, ઘર્મ ન બીજો દયા સમાન” શ્રીમદ્ રાજચંદ્ર /૨૮ાા.
હમેશાં ગુણગ્રાહી રહેવું જ્ઞાન ગરિબી ગુરુવચન, નરમ વચન નિર્દોષ;
ઇનકું કભી ન છાંડિયે, શ્રદ્ધા શીલ સંતોષ. ૨૯ અર્થ :- આત્મજ્ઞાન પામવા અર્થે અર્થાત્ શાશ્વત સુખ મેળવવા માટે નીચેના આત્મગુણોને કદી છોડવા નહીં. ન હોય તો સદેવ મેળવવા પ્રયત્ન કરવો. જ્ઞાન એટલે સમ્યજ્ઞાન, જ્ઞાની ગુરુએ આપેલી સાચી સમજ. ગરિબી એટલે લઘુતા, નિરભિમાનપણું. ગુરુવચન એટલે ગુરુએ આપેલી આજ્ઞાભક્તિ વગેરે આત્મસાઘન. નરમ વચન નિર્દોષ એટલે કઠોરતા રહિત હિત, મિત અને પ્રિય વચન. શ્રદ્ધા એટલે દેવગુરુધર્મની દૃઢ શ્રદ્ધા, અથવા સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય કે છે પદ પ્રત્યે અતુટ આસ્થા. શીલ એટલે સદાચાર, મુખ્યત્વે બ્રહ્મચર્ય. સંતોષ એટલે પોતાના કર્માનુસાર મળેલ પદાથોંમાં પૂર્ણ સંતોષભાવ. આ ઉપરોક્ત ગુણોને ગમે તેવી પરિસ્થિતિ આવી પડે તો પણ તજવાં નહીં; જેથી આત્મા પોતાના સહજ સ્વભાવને પામી અનંતસુખમાં લીન થાય. ૨૯ll
ગમે તેવી સ્થિતિમાં પણ પ્રામાણિકતા છોડવી નહીં.
સત મત છોડો હો નરા! લક્ષ્મી ચૌગુની હોય;
સુખ દુઃખ રેખા કર્મકી, ટાલી ટલે ન કોય. ૩૦ અર્થ :- હે ભવ્યો! તમે જીવનમાં સત્ એટલે આત્મા જેથી ઊંચો આવે એવા સત્ય, પ્રામાણિક વ્યવહારનો ગમે તેવી પરિસ્થિતિમાં પણ ત્યાગ કરશો નહીં. તે સહુના પ્રભાવે પુણ્ય વૃદ્ધિ પામી લક્ષ્મી ચાર ગુણી થાય છે. અથવા પૂર્વ પુણ્યના પ્રભાવે લક્ષ્મી ચાર ગણી થઈ ગઈ હોય તો પણ તમે જીવનમાં સદ્વ્યવહારનો કદી ત્યાગ કરશો નહીં. કેમકે સુખ કે
Page #26
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૪૭ દુઃખ એ સર્વ કર્માનુસાર આવે છે અને જાય છે. એ કોઈના ટાળ્યા ટળે એમ નથી; અર્થાત્ અનીતિથી મેળવેલું ઘન તે જીવને સુખી કરતું નથી. પણ રોગાદિકના દુઃખ ભોગવવી અંતે બીજા પાસે ચાલ્યું જાય છે. ૩oil
સર્વથી શ્રેષ્ઠ સંતોષઘન ગોથન ગજથન રતનશન, કંચન ખાન સુખાન;
જબ આવે સંતોષઘન, સબ ઇન ધૂળ સમાન. ૩૧ અર્થ:- ગાયોના ગોકુલરૂપી ઘન, હાથીઓની હારમાળારૂપ ઘન, અનેક પ્રકારના રત્નોરૂપી ઘન હોય કે વળી સોનાની ખાણ કે ભલે બીજા રત્નોની ખાણ હોય, પણ સર્વ પ્રકારની ઇચ્છાઓને નાશ કરનાર એવું સંતોષરૂપી ઘન જો જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત થાય તો તેની સમક્ષ ઉપરોક્ત જણાવેલ સર્વ ઘન ઘૂળ સમાન ભાસે છે. અને તે નર સદા સુખનો અનુભવ કરે છે. માટે જ કહ્યું છે કે “સંતોષી નર સદા સુખી અને તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી.” જીવની તૃષ્ણા આકાશ જેવી અનંત છે. જેટલું મળે તેથી વિશેષ મેળવવાની ભાવના થાય છે. તૃષ્ણાના કારણે ઘણું થન હોવા છતાં પણ તેનો આત્મા સદા અશાંત રહે છે. પણ સપુરુષના બોઘબળે સંતોષભાવ આવવાથી તે આત્મા શાંતિ પામે છે. |૩૧|
સર્વોત્કૃષ્ટ રત્ન તે બ્રહ્મચર્ય શીલ રતન મહોટો રતન, સબ રતનાંકી ખાન;
તીન લોકકી સંપદા, રહી શીલમેં આન. ૩૨ અર્થ - શીલ એટલે સદાચાર, મુખ્યત્વે બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે આત્મા, તેમાં રમણતા તે ચર્યા. એવું બ્રહ્મચર્યરૂપી શીલરત્ન જગતમાં કહેવાતા હીરા, માણેક આદિ સર્વ રત્નોથી મહાન છે. સ્ત્રીઆદિ ત્યાગરૂપ બાહ્ય બ્રહ્મચર્યના પાલનથી પુણ્ય વૃદ્ધિ પામે છે. તેથી આ હીરા માણેક આદિ રત્નોની પ્રાપ્તિ પણ તેને હોઈ શકે. માટે સર્વ રત્નોની ખાણરૂપ આ શીલરત્ન તે મહાન રત્ન છે. બાહ્ય બ્રહ્મચર્યના પાલનથી અંતરંગ બ્રહ્મમાં રમણતા કરી સમ્યગ્દર્શન પામીને જીવ કાળાંતરે કેવળજ્ઞાન પ્રગટાવી ત્રણ
બૃહદ્ આલોચના લોકનો નાથ થાય છે. માટે ત્રણે લોકની સંપત્તિ આ શીલરત્નમાં આવીને વસી છે એમ માની શકાય છે. ૩રા
શીલનો પ્રભાવ અદ્ભુત આશ્ચર્યકારી શીલે સર્પ ન આભડે, શીલે શીતલ આગ;
શીલે અરિ કરિ કેસરી, ભય જાવે સબ ભાગ. ૩૩ અર્થ :- શીલનો પ્રભાવ અદ્ભુત, આશ્ચર્યકારી છે. શીલવાન પુરુષોના પ્રભાવથી સાપ તેની પાસે પણ આવતા નથી તો તે આભડે એટલે સ્પર્શ ક્યાંથી? શીલવાન આત્માના પ્રભાવે આગ પણ શીતળ જળ બની જાય છે. મહાસતી સીતાજીના શીલના પ્રભાવે ઝળહળતો અગ્નિકુંડ તે શીતલ સરોવર બની ગયો. અને સીતાજી તે સરોવરમાં કમલ ઉપર બિરાજમાન જણાયા. શીલરત્નના પ્રભાવે અરિ એટલે શત્રુ, કરી એટલે હાથી અને કેસરી એટલે સિંહ જેવા ભયાનક પ્રાણીઓના ભય પણ નાશ પામે છે. શીલના પ્રભાવે શત્રુ મિત્ર બની જાય, ગાંડો થયેલ હાથી સ્વસ્થ થાય અને સિંહ જેવા પ્રાણીઓ પણ શીલવાન મહાત્માઓ પાસે ક્રૂરતા ભૂલી જઈ શાંત થઈને બેસે છે. /૩૩ના
વચન, નયનના સંયમવડે જીવન પવિત્ર શીલ રતનકે પારખુ, મીઠા બોલે બૈન;
સબ જગમેં ઊંચા રહે, (જો) નીચાં રાખે નૈન. ૩૪ અર્થ :- ખરેખર જગતમાં જે શીલ રત્નની કિંમતના પારખું એટલે પરિક્ષક અથવા જાણનાર છે, તેના બૈન એટલે વચન મીઠા હોય છે. તે સદાચારી પુરુષની વાણી કરુણામય સત્યથી ભરેલી હોવાથી મીઠી હોય છે. આવા ઉત્તમ પુરુષોના નૈન એટલે નયન વિકાર દ્રષ્ટિથી નહીં જોતા સદા નીચે રહે છે. તેમના વચન અને નયન સંયમમાં હોય છે. તેઓ ઉદાસીન વૃત્તિથી જીવે છે. જગતમાં તે સર્વથી ઊંચા ગણાય છે, આદરણીય પુરુષ મનાય છે. એ સર્વ એમના શીલરત્નનો પ્રભાવ છે. ll૩૪ો.
Page #27
--------------------------------------------------------------------------
________________
૪૯
૫૦
બૃહદ્ આલોચના
કલિયુગમાં મહાન આત્માઓના દર્શન દુર્લભ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુઃખ;
કર્મ રોગ પાતિક ઝરે, દેખત વાકા મુખ. ૩૫ અર્થ :- જે મહાન આત્મા કોઈપણ પ્રકારે તનથી એટલે કાયાથી અથવા મનથી કે વચનથી કોઈ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ આપતા નથી, વાકા એટલે તેમના મુખકમળના દર્શન માત્રથી જ આપણા પાતિક એટલે પાપના ફળમાં ઉત્પન્ન થયેલ કર્મરૂપી રોગ ઝરવા માંડે છે. આવા આત્મજ્ઞાની સપુરુષના પ્રત્યક્ષ દર્શન આ કાળમાં દુર્લભ થઈ પડ્યા છે. માટે પરમકૃપાળુદેવની વીતરાગ મુદ્રાને તથા તેમના વચનામૃતને પ્રત્યક્ષ તુલ્ય માની તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી આ કાળમાં પણ કલ્યાણ થવા સંભવે છે, એમ પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું છે. ઉપરા ફરીથી આપણો મેળાપ ક્યારે થશે?
(દોહા) પાન ખરંતા ઇમ કહે, સુન તરુવર વનરાય;
અબકે વિછુરે કબ મિલે, દૂર પડેંગે જાય. ૧ અર્થ - વૃક્ષના પાન અને વનરાય એટલે વનના રાજા સમાન તરુવર એટલે શ્રેષ્ઠ વિશાળ વૃક્ષ સાથેના સંવાદથી આત્માર્થીને શરીર, કુટુંબ આદિ પ્રત્યે મોહ ન થાય અને જાગૃતિ પામે એવા હેતુથી નીચેની બે ગાથાઓમાં રૂપક અલંકારથી સમજાવવામાં આવ્યું છે. વૃક્ષ ઉપર પાન પાકીને પીળું પડી જઈ નીચે ખરતાં સમયે, જાણે તે વૃક્ષને કહે છે કે હે વનરાજ ! હું આ વૃક્ષ ઉપર જ જભ્યો, અહીં જ પોષણ પામ્યો, માટે તમારું જ સંતાન છું. પણ હમણા આપણો સંબંધ છૂટી રહ્યો છે. હું દૂર જઈને ક્યાંય પડીશ. પણ ફરીથી આપણો મેળાપ ક્યારે થશે? ૧૫
સંયોગ થયો માટે વિયોગ નિશ્ચિત તબ તરુવર ઉત્તર દીયો, સુનો પત્ર એક બાત;
ઇસ ઘર એસી રીત છે, એક આવત એક જાત. ૨ અર્થ - પાનની વાત સાંભળીને વૃક્ષરાજે જવાબ આપ્યો કે હે પત્ર
બૃહદ્ આલોચના એટલે પાન ! મારી એક વાત સાંભળ. આપણા ઘરની શરૂઆતથી જ એવી રીત છે કે એક પાન ખરે અને બીજું નવું પાન ત્યાં જન્મે છે. - ઉપરોક્ત રૂપક અલંકારથી આપણે એવો બોઘ લેવાનો છે કે આયુષ્ય પુરુ થયે એક બીજા સગાંસંબંધીઓથી આપણે અવશ્ય છૂટા પડવાનું છે. સંયોગ થયો માટે તેનો વિયોગ પણ અવશ્ય થશે એવો નિયમ છે. સર્વ સંબંધીઓ આયુષ્ય પ્રમાણે અહીંથી દેહ છોડી જુદી જુદી ગતિઓમાં જઈ પોતાના કર્માનુસાર નવો દેહ ઘારણ કરે છે; અને હમણાના કહેવાતા કુટુંબથી તે દૂર થઈ જાય છે. ફરીથી પૂર્વ અવસ્થારૂપે મેળાપ થવાનો નથી. એવી અનાદિની રીત છે. માટે હે ભવ્યો! દેહ, કુટુંબ, ઘનાદિમાં અહંભાવ મમત્વભાવનો ત્યાગ કરી આ દેહ છે ત્યાં સુધીમાં અવશ્ય આત્મસાર્થક કરી લેવું. મનુષ્યદેહ પડી ગયા પછી કંઈ થવાનું નથી. માટે પ્રમાદ તજી સદા જાગૃત રહેવા યોગ્ય છે. //રા વર્ષગાંઠનો દિવસ રાજી થવા માટે નહીં પણ ખેદ માટે
વરસ દિનાકી ગાંઠકો, ઉત્સવ ગાય બજાય;
મૂરખ નર સમજે નહીં; વરસ ગાંઠકો જાય. ૩ અર્થ:- પોતાના જીવનનું એક વર્ષ પૂરું થાય ત્યારે મનુષ્ય પોતાના સગાંવહાલાંને ભેગા કરી પાર્ટીઓ રાખી કે ગાવા બજાવાનું સંગીત રાખી ઉત્સવરૂપે તે વર્ષગાંઠને ઊજવે છે. એ પ્રમાણે ઊજવી ખૂબ રાજી થાય છે, પણ મહાપુરુષો કહે છે કે મૂર્ખ એવો તે નર સમજતો નથી કે મારા આ માનવ જીવનમાંથી એક વર્ષ ફરી ઓછું થઈ ગયું તો આ વર્ષગાંઠનો દિવસ રાજી થવા માટે નથી પણ ખેદ લાવી વૈરાગ્ય પામવા માટે છે. અને શેષ રહેલા જીવનનો સમય આત્માર્થે ગાળવા હવે નિર્ણય કરવા અર્થે છે. ૩. શ્વાસોચ્છવાસ નાશવંત પણ આત્મા અમર છે
| (સોરઠો) પવન તણો વિશ્વાસ, કિણ કારણ તેં દ્રઢ કિયો? ઇનકી એહી રીત, આવે કે આવે નહીં. ૪
Page #28
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૫૧
અર્થ :– હે જીવ! તેં આ પવન એટલે શ્વાસોચ્છવાસનો વિશ્વાસ કયા કારણે ધરી રાખ્યો છે? આ શ્વાસોચ્છ્વાસની તો એવી રીત છે કે તે
શરીરમાંથી બહાર ગયા પછી પાછો અંદર આવે કે ન પણ આવે. કેમકે શ્વાસોચ્છ્વાસ શરીરને આધીન છે. શરીર પુદ્ગલને આધીન છે. અને આ પુદ્ગલો શરીરના સ્કંધરૂપે ક્યાં સુધી રહેશે તે આયુષ્યકર્મને આધીન છે. આયુષ્યકર્મ પૂર્ણ થાય કે શ્વાસોચ્છ્વાસરૂપ પવન બંધ થઈ જાય છે. તે શ્વાસોચ્છ્વાસરૂપ પવનનું બંધ થવું તેને વ્યવહારમાં મરણ કહે છે. સંસારીજીવો વ્યવહારથી દસ પ્રાણથી જીવે છે. તે મનોબળ, વચનબળ, કાયબળ, પાંચ ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય મળી દસ પ્રાણ કહેવાય છે. જ્યારે આત્માના ભાવપ્રાણ તે જ્ઞાન દર્શન ગુણ છે. તે વડે તે સદા જીવિત રહે છે. માટે આયુષ્યકર્મ છે ત્યાં સુધી નશ્વર એવા આ દ્રવ્ય પ્રાણરૂપ પવન શ્વાસોચ્છ્વાસનો વિશ્વાસ મૂકી દઈ; ભાવ પ્રાણરૂપ શાશ્વત આત્માના જ્ઞાનદર્શન ગુણોને ઓળખી તે આત્માના નિત્યપણાની હવે વૃઢ શ્રદ્ધા કરો કે જેથી જીવને સમાધિમરણની પ્રાપ્તિ થાય. ॥૪॥ કર્મરૂપી કરજ વધારીશ નહીં
(દોહા)
કરજ બિરાના કાઢકે, ખરચ કિયા બહુ નામ;
જબ મુદત પૂરી હવે, દેનાં પડશે દામ. ૧
અર્થ :– કરજ એટલે દેવું તે નીચ રજ સમાન છે. તેને બિરાના કાઢકે એટલે પારકા રૂપિયાને ઉધારરૂપે લાવી પોતા ઉપર દેવાનો ભાર વધારી, પોતાની નામના એટલે માન મોટાઈ મેળવવા કે પાંચ ઇન્દ્રિયોના ભોગાદિ અર્થે તેને ખર્ચી નાખવા તે નરી મૂર્ખતા છે. કેમકે જ્યારે તે પૈસા પાછા આપવાનો સમય આવશે ત્યારે વ્યાજ સાથે આપવા પડશે. તે આપ્યા વિના છૂટકારો નહીં થાય. તેવી જ રીતે હે આત્મન! તું પાંચ ઇન્દ્રિયોમાં વૃત્તિને આસક્ત કરી કર્મરૂપી કરજમાં વધારો મા કર. કારણ કે કર્મની અવધિ પૂરી થયે તેના ફળ તારે અવશ્ય ભોગવવા પડશે. ત્યારે વિલવિલાટ કરતા પણ છૂટશે નહીં. ।।૧।।
પર
બૃહદ્ આલોચના
શુભાશુભકર્મની દેણદારી આપ્યા વિના છૂટકારો નહીં
બિનું દીયાં છુટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસ કે ક્યું ખરચીએ, દામ બિરાના જાન. ૨
અર્થ :– પારકા લાવેલા રૂપિયાને વ્યાજ સાથે પાછા આપ્યા વિના તારો છૂટકારો નહીં થાય. આ વાત નિશ્ચિત છે એમ તું માન. માટે લાવેલા પારકા રૂપિયાને ઇન્દ્રિયના વિષયભોગ અર્થે કંઈ હસી હસીને ખર્ચ કરી દેવાય નહીં; તેમ પૂર્વજન્મથી લાવેલા પુણ્યને કે જે આત્માનો ધર્મ નથી પણ વિભાવભાવ છે તેને પણ ભોગવી છૂટા થવું પડશે માટે જ્યાંસુધી તે પુણ્યકર્મનો ઉદય છે ત્યાં સુધી વિષયભોગમાં વૃત્તિને નહીં લઈ જતાં સત્પુરુષની ભક્તિ, સ્વાધ્યાય સ્મરણવડે તારા આત્માને ઓળખવારૂપ પુણ્યનો ભોગવટો કરી, તેથી પણ નિવૃત્ત થઈ મુક્તિને મેળવી લે, કારણ તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.' એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. ૨
કોઈને દુઃખ આપવું તે વિષમિશ્રિત પકવાન સમાન છે જીવ હિંસા કરતાં થકાં, લાગે મિષ્ટ અજ્ઞાન;
જ્ઞાની ઇમ જાને સહી, વિષ મિલિયો પકવાન. ૩
અર્થ :– કોઈપણ જીવને મારવો તે દ્રવ્યહિંસા છે. અને રાગદ્વેષાદિ ભાવોવડે પોતાના આત્માને મલિન કરવો તે ભાવહિંસા છે. મોહાધીન અજ્ઞાની જીવ પોતાના સુખ અર્થે બીજા જીવોની હિંસાને પણ ગણતો નથી, અને તેમાં વળી મીઠાશ માને છે. જ્યારે જ્ઞાનીપુરુષો બીજાને કોઈપણ પ્રકારે મનવચનકાયાથી દુઃખ આપી સુખ મેળવવાના ઉપાયને વિષ ભેળ
વેલા પકવાન સમાન ગણે છે. જેમ વિષમિશ્રિત પકવાન ખાવામાં ભલે મીઠું લાગે પણ અંતે મરણનું કારણ થાય છે; તેમ સંસારી જીવ પોતાના સુખાર્થે બીજા જીવોને દુઃખ આપવાથી ચારગતિમાં અનંતદુઃખના કારણરૂપ જન્મમરણને અનુભવ્યા કરે છે. માટે બીજાના ભોગે સુખ મેળવવાની કદી કામના કરવી નહીં. ઘણા
Page #29
--------------------------------------------------------------------------
________________
પ૧
બૃહદ્ આલોચના
કામ ભોગનું ફળ કિંપાક ફળ સમાન કામ ભોગ પ્યારા લગે, ફલ કિંયાક સમાન;
મીઠી ખાજ ખુજાવતાં, પીછે દુઃખકી ખાન. ૪ અર્થ - અનાદિકાળથી જીવને સ્પર્શ ઇન્દ્રિયનો વિયોગ થયો નથી. તેથી વિશેષપણે આ જીવને કામ ભોગ પ્યારા લાગે છે. પણ તે ભોગ જીવને દેહાદિમાં અત્યંત આસક્તિ કરાવી જન્મમરણ વઘારે છે, વીર્યશક્તિનો નાશ કરી આ ભવમાં નિર્બળતા આપે છે, તથા ‘વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન' એટલે આ વિષયનો અંકુર માત્ર ભાવ હૃદયમાં ઉત્પન્ન થતાં; જ્ઞાન, ધ્યાન ટળી જાય છે, અને મોહમયી ભાવો કરાવે છે. તેનું પરિણામ કિંપાક ફળ સમાન આવે છે. કિંપાક ફળ દેખાવે સુંદર તેમજ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. પણ પેટમાં જતાં આંતરડાને તોડી નાખે છે. માટે કામવાસનાને કિંપાક ફળ સમાન ગણી ત્યાગવા યોગ્ય છે.
આ વાત વિશેષ સમજાવવા માટે બીજું દ્રષ્ટાંત આપે છે. કોઈને ખરજવાનું દર્દ થયું હોય તો તે ભાગને ખણખણ કરે. ખરજવાની ખાજને ખણતાં તે બહુ મીઠી લાગે છે. પણ તે ભાગ પછી છોલાઈ જતાં તે ખરજવું વધી જાય છે અને દુઃખની ખાણરૂપ થઈ પડે છે. તેમ ઇન્દ્રિયજન્ય ભોગોને ભોગવવાથી તેની આસક્તિ વધે છે અને તે જીવને અનંત જન્મમરણના ફેરામાં ધકેલી દઈ દુઃખની ખાણરૂપ થઈ પડે છે. //૪ો.
સશુરુ આજ્ઞાએ જપ તપ સંયમનું ફળ મોક્ષ
જપ તપ સંયમ દોહિલો, ઔષધ કડવી જાન;
સુખકારન પીછે ઘનો નિશ્ચય પદ નિરવાન. ૫ અર્થ:- સંસારી મોહી જીવને ચિત્તની સ્થિરતા માટે જપ કરવાનું કે ઇન્દ્રિય નિગ્રહ માટે બાહ્ય તપ અથવા શ્રદ્ધા બળ વધારવા અંતરંગ સ્વાધ્યાય આદિ તપ કરવાનું કે પર પદાર્થમાં રાગદ્વેષ ઘટાડવા માટે સંયમ સદાચારનું પાલન કરવાનું, તે દોહ્યલું જણાય છે, કડવા ઔષથને પીવા સમાન જણાય છે. પણ તે કડવા ઔષઘને પીવાથી રોગ મટે છે, અને
૫૪
બૃહદ્ આલોચના રોગ મટવાથી પ્રાપ્ત થયેલી સ્વસ્થતા તેને ઘણા સુખનું કારણ થાય છે. તેમ સદ્ગુરુ આજ્ઞાએ પ્રથમ અવસ્થામાં કડવા ઔષઘ સમાન અરુચિ ઉત્પન્ન કરનાર એવા જપ, તપ, સંયમનું સેવન કરવાથી જીવને અનાદિનો આત્મભ્રાંતિરૂપ રોગ મટે છે અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યાંથી આગળ વથી સંયમને અંગીકાર કરી સર્વથા ચારિત્રમોહનો નાશ કરી કેવળજ્ઞાન પ્રગટાવે છે. કેવળજ્ઞાન પ્રગટવાથી નિશ્ચયે નિર્વાણપદ અર્થાત્ મોક્ષપદને પામી આત્માના અનંતસુખમાં સર્વકાળને માટે તે બિરાજમાન થાય છે. //પા.
અનંત દુઃખથી ભરેલો સંસારરૂપી સમુદ્ર ડાભ અણી જલબિંદુઓ, સુખ વિષયનકો ચાવ;
ભવસાગર દુઃખ જલ ભર્યો, યહ સંસાર સ્વભાવ. ૬ અર્થ :- ડાભ એટલે ઘાસની અણી પર પડેલું ઝાકળનું જળબિંદુ અલ્પ સમય માત્ર ટકે છે. તે પવન આવતાં પડી જાય છે. અથવા સૂર્યના તાપથી સૂકાઈ જાય છે. તેમ પાંચ ઇન્દ્રિયોના વિષયસુખની ચાહનાનું ફળ પણ તેવું જ ક્ષણિક છે. તે પર પદાર્થને આધીન છે. એક ઘારું રહેતું નથી. તથા પોતાના શરીરની સ્વસ્થતા ન હોય તો પ્રાપ્ત ઇન્દ્રિય સુખ પણ ભોગવી શકાતું નથી. વળી તે રાગ દ્વેષના ભાવો કરાવી નવીન કર્મનો બંઘ પાડીને ચાર ગતિરૂપ ભયંકર સંસાર સમુદ્રમાં ઘકેલી દે છે. તે સંસાર રૂપી સમુદ્ર આધિ, વ્યાધિ, ઉપાધિ અને જન્મ, જરા, મરણ આદિ અનેક દુઃખરૂપી જળથી ભરેલો છે. અનાદિથી એવો જ સંસારનો સ્વભાવ છે.
અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને ઠ દીથી છે તે સત્ય છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૯૬) Iકા
ઇન્દ્રિય સુખાભાસ તે દુઃખનું જ બીજું રૂપ ચઢ ઉનંગ જહાંસે, પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુઃખ વસે, સો સુખ ભી દુઃખરૂપ. ૭
Page #30
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૫
અર્થ :- ઉત્તુંગ એટલે ઉપર ચઢીને જો ત્યાંથી નીચે પડવાનું હોય તો તે શિખર નથી પણ, તેના માટે ઊંડો કૂવો છે. તેવી જ રીતે જે સુખની અંદર દુઃખનો વાસ છે તે સુખ નથી પણ દુઃખનું જ બીજું રૂપ છે. પાંચ તે ઇન્દ્રિયના કહેવાતા સુખો પુણ્યબળે પામી, તે ભોગવતી વખતે રાગદ્વેષ કરીને કે પુણ્યવડે ઘનાદિ મેળવી અભિમાન કરીને જો જીવ નવીન કર્મબંધ કરે, તો તેના ફળમાં તે દુઃખ જ પામશે. માટે તે ઘનાદિ કે ઇન્દ્રિયસુખ ખરું સુખ નથી પણ તે સુખાભાસ એ દુઃખનું જ બીજું રૂપ સમજવું. એવા ક્ષણિક ઇન્દ્રિયસુખ પાછળ લલચાવા જેવું નથી. ગા
પુણ્યના ઉદયમાં દોષો સેવે પણ કર્મ તેને છોડે નહીં
જબ લગ જિનકે પુણ્યકા, પહોંચે નહિ કરાર; તબ લગ ઉસકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮
અર્થ :– જ્યાં સુધી પુણ્યના ઉદયનો કરાર એટલે મુદત પૂરી થઈ નથી ત્યાં સુધી જીવ હજારો દોષો સેવે, પાપ કરે તો પણ માફ થયેલા જણાય છે; અર્થાત્ કોઈ તેનું નામ લેતું નથી. પણ જ્યારે તે પુણ્ય પૂરું થાય છે ત્યારે બધા જ સંયોગો વિપરીત જણાય છે. ચારે તરફથી અપકીર્તિ પામી અંતે દુર્ગતિમાં જઈ તે જીવ અનેક દુઃખો ભોગવે છે. એમ પાપાનુબંધી પુણ્યનો ઉદય જીવને નીચ ગતિમાં ઢસડી જાય છે. IILII
પુણ્યના ઉદયમાં આત્મહિત કરી લેવું પુણ્ય ખીન જબ હોત હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લાકરી, પ્રજલે આપોઆપ. ૯
અર્થ :— સંસાર પુણ્યપાપના દ્વંદ્વરૂપ છે. જ્યારે પુણ્યનો ઉદય ક્ષીણ થાય છે ત્યારે પાપનો ઉદય થાય છે. પાપ કે પુણ્યનો ઉદય સર્વ કાળ માટે એક સરખો રહેતો નથી. પુણ્યના ઉદયમાં જીવ નવીન પુણ્ય ઉપાર્જન ન કરે તો પાપના ઉદયમાં તે થવાનું નથી. પાપના ઉદયમાં તો આપોઆપ ચારે તરફથી દુઃખના નિમિત્તો ઊભા થાય છે. જેમ જંગલમાં વાંસ પરસ્પર ઘસાવાથી કે વૃક્ષોની ડાળીઓ અત્યંત પવનવડે ઘસાવાથી આપોઆપ આગ લાગી જાય છે; અને તે દાવાનળનું રૂપ લઈ અનેક વૃક્ષોને
૫૬
બૃહદ્ આલોચના બાળી નાખે છે. માટે પુણ્યના ઉદયમાં અવશ્ય આત્મહિત કરી લેવું. ।।૯।। પાપનું ફળ દુઃખ આવે
પાપ છિપાયાં ના છીપે, છીપે તો મહાભાગ;
દાબી ડૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ૧૦
અર્થ :– કરેલા પાપોને જીવ છુપાવવા પ્રયત્ન કરે તો પણ તે છૂપા રહી શકે નહીં. મોડે વહેલે પ્રગટ થાય. કોઈક જીવને પૂર્વ જન્મમાં કરેલ પુણ્યરૂપ મહાભાગ્યના ઉદયે આ ભવમાં પાપ પ્રગટ ન થાય, તો પણ તેને પાપનું ફળ ભોગવવું પડશે. જેમ આગને રૂમાં લપેટી રાખવાથી તે કંઈ દબાઈ રહે નહીં. તે રૂને બાળીને પણ પ્રગટ થાય. માટે કોઈ પણ પ્રકારના પાપ કરવા નહીં. પાપ કરવાથી આ ભવ પરભવ બન્ને દુઃખમાં જાય છે. ।।૧૦। મૃત્યુ નિશ્ચિત માટે આત્મસ્વરૂપને શીઘ્ર ઓળખ બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર. ૧૧
અર્થ :– મોટે ભાગે સત્પુરુષના યોગે જ્યારે જીવને ભાન આવે છે ત્યારે ઘણું જીવન વ્યતીત થઈ ગયું હોય છે. અને થોડું માત્ર બાકી હોય છે. માટે સત્પુરુષો કહે છે કે હવે તો સુરત એટલે તારા સ્વરૂપનો લક્ષ કર, તેની સંભાળ લે. કેમકે પરભવમાં નક્કી જવું પડશે. મૃત્યુ કોઈને છોડશે નહીં. મરણ પાસે બધા જ અશરણ છે. માટે ઘણા પુણ્યના ઢગલા ભેગા થયા ત્યારે આ મનુષ્યજન્મ મળ્યો છે તેને વૃથા ખોઈ ન દે. પણ આત્માનું શાશ્વત સ્વરૂપ જાણી મૃત્યુનો ભય નિવાર અને સ્વરૂપ ઘ્યાનવડે સમાધિમરણને સાધ્ય કર. ||૧૧||
ધર્મના સંસ્કારરૂપી ઘનની ભવોભવમાં આવશ્યકતા
ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. ૧૨ અર્થ :— ચાર કોશ માત્ર ગામનું અંતર હોય અને ત્યાં જવાનું હોય તો સાથે ખરચી એટલે જરૂર પડતા રૂપિયા તથા ખાવા માટે ભોજન પાણી વગેરેનું ભાથું, લાર એટલે પાછળ બાંધી રાખે છે કે જેથી મને ત્યાં
Page #31
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૫૭
કંઈ તકલીફ ન પડે. તો આ ભવમાંથી નિશ્ચિતરૂપે જીવે પરભવમાં જવાનું છે. ત્યાં આપણી સંભાળ લેનાર કોણ છે? પોતાનાં જ પુણ્યપાપના ફળ ત્યાં સુખ દુ:ખ રૂપે આપશે. માટે અહીં ધર્મ સંબંધી વિચાર કરવો જોઈએ. ‘ઘર્મ કહે આત્મસ્વભાવ કું' તેથી ગુરુઆજ્ઞાએ આત્મસ્વભાવને ઓળખવાનો ભક્તિ સહિત ગાઢ પ્રયત્ન કરીને આત્મામાં ઊંડા સંસ્કાર નાખવા જોઈએ કે જેથી તે સંસ્કારરૂપી ઘન પરભવમાં પણ તેની સાથે જાય. ત્યાં ફરી ઘર્મનું અનુસંઘાન થઈ બે-ત્રણ ભવમાં નીવેડો આવી જાય અર્થાત્ મુક્તિને મેળવી લે. કહ્યું છે કે
‘ભક્તિનું ભાથું સાથે ભરી લે, શ્રદ્ઘાવડે સમકિત કરી લે; મળ્યા શ્રીમદ્ ગુરુરાય, ભાઈ તારી જિન્દગી ચાલી જાય.’ ।।૧૨।। વિનયવાન જીવ ધર્મ બોઘ પામે
૨જ વિરજ ઊંચી ગઈ, નરમાઈકે પાન;
પત્થર ઠોકર ખાત હૈ, કરડાઈકે તાન. ૧૩
અર્થ :– રજ એટલે ધૂળના કણ અને વિરજ એટલે વિશેષ નાના ધૂળના સૂક્ષ્મ રજકણો. તે પત્થરની જેમ ભારે કે કઠોર નથી પણ હલકા અને નરમ છે. તે રજકણો હલકા અને નરમ હોવાથી પવનવડે ઊડીને ઊંચ સ્થાને જઈ બિરાજે છે. જ્યારે પત્થર પોતાની કરડાઈ એટલે કઠોરતાના કારણે પગોની ઠોકરો ખાતો ફરે છે, તેમ નમ્રતાવાળા વિનયી જીવો ઉત્તમ ઘર્મબોધ પામી ઊંચ ગતિને સાથે છે. તે કાળાંતરે સર્વોત્કૃષ્ટ એવા સિદ્ઘપદને પામી લોકાંતે જઈ બિરાજે છે. જ્યારે વિનયહીન અભિમાની જીવ પત્થરની જેમ જીવનમાં અનેક ઠોકરો ખાઈ અંતે નીચ એવી દુર્ગતિમાં જઈ પડે છે. માટે હમેશાં વિનયવાન બની અહંકારનો ત્યાગ કરવા યોગ્ય છે. ।।૧૩।
હમેશાં ગુણગ્રાહી થવું
અવગુન ઉર ધરીએ નહીં, જો હવે વિરખ બબૂલ;
ગુન લીજે કાલુ કહે, નહિ છાયામેં સૂલ. ૧૪ અર્થ :– કોઈના પણ અવગુણને હૃદયમાં લાવી તેની નિંદા કરવી
૫૮
બૃહદ્ આલોચના નહીં. ‘પરિનંદા એ સબળ પાપ માનવું.' પ્રત્યેક જીવમાં ગુણ અને અવગુણ બન્ને હોય છે. કાલુ નામના કવિ કહે છે કે બબૂલ એટલે બાવળનું વૃક્ષ કાંટા સહિત હોય પણ તેની છાયામાં કાંટા હોતા નથી. તો વિરખ એટલે તે વૃક્ષનો ગુણ ગ્રહણ કરી તેની શીતળ છાયાની પ્રશંસા કરવી જોઈએ. પણ કાંટાના દોષની નિંદા કરવી ન જોઈએ. જો સંપૂર્ણ ગુણી આત્મા હોય તો મોક્ષમાં હોય અને સંપૂર્ણ દોષી હોય તે નરકમાં હોય. મનુષ્યપણું પુણ્યપાપના લગભગ સમાનપણાથી મળે છે. મનુષ્યમાં ગુણ અને અવગુણ બન્ને હોય. પણ ‘જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ' માટે ગુણગ્રાહી બની સર્વના ગુણો પ્રત્યે પ્રમોદભાવ લાવવાથી જીવ સમ્યક્દર્શનની યોગ્યતાને પામે છે. જ્યારે દોષવૃષ્ટિ કેળવી દોષોનો ભંડાર બની દુર્ગતિએ જાય છે. ।।૧૪।।
અજ્ઞાની અજ્ઞાનવશ વર્તે, પણ સમજુ તેવો થાય નહીં જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી દે દિખલાય; વાકા બુરા ન માનીએ, કહાં લેને વો જાય ? ૧૫
અર્થ :— ‘જગત જીવ હૈ કર્માઘીના' જગતના જીવો બધા કર્મને આધીન છે. કર્મને આધીન જેવી પ્રકૃતિ મેળવી છે તેવી જ ઉદય આવ્યે દેખાવ આપે છે. જેમકે કોઈ વ્યક્તિ ક્રોધમાં આવી ગમે તેમ બોલે પણ તે નિમિત્તે આપણે વાંકુ કે બૂરું ન બોલવું જોઈએ. કારણ તે બિચારો અજ્ઞાની જીવ ક્ષમા ગુણને ક્યાં લેવા જાય? ક્ષમા ગુણનું તેને ભાન નથી તેથી જ આવી ગેરવર્તણુંક કરે છે. પણ આપણે ઉપશમની કિંમત જાણતા હોઈએ તો તે સમયે ક્ષમા ગુણને પાસે રાખી નવીન કર્મનો થતો બંધ અટકાવવો જોઈએ. ।।૧૫।।
પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતનો મહિમા અપરંપાર
ગુરુ કારીગર સારિખા, ટાંકી વચન વિચાર; પત્થરસે પ્રતિમા કરે, પૂજા લહે અપાર. ૧૬
અર્થ :— પરમકૃપાળુ સદ્ગુરુદેવ એક કારીગર એટલે શિલ્પકાર જેવા છે. જેમ શિલ્પી ટાંકણાવડે બેડોળ પત્થરને પણ ઘડી ઘડીને પૂજવા
Page #32
--------------------------------------------------------------------------
________________
૬૦
બૃહદ્ આલોચના
૫૯ યોગ્ય સુંદર પ્રતિમા બનાવે છે. અને લોકો તેના નિમિત્તે અનેક ઉત્તમ, સાક્ષાત્ ભગવંતના ભાવ કરી ભક્તિપૂર્વક તેનું પૂજન કરે છે. તેમ શ્રીગુરુ પોતાના ઉત્તમ વચનરૂપી ટાંકણાવડે શિષ્યને ઘડી ઘડી અર્થાત્ હિતાહિતનું ભાન કરાવી તેની અંદર સુંદર આત્મવિચારણા ઉત્પન્ન કરે છે. તેના ફળસ્વરૂપ સર્વોત્કૃષ્ટ સમ્યક્રદર્શનને પામી પ્રતિમાની જેમ જગતમાં તે પૂજનીય બને છે અને પરિણામે આગળ વધી કેવળજ્ઞાનને પ્રગટાવી મુક્તિને મેળવે છે. એવા શ્રી સદ્ગુરુ જ્ઞાની ભગવંતની મહિમાનો કોઈ પાર નથી. તે તો અપરંપાર છે. ||૧૬ાા
જ્ઞાની ગુરુની આજ્ઞા ઉઠાવે તો પ્રભુ પ્રસન્ન થાય
સંતનકી સેવા કિયાં, પ્રભુ રીઝત હૈ આપ;
જાકા બાલ ખિલાઈએ, તાકા રીઝત બાપ. ૧૭ અર્થ :- “સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ સદ્ગુરુ અને સંત તુજ એટલે ભગવાનના સ્વરૂપને પામેલા આત્મજ્ઞાની પુરુષો છે. માટે આત્મજ્ઞાની સંતપુરુષોની સેવા કરવી તે પ્રભુની સેવા કરવા બરાબર છે. સાચા સંતો પ્રભુના બાળક જેવા છે. કાળાંતરે સંતો પણ સર્વજ્ઞ બનશે. તે માર્ગમાંજ નિશદિન તેઓ પ્રયાણ કરી રહ્યાં છે. સર્વજ્ઞો મોક્ષમાં બિરાજે છે. તેઓ કહેવા આવે નહીં. પણ સર્વજ્ઞ ભગવાનના ઉપદેશનો આશય શ્રી સદ્ગુરુ બતાવે છે. માટે એવા જ્ઞાની સંતપુરુષોની સેવા જે કરે અથવા તેમની આજ્ઞા ઉઠાવે તેના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. કારણ કે તે આશયને પામી ભવ્યાત્મા મુક્તિને વરે છે; માટે તેના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે. અહીં ભગવાનની અંતરંગ ભાવનાને પ્રદર્શિત કરી છે. જેમ કોઈના બાળકને રમાડવાથી તેના પિતા અંતરમાં પ્રસન્ન થાય છે, તેમ જ્ઞાની ગુરુની મોક્ષદાયક આજ્ઞા ઉઠાવવાથી પ્રભુ પ્રસન્નતા અનુભવે છે. ૧૭મા
આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મવડે મુક્તિ ભવસાગર સંસારમેં, દીપા શ્રી જિનરાજ;
ઉદ્યમ કરી પહોંચે તીરે, બેઠી ઘર્મ જહાજ, ૧૮ અર્થ - આ ભવ એટલે સંસાર, તે સાગર એટલે સમુદ્ર જેવો
બૃહદ્ આલોચના અપરંપાર છે. તેમાં સર્વત્ર દુઃખરૂપી જળ ભરેલું છે. ત્યાં દીપા એટલે દીવાદાંડી સમાન માર્ગદર્શક શ્રી જિનરાજ છે. જે જગતના સર્વ સુખદુઃખના કારણોને જાણે છે. શ્રી સદ્ગુરુ પણ તેમનો આશય લઈને માર્ગ બોધે છે. તેમના કહ્યા પ્રમાણે જો જીવ ઘર્મરૂપી જહાજમાં બેસી ઉદ્યમ કરે તો તે સંસારરૂપી સમુદ્રના કિનારે પહોંચી જાય. આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મ ભજીને જીવ રત્નત્રય માટે ઉદ્યમ કરે તો અવશ્ય સંસારના જન્મજરામરણરૂપ દુઃખોનો અંત આણી શાશ્વત સુખને પામે. ૧૮ાા.
ઇન્દ્રિયોનું દમન કરી પરમાત્માનું ભજન કરવું નિજ આતમકું દમન કર, પર આતમકું ચીન;
પરમાતમકો ભજન કર, સોઈ મત પરવીન. ૧૯ અર્થ – ઘર્મ પામવાની યોગ્યતા માટે હે ભવ્યાત્મા! તારામાં રહેલી ઇન્દ્રિયોની વિષયવાસનાનું દમન કર. તે ક્ષણિક સુખ ખરું સુખ નથી પણ સુખાભાસ છે. પરિણામે અનંત દુઃખમાં લઈ જનાર છે. માટે ઇન્દ્રિયોનું દમન કર અને તેના માટે ઉત્પન્ન થતાં કષાયોનું શમન કર. વળી “પર આતમકું ચીન' એટલે બીજાના આત્માની પણ ચીન એટલે ઓળખાણ કર, તે બધા આત્માઓ તારા જેવા જ છે, એમ જાણી કોઈને પણ મનવચનકાયાથી દુઃખ આપીશ નહીં. તથા મનને હમેશાં પરમાત્માની ભજનભક્તિમાં જોડી રાખ કે જેથી તે નવરું બેઠું નખોદ વાળે નહીં. એમ શુદ્ધના લક્ષે શુભ એવા ભક્તિભજન સ્વાધ્યાય કે સ્મરણમાં મનને રોકી ઇન્દ્રિયનું દમન કરવું તથા બીજા સર્વ જીવાત્માઓની રક્ષા કરવી એ જ પ્રવીણ એવા સર્વ જ્ઞાની પુરુષોનો અભિમત છે. એ પ્રમાણે વર્તવાથી આપણો આત્મા પણ પોતાના વસ્તુસ્વભાવરૂપ ઘર્મને પામી શાશ્વત સુખશાંતિને મેળવે છે. ૧૯લા.
અજ્ઞાની આસક્તિભાવે ચીકણા કર્મબંઘ કરે સમજુ શંકે પાપસૅ, અણસમજુ હરખંત;
વે લુખાં વે ચીકણાં, ઇણ વિથ કર્મ બચંત. ૨૦ અર્થ - સમજુ એવા જ્ઞાની પુરુષો પાપથી શકે એટલે ડરે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૬૧
કુર
બૃહદ્ આલોચના જ્યારે અણસમજુ એવો અજ્ઞાની જીવ તે પાપ કરીને હરખાય છે, રાજી થાય છે. જ્ઞાનીને, પાપના ફળ કડવા દુઃખરૂપ આવે છે તેની જાગૃતિ હોવાથી તેને કોઈ પદાર્થમાં આસક્તિ નથી તેથી તે લુખા કર્મ બાંધે છે. તે કર્મો ધ્યાનથી નિવૃત્ત થઈ શકે. જ્ઞાનીની સંસારમાં પ્રવૃત્તિ તે રુચિપૂર્વકની નથી પણ માત્ર ઉદયાથીન છે. જ્યારે અજ્ઞાનીને પરપદાર્થમાં અત્યંત આસક્તિ હોવાથી તે ચીકણાં એટલે તીવ્ર કર્મનો બંઘ કરે છે, અને તેના ફળમાં તે ચોરાશી લાખ જીવયોનિમાં રઝળ્યા કરે છે. જ્યારે જ્ઞાની પુરુષોને અનંતાનુબંધી કષાય જવાથી “અપ્પોસિ હોઈ બંઘો, નિદ્ધ ઘસ્યું ન કુણઈ અર્થાત તેમને અલ્પમાત્ર કર્મનો બંધ થાય છે. તેમને અનંત સંસાર વઘારે એવા નિર્ધ્વસ પરિણામ કદી થતા નથી. માટે સંસારી જીવે કોઈ પદાર્થમાં આસક્તિ કરવા યોગ્ય નથી. ૨૦. પોતાના આત્મસ્વરૂપને સમજી અનંતા જીવો મોક્ષને પામ્યા
સમજ સાર સંસારમેં, સમજુ ટાલે દોષ;
સમજ સમજ કરિ જીવ હી, ગયા અનંતો મોક્ષ. ૨૧ અર્થ :- આ જગતમાં એક સમજ એટલે સમ્યકજ્ઞાન જ સારરૂપ છે. જ્ઞાન એ પ્રત્યેક આત્માનો ગુણ હોવા છતાં તે વિપરીત જ્ઞાનરૂપે પરિણમેલો હોવાથી અજ્ઞાન કહેવાય છે. પણ જો જ્ઞાની પુરુષના ઉપદેશે જડ ચેતનાત્મક વિશ્વનું સ્વરૂપ સમજે તો સમજનાર જીવ પોતાના રાગદ્વેષ કામ ક્રોધાદિ દોષોને ટાળી શકે છે. આ પ્રકારે ચેતનમય પોતાના આત્માનું અનંત સુખસ્વરૂપ સમજીને તથા સદ્ગુરુ આજ્ઞાએ દેહથી ભિન્ન એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય આદરીને ભૂતકાળમાં અનંતા જીવો મોક્ષને પામ્યા છે, પામે છે, અને પામશે. માટે આપણે પણ તે જ સ્વસ્વરૂપને સમજી શ્રદ્ધી અને તે પ્રમાણે વર્તી આત્માનું શાશ્વત સુખ મેળવી લઈએ તો આ મનુષ્યભવની કિંમત કોઈ રીતે થઈ શકે એમ નથી. પરમકૃપાળુદેવે પણ પત્રાંક ૬૫૧માં જણાવ્યું કે-“જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે.” વળી પત્રાંક ૫૩૭માં કહ્યું કે–“એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે.” રવા
બૃહદ્ આલોચના સર્વ દુઃખ નાશનો ઉપાય વિષય કષાયનો ત્રણેય યોગથી સંવર
ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ;
કિરિયા જતન વિવેકર્સે, મિટે કર્મ દુઃખરોગ. ૨૨ અર્થ - પાંચ ઇન્દ્રિયના રૂપ, રસ, ગંઘ, સ્પર્શ અને શબ્દ એ વિષયો છે; તેનું ઉપશમન કરવું અર્થાત્ તે તે વિષયોમાં વૃત્તિને ન જવા દેવી; તથા ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય ભાવો છે, તેને ઉપશમાવવા અર્થાત્ તેના પ્રતિપક્ષી ગુણો જે ક્ષમા, વિનય, સરળતા અને સંતોષભાવ છે તેને હૃદયમાં લાવી ક્રોધાદિ કષાયોમાં ન તણાવું તે ઉપશમ છે. વિષયોના કારણે કષાયના ભાવો જન્મે છે. વિષય કષાયને લઈને આ સંસાર છે. માટે પરમકૃપાળુદેવે જણાવ્યું કે
નથી ઘર્યો દેહ વિષય વઘારવા,
નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.” વિષયકષાયમાં પ્રવર્તવાથી સંસાર વધે છે. અને એના પ્રતિપક્ષી ગુણો વૈરાગ્ય ઉપશમભાવ લાવવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે.
વળી દ્રવ્યકર્મ આવવાના કારણ મનવચનકાયાના ત્રણ યોગ છે. તે દ્વારા શુભાશુભ કર્મનો જીવને આસ્રવ થાય છે. માટે પ્રથમ વિષય કષાય ઉપશમ કરી ભક્તિ સત્સંગ સ્મરણ આદિ શુભ પ્રવૃતિઓમાં રહી અશુભ કર્મો આવવાના કારણોને રોકવા. પછી “શુભ ભાવવડે મન શુદ્ધ કરો.” એમ શુભભાવવડે શુદ્ધ ભાવને પામી કર્મ આવવાના આગ્નવોનો નિરોઘ કરવો તેનું નામ સંવર છે. વિષયકષાયનો ઉપશમ તથા મનવચનકાયાના યોગની સંવરરૂપ ક્રિયા જો યત્ના અને વિવેકપૂર્વક કરવામાં આવે તો જન્મ જરાને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ’ જે રાગદ્વેષાદિ કર્મના ફળમાં રહેલા છે તેનો અવશ્ય નાશ થાય, અને આત્મા પોતાના શાશ્વત અનંત સમાધિસુખને પામે. એમ જ્ઞાની પુરુષોએ પોતાના અનુભવથી સર્વ દુઃખ નાશનો ઉપાય આપણને બતાવ્યો. રરા
Page #34
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૬૩ સમ્યક્દર્શનવડે નિર્વેર બુદ્ધિ થઈ તો જીવની મુક્તિ
રોગ મિટે સમતા વધે, સમકિત વ્રત આરાઘ;
નિર્વેરી સબ જીવસૅ, પાવે મુક્તિ સમાઘ. ૨૩ અર્થ :- ઉપરની ગાથામાં કહ્યું તેમ વિષયકષાયનો ઉપશમ કરવાથી તથા ત્રણેય યોગોનો સંવર કરવાથી અનાદિનો ‘આત્મભ્રાંતિસમ રોગ નહીં.’ તે નાશ પામી જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી ખરો સમતાભાવ પ્રગટે છે. પછી આગળ વધી શ્રાવકના વ્રત અથવા આત્મજ્ઞાન સહિત સર્વ વિરતિ મુનિપણાના વ્રતની તે આરાધના કરે છે. તેના ફળસ્વરૂપ જગતના સર્વ જીવો પ્રત્યે નિર્વેર ભાવ પ્રગટવાથી સર્વ જીવોની રક્ષા કરી અંતે મુક્તિરૂપી આત્મ-સમાધિને તે પામે છે.
ઇતિ ભૂલચૂક મિચ્છા મિ દુક્કડું અર્થ :- ઇતિ એટલે આ પ્રમાણે મારી તમારા પ્રત્યે કોઈ પણ થયેલ દુક્કડં કહેતા દુલ્ય અર્થાત્ ભૂલચૂક તે મિ એટલે મારી, મિચ્છા એટલે મિથ્યા થાઓ; અર્થાત્ મારા મન વચન કાયાના યોગથી કોઈ પણ પ્રકારે તમને દુઃખ થયું હોય તો તેની હું આપના પ્રત્યે માફી માગું છું.
બૃહદ્ આલોચના ગણઘરાદિ સબ સાધુજી, સમકિત વ્રત ગુણધાર;
યથાયોગ્ય વંદન કરું, જિનઆજ્ઞા અનુસાર, અર્થ :- ભૂતકાળમાં તીર્થકર ભગવાનની અનંત ચોવીશીઓ થઈ ગઈ, તે બધા જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. અને વ્યતીત થયેલા અનંતાકાળમાં અનંતા ક્રોડ સિદ્ધ ભગવંતો થઈ ગયા તેમને, તથા વર્તમાનમાં પાંચ મહાવિદેહક્ષેત્રે વિચરતા સર્વ જિનેશ્વરોને તેમજ ઓછામાં ઓછા વિચરતા બે કરોડ કેવળી ભગવંતોને તથા વધારેમાં વધારે પૃથ્વી પર વિદ્યમાન રહેતા નવ કરોડ કેવળી ભગવંતોને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું. એ બધા સર્વજ્ઞ પુરુષો કૃતકૃત્યદશાને પામેલા પરમાત્માઓ છે.
હવે શ્રી ગણઘર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન તથા સાધુ ભગવંતોને તેમજ સમ્યક્દર્શન સહિત પંચમ ગુણસ્થાનવર્તી દેશવ્રતી-શ્રાવકોને અને જેને વ્રત નથી પણ સમ્યક્દર્શન છે એવા ચતુર્થ ગુણસ્થાનવર્તી અવિરત સમ્યફદ્રષ્ટિ એવા સર્વ જ્ઞાની પુરુષોને તેમજ વ્યવહાર સમકિતરૂપ શ્રદ્ધાળુણ જેનામાં દૃઢ છે એવા સર્વ મુમુક્ષુઓને, હું જિન આજ્ઞા અનુસાર તેમની યથાયોગ્ય ભૂમિકા પ્રમાણે, સાચા ભાવથી મારા આત્મહિતાર્થે તેમને પ્રણામ કરું છું.
એક નવકાર ગણવો નમો અરિહંતાણં, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણ, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.” પ્રભુ સમક્ષ દોષોની નિંદા કરી શુદ્ધ થવાની ભાવના
પ્રણમી પદપંકજ ભની, અરિગંજન અરિહંત;
કથન કરું હવે જીવનું, કિંચિત્ મુજ વિરતંત. અર્થ - જેના પદ એટલે ચરણ તે પંકજ એટલે કમળરૂપ છે, તથા અરિગંજન એટલે આત્માના ગુણોને ઘાતનાર એવા ઘાતીયા કર્મરૂપી શત્રુઓને જેણે હણ્યા છે, એવા અરિહંત ભગવંતને હું પ્રણામ કરીને મારા જીવનના અનેક દોષોનું કિંચિત્ વૃત્તાંત આપ સમક્ષ રજૂ કરું છું. આપ
શ્રી પંચપરમેષ્ઠિ ભગવદુભ્યો નમઃ અર્થ :- શ્રી અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવાન એ “પંચ પરમેષ્ઠિ' ભગવાનને મારા નમસ્કાર હો. કેમકે જગતમાં સર્વથી શ્રેષ્ઠ પૂજવાલાયક આ પાંચ પ્રકારના મહાન આત્માઓ છે. જે સમ્યક્દર્શનથી યુક્ત હોય તે જ આ પંચ પરમેષ્ઠિ પદમાં ગણાય છે. સમ્યક્રર્શન વિના પૂજનીયપદ પ્રાપ્ત થતું નથી. જિન આજ્ઞા અનુસાર સર્વ ભગવંતોને પ્રણામ
(દોહા) અનંત ચોવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ કોડ.
Page #35
--------------------------------------------------------------------------
________________
૬૫
બૃહદ્ આલોચના સમક્ષ મારા દોષોની નિંદા કરી, ગર્હ કરી, આલોચના કરીને તે તે પાપોને નિવારી શુદ્ધ થવાની મારી કામના છે. તે આપ પ્રભુની કૃપાએ સિદ્ધ થાઓ એવી આપ પ્રભુ પ્રત્યે મારી હાર્દિક પ્રાર્થના છે. હું અનાદિકાળનો અપરાધી, મેં કૂરભાવે અઢારે પાપસ્થાનકો સેવ્યાં
(અંજનાની દેશી) હું અપરાધી અનાદિકો, જનમ જનમ ગુના કિયા ભરપૂર છે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂર કે.
અર્થ - હું અનાદિકાળથી અજ્ઞાનવશ અનેક અપરાશ કરતો આવ્યો છું. પૂર્વે ચોરાશી લાખ જીવયોનિમાં અનંતવાર જન્મ લઈ મેં અનેક ગુના એટલે અપરાધો કર્યા છે. દ્રવ્યથી અને ભાવથી મેં અનંત દોષો સેવ્યાં છે. દ્રવ્યથી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છકાય જીવોના મેં અનંતવાર પ્રાણ લૂંટ્યા. તથા અઢારે. પાપસ્થાનકોને મેં દ્રવ્ય અને ભાવથી દૂર રીતે સેવ્યા. તેના ફળમાં અનંતકાળથી ચારગતિઓમાં ભટકી હું અનંત દુઃખ પામ્યો છે. ખરેખર હું મોટો અપરાથી છું. નક્કી હું તે દોષોના બદલાનો દેણદાર છું. માટે સદ્ગુરુ ભગવંત સમક્ષ મારા અપરાધોને સાચા ભાવે ખમાવું છું. હે સર્વ જીવો! મને માફ કરો, મારા અપરાધોને ક્ષમા કરો. એવી આપ સર્વ પ્રત્યે મારી ભાવભીની વિનંતિ છે. તે સ્વીકારી અને સર્વ દોષોથી નિવૃત કરો, જેથી હું શાશ્વત સુખસ્વરૂપ એવી મુક્તિને મેળવી સ્વરૂપાનંદમાં લીન થાઉં.
તે અઢાર પાપસ્થાનક વગેરે કયા કયા દોષો સેવ્યા છે તેનું વિશેષ વર્ણન હવે ગદ્યમાં નીચે જણાવે છે. (હવેનું ગદ્ય મૂળ હિન્દી ભાષામાં છે તેનું ગુજરાતી ભાષાંતર મૂક્યું છે.)
આજ સુધી આ ભવમાં, પહેલા સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુશર્મની સદુહણા, પ્રરૂપણા, કરસના સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
૬૬
બૃહદ્ આલોચના ભાવાર્થ – હે પ્રભુ! આજ સુધી અક્ષણ પર્યત આ ભવમાં કે આ ભવ પહેલાં અજ્ઞાન અવસ્થામાં કરેલ સંખ્યાત, અસંખ્યાત કે પૂર્વે કરેલા અનંતા ભવોમાં કુગુરુ, કુદેવ અને કુઘર્મની સહણા એટલે શ્રદ્ધા કરી હોય, પ્રરૂપણા એટલે તેમના ઉપદેશનો ફેલાવો કર્યો હોય, અથવા તેની ફરસના એટલે તે પ્રમાણે વર્યો હોઉં, સેવના એટલે તેમની દ્રવ્ય કે ભાવથી સેવા કરી હોય, તે સંબંધી જે જે પાપદોષ લાગ્યા હોય તે સર્વે મિચ્છા મિ દુક્કડે એટલે મિથ્યા મે દુષ્કૃત અર્થાત્ તે બઘા મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ અર્થાત્ નાશ પામો, એમ હું સાચા અંતઃકરણથી આપની પાસે ભાવના ભાવું છું. ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારા બઘા કુગુરુ છે. અને આત્મજ્ઞાનથી યુક્ત તે સદ્ગુરુ છે. વીતરાગતા રહિત રાગી દ્વેષી દેવો તે કુદેવ છે. જેના પડખામાં સ્ત્રી છે તે રાગનું ચિહ્ન છે અને જેના હાથમાં શસ્ત્ર છે તે બધા કુદેવ છે. વીતરાગ પરમાત્મા જેવો કોઈ દેવ થયો નથી અને થશે પણ નહીં. તેમજ ધર્મ એ આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવને પામવા જે વ્યવહાર ઘર્મના મૂળમાં દયા છે તે જ સત્ય ધર્મ છે. “જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી.” શ્રીમદ્ રાજચંદ્ર,
અહિંસા પરમો ધર્મ” એમ ભગવાન મહાવીરનો મુખ્ય ઉપદેશ છે.
અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ - અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડ..
ભાવાર્થ - હે પ્રભુ! અજ્ઞાનપણે એટલે આપના કહેલા બોઘથી વિપરીત જાણીને, કે મિથ્યાત્વપણે એટલે આપના બોઘથી વિપરીત માન્ય કરીને જેમકે દેહમાં આત્મબુદ્ધિ કે પરમાં મારાપણું માનીને, અવ્રતપણે એટલે આપના દ્વારા ઉપદિષ્ટ શ્રાવક કે મુનિના વ્રતોને ન સ્વીકારીને, કષાયપણે એટલે ક્રોથમાન-માયાલોભાદિ અથવા કષાયના કારણ એવા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આદિ નોકષાય પણે વર્તીને, અશુભયોગ એટલે મન, વચન કાયાના ત્રણે યોગ વડે અશુભ પ્રવૃત્તિ કરીને, પ્રમાદ એટલે આત્માને ભૂલી બધી પ્રવૃત્તિ કરીને મેં અપછંદ એટલે ઉશૃંખલપણે સદેવગુરુઘર્મનું અવિનીતપણું
Page #36
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ આલોચના
૬૭ એટલે અવિનય કર્યો, આશાતના કરી, તે સર્વે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ વડે થતાં મારા સર્વ દોષો તે મિથ્યા થાઓ. દુક્કડું એટલે દુષ્કૃત્યો, મિ એટલે મારા તે મિચ્છા એટલે મિથ્યા થાઓ. એવી મારી અભિલાષા છે.
શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવલજ્ઞાની મહારાજની, શ્રી ગણઘરદેવની, શ્રી આચાર્યની, શ્રી ધર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની, અને શ્રી સાધુસાથ્વીની, શ્રાવક-શ્રાવિકાની, સમદ્રષ્ટિ સાથર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રસૂત્ર-પાઠની, અર્થ-પરમાર્થની, ઘર્મ સંબંધી અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, આશાતનાદિ કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યક પ્રકારે વિનય, ભક્તિ, આરાઘના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાશ સર્વે માફ કરો, ક્ષમા કરો, હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું.
ભાવાર્થ – શ્રી અરિહંત ભગવંતની કે વીતરાગતાને પામેલા એવા કેવળજ્ઞાનીની કે શ્રી ગૌતમાદિ ગણઘરદેવની, શ્રી આચાર્ય ભગવાનની, શ્રી ઘર્માચાર્યની એટલે ઘર્મનો વિશેષ પ્રકારે ફેલાવ કરનાર એવા શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેની, શ્રી ઉપાધ્યાયની અને સાધુ-સાધ્વીની, શ્રાવક, શ્રાવિકાની; સમદ્રષ્ટિ એટલે સમ્યફષ્ટિની, સાઘર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રના મૂળ સૂત્રપાઠની, શાસ્ત્રોના અર્થની અને પરમાર્થની એટલે નય આદિવડે પ્રકાશિત તેના રહસ્યની, ઘર્મ સંબંધી સર્વ ભાવોની અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, અશાતના મન, વચન અને કાયા વડે કરી, કરાવી, અનુમોદી, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વીતરાગ ભગવંતોની સમ્યપ્રકારે વિનય, ભક્તિ, આરાઘના, પાલન, સ્પર્શના તથા સેવના એટલે સેવા વગેરે યથાયોગ્ય પ્રમાણે અનુક્રમ પૂર્વક નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તે સર્વ માટે મને ધિક્કાર હો, ધિક્કાર હો. વારંવાર હું ભાવના ભાવું છું કે મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ, નાશ પામો.
બૃહદ્ આલોચના હે નાથ! મારી સર્વ પ્રકારની ભૂલચુક, અવગુણ, અપરાધ વગેરે માફ કરો, ક્ષમા કરો; હું મન વચન કાયાએ કરી ખમાવું છું. ગુરુ આજ્ઞા ન ઉઠાવવાથી અપરાધી
(દોહા) અપરાથી ગુરુ દેવકો, તીન ભુવનકો ચોર;
ઠગું વિરાણા માલમેં, હા હા કર્મ કઠોર. અર્થ :- પરમકૃપાળુ સરુદેવે મારા ઉપર કૃપા કરી મને આત્મધર્મનો બોઘ આપ્યો છતાં હું દેહમાં આત્મબુદ્ધિ છોડી દઈ આત્મામાં આત્મબુદ્ધિ કરી તેમની આજ્ઞા ઉઠાવતો નથી, માટે હું સદ્ગુરુ પરમકૃપાળુદેવનો અપરાથી છું. વિષયવિકારથી ભરેલો છું. તેની વાસનાના કારણે કષાયભાવો કરી એટલે ત્રણેય લોકની સર્વ સંપત્તિ મને મળી જાય એવી ભાવના હોવાથી, ભાવથી હું ચોર છું. કેમકે પૌલિક પદાર્થ પોતાના નથી છતાં પોતાના માનવા એ ભાવ ચોરીનો જ પ્રકાર છે. પરિગ્રહમાં તીવ્ર આસક્તિના કારણે હું વિરાણા એટલે બિરાના અર્થાત્ પારકા માલને પણ ઠગીને મેળવવા પ્રયત્નશીલ છું. માટે હાય ! હાય! હું કેવો કઠોર ક છું કે આપનો યોગ અને બોઘ મળવા છતાં પણ મારું મન પાપથી ડરતું નથી.
ભયંકર દોષોથી યુક્ત હોવાથી મહાપાપી કામી કપટી લાલચી અપછંદા અવિનીત;
અવિવેકી ક્રોથી કઠિન, મહાપાપી ભયભીત. અર્થ - હે પ્રભુ! વિષય વિકારથી ભરપૂર વૃત્તિવાળો હોવાથી કામી છું. મનમાં કંઈ, વચનમાં બીજું અને વળી વર્તનમાં ત્રીજું હોવાથી હું મહાકપટી છું. અનેક પ્રકારના ભોગોની મનમાં તીવ્ર લાલસા એટલે ઇચ્છા હોવાથી હું લાલચી છું. અતિ ઉશ્રુંખલ હોવાથી અપછંદ એટલે સ્વચ્છંદી છું. વિનય વિનાનો હોવાથી અવિનીત છું. મારા આત્માના હિત અહિતનું ભાન મને ન હોવાથી હું અવિવેકી છું. કઠીન એટલે મહા મુશ્કેલીએ શમે એવા મહાક્રોઘનો ઘારક છું. હું સદૈવ વિષયકષાયમાં પ્રવૃત્તિ કરવાથી
Page #37
--------------------------------------------------------------------------
________________
૭૦.
બૃહદ્ આલોચના મહાપાપી છું. તેથી નિરંતર મરણભય વેદનાભય આદિથી ભયભીત છું. માટે હે નાથ! આવા ભયંકર દોષોથી મને મુક્ત કરો એવી આપ પ્રભુ પ્રત્યે મારી ભાવભીની પ્રાર્થના છે.
નાથની સાક્ષીએ વારંવાર ધિક્કાર જે મેં જીવ વિરાળિયા, સેવ્યાં પાપ અઢાર;
નાથ તુમારી સાખર્ચો, વારંવાર ચિક્કાર. અર્થ :- હે નાથ! આ જગતમાં ચોરાશીલાખ જીવાયોનિ છે. તેમાંથી જે જે જીવોની મેં વિરાધના કરી હોય અર્થાત્ તેમને મન વચન કાયાથી દુઃખ આપ્યું હોય કે હણ્યા હોય અથવા અઢાર પાપસ્થાનક સેવ્યા હોય, તે બધા પાપોને હે નાથ! આપની સાખર્સે એટલે સાક્ષીએ વારંવાર ચિક્કારું છું. અર્થાત્ તેનો તિરસ્કાર કરું છું. જેથી ફરી એવી પાપ પ્રવૃતિ મારાથી થાય નહીં. પહેલું પાપ પ્રાણાતિપાત :
છકાયપણે મેં છકાય જીવની વિરાથના કરી; પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચીરિન્દ્રિય, પંચેદ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભજ, ચોદે પ્રકારે સંમૂર્ણિમ આદિ ત્રણ સ્થાવર જીવોની વિરાથના કરી, કરાવી, અનુમોદી; મન, વચન, કાયાએ કરી,
ભાવાર્થ – પ્રાણાતિપાત એટલે જીવોની હિંસા. હે પ્રભુ! મારા ભૂતકાળમાં જે અનંતકાળ વ્યતીત થયો તે સમયમાં હું એ કાયમાં એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિકાયમાં તેમજ છઠ્ઠી ત્રસકાયમાં જન્મ લઈ મેં છએ કાયના જીવોની વિરાધના કરી છે. તેમને દુઃખ આપ્યું છે. તેની ક્ષમા ચાહું છું. પૃથ્વીકાય, અપકાય એટલે જલકાય, તેઉકાય એટલે અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચ સ્થાવર જીવો કહેવાય છે. એને એક સ્પર્શ ઇન્દ્રિયરૂપ માત્ર શરીર જ હોવાથી તે હાલી ચાલી શકતા નથી. બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, એ ત્રણ વિકસેન્દ્રિય કહેવાય છે. એ જીવો હાલી ચાલી શકે છે. સંજ્ઞી એટલે મનવાળા જીવો. અસંજ્ઞી એટલે મન વગરના જીવો. સ્થાવર જીવો અસંજ્ઞી હોય છે. તેમને મન હોતું
બૃહદ્ આલોચના નથી. ગર્ભજ એટલે જે ગર્ભથી ઉત્પન્ન થયા હોય તે જીવો.
સંમૂર્ણિમ એટલે સ્ત્રીલીંગ, પુરુષલીંગના સંયોગવગર જે જીવો જન્મ લે છે તે સંમૂર્ણિમ જીવો કહેવાય છે. એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો સંમૂર્ણિમ જન્મવાળા હોય છે. જન્મની અપેક્ષાએ જોતાં પંચેન્દ્રિય જીવ ત્રણ પ્રકારના છે. (૧) ઔપપાતિક (૨) ગર્ભજ (૩) સંમૂર્ણિમ. દેવનારકીના જીવો ઔપપાતિક રીતે જન્મે છે. જન્મથી જુવાન હોય છે. મનુષ્ય અને તિર્યંચો ગર્ભજ તેમજ સંમૂર્ણિમ રીતે પણ જન્મનારા હોય છે. મનુષ્યના મળમૂત્રમાં, કફમાં એવા અશુચિસ્થાનોમાં જન્મનારા ચૌદ પ્રકારના સંમૂર્ણિમ મનુષ્યો પણ હોય છે. તે સર્વ જીવોની મેં મન વચન કાયાથી વિરાઘના એટલે દુઃખ આપ્યું હોય કે મારી નાખ્યા હોય અથવા દુ:ખ અપાવ્યું હોય, અથવા તેમને દુઃખ આપતા અનુમોદના એટલે સારું માન્યું હોય તે સર્વ મારા દોષ ક્ષમ્ય થાઓ એવી આપ પ્રભુ પાસે નમ્ર પ્રાર્થના છે.
સંમૂર્છાિમ એટલે મન વગરના મનુષ્યોના ચૌદ પ્રકારો નીચે મુજબ છે :
“માતાપિતાના સંયોગ વિના જે ઉત્પન્ન થાય છે તેને સંમૂર્છાિમ જીવ કહેવામાં આવે છે. આખા લોકાકાશમાં પીસ્તાલીસ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં અઢી દ્વીપ છે તેમાં એક લવણસમુદ્ર તથા એક કાલોદધિ સમુદ્ર આવેલો છે. એમ બે સમુદ્ર. તથા પંદર કર્મભૂમિ, તીસ અકર્મભૂમિ અને છપ્પન અંતર્દીપો આવેલા છે. તેમાં ગર્ભજ મનુષ્યો ઉત્પન્ન થાય છે. આ પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતર્દીપો મળીને આ કુલ ૧૦૧ મનુષ્યોને જન્મવાના ક્ષેત્રો છે. તે મનુષ્યોના મળમૂત્રાદિમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમની ઉત્પત્તિના સ્થાનો ચૌદ છે તે નીચે પ્રમાણે :
(૧) વ્યાસુ-વિષ્ટામાં, (૨) પાસવોસુ–મૂત્રમાં, (૩) વેસુકફમાં, (૪) સંધાસુ–નાકના મેલમાં, (૫) વંતે સુ-વમન-ઊલટીમાં, (૬) ત્તેિ સુ-પિત્તમાં, (૭) પૂર્ણાસુ-રાઘ-રસી, દુર્ગધયુક્ત જ્યાં ઘાવ પડ્યો હોય તેમાંથી લોહી નીકળે તેમાં, (૮) સાસુ-શોણિત રક્તમાં, (૯) સુવાસુશુક્ર-વીર્યમાં, (૧૦) સુવા -સાસુ-શુક્રના સૂકાં થયેલાં પુદ્
Page #38
--------------------------------------------------------------------------
________________
૨
બૃહદ્ આલોચના
૭૧ ગલોમાં ફરી પાણીથી ભીના થવાથી, (૧૧) વિનય-ગીયારે;જીવરહિત શરીરમાં, (૧૨) સ્થીરિક સંબોગસુ–સ્ત્રી પુરુષના સંયોગમાં, (૧૩) પારણિતમોસુ-નગરની મોરી-ગટરમાં અને (૧૪) સવ બહુફાળેલુ–અશુચિના બઘા સ્થાનોમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત ચૌદ સ્થાનોમાં એક અંતર્મુહૂર્તમાં સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. એમની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પરિમાણ હોય છે. એમનું આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે, અર્થાત્ એ જીવો અંતર્મુહૂર્તમાં જ મરી જાય છે. આ અસંજ્ઞી-મનરહિત જીવો મિથ્યાદ્રષ્ટિ એવં અજ્ઞાની હોય છે. અપર્યાપ્ત અવસ્થામાં જ એમનું મરણ થઈ જાય છે. -નવ તત્વ (પૃ.૨૧)
ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં, ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતાં, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુ:પ્રમાર્જના સંબંધી, અઘિકી ઓછી, વિપરીત પૂંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાના પ્રકારના ઘણા ઘણા કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટ્યા, તે સર્વ જીવોનો હું પાપી અપરાથી છું. નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો.
ભાવાર્થ - ઊઠવા, બેસવામાં કે હાલતાં ચાલતાં શરીરની ક્રિયાઓ કરતા તેમજ શસ્ત્ર, વસ્ત્ર કે મકાન આદિના ઉપકરણો એટલે સાઘનસામગ્રીને આઘી પાછી કરતાં અપડિલેહણા એટલે પૂરેપુરું ધ્યાન રાખ્યા વગર, દુપડિલેહણા એટલે જ્યાં ધ્યાન રાખવું જોઈએ ત્યાં ન રાખવું અને ન રાખવું હોય ત્યાં રાખવું, અપ્રમાર્જના એટલે યત્નાપૂર્વક સાફસફાઈ ન કરવી અને દુ:પ્રમાર્જના એટલે અયત્નાપૂર્વક સાફસફાઈ કરવી તે. અથવા ભગવાને કહ્યું તેથી અધિક અથવા ઓછી કે વિપરીત રીતે કરવી, ઊલટીસુલટી કે ક્રમથી રહિત કે ઝાટકીને કે ફટકારીને સફાઈ કરવી તે વિપરીત છે. એવી પૂજના પડિલેહણા એટલે સાફસફાઈ તે મેં કરી.
બૃહદ્ આલોચના તેમજ આહાર વિહાર આદિ કરતાં તેમાં કે નાના પ્રકારના એટલે અનેક પ્રકારના ઘણા ઘણા કાર્યો કરતા મેં સંખ્યાત અસંખ્યાત કે નિગોદ આશ્રયી અનંતા જીવોના પ્રાણ લૂંટ્યા જેવા કે જમીકંદ એટલે કંદમૂળ, અથવા ફુગ આવે તેવી વસ્તુઓ કે ઘઊં, મગ વગેરેના અનાજને પલાળવાથી ફણગા ફૂટે તેમાં અનંત જીવોનો નિવાસ હોવાથી તે અનંતકાય કહેવાય છે. આ બધા નિગોદ આશ્રયી અનંતા જીવોના પ્રાણ લૂંટ્યા. તે સર્વ જીવોને હું દુઃખ દેનાર હોવાથી પાપી છું. સર્વ જીવોને જીવવાનો અધિકાર છે. પણ તેમને હણવાથી હું અપરાથી છું. નિશ્ચય કરી એટલે નિયમથી હું નક્કી તેમના બદલાનો દેણદાર છું. માટે હે સર્વ જીવો મને માફ કરો, મારી અજ્ઞાનવશ થયેલી ભૂલચૂકને માફ કરો. મારા પર દયા કરી મારા સર્વ અવગુણ અપરાધ માફ કરો.
જીવન ચલાવવા માટે પ્રતિદિન જળકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય, વાયુકાય વગેરેની હિંસાઓ થાય છે. કારણ પરવશતા છે. પણ હિંસા તે હિંસા જ છે. માટે તેની ભાવપૂર્વક માફી માગવાથી તે કર્મો હલકા થાય છે.
દેવસીય, રાઈય, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંથી વારંવાર મિચ્છા મિ દુક્કડં. વારંવાર ક્ષમાવું છું. તમે સર્વે ક્ષમજો.
ભાવાર્થ :- દેવસીય એટલે પૂરા દિવસમાં મારાથી જે જે દોષ લાગ્યા હોય અને રાઈય એટલે પૂરી રાત્રિમાં મારાથી જે જે પાપ સેવાયા હોય, પાક્ષિક એટલે પંદર દિવસમાં જે જે દોષો થયા હોય, ચૌમાસી એટલે ચાર માસમાં જે જે પાપ થયા હોય અને સાંવત્સરિક એટલે પૂરા એક વર્ષમાં મારાથી જે જે પાપો સેવાયા હોય તેનો મિચ્છા મિ દુક્કડે એટલે મિથ્યા મેં દુષ્કૃતમ્ અર્થાત્ મારા તે તે પાપો મિથ્યા થાઓ એમ આપની સમક્ષ પ્રાર્થના કરું છું તથા તે તે સર્વ જીવોની ક્ષમા માંગુ છું. તેથી સર્વ જીવો મારા ઉપર દયા કરી મને ક્ષમા આપજો એમ વારંવાર સાચા હૃદયે ભાવના ભાવવાથી બળવાન કર્મોની નિર્જરા થાય છે. અને નવીન કર્મો બાંધવામાં પણ જીવ પાછો પડે છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૭૪
બૃહદ્ આલોચના
खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे ।
मित्ती मे सब्ब भूएसु, वेरं मझं न केणई ।। અર્થ :- હું સર્વ જીવોને અંતરથી ખમાવું છું. તમે સર્વ જીવો પણ મને ક્ષમા આપજો. મારો ‘સવ મુpg' એટલે સર્વ પ્રાણીઓ સાથે ‘મિત્તી’ એટલે મૈત્રીભાવ છે, ‘ા' એટલે કોઈની સાથે પણ “E” એટલે મને વેર ન’ વેરભાવ નથી.
તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું છયે કાયના જીવોના વૈર બદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચોરાશી લાખ જીવયોનિને અભયદાન દઈશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
ભાવાર્થ:- તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય તેમજ ત્રસકાય જીવોના વૈર બદલાથી નિવૃત્તિ પામીશ અર્થાત્ તે જીવોની સાથે મોહનીય કર્મના કારણે તેમને હણી હું વેર બાંધુ છું. અને તેના બદલામાં અશાતાવેદનીય કર્મ ઉપાર્જન કરું છું; તે સર્વથી છુટકારો પામીશ. તેમજ ચોરાશી લાખ જીવયોનિમાં ઉત્પન્ન થતાં જીવોને અભયદાન દઈશ અર્થાત્ તેમને કદી હણીશ નહીં; તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
ચોરાશી લાખ જીવયોનિ નીચે પ્રમાણે છે :
જીવયોનિ એટલે જીવોને ઉત્પન્ન થવાના સ્થાનક તે ચોરાશી લાખ છે. સર્વ જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો તો અસંખ્ય હોય છે. પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકૃતિથી જેટલા ઉત્પત્તિ સ્થાનો સરખાં હોય, તેટલાનું એક સ્થાનક ગણાય છે.” શ્રી પંચપ્રતિક્રમણ સૂત્રો
એવા ચોરાશી લાખ જીવયોનિના સ્થાનક છે. તે જીવયોનિમાં સ્થાનકોની ગણતરી નીચે પ્રમાણે શાસ્ત્રોમાં કહી છે :
તે ૭ લાખ પૃથ્વીકાય, ૭ લાખ અપકાય એટલે જળકાયના ઉત્પત્તિ સ્થાનકો, ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય એટલે જેના એક શરીરમાં એક જીવ હોય છે. દાખલા તરીકે ફળ, છાલ, થડ, પાંદડા, બીજ વગેરે. ૧૪ લાખ સાઘારણ વનસ્પતિકાય એટલે જેના એક શરીરમાં
બૃહદ્ આલોચના અનંત જીવો હોય છે. દાખલા તરીકે બટાકા, કાંદા, મૂળા, ગાજર, લીલુ આદુ, લીલી હળદર, અંકુરા, કૂંપણો, સેવાળ, પાલકની ભાજી, કૂણા ફળ, થોર, ગુગળ, ગળો વગેરે જેને ભાંગવાથી સરખા બે ભાગ થતા હોય, તાંતણ વગરનું હોય અને કાપવા છતાં ફરી જે ઊગી શકે તેને સાઘારણ વનસ્પતિકાય કહેવાય છે, અથવા અનંતકાય પણ કહેવાય છે.
તત્વજ્ઞાન પ્રવેશિકા તથા ૨ લાખ બે ઇન્દ્રિયના યોનિ સ્થાનકો, ૨ લાખ તેઇન્દ્રિય, ૨ લાખ ચઉરિંદ્રિય, ૪ લાખ દેવતા, ૪ લાખ નારકી, ૪ લાખ તિર્યંચ પંચેન્દ્રિય એટલે પંચેન્દ્રિય સહિત તિર્યંચોના ઉત્પત્તિ સ્થાનકો તથા ૧૪ લાખ મનુષ્યના ઉત્પત્તિ સ્થાનકો એમ બધા મળીને ૮૪ લાખ જીવયોનિના ઉત્પત્તિ સ્થાનકો છે.
એક યોનિમાં અનેક કુળ હોય છે. જેમ છાણરૂપ યોનિમાં કૃમિકુળ, કીટ (કીડા) કુળ, વૃશ્ચિક કુળ વગેરે હોય છે.
તે સર્વ જીવોને હું સુખનું કારણ ક્યારે થઈશ કે જ્યારે હું સર્વથા કર્મોથી મુકાઈને મુક્તિપુરીએ જઈશ ત્યારે. માટે વપર સુખના હેતુભૂત એવી મુક્તિને જ હું ઇચ્છું છું. તે હે પ્રભુ! આપની અનંતકૃપાએ મને પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ. બીજું પાપ મૃષાવાદ -
ક્રોઘવશે, માનવશે, માયાવશે, લોભવશે, હાયે કરી, ભયવશે ઇત્યાદિક કરી મૃષા વચન બોલ્યો, નિંદાવિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી ઇત્યાદિક અનેક પ્રકારે મૃષા જૂઠું બોલ્યો, બોલાવ્યું, બોલતાં પ્રત્યે અનુમોધું તે સર્વે મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
ભાવાર્થ :- મૃષાવાદ એટલે જૂઠું બોલવું, અસત્ય બોલવું તે. હું ક્રિોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય ઇત્યાદિકના કારણે જૂઠું બોલ્યો, કોઈની નિંદા કરતા જૂઠું બોલ્યો, વિકથા એટલે દેશકથા, રાજકથા,
Page #40
--------------------------------------------------------------------------
________________
૭૬
બૃહદ્ આલોચના સ્ત્રીકથા અને ભોજનકથા કરતાં જૂઠું બોલ્યો, કર્કશ એટલે ન ગમે એવા કડવા બોલ બોલ્યો, કઠોર એટલે મનમાં ઠેસ પહોંચે એવી વાણી બોલ્યો અને માર્મિક ભાષા એટલે કોઈના મર્મને એટલે ગુપ્ત રહસ્યને ઉઘાડું પાડનાર, એવી ભાષા બોલ્યો ઇત્યાદિ અનેક પ્રકારે હું જૂઠું બોલ્યો, બોલાવ્યું કે બોલતાં પ્રત્યે અનુમોદન કર્યું તે સર્વ પાપને મન-વચનકાયાથી ખમાવું છું. તે દિવસ મારો ખરેખર સાર્થક થશે કે જે દિવસે હું સંપૂર્ણપણે મૃષાવાદનો ત્યાગ કરીશ, તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. ત્રીજું પાપ અદત્તાદાન :
અણદીથી વસ્તુ ચોરી કરીને લીઘી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, પરસ્ત્રી, પરથન હરણ કર્યા તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની, તથા અલ્પ ચોરી તે ઘર સંબંથી નાના પ્રકારના કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગ રહિતે ચોરી કરી, કરાવી, કરતા પ્રત્યે અનુમોદી, મન-વચનકાયાએ કરી; તથા ઘર્મ સંબંઘી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે.
ભાવાર્થ - અદત્તાદાન એટલે કોઈએ આપેલી નહીં એવી વસ્તુને લેવી તે ચોરી છે. કોઈએ આપણે ત્યાં થાપણ તરીકે કંઈ મૂક્યું હોય તે માગવા આવે ત્યારે ના પાડી દેવી, પરસ્ત્રી અથવા પારકાનું ઘન હરી લેવું તે લૌકિક વિરુદ્ધની મોટી ચોરી છે. અને નાની ચોરી તે ઘર સંબંધી અનેક કાર્ય કરતાં, વગર પૂછયે વસ્તુ લઈ લેવી એવી વસ્તુ ઉપયોગપૂર્વક એટલે જાણીને કે ઉપયોગ રહિતપણે અર્થાત્ અજાણમાં મન વચન કાયાથી કરી, કરાવી, અનુમોદી હોય તે સર્વ મારા દુષ્કૃત્યો નિષ્ફળ થાઓ એવી મારી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
તેમજ ઘર્મ સંબંધી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા લીધા વગર કર્યા તે મને ધિક્કાર હો ધિક્કાર હો, વારંવાર તે દુષ્કૃત્યોની આપ સમક્ષ ક્ષમા ચાહું છું. તે દિવસ મારો
બૃહદ્ આલોચના ઘન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે દિવસ મારો કલ્યાણમય થશે. ચોથું પાપ અબ્રહ્મ :
મૈથુન સેવવામાં, મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહીં; નવ વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું: બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું, તે મન વચન કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું નવાવાડ સહિત બ્રહાચર્ય-શીલરત્ન આરાઘીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
ભાવાર્થ - અબ્રહ્મ એટલે બ્રહ્મચર્યનું પાલન નહીં. મૈથુનનું સેવન એ અબ્રહ્મ છે. એવા મૈથુન સેવનમાં મનવચનકાયાના યોગ પ્રવર્તાવ્યા. નવવાડ સહિત બ્રહ્મચર્ય પાલનની પ્રભુની આજ્ઞા છે પણ તે પાળ્યું નહીં. અથવા નવાવાડ સહિત પાલન કરવા પ્રયત્ન કર્યો પણ તેમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી. પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનારની પ્રવૃત્તિને સારી માની. એમ મનવચનકાયાના ત્રણે યોગથી પ્રવૃત્તિ કરી; તેથી મને વારંવાર ધિક્કાર હો. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું નવવાડપૂર્વક બ્રહ્મચર્ય શીલરત્નની આરાધના કરીશ અને સંપૂર્ણપણે મનવચનકાયાથી થતાં કામવિકારોથી નિવૃત્તિ પામીશ તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
“વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાનને ધ્યાન;
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન.” -શ્રીમદ્ રાજચંદ્ર “યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિબ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૨૬૨), પાંચમું પરિગ્રહ પાપસ્થાનક :
સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, મણિ, પથ્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ છે, તેની મમતા, મૂછ, પોતાપણું કર્યું ક્ષેત્ર ઘર આદિ
Page #41
--------------------------------------------------------------------------
________________
૭૮
બૃહદ્ આલોચના
૭૭ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ઘાર્યો, થરાવ્યો, ઘરતા પ્રત્યે અનુમોદ્યો તથા રાત્રિભોજન, અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપ દોષ સેવ્યા તે મને ધિક્કાર, ચિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રપંચોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
ભાવાર્થ - પરિ એટલે ચારે બાજુથી ગ્રહ એટલે પકડે. ચારે બાજુથી મોહમૂછના કારણે જીવને પકડી રાખે તે પરિગ્રહ. સચિત પરિગ્રહ એટલે જીવંત પરિગ્રહ તે દાસ, દાસી એ દ્વિપદ એટલે બે પગવાળા અને ચૌપદ એટલે ઢોર પશુ ચાર પગવાળા આદિ તથા મણિ, માણેક, પત્થર આદિ અનેક છે અને અચિત પરિગ્રહ તે સોનું, રૂપું, એટલે ચાંદી, વસ્ત્ર, આભરણ એટલે ઘરેણાં આદિ અનેક વસ્તુ છે. તે પદાર્થો પ્રત્યે મમતા એટલે મારાપણું કર્યું. મૂચ્છ એટલે આસક્તિ રાખી પોતાપણું કર્ય, ક્ષેત્ર એટલે જમીન, ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ અને મિથ્યાત્વ એ ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહ છે; તેને મેં મોમૂછ સહિત ઘારણ કરી તેમાં મમતા બુદ્ધિ કરી, કરાવી અને ઘારણ કરનારની અનુમોદના કરી, તથા રાત્રિભોજન, અભક્ષ્ય, આહારાદિ કરવાથી જે પાપ દોષ સેવ્યા તે મને ધિક્કાર હો, ધિક્કાર હો, વારંવાર તે દુષ્કૃત્યો મિથ્યા થાઓ એવી ભાવના ભાવું છું. તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના સર્વ પ્રપંચોથી નિવર્તીશ; તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે. છઠ્ઠ ક્રોઘ પાપસ્થાનક :
ક્રોથ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તમાયમાન કર્યા, દુઃખિત કર્યા, કષાયી કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ
બૃહદ્ આલોચના અંતરમાં બળે છે, સંતાપ પામે છે, આંખો લાલ થાય છે, બીજાને કડવા વચન કહે છે, ગાળો આપે, ડરાવે, ઘમકાવે, મારે, શાપ આપે, હાથ પગ ઉછાળે કે ક્રોધના આવેશમાં માણસ કંઈનું કંઈ કરી બેસે છે. એવો ક્રોઘ કરીને મેં મારા આત્માને તેમજ પરના આત્માને સંતાપિત કર્યા, દુઃખી કર્યા, કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર. વારંવાર જણાવું છું કે મારા એવા અપરાધ નિષ્ફળ થાઓ. સાતમું માન પાપસ્થાનક :
માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ અને આઠ મદ આદિ કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
ભાવાર્થ - માન એટલે અહંકાર. અહંકારમાં પોતાને મોટો માને, હું જે કરું છું તે બધું સારું જ કરું છું એમ માને અને તેમજ વર્તે. તે અહંભાવ સહિત ત્રણ ગારવ કર્યા. ગારવ એટલે ગર્વ, ઘમંડ, ગારવના ત્રણ પ્રકાર છે. ઋદ્ધિ ગારવ, રસ ગારવ અને શાતા ગારવ. પૂર્વ પુણ્ય પ્રાપ્ત થયેલ ઘનાદિ ઋદ્ધિનો ગર્વ કરવો તે ઋદ્ધિ ગારવ. અમે તો મિષ્ટાન્ન સિવાય જમીએ નહીં વગેરે રસ ગારવ. માથું દુઃખવું કેવું હોય તે પણ અમે જાણીએ નહીં વગેરે શાતા ગારવ છે. પછી આઠ પ્રકારના મદ છે. મદ એટલે પ્રાપ્ત થયેલ વસ્તુથી છકી જવું તે મદ. તેના આઠ પ્રકાર છે. જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, જ્ઞાનમદ, તપમદ, ઘનમદ, ઐશ્વર્યમદ. અજ્ઞાનદશામાં મારા જીવે આવા મદ આદિ કર્યા તે મને વારંવાર ધિક્કાર, ધિક્કાર, મારા આવા અપરાધ નિષ્ફળ થાઓ. આઠમું માયા પાપસ્થાનક :
સંસાર સંબંધી તથા થર્મ સંબંઘી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
ભાવાર્થ :- માયા એટલે કપટ, સરળતાનો અભાવ. મનમાં કંઈ, વચનમાં બીજું અને વર્તનમાં વળી ત્રીજું તે માયાકપટ છે. માયાના બે પ્રકાર છે. એક લૌકિક એટલે સંસાર સંબંધી માયા. તેમાં પોતા પાસે જે ઉપલબ્ધ સામગ્રી હોય તેનાથી અધિક બતાવી પોતાનો સ્વાર્થ સાધવો
દુક્કડં.
ભાવાર્થ - ક્રોથ એ કાળ જેવો છે. ક્રોઘ આવતાં પોતે પ્રથમ
Page #42
--------------------------------------------------------------------------
________________ 79 બૃહદ્ આલોચના અને બીજી લોકોત્તર માયા. તેમાં ઘર્મમાં શ્રદ્ધા ન હોય તો પણ માયાથી શ્રદ્ધા છે એમ બતાવવું, કપટથી વંદન આદિ કરી બતાવવું. શાસ્ત્રજ્ઞાન કે બીજા વિષયોનું જ્ઞાન ન હોવા છતાં હું બધું જાણું છું એવો દેખાવ કરવો. ઉપરથી કપટવડે ક્રિયા કરી બતાવવી તથા બીજા ઘર્મકાર્યોમાં કપટ કરવું તે બધુ માયા પાપસ્થાનક છે. એવા સંસાર સંબંધી કે ઘર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં મેં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર. તે બધા મારા દુષ્કૃત્ય મિથ્યા થાઓ એમ વારંવાર હે પ્રભુ! હું આપને જણાવું છું. નવમું લોભ પાપસ્થાનક : મૂછભાવ કર્યો, આશા તૃષ્ણા વાંચ્છાદિક કર્યા તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. | ભાવાર્થ :- લોભ એટલે તૃષ્ણા. પાંચ ઇન્દ્રિયોના વિષયો માટે પૌલિક પદાર્થમાં મૂર્વાભાવ કર્યો. મૂછ એટલે મોહાસક્તિથી તેમાં તલ્લીન થઈ ગયો. તે મેળવવા આશા રાખી, તેની તૃષણા કરી. તે મેળવવાની વાંચ્છા એટલે કામના રાખી તેના માટે હમેશાં પ્રયત્નશીલ રહી આર્તધ્યાન, રૌદ્રધ્યાન ધ્યાયા. તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર તે સંબંધી મારા દુષ્કૃત્યો નાશ પામો એવી મારી અંતરની ભાવના છે. દશમું રાગ પાપસ્થાનક - મનગમતી વસ્તુઓમાં સ્નેહ કીઘો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. ભાવાર્થ :- રાગ એટલે સ્નેહ. રાગ એ આગ જેવો છે. રાગભાવ સંસારને વધારનાર છે. માયા અને લોભ એ રાગના પર્યાય છે. મનને જે ગમે એ વસ્તુઓમાં મેં રાગ કર્યો. તેથી મને ધિક્કાર હો, ધિક્કાર હો. તે સંબંધી કરેલા મારા પાપો સર્વ મિથ્યા થાઓ એમ વારંવાર હે પ્રભુ! આપને જણાવું છું. અગિગારમું તેષ પાપસ્થાનક - અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. 80 બૃહદ્ આલોચના ભાવાર્થ - દ્વેષ એટલે અણગમો, અરુચિ, ક્રોઘ અને માન એ વેષના પર્યાય છે. કોઈ ઉપર દ્વેષ થવાથી તે દેખતા કે તેની સ્મૃતિ થતાં મનમાં બળતરા થાય છે. એમ અણગમતી વસ્તુ જોઈ કે જાણી તે ઉપર મેં વેષ કર્યો, તે મને ધિક્કાર હો, ધિક્કાર હો. મારું આવું દુષ્કૃત્ય સર્વથા નષ્ટ થાઓ એવી આપ પ્રભુ પ્રત્યે વારંવાર પ્રાર્થના છે. બારમું કલહ પાપસ્થાનક : અપ્રશસ્ત વચન બોલી ફ્લેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર વારંવાર મિચ્છા મિ દુક્કડં. ભાવાર્થ - કલહ એટલે કજિયા કંકાસ. અપ્રશસ્ત એટલે અશુભ પાપયુક્ત વચન બોલવા, જેવા કે ગાળ આપવી કે કઠોર વચન બોલવું. એવા મોટેથી અસભ્ય વચનો બોલી ફ્લેશ ઉપજાવ્યા તેથી હું આપની સમક્ષ મને વારંવાર ધિક્કાર આપું છું. તે મારા સર્વ કૃત્યો નિષ્ફળતાને પામો. એવી અભિલાષા ઘરાવું છું. તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક : અછતાં આલ દીઘાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ ભાવાર્થ - અભ્યાખાન એટલે મિથ્યા દોષારોપણ. અછતાં એટલે જેણે કંઈ કર્યું નથી તેના ઉપર આવ એટલે કલંક ચઢાવ્યું તે મને વારંવાર ધિક્કાર હો ધિક્કાર હો. એવા મારા દુષ્ટ પાપકાર્યો સર્વથા મિથ્યા થાઓ એવી આપ પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે. ચૌદમું પશુન્ય પાપસ્થાનક : પરની ચુગલી ચાડી કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. ભાવાર્થ - પૈશુન્ય એટલે ચાડી ચુગલી કરવી છે. કોઈને હલકો દેખાડવા અથવા શિક્ષા અપાવવા માટે તેના દોષોની બીજા પાસે ચાડી ચુગલી કરી તે મને ધિક્કાર, ધિક્કાર. વારંવાર તે પાપોની ક્ષમા ચાહું છું.