________________
બૃહદ્ આલોચના
૫૧
અર્થ :– હે જીવ! તેં આ પવન એટલે શ્વાસોચ્છવાસનો વિશ્વાસ કયા કારણે ધરી રાખ્યો છે? આ શ્વાસોચ્છ્વાસની તો એવી રીત છે કે તે
શરીરમાંથી બહાર ગયા પછી પાછો અંદર આવે કે ન પણ આવે. કેમકે શ્વાસોચ્છ્વાસ શરીરને આધીન છે. શરીર પુદ્ગલને આધીન છે. અને આ પુદ્ગલો શરીરના સ્કંધરૂપે ક્યાં સુધી રહેશે તે આયુષ્યકર્મને આધીન છે. આયુષ્યકર્મ પૂર્ણ થાય કે શ્વાસોચ્છ્વાસરૂપ પવન બંધ થઈ જાય છે. તે શ્વાસોચ્છ્વાસરૂપ પવનનું બંધ થવું તેને વ્યવહારમાં મરણ કહે છે. સંસારીજીવો વ્યવહારથી દસ પ્રાણથી જીવે છે. તે મનોબળ, વચનબળ, કાયબળ, પાંચ ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય મળી દસ પ્રાણ કહેવાય છે. જ્યારે આત્માના ભાવપ્રાણ તે જ્ઞાન દર્શન ગુણ છે. તે વડે તે સદા જીવિત રહે છે. માટે આયુષ્યકર્મ છે ત્યાં સુધી નશ્વર એવા આ દ્રવ્ય પ્રાણરૂપ પવન શ્વાસોચ્છ્વાસનો વિશ્વાસ મૂકી દઈ; ભાવ પ્રાણરૂપ શાશ્વત આત્માના જ્ઞાનદર્શન ગુણોને ઓળખી તે આત્માના નિત્યપણાની હવે વૃઢ શ્રદ્ધા કરો કે જેથી જીવને સમાધિમરણની પ્રાપ્તિ થાય. ॥૪॥ કર્મરૂપી કરજ વધારીશ નહીં
(દોહા)
કરજ બિરાના કાઢકે, ખરચ કિયા બહુ નામ;
જબ મુદત પૂરી હવે, દેનાં પડશે દામ. ૧
અર્થ :– કરજ એટલે દેવું તે નીચ રજ સમાન છે. તેને બિરાના કાઢકે એટલે પારકા રૂપિયાને ઉધારરૂપે લાવી પોતા ઉપર દેવાનો ભાર વધારી, પોતાની નામના એટલે માન મોટાઈ મેળવવા કે પાંચ ઇન્દ્રિયોના ભોગાદિ અર્થે તેને ખર્ચી નાખવા તે નરી મૂર્ખતા છે. કેમકે જ્યારે તે પૈસા પાછા આપવાનો સમય આવશે ત્યારે વ્યાજ સાથે આપવા પડશે. તે આપ્યા વિના છૂટકારો નહીં થાય. તેવી જ રીતે હે આત્મન! તું પાંચ ઇન્દ્રિયોમાં વૃત્તિને આસક્ત કરી કર્મરૂપી કરજમાં વધારો મા કર. કારણ કે કર્મની અવધિ પૂરી થયે તેના ફળ તારે અવશ્ય ભોગવવા પડશે. ત્યારે વિલવિલાટ કરતા પણ છૂટશે નહીં. ।।૧।।
પર
બૃહદ્ આલોચના
શુભાશુભકર્મની દેણદારી આપ્યા વિના છૂટકારો નહીં
બિનું દીયાં છુટે નહીં, યહ નિશ્ચય કર માન; હસ હસ કે ક્યું ખરચીએ, દામ બિરાના જાન. ૨
અર્થ :– પારકા લાવેલા રૂપિયાને વ્યાજ સાથે પાછા આપ્યા વિના તારો છૂટકારો નહીં થાય. આ વાત નિશ્ચિત છે એમ તું માન. માટે લાવેલા પારકા રૂપિયાને ઇન્દ્રિયના વિષયભોગ અર્થે કંઈ હસી હસીને ખર્ચ કરી દેવાય નહીં; તેમ પૂર્વજન્મથી લાવેલા પુણ્યને કે જે આત્માનો ધર્મ નથી પણ વિભાવભાવ છે તેને પણ ભોગવી છૂટા થવું પડશે માટે જ્યાંસુધી તે પુણ્યકર્મનો ઉદય છે ત્યાં સુધી વિષયભોગમાં વૃત્તિને નહીં લઈ જતાં સત્પુરુષની ભક્તિ, સ્વાધ્યાય સ્મરણવડે તારા આત્માને ઓળખવારૂપ પુણ્યનો ભોગવટો કરી, તેથી પણ નિવૃત્ત થઈ મુક્તિને મેળવી લે, કારણ તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.' એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. ૨
કોઈને દુઃખ આપવું તે વિષમિશ્રિત પકવાન સમાન છે જીવ હિંસા કરતાં થકાં, લાગે મિષ્ટ અજ્ઞાન;
જ્ઞાની ઇમ જાને સહી, વિષ મિલિયો પકવાન. ૩
અર્થ :– કોઈપણ જીવને મારવો તે દ્રવ્યહિંસા છે. અને રાગદ્વેષાદિ ભાવોવડે પોતાના આત્માને મલિન કરવો તે ભાવહિંસા છે. મોહાધીન અજ્ઞાની જીવ પોતાના સુખ અર્થે બીજા જીવોની હિંસાને પણ ગણતો નથી, અને તેમાં વળી મીઠાશ માને છે. જ્યારે જ્ઞાનીપુરુષો બીજાને કોઈપણ પ્રકારે મનવચનકાયાથી દુઃખ આપી સુખ મેળવવાના ઉપાયને વિષ ભેળ
વેલા પકવાન સમાન ગણે છે. જેમ વિષમિશ્રિત પકવાન ખાવામાં ભલે મીઠું લાગે પણ અંતે મરણનું કારણ થાય છે; તેમ સંસારી જીવ પોતાના સુખાર્થે બીજા જીવોને દુઃખ આપવાથી ચારગતિમાં અનંતદુઃખના કારણરૂપ જન્મમરણને અનુભવ્યા કરે છે. માટે બીજાના ભોગે સુખ મેળવવાની કદી કામના કરવી નહીં. ઘણા