________________
૨૫
બૃહદ્ આલોચના
અર્થ - પૂર્વે કરેલાં પાપોની નિંદા કરી, પશ્ચાત્તાપ કરીને અથવા જે જે પાપોના ફળ શાતા અશાતારૂપે ઉદયમાં આવે તેને સમતાભાવે ભોગવી લઈ તેથી છૂટી જાઉં; પણ તે તે કર્મના ઉદય નિમિત્તે ફરી રાગદ્વેષ કરી નવા કર્મ બાંધું નહીં. એવી હે શ્રી ગુરુદેવ! મને શક્તિ આપો. આપના એવા પ્રસાદથી અર્થાત્ કૃપાથી મારા ઉપરોક્ત મનોરથ એટલે મનના ભાવો જરૂર સફળ થશે, એવી મને પૂર્ણ ખાત્રી છે. ૧૯
પરિગ્રહની મમતા તજી સમાધિમરણ સાથું પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર;
અંત સમય આલોચના, કેરું સંથારો સાર. ૨0 અર્થ :- ‘પરિ’ એટલે ચારે બાજુથી “ગ્રહ’ એટલે પકડી લીધો છે જેણે મને એવા પરિગ્રહ પ્રત્યેની આસક્તિ, મૂર્છા કે મમતાભાવનો હવે ત્યાગ કરી, અહિંસા, સત્ય, અચોર્ય, બ્રહ્મચર્ય તથા પરિગ્રહ ત્યાગરૂપ પંચ મહાવ્રતને ઘારણ કરું, તથા મરણના અંત સમયે સર્વ પાપોની આલોચના કરીને સંથારો કરું. સંથારો એટલે સર્વ ઘનકુટુંબાદિ સગાં સંબંધી પ્રત્યેનો મોહમમત્વભાવ ત્યાગી, દેહાધ્યાસ છોડી ક્રમે ક્રમે આહારનો પણ ત્યાગ કરી આ નશ્વર દેહનો સમાધિભાવ સહિત શાંતભાવથી ત્યાગ કરું. અંત સમયે રોગાદિના કારણે શરીર ટકે એમ લાગતું ન હોય તથા જ્ઞાની પુરુષનો યોગ હોય તો તેને પૂછી આજ્ઞા લઈને જ આ સંથારો અર્થાત્ સંલ્લેખનામરણ કર્તવ્ય છે. ઉપરોક્ત ત્રણ મનોરથ મનુષ્યજીવનના સારરૂપ છે. /૨૦માં
તીન મનોરથ ધ્યાવે તે શિવસુખ પાવે તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન્ન;
શક્તિ સાર વર્તે સહી, પાવે શિવસુખ ઘન. ૨૧ અર્થ - ઉપરની ગાથામાં (૧) પરિગ્રહ પ્રત્યેની મમતાનો ત્યાગ. (૨) પંચ-મહાવ્રતનું ઘારણ તથા (૩) જીવનના અંત સમયે પાપોની આલોચના કરી સંથારા સાથે સમાધિપૂર્વક દેહત્યાગ કરવો, એ ત્રણ મનોરથ કહ્યા; તેને જે ભવ્યાત્મા સાચા મનથી નિત એટલે હમેશાં ધ્યાવે
૨૬
બૃહદ્ આલોચના અર્થાત્ ચિંતવન કરે, વિચારે તથા પોતાની શક્તિ અનુસાર અવશ્ય મોહ ઘટાડી વ્રતોનું પાલન કરવાનો અભ્યાસ કરે, તે જીવ અંત સમયે સમાધિમરણ સાથી કાળાંતરે મોક્ષસુખને પામે છે. આવા ભવ્યાત્માનું જીવન ઘન્ય ગણવા યોગ્ય છે. ૨૧ સાચા દેવ, ગુરુ, ઘર્મ અને શાસ્ત્રનું સ્વરૂપ સમજવું
અરિહા દેવ, નિગ્રંથ ગુરુ, સંવર નિર્જર ઘર્મ;
આગમ શ્રી કેવલી કથિત, એહિ જેન મત મર્મ. ૨૨ અર્થ :- હવે જૈનમત પ્રમાણે પ્રથમ રહસ્ય નીચે પ્રમાણે જાણવા યોગ્ય છે:
અરિ એટલે શત્રુ, આત્માના ગુણોને ઘાતે એવા સર્વ ઘાતીયા કર્મોને જેણે હણી નાખ્યા છે એવા અઢાર દૂષણ રહિત વીતરાગ દેવને જ સાચા દેવ માનવા યોગ્ય છે. જે અરિહંતના નામે ઓળખાય છે.
તથા રાગદ્વેષ અજ્ઞાનરૂપ મોહની ગ્રંથી એટલે ગાંઠ જેની ગળી જઈ આત્મજ્ઞાનને પામ્યા છે એવા નિગ્રંથ ગુરુ જ સાચા ગુરુ ગણવા યોગ્ય છે.
તેમજ જે ઘર્મના પાલનવડે ઉદય આવેલા કર્મોને સમભાવે ભોગવી નવા કર્મબંધને રોકવારૂપ સંવર થાય તથા ઉદયમાં આવેલા કર્મો અકામ નિર્જરારૂપે ફળ આપી ખરી જાય તેને નિર્જરા તત્ત્વ કહેવામાં આવે છે. તેમાં સકામ નિર્જરા તે નવીન કર્મબંધનનો હેતુ થતી નથી. તે જ્ઞાન ધ્યાનવડે સઘાય છે. તે જ સાચી નિર્જરા છે અને તે જ મુક્તિનો સાચો ઉપાય છે. - હવે સાચા શાસ્ત્રો કોને કહેવા? તો કે જેણે કેવળજ્ઞાનવડે જગતનું સર્વ સ્વરૂપ જોઈને યથાતથ્ય નિરૂપણ કર્યું એવા કેવળી તીર્થકર ભગવંત દ્વારા ઉપદિષ્ટ બોવ જ ખરા આગમ શાસ્ત્રો છે, ભગવંત તીર્થકરોએ જે ઉપદેશ આપ્યો તેને ગણઘર પુરુષોએ ઝીલી લઈ તેની દ્વાદશાંગીરૂપે રચના કરી. તે જ આગમ નામે જગતમાં પ્રસિદ્ધ છે.
ઉપરોક્ત પ્રમાણે દેવ, ગુરુ, ઘર્મ અને શાસ્ત્રનું સ્વરૂપ સમજવું એ જ જૈન ઘર્મનો મર્મ છે અર્થાત્ સર્વ દુઃખથી મુક્ત થવા રૂપ મોક્ષ પ્રાપ્ત કરવાનું એ જ રહસ્ય છે. ૨૨ાા